________________ સુશીલા 45 રાજવી છે. જેન ધર્મમાં તેને ભારોભાર આસ્થા છે. તેની સાતેય પેઢી જન્મ અને કર્મથી જૈનધમી છે. આ રાજાને બે દીકરીઓ છે. જેમ આપને બે દીકરાઓ છે. આપની જેમ જ માનસિંહ નરેશ તેમની દીકરીઓને ચોસઠ કળાઓની તાલીમ આપીને તેમનું ઘડતર કર્યું છે. આ માટે તેઓશ્રીએ રાજમહેલમાં ખાસ તજજ્ઞો, વિદ્વાનો અને શાસ્ત્રીઓને કયાં હતાં. અને એ બધી જ ચોસઠ કળાઓમાં તે બંને દીકરીઓને પ્રવીણ ને દક્ષ બનાવી છે. મેટી દીકરીનું નામ સુશીલા છે. નામ કરતાં ગુણોમાં તે તે લાખ ઘણી વધુ સુશીલા છે. સુલક્ષણા પણ તેવી જ છે. - નાજુક અને નમણું તેની કાયા છે. કંચનવર્ણ તેનું સૌન્દર્ય છે. ગેરું ગોરું ગુલાબી વદન છે. પરવાળા જેવા કમનીય હઠ છે. હરણની આંખોને પણ ઘડી ભુલાવે એવી તેની અણીયાળી આંખો છે. એ હસે છે ત્યારે જાણે એમ લાગે છે કે પાસે કોઈ ઝરણું વહી રહ્યું છે. એ બોલે છે ત્યારે તો આપણને એમ જ લાગે કે વસંતની કોયલ ટહુકી રહી છે. તેના હાથ કમળની નાળ જેવા સુકોમળ છે. ને હાથ ઉપર રત્નકંકણ પહેરેલાં છે. તેનાથી તે તેની શોભા ઓર વધી જાય છે. કપાળમાં કરેલ ચાંદલો પણ તેના વદનની શોભામાં વધારો કરે છે. એ ચાલે છે ત્યારે રાજહંસી ચાલી રહી હોય એમ લાગે છે. પણ રાજ! આ બધું તે કન્યાનું બાહ્યરૂપ છે. તેનું ભીતરી સૌન્દર્ય તે ઘણું જ અનુપમ છે. બુદ્ધિમાં તો ઘણી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust