________________ 11 : હરિષણને રાજ્યાભિષેક માનવી ધારે છે કંઈ અને થાય છે કંઈ. ક્યારેક એ શુભ મનેર કરે છે ને તે માટે પ્રયત્ન પણ કરે છે. પરંતુ કર્મની વિચિત્ર ગતિને લીધે તેના બધા જ પ્રયતને વિફળ જાય છે અને અશુભ બનીને જ રહે છે. તે કયારેક માનવી કેઈનું અનિષ્ટ ચિંતવે છે ને તે માટે પ્રયત્ન કરે છે, પણ કર્મના ન્યાય આગળ તેનું કંઈ ચાલતું નથી. તેના બધા જ ધમપછાડા ફેગટ જાય છે અને સામે માનવી આબાદ બચી જાય છે. ભીમસેન નાસી ન જાય અને તેને જીવતે જ પકડીને જેર કરી શકાય તે માટે હરિઘેણે તાબડતોબ બધી તૈયારી કરી. તેના મહેલને ફરતા સશસ્ત્ર ચોકીદારે મૂકી દીધા. કોઈ પણ જગાએથી ભીમસેન નાશી ન શકે તે માટે બધા જ રસ્તા બંધ કરી દીધા. ચકલું પણ ફરકી ન શકે તે તેણે ઘેરો નાં . પરંતુ આ કશુ જ કારગત ન નીવડયું. ભીમસેન કોઈને પણ જાણ ન થાય તે રીતે સુરંગ વાટે બહાર નીકળી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust