________________ ભીમસેનની નાશભાગ લઈને હરિષણના સૈનિકે ચોકી કરી રહ્યા હતા. એ જોઈ તે વધુ વિચારમાં પડી ગયો. “હવે શું કરવું ? બહાર કેવી રીતે નીકળવું ? બહાર જ જે ન નીકળાય તો પ્રાણનું રક્ષણ કેવી રીતે થઈ શકે ? આમ અનેક વિચારમાં તે ઊંડે ઊતરી ગયો. - સુશીલાએ આ બધી અતિ સાંભળી ત્યારે તેનું હૈયું ભાંગી પડયું. તેના કુમળા દિલ પર ભારે આઘાત લાગે. તેને ચિંતા થવા લાગી. “મારાં સંતાનોનું શું થશે ? બિચારાં એને નાની વયમાં ઉપાધિ આવી પડી ! " આ ચિંતામાં તે બેભાન થઈ ગઈ ભીમસેન અને સુનંદા તરત જ તેની પાસે દોડી ગયાં અને તેને જળ છાંટીને ભાનમાં લાવ્યાં. સુશીલા ભાનમાં તે આવી પણ તેનાં બધાં જ ગાત્રો શિથિલ બની ગયાં હતાં. છતાં પણ તેણે હિંમત રાખી અને આવેલી મુશ્કેલીને સામનો કરવા સજજ બની ગઈ - ત્યારબાદ સુનંદાએ ભીમસેનને કીધું " રાજન! હવે તમે ઉતાવળ કરે ને જલદીથી કુંવર અને રણને લઈ નાસી જવાની તૈયારી કરે.” પણ સુનંદા ! બહાર તે સખત ચોકી પહેરો છે, જવાશે શી રીતે ? એમ કરવા જઈએ તો હાથે કરીને મોત જ આવે.” ભીમસેને કીધું. - “રાજન ! તમે તેની જરાય ચિંતા ન કરે. મને આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust