________________ 39 IT * * * સુમિત્ર દેશાંતર ગમન મૃદુતા, પ્રશ્નોને સમજવાની તેની બુદ્ધિ, કાંચનવર્ણ સૌન્દર્ય, નમણે ને નાજુક દેહ અને ઉચ્ચ સંસ્કાર, આ બધું જોઈને સુમિત્ર ખુશ થઈ ગયે. આનંદના આવેગમાં તેણે મને મન સુશીલા અને ભીમસેનનાં લગ્ન પણ જોઈ લીધા. ભીમસેન સાથે સુશીલાનું નકકી થઈ જાય તો રંગ રહી જાય ! પિતાનું કામ યશસ્વી બની જાય. ને તે બને તે માટે પ્રભુને પ્રાર્થના પણ કરવા લાગ્યો. આ બાજુ માનસિંહે ભીમસેનની છબીને કમલાને બતાવી. કમલાએ પણ તે મનભરીને નીરખી. દેવી ! શું વિચારે છે? સુશીલા માટે આ કુંવર યોગ્ય છે કે નહિ? માનસિંહે પૂછયું. હું શું કહું? આપની બુદ્ધિ ને ગુણ પરીક્ષા માટે મને શ્રદ્ધા છે. આપ જે કરશે તે યોગ્ય જ હશે.” કમલાએ વિનયથી કીધું. “દેવી! એમ કહીને તો તમે મારામાં આપની શ્રદ્ધાની વાત કરી. હું તો પૂછું છું સુશીલા માટે આ વર કેવા છે? “આ પ્રશ્ન તો આપણે સુશીલાને પૂછીએ તે જ સારું છે. એની પણ ઈચ્છા તો આપણે જાણવી જોઈએ ને.' ઘણ કુશળ છે તમે હે દેવી! કઈ વાતે પણ એમ નથી કબૂલ કરતાં કે આ યુવાન મને પસંદ છે.” રહેવા દો હવે. એમ કહી મારા વખાણ ન કરે. શાસ્ત્રોમાં કહ્યું છે કે, સ્ત્રીઓની બહુ પ્રશંસા ન કરવી.....” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust