________________ 50 ભીમસેન ચરિત્ર રાજકુળના માણસેના અલંકાર ઘડવા માટે તેઓ રાત દિવ મહેનત કરવા લાગ્યા. અને વિવિધ કલામાં ને નકશી કામમ કોઈ હાર, કેઈ વીંટી, કઈ બાજુબંધ, કોઈ રત્નકંકણ, કે કાનના એરીગ, તો કેઈ કાનનાં લવીંગીયાં, નાકની નથી કેટે ભરવવાનાં બટન, સાકે બાંધવાની કલગી વગેરે અને પ્રકારનાં અલંકારોના ઘાટ તેઓ ઘડવા લાગ્યા. દરજીઓએ પણ પિતાના સંચાઓને કામે લગા દીધા અને મૂલ્યવાન કાપડમાંથી પહેરતાં પ્રભાવ પડે તે પિોષાક તૈયાર કરવામાં મંડી પડયા. વાજિંત્રવાદકોએ પોતાના સાજ અને શણગાર ન બનાવી લીધા. અને રોજ રાતે તેની રીયાઝ કરવા લાગ્યા અનાજ ભંડામાં અનાજ સાફ થવા લાગ્યાં. અશ્વ શાળાએ, ગજશાળાઓમાં અશ્વો અને ગજરાજોને ખવરા પીવરાવીને તગડા બનાવવામાં આવ્યા. તેમને સુંદર રંગે રંગવામાં આવ્યા. રાજમહેલની બહાર એક વિશાળ લગ્ન મંડપની રચન કરવામાં આવી. આ રચના માટે શિપીએ, કારીગરે મજૂરો કામે લાગી ગયાં. કલાત્મક થાંભલાઓ ઊભા કરવા આવ્યા. રત્નજડિત ને વિવિધ રંગી મણીઓથી ભરેલા ચંદર ને તોરણ બાંધવામાં આવ્યાં. રાતના રેશની કરવામાં આવે ઘરેઘરે રંગોળી પૂરવામાં આવી. દરેકે પોતાના ઝરુ ને અટારી ઉપર દીવા મૂકયા, તોરણ બાંધ્યાં. જાહેર રસ્તા ઉપર પણ શણગાર સજવામાં આવ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust