________________ 38 ભીમસેન થરિત્ર આ કુંડળી રાજતિષીને જોવા માટે આપી દઉં. ઘણું જ સુંદર વિચાર છે રાજન પણ નરેશ! આપની દીકરીનો તે પરિચય કરાવો ? જે કે મારું મન તે સાક્ષી પૂરે જ છે કે આપની દીકરી પણ પૂરેપૂરી સુલક્ષણા અને અમારા પાટવીકુંવર માટે એગ્ય જ હશે. પરંતુ આવા જિંદગીભરના સંબંધે જોડતાં અગાઉ બધું પાકું કરવું જોઈએ. મારા આ અવિનયને આપ ક્ષમા કરશે....” ના, ના. તેમાં અવિનય શાને ? એ તો વ્યવહાર છે. કન્યા જોયા વિના કંઈ થોડાં સગપણ બંધાય ? હા, તે સુમિત્ર! તારે પાછા ફરવાની ઉતાવળ તો નથી ને ? ના, રાજન ! આ કામમાં ઉતાવળ કરે ન ચાલે. આપ કહેશો તેટલા દિવસ આપનું સ્વાગત માણીશ....” તો તું બેચાર દિવસ અને રેકાઈ જા. આ કૌશાંબી નગરમાં ને આ રાજમહેલમાં મોજ કર. ત્યાં સુધી હું આ અંગે મારે પાકો વિચાર કરી લઉં...” “જેવી આપની ઈચ્છા. સુમિરો વિનયથી કીધું. સુમિત્ર એ પછી રાજમહેમાન બન્યો. ત્યાંના રોકાણ દરમ્યાનના દિવસોમાં તેણે રાજકુળનો, રાજકુળના માનવીઓનો પરિચય કર્યો. રાણી કમળાને પણ મળે. સુલોચના અને સુશીલાને પણ જોઈ. તેમનો પણ સંપર્ક સાદો. - મોટી દીકરી સુશીલાને જોઈ તેનો આત્મા સંતોષ પાપે, તેનું લજજાશીલ વદન, વિનયી રીતભાત, બોલવામાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust