________________ ભીમસેન ચરિત્ર અપમાનની દાહક જવાલા તેના અંગેઅંગને દઝાડતી હતી છતાં પણ તે શાંતિથી બોલ્યો : પ્રિયે ! તું શાંત થા. હું છું પછી તારે, ચિંત કરવાનું કોઈ જ કારણ નથી. આ રાજનો કર્તાહર્તા હું જ છું. નગરજનો મારી જ આજ્ઞાનું પાલન કરે છે. ભીમસેનને તો આ રાજમાં કોઈ ઓળખતું પણ નથી. બધે મારો જ પ્રતાપ ને સત્તા છે. ભીમસેન તો માત્ર નામને જ રાજા છે. તે આ રાજ્યમાં કંઈપણ કરવા સમર્થ નથી. કારણ મારી આજ્ઞા વિના આ નગરમાં પાંદડું પણ હાલતું નથી. ' - પ્રિયે ! હવે તું વધુ શેક ન કર. તું તો મારું જીવન છે. મારો આનંદ છે. તારું હું આ દુઃખ જોઈ શકતો નથી. તું સ્વસ્થ બન. ચિંતાઓને ફગાવી દે. હું તારાં બધાં જ મનોરથો પૂર્ણ કરીશ. તું શ્રદ્ધા રાખ કે આ રાજમાં મારી જ આણ વર્તે છે ને હું ધારું તે કરી શકું તેમ છું. માટે હવે તું ખેદ કરીશ નહિ.” - “સ્વામિન્ ! તમારી બધી વાત બરાબર છે. પરંતુ રાજગાદીએ જે બેઠે હોય તે જ રાજા ગણાય. નોકરની માફક રાજકારભાર ચલાવે તેથી કંઈ તે રાજા ન બની જાય. લોકો પણ તેને રાજા સમજીને તેને માન આપે જ નહિ. ભીમસેન નરેશ કંઈપણ કરતા નથી. આખો દિવસ સ્વર્ગના સુખમાં હાલે છે અને તમે આખે દિવસ ગદ્ધાચૈતરું કરે છે. તેથી તમને ચિંતા અને દુઃખ સિવાય બીજુ શું મળે છે ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust