________________ ભીમસેન ચરિત્ર પરાક્રમી ને સાહસી પણ એવા જ છે. નિશાનબાજ તે એવા છે કે આંખે પાટા બાંધીને ફરતા માસ્યની આંખ વીધી શકે છે. પરંતુ હૈયાના તેઓ બંને કુમળા છે. તેમાંય પાટવી કુંવર તો અંતરના ઘણા જ કૂણું છે. કેઈનું પણ દુઃખ જોઈ તેમની આંખ ભીની બની જાય છે. પણ છતાંય જાત પ્રત્યે તો તે ઘણું જ કઠેર છે. બોંતેર કળાએમાં તે પ્રવીણ છે. આ બાજુ આપને બે રાજકન્યાઓ છે. મેં સાંભળ્યું છે આપની તે બંને સુતાએ પણ ચોસઠ કળાઓમાં પ્રવીણ ને દક્ષ છે. સૌન્દર્યમાં અપ્રતિમ છે. ને શીલ, ચારિત્ર્યમાં તે તે બેજોડ છે. બસ ભેદ હોય તો આટલે જ છે. બાકી બંનેના કુળ ને સંસ્કાર, ભાવના અને વિચાર, ધર્મ અને જાત, સુખ અને સાહ્યબી; સત્તા અને શેખ એકસરખા છે....” સુમિત્રને બોલતા વચમાં જ અટકાવી માનસિંહ બોલી ઊઠે વાહ! ઘણું સુંદર ! તારા સ્વામીને કુવર છે ને મારે કન્યા! ઘણું જ સુદર તક કહેવાય ! એમ કેમ ન બની શકે કે અમારા બંનેના કુળે એક બની શકે ?..." રાજન ! તો તે આપના માંમાં સાકર. આપની માટી દીકરીને અમારા પાટવી કુંવરને આપશે તે સોનામાં સુગંધ ભળી જશે. અને મને તો પૂરેપૂરી શ્રદ્ધા છે આપની દીકરીને આથી સુંદર વર બીજે કયાંય નહિ મળે ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust