________________ ભીમસેનને સંસાર 71. પ્રભાને તેજ હીન કરતું અને ઘુઘરીઓના મનોહર નાદ વડે ચારે તરફથી દિગમંડળને વ્યાકુળ કરતું ઘૂમી રહ્યું હતું. આવા દિવ્ય વિમાનને જોઈ સુશીલા આશ્ચર્યથી જાગી ગઈ અને ચારે તરફ જેવા લાગી. પણ તેને કોઈ એવું વિમાન બહાર દેખાયું નહિ, તે વિચારવા લાગી : શું આ ઈન્દ્રજાળ હશે ? કૌતુક કરનારી કે ઈદેવાયા હશે ? કે પછી મારા ઈષ્ટ મનરને સૂચવતું કેઈ ઈશિત હશે?....' આમ વિચાર કરતી તે શમ્યા ત્યજીને બેઠી થઈ ગઈ અને નવકારમંત્રનું સ્મરણ કરતી ભીમસેનના શયન ગૃહમાં ગઈ ભીમસેન ત્યારે સૂતો હતો. સુશીલાએ જઈને તેને હળવેથી જાગૃત કર્યો. ભીમસેનને જાગેલ જોઈ તે મંજુલ સ્વરે બેલી : વસુધાધિપ ! શાંત અને તેજસ્વી મૂતિ વડે આપ સર્વ જનોના દુઃખને હમેશાં દૂર કરે છે. આપ તો કર્મ અને ધર્મ અનેના ઉત્કૃષ્ટ સાધક છે. પ્રજાપતે આ લોકમાં સર્વ પ્રજાનું પાલન કરવાથી આપ ખરેખર પિતા છો. હે ગૃપ તેઓનાં માતાપિતા તો માત્ર જન્મદાયક જ છે. હે ઈશ! હું આપની ચરણ છાયામાં આવી છું. આ છાયા મને સર્વ સુખ આપનારી છે. હે નરનાથ ! આપ પ્રેમલ દષ્ટિ વડે મને આનંદિત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust