________________ 99 જંગલની વાટે તે બન્યું. હવે તે મિથ્યા થનાર નથી અને વિવેકી આત્માઓ નષ્ટ થયેલી કે ગુમ થયેલી વસ્તુઓનો શોક કરતા નથી. તું તે વિવેકી આત્મા છે. માટે શક છેડી દે ને સ્વસ્થ બન. જો તું એમ નહિ કરે ને આ સમયમાં આપણને કોઈ દુષ્ટ માણસ ઓળખી જશે તે આપણે નાહક ઉપાધિમાં મુકાઈ જશું. માટે તું બધી ચિંતા છેડીને શાંત બન અને મૌન બનીને હવે આગળ ગમન કરવા તત્પર થા.” સુશીલા પણ સમજી ગઈ કે સ્વામિ કહે છે તે બરાબર છે. જે વસ્તુ ચોરાઈ ગઈ છે તેનો શેક કર હવે વૃથા છે. મારે તે હજી ઘણું સહન કરવાનું છે. હું જે હિંમત હારી જઈશ ને આમ વારે ઘડીએ જ શકાતુર બની જઈશ તો આ કુમારે તેના આધારે હિંમત રાખશે ? આમ સ્વસ્થ બની તે આગળ પ્રયાણ કરવા માટે તત્પર બની અને કેતુસેનને પિતાની આંગળીએ વળગાડી આગળ ચાલવા લાગી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust