________________ 55 વર ઘોડે ચડયે માનસિંહે આ પ્રસંગે દાયજામાં એક હજાર હાથી, બે હજાર ઉત્તમ જાતના અશ્વો, બે હજાર દાસદાસીઓ, લાખ સોનામહોર આપી. સુશીલાને છ છ જોડી રત્નકંકણો, રત્નહાર, બાજુબંધ, વીંટીઓ તેમજ અનેક પ્રકારનાં મૂલ્યવાન વસ્ત્રો આપ્યાં. આ વિદાય પ્રસંગ ખરેખર ઘણો જ કરુણ હતો. પરંતુ તેટલે જ તે સ્ત્રી માટે અનિવાર્ય હતો. “બેટા ! સુખી રહેજે ! તારા સુખદુઃખના સમાચાર કહેવડાવજે. તારા સાસુ સસરાની સેવા-ચાકરી કરજે. ધર્મને ભૂલીશ નહિ.... વગેરે અવાજેથી સુશીલાએ વિદાય લીધી. જાન કન્યાને લઈને રાજગૃહમાં પાછી ફરી. તે સમયે નગરજનોએ વર-વધૂને અક્ષતને ફૂલોથી વધાવ્યાં. તેમજ તે બંનેના મીઠડાં ઓવારણાં લીધાં. લગ્નને આ મહાઅવસર નિવિદને પતી ગયો એટલે ગુણસેને શાંતિનો શ્વાસ લીધે અને રાજકાજની ધમાલમાં લાગી ગયો. આ બાજુ ભીમસેન અને સુશીલા પણ લગ્નજીવનને આનંદ માણવા લાગ્યાં. | હરિણ પણ હવે ઉંમરલાયક થયો હતો. તેની વય = પણ હવે લગ્નને લાયક થઈ હતી. ઘરમાં ઉંમરલાયક જુવાન દીકરો કે દીકરી હોય એટલે સ્વાભાવિક જ તેના મા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust