________________ સુમિત્રનું દેશાંતર ગમન 41 બધા ઉચ્ચ ને સારા ને સામ્ય ધરાવે છે કે બંનેનું જોડું સુખી થશે અને કન્યા પિતાના શીલ ચારિત્ર્યથી પિતાના સંસારને અભૂતપૂર્વ રીતે અજવાળશે. ભીમસેન પણ આ કન્યાને સારી રીતે રાખશે. તેને સુખ અને શાંતિ માટે સખ્ત કાળજી રાખશે. ને તેને જરાપણ દુઃખ નહિ પડવા દે. તેમજ સુશીલા પ્રત્યે અપૂર્વ રાગ ધરાવશે. જોતિષના આધારે એમ કહી શકાય કે આવો એગ બહુ ઓછાને મળે છે. આ લગ્ન સંબંધ બાંધવામાં સુખ ને સુખ જ રહેલું છે. રાજ જયોતિષીઓનો આ અભિપ્રાય જાણું બધા જ આનંદમાં આવી ગયા. ભીમસેનની છબી જોઈને તે સૌને એ યુવાન ગમી ગયો હતો. અંતરથી બધા જ ઈચ્છતા હતા કે સુશીલાનો હાથ ભીમસેનના હાથમાં આપો. ત્યાં જતિષીઓનો આ મનભાવતો અભિપ્રાય મજે. પછી પૂછવું જ શું ? વધુમાં વધુ આનંદ સુમિત્રને થયો. પિતાના સ્વામીપુત્ર માટે આવી સુંદર કન્યા મળી ગઈ તેથી તેના હર્ષને તો પાર જ ન હતો. તેનું મન તે હવે રાજગૃહમાં પહોંચી જવા ઊડું ઊડું થઈ રહ્યું હતું. કેમ જલદી આ શુભ સમાચાર ગુણસેનને પહોંચાડું એ વિચારમાં તેનો મનમયૂર નાચી ઊઠયો. માનસિંહે આ નિર્ણયને વધાવી લીધું અને સુમિત્ર સાથે સુશીલા અને ભીમસેનના સગપણનું નક્કી કર્યું. સગપણની નિશાની રૂપ સોનામહોર અને સુવર્ણ નાળિયેર આપ્યું. ભરસભામાં આ સગપણની જાહેરાત કરી અને સુમિત્રને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust