________________ ભીમસેન ચરિત્ર પહેરવા માટે અનેક મૂલ્યવાન વસ્ત્રો ને અલંકાર હતાં. મેજ શેખ માટે અનેક પ્રકારની વિવિધ સામગ્રી હતી. તેના બદલે આજ તેઓ એક પર્ણકુટિરમાં રહેતા હતા. ખાવા માટે કણ કણના વાંધા હતા, ભૂખથી પેટ ચીમળાઈ ગયાં હતાં. અને ભૂખ્યા પેટે જ તેમને સૂઈ જવું પડયું હતું. અને તે પણ પથ્થરવાળી ને ધૂળથી રગદોળાયેલી જમીન ઉપર સૂવું પડયું હતું. ઉપર ખૂલું ગગન હતું. બહારથી શીતળ પવન કુંકાતો હતો. ટાઢથી સુકોમલ અંગે પ્રજતાં હતાં. છતાંય તેના રક્ષણ માટે વારનો એક ટુકડે પણ ન હતો. આ બધી કમની લીલા નહિ તો બીજ શું ? કુમારે વયમાં નાના હતા. પરંતુ ભીમસેન અને સુશીલાએ તેમને ધર્મનું શિક્ષણ બરાબર આપ્યું હતું. આથી તેઓ સમજતા હતા કે આ બધે કર્મને જે પ્રતાપ છે. પિતે પૂર્વભવમાં કોઈ ખરાબ કર્મો બાંધ્યાં હશે, જેનું ફળ આ ભવે ભેગવવાનું આવ્યું છે. આમ પોતાને અત્યારે આવી પડેલા દુઃખો એ પોતાના જ કર્મોનું પરિણામ છે, એમ સમજીને બંને કુમારે સમભાવે અને દઢતાપૂર્વક એ દુ:ખને સહન કરતાં થોડી જ વારમાં નિદ્રાધીન થઈ ગયાં. ત્યારબાદ ભીમસેને પોતાની સાથે લાવેલી ઘરેણાં ને સોનામહેરની પિટલી પર્ણકુટિરના એક ખુણામાં ખાડો કરીને દાટી દીધી અને કોઈને ખબર ન પડે તે રીતે ફરીથી તેના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust