________________ وق આંબાની આગ તેને વહેચવાં કેવી રીતે ? સરખે સરખા તે ભાગ પડી શકે નહિ. પણ માળી તેની ભાંજગડમાં પડ્યો નહિ. તેણે પાંચે પાંચ ફળ સુનંદાને આપ્યા. કારણ સુનંદા રાજાની દાસી હતી, જ્યારે વિમલા યુવરાજની દાસી હતી. સુનંદાએ ત્રણ ફળ પિતાની પાસે રાખ્યાં અને બે ફળ વિમલાને આપતા બોલી: “બે ફળ તું લઈ જા. કારણ તું યુવરાજની દાસી છે. મોટા ભાગ વધુ હોય અને નાનાને ભાગ છે.” પણ વિમલા બે ફળ લેવા તૈયાર ન હતી. તેને તે ત્રણ ફળ લેવાં હતાં. તેણે ત્રણ ફળ લેવા માટે જીદ કરી. અને ઊંચા અવાજે બોલી ઝઘડો કરવા લાગી. તો સુનંદા ય ક્યાંય ગાંજી જાય તેમ હતી ? તેણે પણ એટલા જ ઊંચા અવાજે પોતાની વાત પકડી રાખી. આમ આ બે દાસીઓ ગમે તેમ એકબીજાને બોલવા લાગી. બોલતી વેળાએ કોઈએ વિવેકભાન પણ ન રાખ્યું. છેવટે સુનંદાએ કીધું: “લેવાં હોય તો લઈ લે આ બે ફળ અને રસ્તે પડ. હું તને ત્રણ ફળ કદી નથી આપવાની, જા તારાથી થાય તે કરી લે.” એમ ધુત્કારીને, બે ફળ ફેકીને સુનંદા ચાલી આવી. વિમલાને આથી ખૂબ જ દુ:ખ થયું. તેમાં તેને પિતાનું અને પિતાની રાણીમાનું અપમાન લાગ્યું. આ સાંભળીને તે ચીડાઈ ગઈ. તેણે ફળને ત્યાં ને ત્યાં જ ફેંકી દીધાં. અને ઉદાસ વદને તે સુરસુંદરીના મહેલમાં ગઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust