________________ 6 : સંયમના પંથે એક દિવસ રાજગૃહને આંગણે પ્રાતઃસ્મરણીય પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમાન ચંદ્રપ્રભસૂરિ મહારાજ સાહેબ પોતાના શિષ્ય સમુદાય સાથે પધાર્યા. આચાર્ય ભગવંતની આકૃતિ દિવ્ય અને પ્રભાવશાળી હતી. તેમના દર્શન માત્રથી સંસારના સર્વ સંતાપ શાંત થતા હતા. તેઓશ્રી ઘણા જ વિદ્વાન અને સકલ શાસ્ત્ર પારંગત હતા. તેમની વાણી ઘણું જ અસરકારક હતી. ઘણી જ સરળતાથી અને સહજતાથી તે શ્રોતાઓને ધર્મશાસ્ત્રોની વાત સમજાવતા હતા. રાજગૃહની બહાર ઉદ્યાનમાં આ સૂરિપુંગવે પોતાના પગલાં કર્યા. ઉદ્યાનના રખેવાળે સૂરીશ્વરને વિધિપૂર્વક વંદન કર્યું. અને તેમના માટે યોગ્ય સરભરા અને સગવડ કરી. પછી દેડતો જઈને એ ગુણસેનને ખબર કરવા ગયે. ગુણસેન ત્યારે નિત્યક્રિયા કરી રહ્યો હતો. ઉદ્યાનના રખેવાળે આવીને વધાઈ ખાધી? “રાજન ! આપણા ઉદ્યાનમાં ભવતારક અને પરમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust