________________ સુમિત્રનું દેશાંતર ગમન 33 દ્વારપાળ દેડતો દરબારમાં ગયે અને પ્રણામ કરીને ઊભે રહ્યો. અને કહ્યું : “સ્વામિન્ ! મગધદેશથી કોઈ પરદેશી આપના દર્શને આવ્યો છે. આપની આજ્ઞા હોય તે તે મહાનુભાવને આપની પાસે લઈ આવું.” માનસિંહે તરત જ કીધું : “જા, એ મહાનુભાવને તરત જ વિનયથી, આદર આપીને લઈ આવ.” સુમિત્રને શ્રદ્ધા હતી સોનામહોર તાત્કાલિક અસર કરશે જ. એ રાજમહેલની રચના જોતો ઊભો હતો ત્યાં જ દ્વારપાળ આવીને પ્રણામ કરીને સુમિત્રની સામે ઊભો રહ્યો, અને બોલ્યા: પધારે, પધારે, મહાનુભાવ! અમારા પ્રતાપી રાજા માનસિંહ નરેશ વતી હું આપનું સ્વાગત કરું છું. આપ મારી સાથે ચાલે, નરેશ આપની રાહ જુવે છે.” સુમિત્રના આનંદનો પાર ન રહ્યો. તેણે તુરત જ બીજી સેનામહોર દ્વારપાળના હાથમાં સેરવી દીધી અને તેની પાછળ પાછળ ચાલવા લાગ્યો. માનસિંહને રાજસિંહાસન ઉપર બેઠેલો જોઈ સુમિત્રે દૂરથી જ પ્રથમ નમસ્કાર કર્યો, અને પછી પાસે આવી ખૂબ જ વિનયથી નરેશને ચરણ સ્પર્શ કર્યો. અને બે હાથ જોડી તેમની સન્મુખ ઊભો રહ્યો. કલ્યાણ થાઓ, મહાનુભાવ ! કહો, આપ કયાંથી 3. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust