________________ સંયમના પંથે ધર્મથી પોતાની અભિલાષા સંતોષાય છે. મહાન અને અતિ દુઃખકર કષ્ટ શાંત થાય છે. તેનાથી દેવતાઓ પણ વશ થાય છે. તેમજ તેના આરાધનથી આત્માને લાગેલા અનેક કર્મો કમશઃ ક્ષીણ થતા જાય છે. અનેક પ્રકારના દાનોમાં જેમ અભયદાન શ્રેષ્ઠ છે. સર્વ ગુણોમાં જેમ ક્ષમાગુણ શ્રેષ્ઠ છે, સર્વ પૂજ્યમાં જેમ ગુરૂ ભગવંત શ્રેષ્ઠ છે. તેમ સર્વ સામાં ધર્મ શ્રેષ્ઠ છે. જેણે એકવાર ધર્મામૃતનું પાન કર્યું હોય તે ભવ્યાભાના સર્વકાર્ય સિદ્ધ થયા એમ સમજવું. કારણ જેમને દૂધ મળ્યું હોય છે, તેમના માટે પછી દહીં, ઘી વગેરે પદાર્થો સુલભ હોય છે. ' હે ભવ્યાત્માઓ ! આ દુનિયામાં દુર્લભ એવો મનુષ્ય જન્મ પામીને જેઓ યથાશકિત ધર્મની આરાધના કરતા નથી તે મૂઢજનો, અત્યંત કષ્ટથી મેળવેલ ચિંતામણી રત્નને સમુદ્રમાં ફેંકી દે છે. | હે રાજન ! જેની અંદર મુખ્ય દયા હોય તેને જ ધર્મ કહ્યો છે. દયાને મૂકી જેઓ ધર્મ કરે છે તેઓ વાસ્તવમાં ધર્મ કરતા નથી. કારણ શાસ્ત્રકારોએ દયાહીન ધર્મને નિષ્ફળ કહ્યો છે. જેમ નાયક વિનાનું સૈન્ય ગમે તેટલું મોટું હોય તો પણ તે નિષ્ફળ નીવડે છે, તેમ દયા વિનાને ધર્મ પણ નિષ્ફળ નીવડે છે. માટે જ દયાને જ પ્રધાન ગણવામાં આવી છે. વળી ગુણ વિના ગુરૂ અને ગુરુ વિના તત્વજ્ઞાનનું યથાર્થ જ્ઞાન બુદ્ધિમાન પુરુષને પણ થઈ શકતું નથી. તથા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust