________________ ભીમસેનની નાશભાગ સૌને છોડતાં મારું અંતર વલેવાઈ જાય છે. પણ તેમ કર્યા સિવાય છુટકો નથી. હવે અહીંથી તમે અર્ધો જન જેટલું ચાલશે એટલે સુરંગ પૂરી થશે. ને ગાઢ જંગલ શરૂ થશે. એ જંગલ પસાર કરતાં એક ગુફા આવશે. એ ગુફા પસાર કરશો એટલે તરત જ વસ્તી આવશે. ત્યાંથી તમે ઠીક લાગે ત્યાં જશે. અને સ્વામિ ! હું પામર જીવ તમને શું કહું ? એવો મારો અધિકાર પણ કયાંથી ? પરંતુ હિંમત રાખજે. ને રાણમાં તેમજ કુંવરોની સંભાળ રાખજે. ધર્મનું જતન કરજો. વીતરાગ પ્રભુનું નિરંતર સમરણ કરજે. તેના પ્રભાવથી સૌ સારા વાના થશે.” એટલું કહેતાં તો સુનંદા રડી પડી. સુશીલા અને ભીમસેનની આંખમાં પણ આંસુ આવી ગયાં. ભીમસેને તેને એક સોનામહોર આપી. પણ સુનંદાએ તે ન લીધી. અને રડતી આંખે તેણે એ બધાંયને વિદાય આપી. એ બધાં દેખાતાં બંધ થયાં ત્યાં સુધી એ મશાલ ધરીને ઊભી રહી. તે દેખાતાં બંધ થયાં કે તરત જ તે ઉતાવળી ગતિએ પાછી ફરી. અને સુરંગને ઉઘાડી, કેઈને ખબર ન પડે તે રીતે બંધ કરીને પિતાના ખંડમાં જતી રહી અને જાણે કઈ બન્યું જ નથી એમ બધી પ્રવૃત્તિ કરવા લાગી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust