________________ વર ઘેડે ચઢ 57 ને એક શુભ દિવસે તે અંગે દેશમાં આવીને ઊભે રહ્યો. રાજા વીરસેને ભારે ઠાઠમાઠથી જાનૈયાઓને સત્કાર કર્યો. પિતાની દીકરીને ધામધૂમથી પરણાવી અને અઢળક દાય આપીને એક મંગળ દિને વિદાય કરી. હરિપેણ અને સુરસુંદરી લગ્ન કરીને રાજગૃહી પાછા ફર્યા. નગરજનોએ તે બંનેનું ઉમળકાભેર સ્વાગત કર્યું. ગુણસેનની હવે બંને ચિંતાઓ પતી ગઈ. મેટા અને નાના બંનેનું લગ્ન થઈ ગયું. હવે તે હળવા અને રાજકાજમાં ધ્યાન આપવા લાગ્યું. આ બાજુ માનસિંહ રાજા પિતાની બીજી દીકરી સુચના માટે ચિંતા કરતો હતો. મોટી સુશીલાને તો ભીમસેન સાથે વળાવી દીધી. પણ હવે નાની ઉંમરલાયક થઈ હતી. તેણે રાજદૂતને મોકલી બધે તપાસ કરાવી. રાજદૂતે વિવિધ દેશમાં ફરીને આવીને જણાવ્યું કે ક્ષિતિપ્રતિષ્ઠિત નામે નગરમાં વિજયસેન નામે રાજા રાજ્ય કરે છે. તેના પ્રતાપથી દુમને થરથર ધ્રુજે છે. અને રૂપ અને ગુણમાં તેમજ કુળમાં પણ આપણી સુચના માટે યોગ્ય છે.” માનસિંહે તરત જ વિજયસેનને પિતાની પુત્રીનું કહેણું મેકલાવ્યું. વિજયસેને પણ તે તરત સ્વીકારી લીધું. અને બંને પક્ષે જોરશોરથી લગ્નની તૈયારી શરૂ થઈ ગઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust