Book Title: Pooja Sangraha with Meaning Tika
Author(s): Virvijay , Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
Catalog link: https://jainqq.org/explore/001156/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ: શી પૂજા સંગ્રહ સાથે : પ્રકાશક : 'જૈન ધર્મ પ્રસારણ ટ્રસ્ટ (૨૦૦૨, રામસા ટાવર્સ, અડાજણપાટીયા, ગંગા-જમના એપાર્ટમેન્ટ પાસે, સુરત-૩૯૫૦૦૯ (INDIA) ટેલીફોન : ૬૮૮૯૪૩ Page #2 -------------------------------------------------------------------------- ________________ . M શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ શી પૂજા સંગ્રહ સાથે . " ", ' ને પરમ પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ. તથા પ. પૂ. શ્રી વીરવિજયજી મ. સા. રચિત અર્થ સહિત કેટલીક પૂજા ''' '' ... MMMMM...........ttrtist.ttrtier 1.1.. M ' ' ' ' પ્રકાશક જૈન ધર્મ પ્રસારણ સ્ટ ૭૦૨, રામસા ટાવર્સ અડાજણ પાટીયા, ગંગા-જમના એપાર્ટમેન્ટ પાસે, સુરત-૩૯૫૦૦૯ INDIA) ટેલીફોન : ૬૮૮૯૪૩ MAMANLANAN Page #3 -------------------------------------------------------------------------- ________________ - જ પ્રકાશક જૈન ધર્મ પ્રસારણ ટ્રસ્ટ ૭૦૨, રામસા ટાવર્સ, ગંગા જમના એપાર્ટમેન્ટ પાસે, અડાજણ પાટીયા, સુરત-૩૯૫ ૦૦૯. ફોન : ૬૮૮૯૪૩ (૧) ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા ૭૦૨, રામસા ટાવર્સ, ગંગા-જમના એપાર્ટમેન્ટ પ્રાપ્તિસ્થાન પાસે, અડાજણ પાટીયા. સુરત (INDIA) ફોન : ૬૮૮૯૪૩ વીર સં. (૨) સરસ્વતી પુસ્તક ભંડાર ૨૫૨૫ હાથીખાના-રતનપોળ, અમદાવાદ-૩૮૦ ૦૦૧. શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા વિક્રમ સં. સ્ટેશન રોડ, રંગમહોલના નાકે, મહેસાણા ૨૦૧૫ | | (ઉત્તર ગુજરાત) ( INDIA ) ફોન : ૫૧૩૨૭ સેવંતીલાલ વી. જૈન ઇસ્વીસન્ ૨૦, મહાજન ગલી, ઝવેરી બજાર, મુંબઈ. ( ૧૯૯૯ સુઘોષા કાર્યાલય શેખનો પાડો, રિલીફ રોડ, ઝવેરીવાડની સામે, દ્વિતીય અમદાવાદ-૩૮૦ ૦૦૧. ફોન : ૩૮૧૪૧૮ આવૃત્તિ ((કિંમત રૂા. ૫૦-૦૦)) ભરત ગ્રાફિકસ, ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રિલીફ રોડ, અમદાવાદ-૧. ફોન : ૩૩૪૧૭૬, ૨૧૨૪૭૨૩ , Page #4 -------------------------------------------------------------------------- ________________ આ પ્રસ્તાવના ) સંસારવર્તી સર્વે જીવો કર્મોની પરતંત્રતામાં ફસાયેલા છે. અનાદિ કાળથી કર્મોનું જોર ઘણું જ તીવ્ર બન્યું છે. તેને તોડવા માટે મનુષ્યભવ, આર્યકુલ, જૈનધર્મની પ્રાપ્તિ એ પરમ સાધન છે. અન્ય કોઈ પણ ભવોમાં સુંદર સમજ, વિશિષ્ઠ બુદ્ધિમત્તા, પરિપૂર્ણ પાંચે ઈન્દ્રિયોની પ્રાપ્તિ શક્ય નથી. માટે જ માનવભવની ઘણી જ કિંમત છે. તેમાં પણ નિરોગી દેહ અને જૈનધર્મની પ્રાપ્તિ અતિશય દુર્લભ છે. જૈન ધર્મમાં પૂર્વભવોનાં બાંધેલા કર્મોને ખપાવવાના અનેક ઉપાયો સમજાવ્યા છે. તેમાં “પરમાત્માની ભક્તિ” એ સૌથી શ્રેષ્ઠ સાધન ગણાવ્યું છે. આ આત્મા જ્યારે જ્યારે પ્રભુભક્તિમાં લીન થાય છે. ઓતપ્રોત બની જાય છે ત્યારે સંસારી તમામ ભાવો ભૂલી જાય છે. રાગ-દ્વેષનાં બંધનો તૂટી જાય છે. ભાવાવેશમાં આવેલા આ જીવો ભક્તિરસમાં આનંદવિભોર બની જાય છે. આ માટે અષ્ટાપદ પર્વત ઉપર બનેલ મંદોદરી અને રાવણ રાજાનું દૃષ્ટાન્ત પ્રખ્યાત છે. આ ભક્તિરસ કર્મક્ષયનું પ્રધાનતમ કારણ છે. નજીકના જ ભૂતકાળમાં થયેલા, મધુર રાગોમાં કાવ્યો બનાવનાર તરીકે સુપ્રસિદ્ધ એવા પરમ પૂજય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ. સા. તથા પૂ. વીરવિજયજી મ. સાહેબે વિવિધ રાગોમાં શ્રી જિનેશ્વર પરમાત્માની પૂજાઓ બનાવી છે. આ રચના અલૌકિક છે. રાગ અને તાલ મનોહર છે. તેમાં શાસ્ત્રોના ઘણા ભાવો ટંકારાયા છે. અપૂર્વ જ્ઞાનરસ ભરેલો છે. મનન-ચિંતન અને એકાગ્રતાપૂર્વક આ પૂજાઓ ગાવા જેવી છે. ભણવા જેવી છે ભણાવવા જેવી છે અને સમજવા-સમજાવવા જેવી છે. આ પુસ્તકમાં મૂળપૂજાઓ સાથે તેના અર્થો પણ આપ્યા છે તથા દરેક પાનામાં ઉપર-ઉપરના અર્ધા ભાગમાં મૂળપૂજા અને તે જ પાનામાં Page #5 -------------------------------------------------------------------------- ________________ નીચે-નીચે તે જ મૂળગાથાઓના અર્થો લખ્યા છે જેથી પૂજા ભણાવતી વખતે અર્થચિંતન થઈ શકે છે. આ દેશ-વિદેશમાં દરેક જિનાલયોમાં આ પૂજાઓ ભણાવાય છે. અમેરિકા અને ઇંગ્લેન્ડ આદિ દેશોમાં પણ છેલ્લા ૧૦/૧૫ વર્ષોથી ઘણા શહેરોમાં જિનાલયો થયાં છે અને પૂજાઓ ભણાવવાનો રસ જામ્યો છે. વિવિધ પ્રકારની ભક્તિ કરવાની પ્રેરણા વધતી જાય છે. તે ગામોના ભાઈ બહેનોની વારંવાર માગણી હતી કે આ ભણાવાતી પૂજાઓના અર્થની એક બુક તૈયાર થાય તો વધારે લાભ થાય. તેથી તે લાભાર્થે વધારે પ્રચલિત અને સર્વત્ર વધુપણે ભણાવાતી એવી પૂજાઓના અર્થની આ બૂક અને પ્રકાશિત કરી રહ્યા છીએ. આ પુસ્તક તૈયાર કરવામાં “જૈન ધર્મ પ્રસારક સભા” તથા શ્રી નમસ્કાર આરાધના કેન્દ્ર” ના પુસ્તકોનો મુખ્યત્વે આધાર લીધો છે. તેથી તે બન્ને સંસ્થાનો તથા તે બન્ને સંસ્થાના સંચાલક ટ્રસ્ટી મહાશયોનો હું ઘણો જ હાર્દિક આભાર માનું છું. આવું પુસ્તક દરેક વ્યક્તિએ પોતાના ઘરમાં વસાવવા જેવું છે. પૂજાઓ પણ ગુજરાતી છે. અને અર્થ પણ ગુજરાતી છે. ભક્તિભાવનાની વૃદ્ધિનું પરમ સાધન છે. પ્રથમ આવૃત્તિ અલ્પ સમયમાં જ અપ્રાપ્ય બનવાથી અને પુસ્તકની માંગ વિશેષ રહેવાથી આજે બીજી આવૃત્તિ પ્રકાશિત થઈ રહી છે. આ પૂજાઓના અર્થમાં મતિમંદતાથી અથવા અનુપયોગ દશાથી વીતરાગ પરમાત્માની આજ્ઞાવિરુદ્ધ કંઈ પણ લખાયું હોય તો તે બદલ ક્ષમા માગી મિચ્છામિ દુક્કડ માગું . ૭૦૨, રામસા ટાવર્સ ગંગા-જમના એપાર્ટમેન્ટ પાસે, અડાજણ પાટીયા, સુરત. ફોન : ૬૮૮૯૪૩ : લિ. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા Page #6 -------------------------------------------------------------------------- ________________ | અમારાં લખાયેલ પ્રકાશિત થયેલ પુસ્તકો (૧) યોગવિંશિકા :- ઉપાધ્યાયજી કૃત ટીકાના અનુવાદ સાથે. (૨) યોગશતક - સ્વપજ્ઞ ટીકા તથા ટીકાના અનુવાદ સાથે. (૩) શ્રી જૈન ધર્મના મૌલિક સિદ્ધાન્ત - સામાયિકના સૂત્રો ઉપરનું વિવેચન, નવતત્ત્વ, ચૌદ ગુણસ્થાનકો, કર્મોના ૧૫૮ ભેદો, સાત નયો, સપ્તભંગી, કાલાદિ પાંચ સમવાય કારણો ઉપર વિવેચન. (૪) શ્રી જૈન તત્ત્વ પ્રકાશ :- બે પ્રતિક્રમણનાં સૂત્રો ઉપર સુંદર વિવેચન. (૫) શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર- શ્રીમદ્ રાજચંદ્રજી વિરચિત શાસ્ત્રનું વિવેચન (૬) જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ - જૈનશાસ્ત્રોમાં વારંવાર વપરાતા પારિભાષિક શબ્દોના અર્થો સંગૃહીત કર્યા છે. (૩) જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માલા - ભાગ-૧ પ્રૌઢ સ્ત્રી-પુરુષોને ઉપયોગી ચારસો પ્રશ્ન-ઉત્તરોનો સંગ્રહ (૮) “કર્મવિપાક” પ્રથમ કર્મગ્રંથનું સરળ ગુજરાતી વિવેચન. (૯) “કર્યસ્તવ” દ્વિતીય કર્મગ્રંથનું સરળ ગુજરાતી વિવેચન. (૧૦) “બંધસ્વામિત્વ” તૃતીય કર્મગ્રંથનું સરળ ગુજરાતી વિવેચન. (૧૧) “પડશીતિનામા” ચતુર્થ કર્મગ્રંથનું સરળ ગુજરાતી વિવેચન. Page #7 -------------------------------------------------------------------------- ________________ (૧૨) પૂજાસંગ્રહ સાર્થ - પંચકલ્યાણકાદિ ઉપયોગી પૂજા અર્થ સહિત) (બીજી આવૃત્તિ) (૧૩) સ્નાત્રપૂજા સાથે - સ્નાત્રપૂજા અર્થ સહિત. (બીજી આવૃત્તિ) (૧૪) સમ્યકત્વની સઝાય - ઘણી જ રોચક કથાઓ સાથે સમ્યકત્વના ૬૭ બોલની સઝાય. (બીજી આવૃત્તિ) (૧૫) રત્નાકરાવતારિકા - ભાગ પહેલો-પરિચ્છેદ ૧-૨. (૧૬) રત્નાકરાવતારિકા - ભાગ બીજો-પરિચ્છેદ ૩-૪-૫. હાલ લખાતા ગ્રંથો (૧) રત્નાકરાવતારિકા ભાગ ત્રીજો પરિચ્છેદ ૬-૭-૮. (૨) તત્ત્વાર્થાધિગમસૂત્ર - સરળ, બાલભોગ્ય ભાષાયુક્ત, પરિમિત વિવેચન. (૩) યોગદષ્ટિસમુચ્ચય - સ્વોપજ્ઞ ટીકા સહિત સરળ ગુજરાતી | વિવેચન. સ્વ-પરના આત્મકલ્યાણ માટે જૈન શાસ્ત્રોના ગ્રન્થોનો અભ્યાસ અને ઉપયોગ કરવા વિનંતિ છે. લિ. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા Jain. Education International , Page #8 -------------------------------------------------------------------------- ________________ अनुभशिक्षा પૂ. વીરવિજયજી કૃત પ૭. ૧. શ્રી સ્નાત્રપૂજા ૨. શ્રી પાર્શ્વનાથ પંચલ્યાણક પૂજા ૩. શ્રી નવાણુપ્રકારની પૂજા ૪. બારવ્રતની પૂજા ૧૩૧ પૂ. ઉપાધ્યાયજી કૃત ૫. શ્રી નવપદજીની પૂજા ૧૭૯ પૂ. વીરવિજયજી કૃત ૬. અંતરાયકર્મ નિવારણની પૂજા ૨ ૨૩ ૭. પીસ્તાલીસ આગમની પૂજા ૨૫૫ Page #9 -------------------------------------------------------------------------- ________________ OPO امروزماید ۱۲:۱۰ , Page #10 -------------------------------------------------------------------------- ________________ પંડિત શ્રી વીરવિજયજીકૃત શ્રી સ્નાત્ર-પૂજા સાથે સ્નાત્ર ભણાવતાં પહેલાંનો વિધિ ૧. પ્રથમ પૂર્વ દિશાએ કે ઉત્તર દિશાએ અથવા મૂળ પ્રતિમા સન્મુખ ત્રણ સુંદર બાજોઠ મૂકી તે ઉપર સિંહાસન મૂકવું. ૨. પછી નીચેના બાજોઠ ઉપર વચમાં કેસરનો સાથિયો કરી ઉપર ચોખા પૂરીને એટલે ચોખાનો સાથિયો કરી શ્રીફળ મૂકવું. ૩. પછી તે જ બાજોઠ સામે પાટલા ઉપર બીજા ચાર સાથિયા કરી, તે ઉપર ચાર કળશ નાડાછડી બાંધી પંચામૃત (દૂધ, દહીં, ઘી, જળ અને સાકરનું મિશ્રણ કરી) ભરીને મૂકવા. ૪. સિંહાસનના મધ્યભાગમાં કેસરનો સાથિયો કરી, ચોખા પૂરી રૂપાનાણું મૂકી, ત્રણ નવકાર ગણી તેના ઉપર ધાતુના પરિકરવાના પ્રતિમાજી પધરાવવા. ૫. વળી પ્રતિમાજીની આગળ બીજો સાથિયો કરી તેના ઉપર શ્રી સિદ્ધચક્રજી પધરાવવા. ૬. પ્રતિમાજીની જમણી બાજુએ પ્રતિમાજીની નાસિકા સુધી ઊંચો ઘીનો દીવો મૂકવો. ૭. પછી નાત્રિયાઓએ હાથે નાડાછડી બાંધી, હાથમાં પંચામૃત ભરેલો કળશ લઈને ઉભા રહેવું. ત્રણ નવકાર ગણી શરૂઆત કરવી. Page #11 -------------------------------------------------------------------------- ________________ શ્રી પૂજા સંગ્રહ સાથે નમોહસિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્યઃ કાવ્ય સરસશાન્તિ સુધારસસાગર સુચિતરે ગુણરત્નમહાગર; ભવિકપંકજબોધદિવાકર, પ્રતિદિન પ્રણમામિ જિનેશ્વરમ્... ૧. દુહો કુસુમાભરણ ઉતારીને, પડિમા ધરિય વિવેક, મજ્જનપીઠે થાપીને, કરીએ જળ અભિષેક. ૨ (જમણે અંગુઠે પખાળ કરી, અંગલૂછણાં કરી પૂજા કરી કુસુમાંજલિની થાળી લઈને ઉભા રહેવું.) ગાથા-આર્યા ગીતિ જિણજન્મસમયે મેરુસિહરે, રયણ-કણયકલસેહિં; દેવાસુરેહિ હવિઓ, તે ધન્ના જેહિં દિટ્ટોસિ. ૩ (જ્યાં જ્યાં “કુસુમાંજલિ મેલો આવે ” ત્યાં ત્યાં પ્રભુના જમણા અંગુઠે કુસુમાંજલિ મૂકવી.) - કાવ્યનો અર્થ- સરસ શાંતરસરૂપી અમૃતના સમુદ્ર સમાન, અતિપવિત્ર, ગુણોરૂપી રત્નનો ભંડાર, ભવ્ય પ્રાણીરૂપી કમળોને બોધ કરવામાં સૂર્યસમાન એવા જિનેશ્વરદેવને હું હંમેશ પ્રણામ કરું છું. ૧. દુહાનો અર્થ ભગવંતના શરીર ઉપરથી (આગળના દિવસના ચઢાવેલ) ફૂલ-આભરણ વગેરે ઉતારી વિવેકપૂર્વક પ્રતિમાજીને ધારણ કરી . સ્નાન કરાવવાનાબાજોઠ ઉપર સ્થાપન કરી જળવડે અભિષેક કરીએ. ૨. જિનેશ્વરના જન્મસમયે મેરુશિખર પર પરમાત્માને દેવો અને અસુરોએ રત્ન અને સુવર્ણના કળશો વડે અભિષેક કર્યો, તે મહોત્સવ જેમણે જોયો તે ધન્ય છે. ૩. 'WWW.jainelibrary.org Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૧ સ્નાત્ર પૂજા સાથે નમોહસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યા. કુસુમાંજલિ-ઢાળ નિર્મળ જળકળશે હવરાવે, વસ્ત્ર અમૂલક અંગ ધરાવે; કુસુમાંજલિ મેલો આદિ જિગંદા,સિદ્ધસ્વરૂપી અંગપખાલી, આતમનિર્મળ હુઈ સુકુમાલી કુસુમાં, ૪ ગાથા-આર્યા-ગીતિ મચકુંદચંપમાલઇ, કમલાઈ પુફપંચવણાઈ; જગનાહ હવણ સમયે, દેવા કુસુમાંજલિ દિતિ. ૫ નમોહસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુ" . કુસુમાંજલિ-ઢાળ રયણ-સિંહાસન જિન થાપીજે, કુસુમાંજલિ પ્રભુચરણે દીજે, કુસુમાંજલિ મેલો શાન્તિ નિણંદા. ૬ નિર્મળ જળકળશો વડે પ્રભુને નવરાવી અમૂલ્ય વસ્ત્ર અંગ ઉપર ધારણ કરાવી આદિ જિનેશ્વરને કુસુમાંજલિ મૂકો. સિદ્ધસ્વરૂપી ભગવંતનો અભિષેક કરવાથી આત્મા નિર્મળ અને સુકમાળ થાય છે. ૪. . મચકુંદ, ચંપો, માલતી, કમળ વગેરે પાંચ વર્ણનાં ફૂલો જગન્નાથના અભિષેક વખતે દેવો ચઢાવે છે, તે કુસુમાંજલિ કહેવાય છે. ૫. રત્નજડિત સિંહાસન પર જિનેશ્વરની પ્રતિમાને સ્થાપન કરી, શ્રી શાંતિનાથ પ્રભુના ચરણ ઉપર કુસુમાંજલિ મૂકવી. ૬. Page #13 -------------------------------------------------------------------------- ________________ શ્રી પૂજા સંગ્રહ સાથે દુહો જિણ તિહું કાલય સિદ્ધની, પડિકા ગુણભંડાર; તસુ ચરણે કુસુમાંજલિ, ભવિક દુરિત હરનાર. ૭ નમોહસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યા. કૃષ્ણાગરુ વર ધૂપ ધરીને, સુગંધકર કુસુમાંજલિ દીજે; કુસુમાંજલિ મેલો નેમિ જિર્ણોદા. ૮ ગાથા-આર્યાગીતિ જસુ પરિમલબલ દહદિસિ, મધુકરઝંકારસદસંગીયા; જિણચલણોવરિ મુક્કા, સુરનરકુસુમાંજલિ સિદ્ધા. ૯ નમોહસિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્ય:. પાસ જિPસર જગ જયકારી, જલથલ ફૂલ ઉદક કરધારી; - કુસુમાંજલિ મેલો પાશ્વ જિર્ણોદા. ૧૦ જે સિદ્ધભગવાનની પ્રતિમા ત્રણે કાળમાં ગુણોના ભંડારરૂપ છે, તેમના ચરણમાં કુસુમાંજલિ મૂકવાથી ભવ્ય પ્રાણીઓના પાપો નાશ પામે છે. ૭. ઉત્તમસુગંધી કૃષ્ણાગનો ધૂપ ધારણ કરી તેના વડે કુસુમાંજલિને સુગંધી કરીને શ્રી નેમિજિનેશ્વરના ચરણમાં કુસુમાંજલિ મૂકો. ૮. જેની સુગંધીના બળથી દશે દિશામાંથી ભમરાઓ આવી ગુંજારવ-રૂપ શબ્દોનું સંગીત કરે છે. તેવી સુગંધી કુસુમાંજલિ દેવતાઓ અને મનુષ્યો જિનેશ્વરના ચરણ ઉપર મૂકી અનુક્રમે મુક્તિ પામે છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ સ્નાત્ર પૂજા સાથે ૧૩ મૂકે કુસુમાંજલિ સુરા, વરચરણ સુકુમાલ; તે કુસુમાંજલિ ભવિકનાં, પાપ હરે ત્રણ કાળ. ૧૧. નમોહસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્ય:. કુસુમાંજલિ-ઢાળ વિવિધ કુસુમ વર જાતિ ગહેવી, જિનચરણે પણમંત દવેવી; કુસુમાંજલિ મેલો વીર નિણંદા. ૧૨ વસ્તુ-છંદ હવણકાલે હવણકાલે, દેવદાણવ સમુચ્ચિય, કુસુમાંજલિ તહિં સંઠવિય, પરંત દિસિ પરિમલ સુગંધિય; શ્રી પાર્શ્વનાથ ભગવાન જગતમાં જય કરનારા છે. તેમને જલ અને સ્થળમાં ઉત્પન્ન થયેલ ફૂલોને પાણીથી સાફ કરી હાથમાં લઈ કુસુમાંજલિ મૂકવી. ૧૦. દેવતાઓ પણ જે કુસુમાંજલિ શ્રી વીર પરમાત્માના સુકુમાલ ચરણોમાં મૂકે છે, તે કુસુમાંજલિ ભવ્યજીવોના ત્રણે કાળનાં પાપોને દૂર કરે છે. ૧૧. જુદી જુદી જાતના ઉત્તમ પુષ્પો લઈને શ્રી જિનેશ્વરના ચરણોમાં નમસ્કાર કરી તે કુસુમાંજલિ સ્થાપન કરીએ. ૧૨. મેરુપર્વત ઉપર પરમાત્માને લઈ જઈ હવરાવી દેવો અને દાનવો ભેગા થઈ દશે દિશાઓમાં જેની સુગંધી પ્રસરી રહી છે એવી કુસુમાંજલિ શ્રી જિનેશ્વરના ચરણકમળમાં સ્થાપન કરે છે. જે પરમાત્માનો Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રી પૂજા સંગ્રહ સાથે જિણાયકમલે નિવડેઈ, વિડ્યૂહર જસ નામ મતો, અનંત ચઉવીસ જિન, વાસવ મલીય અસેસ; સા કુસુમાંજલિ સુહકરો, ચઉવિત સંઘ વિશેષ, કુસુમાંજલિ મેલો ચકવીસ જિર્ણોદા. ૧૩ નમોહસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્ય:. કુસુમાંજલિ-ઢાળ અનંત ચઉવીસી જિનજી જુહારું, વર્તમાન ચઉવીસી સંભારું; કુસુમાંજલિ મેલો ચોવીસ જિગંદા. ૧૪ દુહો મહાવિદેહે સંપ્રતિ, વિહરમાન જિન વાસ; ભક્તિ કરે તે પૂજિયા, કરો સંઘ સુજગીશ. ૧૫ નમોહસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્ય:. નામરૂપ મંત્ર સર્વ વિઘ્નોને હરણ કરનાર છે તેવા અનંત ચોવીશીના જિનેશ્વરોના ચરણકમળમાં સઘળાય ઇદ્રો કુસુમાંજલિ મૂકે છે. તે કુસુમાંજલિ ચતુર્વિધ સંઘને સુખકારી છે. એવી કુસુમાંજલિ ચોવીશ જિનેશ્વરોના ચરણકમળમાં મૂકો. ૧૩. અત્યાર સુધીમાં થયેલ અનંત ચોવીશીના જિનેશ્વરોને હું નમસ્કાર કરું છું. વર્તમાન ચોવીશીના જિનેશ્વરોને સ્મરણ કરી ચોવીશે તીર્થકરોને કુસુમાંજલિ મૂકો. ૧૪. વર્તમાનકાળે મહાવિદેહ ક્ષેત્રમાં વીશ જિનેશ્વરો વિચરે છે. તેમની ભક્તિપૂર્વક મેં પૂજા કરી તે શ્રી સંઘનું કલ્યાણ કરનાર થાઓ. ૧૫. Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧પ સ્નાત્ર પૂજા સાથે કુસુમાંજલિ-ઢાળ અપથ્થરમંડલી ગીત ઉચ્ચારા, શ્રી શુભવીરવિજય જયકારા; કુસુમાંજલિ મેલો સર્વ જિર્ણોદા. ૧૫ (સર્વ જ્ઞાત્રિયાઓએ પ્રભુના જમણા અંગુઠે કુસુમાંજલિ મૂકવી.). (પછી શ્રી શત્રુંજયના નીચેના દુહા બોલતાં બોલતાં સિંહાસનની ત્રણ પ્રદક્ષિણા ફરતાં ફરતાં, પ્રભુ સન્મુખ ત્રણ ખમાસમણ દઈ જગચિંતામણિનું ચૈત્યવંદન શરૂ કરવું.) એકેકું ડગલું ભરે, શત્રુંજય સમો જેહ; રીખવ કહે ભવ ક્રોડનાં, કર્મ ખપાવે તેહ. ૧. શત્રુંજય સમો તીરથ નહિ, રીખવ સમો નહિ દેવ; ગૌતમ સરખા ગુરુ નહિ, વળી વળી વંદું તેહ. ૨ સિદ્ધાચળ સમરું સદા, સોરઠ દેશ મોઝાર; મનુષ્યજન્મ પામી કરી, વંદુ વાર હજાર. ૩ અપ્સરાઓના સમૂહે વિજયવંત શ્રી શુભ વીર પરમાત્માના ગીત ગાયા. તે રીતે સર્વ જિનેશ્વરને કુસુમાંજલિ મૂકો. ૧૬. દુહાઓનો અર્થ- કવિશ્રી ઋષભદાસજી કહે છે કે-શ્રી શત્રુંજય ગિરિરાજની સન્મુખ ભાવપૂર્વક એકેક ડગલું ભરતાં ક્રોડો ભવનાં એકઠાં થયેલાં કર્મો ક્ષય થાય છે. ૧. શત્રુંજય સમાન બીજું કોઈ તીર્થ નથી. શ્રી ઋષભદેવ સમાન કોઈ દેવ નથી અને ગૌતમસ્વામી સમાન કોઈ ગુરુ નથી. તેઓને હું વારંવાર વંદન કરું છું. ૨. સૌરાષ્ટ્ર દેશમાં આવેલ શ્રી સિદ્ધાચલ ગિરિરાજનું હું હંમેશા સ્મરણ કરું છું. મનુષ્યજન્મ પામીને હજારોવાર વંદન કરું છું. ૩. Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શ્રી પૂજા સંગ્રહ સાથે ઈચ્છામિ ખમાસમણો, વંદિઉં જાવણિજાએ નિસાહિઆએ, મત્યએણ વંદામિ. - ( એમ ત્રણ વાર ખમાસમણ દેવાં. ) શ્રી જગચિંતામણિનું ચૈત્યવંદન ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ચૈત્યવંદન કરું ? ઈચ્છે. જગચિંતામણિ જગનાહ, જગગુરૂ જગરહ્મણ; જગબંધવ જગસત્યવાહ, જગભાવવિઅકુખણ, અટ્ટાવયસંઠવિઅરૂવ કમ્મટ્ટવિણાસણ, ચઉવસંપિ જિણવર જયંતુ, અપ્પડિહયસાસણ. ૧. કમ્પભૂમિહિં કમ્પભૂમિહિં, પઢમસંઘયણિ, ઉક્કોસય સત્તરિસય; જિણવરાણ વિહરત લક્નઈ, અર્થ-હેક્ષમાશ્રમણ !મારાશરીરની શક્તિસહિતતથા પાપવ્યાપારનો ત્યાગ કરીને આપને વાંદવાને ઈચ્છું છું. અને મસ્તકે કરીને વાંદું છું. ચૈત્યવંદનનો અર્થ- આપની ઈચ્છાપૂર્વક હે જ્ઞાનવંત ! આદેશ આપો હું ચૈત્યવંદન કરવાને ઇચ્છું છું. આપની આજ્ઞા મારે પ્રમાણભૂત છે. ભવ્ય જીવોને ચિંતામણિરત્નસમાન, ભવ્યજીવોના નાથ, સમસ્ત લોકના હિતોપદેશક, છજીવનિકાયના રક્ષક, સકલ જગતના બાંધવ, મોક્ષાભિલાષીના સાર્થવાહ, પદ્રવ્ય અને નવતત્ત્વનું સ્વરૂપ કહેવામાં વિચક્ષણ, અષ્ટાપદ પર્વત ઉપર સ્થાપન કર્યા છે બિંબ જેમનો એવા. અષ્ટકર્મનો નાશ કરનારા ચોવીશે તીર્થકરો જયવંતા વર્તો. જેમનું શાસન કોઇથી હણાય નહીં એવું છે. ૧. અસિ, અષી અને કૃષિકર્મ જ્યાં વર્તે છે એવા કર્મભૂમિના ક્ષેત્રોને વિષે, પ્રથમ સંઘયણવાળા ઉત્કૃષ્ટપણે એકસો સીત્તેર તીર્થકરો વિચરતા પામીએ. કેવળજ્ઞાની નવ ક્રોડ અને નવ હજાર ક્રોડ સાધુઓ હોય એમ Page #18 -------------------------------------------------------------------------- ________________ સ્નાત્ર પૂજા સાથે નવકોડિહિ કેવલીણ, કોડિસહસ્સ નવ સાહૂ ગમ્મઈ; સંપઈ જિણવર વીસ મુણિ, બિહું કોડિહિં વરનાણ; સમણહ કોડીસહસ્સદુઆ, યુણિજ્જઈ નિશ્ચવિહાણિ. ૨ જયઉ સામિય જગઉ સામિય, રિસહસત્તેજિ, ઉન્જિતિ-પહુ નેમિજિણ, જય વીર સચ્ચઉરિમંડણ; ભરુઅહિં મુણિસુવ્યય, મુહરિપાસ દુહ-દુરિઅ-ખંડણ, અવરવિદેહિં તિસ્થયરા, ચિહું દિસિ વિદિસિ જિં કેવિ; તિઆણાગય-સંપઈએ, વંદુ જિણ સલૅવિ. ૩ સત્તાણવઈ સહસ્સા, લખા છપ્પન્ન અટ્ટકોડિઓ; બત્તિસમય બાસિઆઈ તિઅલોએ ચેઈએ વંદે, ૪ સિદ્ધાંતથી જાણીએ. વર્તમાનમાં શ્રી સીમંધરસ્વામી વગેરે વીશ તીર્થકરો અને શ્રેષ્ઠ કેવળજ્ઞાનના ધરનારા બે ક્રોડ મુનિ તથા બે હજાર ક્રોડ સાધુઓ હોય, તેમની નિરંતર પ્રભાતે સ્તવના કરીએ.૨ પ્રભુ હે સ્વામી ! તમે જયવંતા વર્તા, શ્રી શત્રુંજય ઉપર શ્રી ઋષભદેવજયવંતાવર્તે શ્રી ગિરનારજી ઉપર પ્રભુનેમિનાથ તીર્થકર અને સાચોર નગરના આભૂષણ રૂપ શ્રી વીરસ્વામી જયવંતા વર્તો. ભરૂચમાં શ્રી મુનિસુવ્રતસ્વામી અને મુહરિગામમાં શ્રી પાર્શ્વનાથ.એ પાંચેજિનવરોદુ:ખ અને પાપનો નાશ કરનારા છે. બીજા (પાંચ) મહાવિદેહને વિષે જે તીર્થકરો છે તથા ચાર દિશાઓ અને વિદિશાઓમાં જે કોઈપણ અતીતકાળ, અનાગતકાળ અને વર્તમાનકાળ સંબંધીતીર્થકરોછે, તે સર્વને પણ હું વંદના કરું છું. ૩. આઠ ક્રોડ છપ્પન લાખ, સત્તાણું હજાર બત્રીશ સો અને બાસી (૮,૫૭,00,૨૮૨) ત્રણ લોકને વિષે જિનપ્રાસાદ છે, તેને હું વાંદું છું. ૪. Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રી પૂજા સંગ્રહ સાથે પનરસ કોડિસયાઈ, કોડિ બાયાલ લખ અડવન્ના; છત્તીસ સહસ અસિઈ, સાસય-બિંબાઇ પણમામિ. ૫ જંકિંચિ-સૂત્ર જંકિં ચિ નામતિર્થં, સગે પાયાલિ માણસે લોએ; જાઈ જિણબિંબઈ, તાઈ સવાઈ વંદામિ. ૧. નમુત્યુર્ણ સૂત્ર નમુત્થણે અરિહંતાણં ભગવંતાણે. ૧. આઇગરાણ, તિસ્થયરાણે, સયંસંબુદ્ધાણે. ૨ પુરિસુત્તમાણે, પુરિસસીહાણ, પુરિસવરપુંડરીઆણં, પુરિવરગંધહસ્થીર્ણ. ૩ લાગુત્તમાણે, લોગનાહાણ, લોગહિઆણં, લોગઈવાણ; લોગપજ્જો અગરાણ, ૪ અભયદયાણ, ચખુદયાણ, મગદયાણ, સરણદયાણ, પંદરશે ક્રોડ (૧૫ અબજ) બેતાલીશ ક્રોડ, અઠ્ઠાવન લાખ છત્રીસ હજાર એંસી (પૂર્વોક્ત જિનપ્રાસાદને વિષે) જે શાશ્વત જિનબિંબો છે, તેઓને હું વંદના કરું છું. પ. જંકિંચિ સૂત્રનો અર્થ-સ્વર્ગને વિષે, પાતાળને વિષે મનુષ્યલોકને વિષે જે તીર્થકરનાં બિંબો છે તે સર્વને તેમજ જે કાંઈ નામ રૂપે તીર્થો છે તેને હું વંદના કરું છું ૧. નમુત્યુર્ણ સૂત્રનો અર્થ –નમસ્કાર હો શ્રી અરિહંત ભગવંતોને. (૧) ધર્મની આદિ કરનારને, તીર્થના સ્થાપનારને, પોતાની મેળે બોધ પામનારને. (૨) પુરુષને વિષે ઉત્તમને, પુરુષને વિષે સિંહસમાનને, પુરુષને વિષે ઉત્તમ પુંડરીક (કમળ) સમાનને, પુરુષને વિષે પ્રધાન ગંધહસ્તિ સમાનને, (૩) લોકને વિષે ઉત્તમને, લોકના નાથને, લોકના Page #20 -------------------------------------------------------------------------- ________________ સ્નાત્ર પૂજા સાથે ૧૯ બોલિંદયાણ. ૫ ધમ્મદયાણ, ધમ્મદેસાણં, ધમ્મનાયગાણું, ધમ્મસારહાણે, ધમ્મવરચારિતચક્કવટ્ટણ. ૬ અપ્પડિહયવરનાણદંસણધરાણ, વિઅટ્ટછઉમાણ. જિણાણે જાવયાણ, તિજ્ઞાણં તારયાણું, બુદ્ધાણં બાહયાણ, મુત્તાણું મોઅગાણ. ૮ સદ્ગુનૂર્ણ, સÖદરિસીણં, સિવ-મય-મરુઅ-મહંત-મખિય-મખ્વાબાહમપુણરાવિત્તિ-સિદ્ધિગઈનામધેયં ઠાણે સંપત્તાણું, નમો જિણાણું જિઅભયાણ. ૯. જે આ અUઆ સિદ્ધા, જે અ ભવિસ્તૃતિણાગએ કાલે, સંપઈ અ વટ્ટમાણા, સવે તિવિહેણ વંદામિ. ૧૦. હિત કરનારને, લોકને વિષે દીપક સમાનને, લોકમાં પ્રકાશ કરનારને. (૪) અભયદાનના આપનારને, શ્રુતજ્ઞાન રૂપ ચક્ષુના આપનારને, મોક્ષમાર્ગના આપનારને, શરણ આપનારને, સમકિત આપનારને. (૫) ધર્મના દાતાને, ધર્મના ઉપદેશ કરનારને, ધર્મના નાયકને, ધર્મના સારથીને, ચાર ગતિનો અંત કરનાર ઉત્તમ ધર્મચક્રવર્તીન (૬) કોઇથી હણાય નહીં એવા ઉત્તમ જ્ઞાન-દર્શનના ધારણ કરનારને, નિવત્યું છે છબસ્થપણું જેઓનું તેમને. ૭. રાગદ્વેષને જિતનારને તથા જિતાડનારને, સંસારથી તરનારને તથા તારનારને, તત્ત્વના જાણનારને, તથા જણાવનારને, કર્મથી મુક્ત થયેલાને તથા મુકાવનારને. (૮) સર્વજ્ઞ, સર્વદર્શીને, કલ્યાણરૂપ, અચળ, રોગ રહિત, અનંત, અક્ષય, અવ્યાબાધ, અપુનરાગમન એવી સિદ્ધિગતિ છે નામ જેનું એવા સ્થાન પામેલાને, રાગદ્વેષના ક્ષય કરનાર તથા સર્વ ભયના જિતનારને નમસ્કાર હો. ૯. જેઓ અતીતકાળે સિદ્ધ થયા, જેઓ અનાગતકાળે સિદ્ધ થશે અને વર્તમાનકાળે વિદ્યમાન એવા સર્વ (દ્રવ્યજિનો)ને હું ત્રિવિધે વંદના કરું છું. ૧૦. Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨૦ શ્રી પૂજા સંગ્રહ સાથે જાવંતિ ચેઇઆઇ, ઉઢે અ, અહે અ તિરિયલોએ અ; સવ્વાઇ, તાઈ વંદે, ઈહ સંતો તત્થ સંતાઈ. ૧. (પછી એક ખમાસમણ દેવું) જાવંત કેવિ સાહૂ, ભરફેરવયમહાવિદેહે અ; સલૅસિં તેસિં પણઓ, તિવિહેણ તિરંડવિયાણું. ૧. નમોહસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્ય. ૧. ઉવસગ્ગહરં સ્તવન ઉવસગ્ગહર પાસે, પાસે વંદામિ કમ્મશણમુક્ક; વિસર-વિસનિશ્વાસ, મંગલ-કલ્યાણ-આવાસં. ૧. જાવંતિ ચેઈઆઈ-સૂત્રનો અર્થ – ઉર્ધ્વલોકને વિષે, અધોલોકને વિષે અને તિર્જીલોકને વિષે જેટલી જિનપ્રતિમાઓ છે. તે સર્વને હું અહિં હોવા છતાં ત્યાં છે તે સર્વને વંદન કરું છું. ૧. જાવંત કેવિ સાહૂ-સૂત્રનો અર્થ – પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહ ક્ષેત્રને વિષે જેટલા કોઇ સાધુઓ મન વચનકાયાએ કરીને ત્રણ દંડથી નિવલા છે, તે સર્વને હું નમ્યો. ૧. નમોઈનો અર્થ - અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સર્વ સાધુઓને મારો નમસ્કાર હો. ૧. ઉવસગ્ગહરનો અર્થ - ઉપસર્ગનો હરનાર પાર્થ નામનો યક્ષ સેવક છે જેનો એવા પાર્શ્વનાથ ભગવાન, જેઓ કર્મના સમૂહથી મુક્ત છે તથા જે સર્પના ઝેરને અતિશયે કરીને નાશ કરનાર છે, વળી જે મંગલ અને કલ્યાણના ઘર રૂપ છે તેમને હું નમસ્કાર કરું છું. ૧. Page #22 -------------------------------------------------------------------------- ________________ સ્નાત્ર પૂજા સાથે વિસહર ફુલિંગમંત, કંઠે ધારેઇ જો સયા મણુઓ; તસ્સ ગહ-રોગમારી; દુઢ઼જરા જંતિ ઉવસામં. ૨ ચિટ્ટઉ દૂરે મંતો, તુજ્ડ પણામો વિ બહુફલો હોઈ; નરતિરિએસુ વિ જીવા, પાર્વતિ ન દુખદોગચ્યું. ૩. તુહ સમ્મત્તે લદ્વે, ચિંતામણિકપ્પપાયવધ્મહિએ; પાર્વતિ અવિoણું, જીવા અયરામાં ઠાણું. ૪ ઇઅ સંથુઓ મહાયસ ! ભત્તિધ્મરનિક્મરેણ હિયએણ; તા દેવ ! દિજ્જ બોહિં, ભવે ભવે પાસ જિણચંદ. ૫ જે મનુષ્ય નિરંતર વિષધર સ્ફુલિંગ નામના મંત્રને કંઠને વિષે ધારણ કરે છે, તેના દુષ્ટ ગ્રહ, રોગ, મરકી અને દુષ્ટ જ્વર શાંતિને પામે છે. ૨ ૨૧ એ મંત્ર દૂર રહો, તમને નમસ્કાર કરવો એ પણ ઘણું ફળ આપનાર થાય છે. તે જીવો મનુષ્ય અને તિર્યંચને વિષે પણ દુઃખ અને દારિદ્ય પામતા નથી. ૩ ચિંતામણિરત્ન અને કલ્પવૃક્ષથી અધિક મહિમાવાળું એવું તમારું સમ્યગ્દર્શન (સમકિત) પાયે છતે ભવ્યજીવો અજર અમરમોક્ષસ્થાનને નિર્વિઘ્નપણે પામે છે. ૪ હે મહાશય ! ભક્તિના સમૂહથી પૂર્ણ ભરેલા અંતઃકરણથી આ સ્તવના કરી, તે કારણથી હે દેવ ! શ્રી પાર્શ્વજિનચંદ્ર ! મને જન્મોજન્મને વિષે બોધિબીજ (સમ્યગ્દર્શન) આપો. ૫. Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨ શ્રી પૂજા સંગ્રહ સાથે શ્રી જયવીયરાય સૂત્ર જયવીરાય! જગગુરુ, હોઉ મમં તુહ પભાવઓ ભયવં; ભવનિબેઓ મગ્ગાણુસારિયા ઇટ્ટાફલસિદ્ધી. ૧. લોગવિરુદ્ધચ્ચાઓ, ગુજણપૂઆ પરત્થકરણે ચ; સુહગુરુગો, તવયણ-સેવણા આભવમખંડા. ૨ વારિજ્જઈ જઈ વિ નિયાણ-બંધણું વિયરાય ! તુહ સમએ; તહવિ મમ હુજ્જ સેવા, ભવે ભવે તુમ્હ ચલણાણે. ૩ દુખખઓ કમ્મખ, સમાધિમરણં ચ બહિલાભો અ; સંપન્જઉ મહ એએ, તુહ નાહ પણામકરણેણં. ૪ જયવીરાય સૂત્રનો અર્થ – હે વીતરાગ ! હે જગના ગુરુ! તમે જયવંતા વર્તો. હે ભગવંત ! મને તમારા પ્રભાવથી ભવનું ઉદાસીનપણું, માર્ગાનુસારીપણું અને ઇષ્ટફળ (શુદ્ધ આત્મધર્મ)ની સિદ્ધિ હોજો. ૧. લોકવિરુદ્ધનો ત્યાગ, માતાપિતાદિ ગુરુજનની પૂજા, તથા પરોપકાર કરવાપણું, શુદ્ધ ગુરુનો મેલાપ, તેમના વચનનો અંગીકાર તે સર્વ જ્યાં સુધી મારે ભવ કરવા પડે ત્યાં સુધી (મોક્ષપ્રાપ્તિ સુધી) અખંડ હોજો. ૨. હે વીતરાગ ! તમારા સિદ્ધાંતમાં જો કે નિયાણાનું બાંધવું નિષેધ્યું છે, તો પણ મને ભવોભવને વિષે તમારા ચરણોની સેવા હોજો. ૩. હે નાથ ! તમને પ્રણામ કરવાથી મને દુ:ખનો ક્ષય, કર્મનો ક્ષય, સમાધિમરણ અને બોધિનો લાભ એ ચાર સંપ્રાપ્ત થાઓ. ૪. Page #24 -------------------------------------------------------------------------- ________________ સ્નાત્ર પૂજા સાથે સર્વ-મંગલ-માંગલ્ય, સર્વકલ્યાણકારણું; પ્રધાન સર્વધર્માણાં, જૈન જયતિ શાસનમ્. ૫ (પછી સ્નાત્રિયાઓએ હાથ ધૂપી હાથમાં કળશ લઇ મુખકોશ બાંધી ઉભા રહેવું.) સયલ કિસર પાય નમી, કલ્યાણક વિધિ તાસ; વર્ણવતાં સુણતાં થકાં, સંઘની પૂગે આશ. ૧. ઢાળ સમકિતગુણઠાણે પરિણમ્યા, વળી વ્રતધર સંયમસુખ રમ્યા; વીશસ્થાનકવિધિએ તપ કરી, એસી ભાવદયા દિલમાં ધરી. ૧. જો હોવે મુજ શક્તિ ઇસી, સવિ જીવ કરું શાસનરસી; શુચિરસ ઢલતે તિહાં બાંધતા, તીર્થંકર-નામ નિકાચતા. ૨. સર્વ મંગલોમાં માંગલિક, સર્વ કલ્યાણનું કારણ, અને સર્વધર્મોમાં પ્રધાન એવું શ્રી જૈનશાસન જયવંતુ વર્તે છે. ૫. દુહાનો અર્થ - સર્વ જિનેશ્વરના ચરણોમાં નમસ્કાર કરી તેઓના કલ્યાણકનો વિધિ હું કહું છું. તે વિધિનું વર્ણન કરવાથી અને સાંભળવાથી સકળ સંઘની આશા પરિપૂર્ણ થાય છે. ૧. ઢાળનો અર્થ - શ્રી તીર્થંકર પરમાત્મા પૂર્વભવમાં સમ્યકત્વ પામી અનુક્રમે ચારિત્રના સુખમાં રમણતા કરે છે અને વિધિપૂર્વક વીશસ્થાનક તપનું આરાધન કરી આવા પ્રકારની ભાવદયા હૃદયમાં ધારણ કરે છે. ૧. જો મારામાં એવા પ્રકારની શક્તિ હોય તો સર્વ જીવોને વીતરાગ પરમાત્માના શાસનના રસિયા બનાવું. આવા પ્રકારની નિર્મળ ભાવના ભાવતાં તીર્થંકર નામ નિકાચિત કરે છે. ૨. Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ૨૪ શ્રી પૂજા સંગ્રહ સાથે સરાગથી સંયમ આચરી, વચમાં એક દેવનો ભવ કરી; રયવી પન્નર ક્ષેત્રે અવતરે, મધ્યખંડે પણ રાજવીકુલે. ૩ પટરાણી કુખે ગુણનીલો, જેમ માનસરોવર હંસલો; સુખશધ્યાએ રજનીશેષે, ઉતરતાં ચૌદ સુપન દેખે. ૪ ઢાળ-ચૌદ સ્વપ્નની પહેલે ગજવર દીઠો, બીજે વૃષભ પટ્ટો; ત્રીજે કેસરીસિંહ, ચોથે લક્ષ્મી અબીહ. ૧. પાંચમે ફૂલની માળા, છ ચન્દ્ર વિશાળા; રવિ રાતો ધ્વજ હોટો, પૂરણ કળશ નહિ છોટો. ૨ દશમે પત્ર સરોવર, અગિયારમે રત્નાકર ભવન વિમાન રત્નગંજી, અગ્નિશિખા ધૂમવર્જિ. ૩ એવી રીતે વિશ્વોદ્ધારની ભાવનાપૂર્વક સંયમનું આચરણ કરે છે. વચમાં એક દેવનો ભવ કરી ત્યાંથી વી પંદર કર્મભૂમિના ક્ષેત્રમાં મધ્યખંડમાં કોઈપણ રાજવીકુળમાં ગર્ભપણે ઉત્પન્ન થાય છે. ૩. જેમ માનસરોવરમાં હંસ હોય તેમ પટ્ટરાણીની કુક્ષિમાં ગુણવાન એવો પરમાત્માનો જીવ ઉત્પન્ન થાય છે, સુખશયામાં સુતેલ માતા (આકાશમાંથી ઉતરતાં અને મુખમાં પ્રવેશ કરતાં) ચૌદ સ્વપ્ન જુએ છે.૪. પ્રથમ સ્વપ્નમાં શ્રેષ્ઠ હસ્તી, બીજા સ્વપ્નમાં દેદીપ્યમાન બળદ, ત્રીજા સ્વપ્નમાં કેસરીસિંહ, ચોથા સ્વપ્નમાં શોભાયમાન લક્ષ્મી, પાંચમા સ્વપ્નમાં ફૂલની માળા, છઠ્ઠા સ્વપ્નમાં વિશાળ ચંદ્ર, સાતમા સ્વપ્નમાં લાલ સૂર્ય, આઠમા સ્વપ્નમાં મોટો ધ્વજ, નવમા સ્વપ્નમાં મોટો પૂર્ણકળશ, દશમા સ્વપ્નમાં પાસરોવર, અગિયારમા સ્વપ્નમાં Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૫ સ્નાત્ર પૂજા સાથે સ્વપ્ન લઈ જઈ રાયને ભાષ, રાજા અર્થ પ્રકાશે; પુત્ર તીર્થકર ત્રિભુવન નમશે, સકલ મનોરથ ફળશે. ૪. વસ્તુ-છંદ અવધિનાણે અવધિનાણે, ઉપન્યા જિનરાજ, જગત જસ પરમાણુઆ, વિસ્તર્યા વિશ્વજંતુ સુખકાર; મિથ્યાત્વ તારા નિર્બલા, ધર્મઉદય પરભાત સુંદર, માતાપણ આણંદિયા, જાગતી ધર્મ વિધાન; જાણતી જગતિલક સમો, હોશે પુત્ર પ્રધાન. ૧. દુહો શુભલગ્ન જિન જનમીયા, નારકીમાં સુખજ્યોત; સુખ પામ્યા ત્રિભુવનજના, હુઓ જગત ઉદ્યોત. ૧. ક્ષીરસમુદ્ર, બારમા સ્વપ્નમાં ભવન કે વિમાન, તેરમા સ્વપ્નમાં રત્નનો ઢગલો અને ચૌદમા સ્વપ્નમાં ધૂમાડા વગરનો અગ્નિ જીવે છે. તીર્થકરની માતા રાજા પાસે જઈ સ્વપ્નો કહે છે. રાજા તેનો અર્થ કહે છે. તે કહે છે કે તમારે તીર્થંકર પુત્ર થશે. ત્રણે ભુવનના જીવો નમશે. અને આપણા સર્વ મનોરથો ફળશે. ૧. થી ૪. પરમાત્મા અવધિજ્ઞાન સહિત ઉત્પન્ન થાય છે. જેના પરમાણુઓ વિશ્વના પ્રાણીઓને સુખ કરનાર હોય છે. તે સમયે મિથ્યાત્વરૂપી તારાઓ ઝાંખા પડી જાય છે, ધર્મના ઉદયરૂપી સુંદર પ્રભાત થવાથી માતા પણ આનંદિત થાય છે. ધર્મનું ચિંતન કરતા જાગે છે. અને વિચારે છે કેજગતમાં તિલક સમાન એવો શ્રેષ્ઠ પુત્ર થશે. ૧. દુહાનો અર્થ - સર્વ ગ્રહો ઉચ્ચ લગ્નમાં આવે ત્યારે જિનેશ્વરનો Page #27 -------------------------------------------------------------------------- ________________ શ્રી પૂજા સંગ્રહ સાથે ઢાળ-કડખાની દેશી સાંભળો કળશ જિન-મહોત્સવનો ઈહાં, છપ્પન કુમારી દિશિ વિદિશિ આવે તિહાં; માય સુત નમીય, આણંદ અધિકો ધરે, અષ્ટ સંવ વાયુથી કચરો હરે. ૧. વૃષ્ટિ ગંધોદક, અષ્ટ કુમરી કરે, અષ્ટ કલશા ભરી, અષ્ટ દર્પણ ધરે; અષ્ટ ચામર ધરે, અષ્ટ પંખા લહી, ચાર રક્ષા કરી, ચાર દીપક ગ્રહી. ૨ ઘર કરી કેળના, માય સુત લાવતી, કરણ શુચિકર્મ જળ કળશે હેવરાવતી; જન્મ થાય છે. તે સમયે નારકીમાં પણ સુખદાયક પ્રકાશ થાય છે. ત્રણે ભુવનના જીવો તે સમયે સુખ પામે છે. અને ત્રણે જગતમાં પ્રકાશ થાય છે. ૧. હવે શ્રી જિનેશ્વરદેવના જન્મમહોત્સવનો કળશ સાંભળો. જિનેશ્વરના જન્મસમયે દિશાઓ અને વિદિશાઓમાંથી છપ્પન દિકકુમારિકાઓ સૂતિકર્મ કરવા આવે છે. પ્રથમ માતા અને પુત્રને નમસ્કાર કરી અતિ હર્ષ પામી ૮ દિકકુમારિકા સંવર્તવાયુવડે ચારે દિશાઓમાંથી એક એક યોજન પ્રમાણ કચરો દૂર કરે છે. ૮ કુમારિકા સુગંધી જળની વૃષ્ટિ કરે છે ૮ કુમારિકા હાથમાં ભરેલા કળશને ધારણ કરે છે. ૮ દર્પણ ધરે છે. ૮ ચામર ધારણ કરે છે. ૮ પંખા લહી પવન નાખે છે, ૪ કુમારિકા રક્ષાપોટલી બાંધે છે. ૪ કુમારિકા દીપક લહી ઉભી રહે છે. ૧-૨. Page #28 -------------------------------------------------------------------------- ________________ સ્નાત્ર પૂજા સાથે કુસુમ પૂજી, અલંકાર પહેરાવતી; રાખડી બાંધી જઈ, શયન પધરાવતી. ૩. નમીય કહે માય તુજ બાળ લીલાવતી, મેરુ રવિ ચન્દ્ર લગે, જીવજો જગપતિ; સ્વામી ગુણ ગાવતી, નિજ ઘર જાવતી, તેણે સમે ઈન્દ્રસિંહાસન કંપતી. ૪. - ઢાળ જિન જમ્યાજી જિણ વેળા જનની ઘરે, તિણ વેળાજી ઈન્દ્રસિંહાસન રિહરે; દાહિણોત્તરજી જેતા જિન જનમે યદા, દિશિનાયકજી સોહમ ઇશાન બિહું તદા. ૧. ત્યાં કેળના પાંદડાઓનું સૂતિકા ગૃહ બનાવી, તેમાં માતા અને પુત્રને લાવે છે. શુચિકર્મ કરવા પાણીના કળશો વડે હવરાવે છે. પુષ્પ વગેરેથી પૂજા કરી અલંકાર પહેરાવે છે. પછી હાથે રાખડી બાંધીને શયનમાં પધરાવે છે. ૩. માતા અને પુત્રને નમસ્કાર કરીને કહે છે, કે હે માતા ! આનંદકારી અને જગતના નાથ એવા તમારા પુત્ર જ્યાં સુધી મેરુપર્વત, સૂર્ય અને ચંદ્ર રહે ત્યાં સુધી જીવો-જયવંતા રહો. આ પ્રમાણે સ્વામીના ગુણ ગાતી ગાતી છપ્પન દિકુમારિકાઓ પોતાના ઘરે જાય છે, એ વખતે સૌધર્મદેવલોકના ઇદ્રનું સિંહાસન કંપાયમાન થાય છે. ૪. માતાના ઘરમાં જે વખતે જિનેશ્વરનો જન્મ થાય છે તે વખતે ઇંદ્રનું સિંહાસન ચલાયમાન થાય છે. દક્ષિણ દિશામાં પ્રભુનો જન્મ થાય તો સૌધર્મ ઇદ્રનું અને ઉત્તર દિશામાં જન્મ થાય તો ઇશાનંદ્રનું આસન કંપાયમાન થાય છે. ૧. Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રી પૂજા સંગ્રહ સાર્થ ત્રોટક છંદ તદા ચિંતે ઈન્દ્ર મનમાં કોણ અવસર એ બન્યો, જિનજન્મ અવધિનાણે જાણી હર્ષ આનંદ ઉપયો; સુઘોષ આદે ઘંટનાદે ઘોષણા સુરમેં કરે, સવિ દેવી દેવા જન્મમહોત્સવે આવજો સુરગિરિવરે. ૧. (અહીં ઘંટ વગાડવો) ઢાળ એમ સાંભળીજી સુરવર કોડી આવી મળે, જન્મ મહોત્સવજી કરવા મેરુ ઉપર ચલે, સોહમપતિજી બહુ પરિવારે આવીયા, માય-જિનનેજી વાંદી પ્રભુને વધાવીયા. ૧. (અહીં પ્રભુને ચોખાથી વધાવવા) તે વખતે ઇંદ્ર મનમાં વિચારે છે કે-ક્યા કારણે મારું સિંહાસન કંપ્યું ? અવધિજ્ઞાનથી જિનેશ્વરદેવનો જન્મ જાણી ઘણો હર્ષ પામે છે. હરિણગમેષી દેવ પાસે સુઘોષા આદિ ઘંટાના નાદથી દેવોમાં ઉદ્ઘોષણા કરાવે છે, કે- “સર્વ દેવ-દેવીઓ પ્રભુનો જન્મ-મહોત્સવ ક૨વા મેરુપર્વત પર આવજો.'’ ૧, એ પ્રમાણે સાંભળી ક્રોડો દેવતાઓ એકઠા થાય છે અને જન્મમહોત્સવ કરવા મેરુપર્વત પર જાય છે. સૌધર્મેન્દ્ર ઘણા પરિવાર સાથે પૃથ્વીતળ પર આવી માતા અને જિનેશ્વરને વંદન કરી પ્રભુને વધાવે છે. ૧. Page #30 -------------------------------------------------------------------------- ________________ સ્નાત્ર પૂજા સાથે ત્રોટક છંદ વધાવી બોલે છે રત્નકુક્ષી ધારિણી તુજ સુતતણો, હું શક સોહમ નામે કરશું, જન્મમહોત્સવ અતિઘણો; એમ કહી જિનપ્રતિબિંબ થાપી, પંચરૂપે પ્રભુ ગ્રહી, દેવદેવી નાચે હર્ષ સાથે, સુરગિરિ આવ્યા વહી. ૧. ઢાલ મેરુ ઉપરજી પાંડુકવનમેં ચિહું દિશે, શિલા ઉપર સિંહાસન મન ઉલ્લ; તિહાં બેસીજી શકે જિન ખોળે ધર્યા, હરિ ત્રેસઠજી બીજા તિહાં આવી મળ્યા. ૧. વધાવીને કહે છે કે- કુક્ષિને વિષે રત્નને ધારણ કરનાર છે માતા ! હું સૌધર્મ નામે ઇદ્ર છું. તમારા પુત્રનો અત્યંત મોટો જન્મમહોત્સવ અમે કરશું. એ પ્રમાણે કહી જિનેશ્વરનું પ્રતિબિંબ (બીજું રૂ૫) માતાની પાસે સ્થાપન કરી સૌધર્મ ઈન્દ્ર પોતાના પાંચ રૂપ કરી પરમાત્માને લઈ દેવ-દેવીઓના નૃત્ય સાથે હર્ષપૂર્વક મેરુપર્વત પર આવ્યા. ૧. મેરુપર્વત પર પાંડુકવનમાં ચારે દિશાએ શિલાઓ છે તેમાં જે દિશા સન્મુખ પ્રભુનો જન્મ થાય તે દિશામાં આવેલ શિલા ઉપર રહેલ સિંહાસન ઉપર બેસી ઈન્દ્ર મનના ઉલ્લાસથી પ્રભુને ખોળામાં ધારણ કરે છે તે વખતે બીજા ત્રેસઠ ઇદ્રો પણ ત્યાં આવી પહોંચે છે. ૧. Page #31 -------------------------------------------------------------------------- ________________ શ્રી પૂજા સંગ્રહ સાથે ત્રાટક મળ્યા ચોસઠ સુરપતિ તિહાં, કરે કળશ અડ જાતિના, માગધાદિ જળતીર્થ ઔષધિ, ધૂપ વળી બહુ ભાતિના; અશ્રુતપતિએ હુકમ કીનો, સાંભળો દેવા સવે, ખીરજલધિ ગંગાનીર લાવો, ઝટિતિ જિન જન્મ મહોત્સવે. ૧. ઢાળ સુર સાંભળીને સંચરીયા, માગધ વરદામે ચલીયા; પદ્મદ્રહ ગંગા આવે, નિર્મલ જળકળશા ભરાવે. ૧. તીરથજળ ઔષધિ લેતા, વળી ખીરસમુદ્ર જાતા; જળકળશા બહુલ ભરાવે, ફૂલ ચંગેરી થાળા લાવે. ૨. સિંહાસન ચામર ધારી, ધૂપધાણાં કેબી સારી; સિદ્ધાંતે ભાખ્યા જેહ, ઉપકરણ મિલાવે તેહ. ૩. ત્યાં આગળ ચોસઠ ઇદ્રો ભેગા થયા. આઠ જાતિના કળશો કરાવી માગધ આદિ તીર્થોનાં સુગંધી ઔષધિથી મિશ્રિત પાણી ભરાવ્યાં. ઘણી જાતના ધૂપ ઉવેખ્યા. ત્યારપછી અશ્રુત નામના ઇન્દ્ર હુકમ કર્યો કે- “સર્વદેવો ! સાંભળો. જિનેશ્વરના જન્મ મહોત્સવ માટે જલદીથી ક્ષીરસમુદ્ર અને ગંગા નદી વગેરેનાં પાણી લાવો. ૧. ઢાળનો અર્થ - અશ્રુતંદ્રનો હુકમ સાંભળી તુરત જ દેવો ચાલ્યા. માગધ, વરદામ, પદ્મદ્રહ અને ગંગાનદીએ આવી નિર્મળજળથી કળશો ભરે છે. એવી રીતે તીર્થોનાં પાણી અને ઔષધિઓ લેતા લેતા ક્ષીરસમુદ્ર જઈ ત્યાં ઘણા પાણીના કળશો ભરે છે. તેમજ પુષ્પગંગેરી, થાળ, સિંહાસન, ચામર, ધૂપધાણા અને રકાબી વગેરે સિદ્ધાંતમાં Page #32 -------------------------------------------------------------------------- ________________ ૩૧ સ્નાત્ર પૂજા સાથે તે દેવા સુરગિરિ આવે, પ્રભુ દેખી આનંદ પાવે; કળશાદિક સહુ તિહાં ઠાવે, ભક્ત પ્રભુના ગુણ ગાવે. ૪ ઢાળ આતમભક્તિ મળ્યા કેઈ દેવા, કેતા મિત્તનુજાઈ, નારીપ્રેર્યા વળી નિજ કુલવટ, ધમ ધર્મસખાઈ; જોઈસ વ્યંતર ભવનપતિના, વૈમાનિક સુર આવે, અશ્રુતપતિ હુકમે ધરી કળશા, અરિહાને નવરાવે. ૧. અડજાતિ કળશા પ્રત્યેકે, આઠ આઠ સહસ પ્રમાણો, ચઉસઠ સહસ હુઆ અભિષેકે, અઢીસે ગુણા કરી જાણો; સાઠ લાખ ઉપર એક કોડી, કળશાનો અધિકાર, બાસઠ ઈન્દ્ર તણા તિહાં બાસઠ, લોકપાલના ચાર. ૨ કહેલ સુંદર ઉપકરણો એકત્ર કરી મેરુપર્વત પર આવે છે અને પ્રભુના દર્શન કરી આનંદ પામે છે. પોતાની સાથે લાવેલ કળશ વગેરે ત્યાં સ્થાપન કરી ભક્તિપૂર્વક પ્રભુના ગુણગાન કરે છે. ૧. થી ૪ ઢાળનો અર્થ - કેટલાક દેવો પોતાની ભક્તિથી, કેટલાક મિત્રોને અનુસરી, કેટલાક સ્ત્રીની પ્રેરણાથી, કેટલાક પોતાનો કુલધર્મ વિચારી, કેટલાક ધર્માદ વો ધર્મની મિત્રતાથી જિનેશ્વરના સ્નાત્ર મહોત્સવમાં આવે છે. જિનેશ્વરના જન્મમહોત્સવમાં જ્યોતિષી દેવો, વ્યંતરદેવો, ભવનપતિદેવો અને વૈમાનિકદેવો આવે છે અને અય્યતંદ્રના હુકમથી જળથી ભરેલા કલશો લઈ અરિહંત પરમાત્માને નવરાવે છે. ૧. તે કળશો સોનાના, રૂપાના, માણેકના, એમ આઠ પ્રકારના Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩૨ શ્રી પૂજા સંગ્રહ સાથે ચન્દ્રની પંક્તિ છાસઠ છાસઠ. રવિશ્રેણિ નરલોકો, ગુરુસ્થાનક સુર કેરો એકજ, સામાનિકનો એકો; સોહમપતિ ઈશાનપતિની, ઇન્દ્રાણીના સોળ, અસુરની દશ ઇન્દ્રાણી, નાગની બાર કરે કલ્લોલ. ૩ જ્યોતિષ વ્યંતર ઈન્દ્રની ચઉ ચલ, પર્ષદા ત્રણનો એકો, કટકપતિ અંગરક્ષક કેરો, એક એક સુવિવેકો; પરચુરણ સુરનો એક છેલ્લો, એ અઢીસે અભિષેકો, ઇશાન ઈન્દ્ર કહે મુજ આપો, પ્રભુને ક્ષણ અતિરેકો. ૪ હોય છે અને દરેક પ્રકારના આઠ આઠ હજાર હોય છે એટલે કુલ ૬૪000 કળશાઓ હોય અને તેને અઢીસો અભિષેકની સંખ્યા વડે ગુણવાથી એક કરોડ સાઠ લાખ કળશો વડે પરમાત્માને અભિષેક થાય છે. હવે અઢીસો અભિષેક કેવી રીતે થાય ? તે કહે છે. બાસઠ ઇંદ્રના ૬૨, ચાર લોકપાલના ૪, મનુષ્ય લોકના ચંદ્રની છાસઠ પંક્તિના ૬૬, સૂર્યની છાસઠ પંક્તિના ૬૬, ગુરુસ્થાનકદેવોનો ૧., સામાનિકદેવોનો ૧. સોધર્મેન્દ્ર અને ઇશાનેંદ્રની ઇદ્રાણીના ૮+૮ મળીને ૧૬, અસુરેંદ્રની ઈંદ્રાણીના ૧૦, નાગૅદ્રની ઈન્દ્રાણીના ૧૨, જ્યોતિષી ઈન્દ્રની ચાર અગ્ર મહિષીના ૪, વ્યંતરેદ્રની ચાર ઇન્દ્રાણીઓના ૪, ત્રણપર્ષદાનો ૧. કટકપતિનો ૧. અંગરક્ષક દેવોનો ૧. અને પરચુરણ દેવોનો ૧. આ પ્રમાણે અઢીસો અભિષેક થાય છે. ત્યાર પછી ઇશાનંદ્ર સૌધર્મેન્દ્રને કહે છે કે હે સૌધર્મેન્દ્ર! થોડીવાર પ્રભુને મારા ખોળામાં બેસાડવા મને આપો. ૨-૩-૪. Page #34 -------------------------------------------------------------------------- ________________ 33 સ્નાત્ર પૂજા સાથે તવ તસ ખોળે ઢવી અરિહાને, સોહમપતિ મનરંગે, વૃષભ રૂપ કરી શૃંગ જળ ભરી, હવણ કરે પ્રભુ અંગે; પુષ્પાદિક પૂજીને છાંટે, કરી કેસર રંગ રોલે, મંગળદીવો આરતી કરતાં, સુરવર જય જય બોલે. પ. ભેરી મુંગળ તાલ બજાવત, વળિયા જિન કર ધારી, જનનીઘર માતાને સોંપી, એસીપરે વચન ઉચ્ચારી; પુત્ર તુમારો, સ્વામી હમારો, અમ સેવક આધાર; પંચ ધાવી રંભાદિક થાપી, પ્રભુ ખેલાવણ હાર. ૬. બત્રીસ કોડી કનક મણિ માણેક, વસ્ત્રની વૃષ્ટિ કરાવે, પૂરણ હર્ષ કરેવા કારણ, દ્વીપ નંદીસર જાવે; તે પ્રમાણે ઇશાનંદ્રની માગણીથી સૌધર્મેન્દ્ર તેના ખોળામાં પ્રભુને બેસાડી પોતે વૃષભનું રૂપ કરી, શિંગડામાં જળ ભરી તે વડે પ્રભુને અંગે ન્યવણ કરે છે. પછી કેશર વગેરે પૂજા કરી, પુષ્પો ચડાવી, આરતીમંગળદીવો ઉતારે છે, તે વખતે દેવો જયજય શબ્દ બોલે છે.પ. ત્યારપછી ભગવંતને હાથમાં ધારણ કરી, ભેરી ભુંગળ વગેરે વાજિંત્ર વગાડતા, તાલી પાડતા વાજતે ગાજતે માતા પાસે ઘરે આવી માતાને પ્રભુ સોંપી આ પ્રમાણે વચન કહે છે, “આ તમારો પુત્ર છે, અમારા સ્વામી છે. અમે તેમના સેવકો છીએ, આ પ્રભુ અમારા આધાર છે. એમ કહી પ્રભુને રમાડવા માટે રંભા વગેરે પાંચ ધાવમાતા મૂકે છે. ૬. તિર્ય%ાંભક દેવો પરમાત્માના ઘરમાં બત્રીશ ક્રોડ સોનૈયા મણિ, માણેક અને વસ્ત્ર વગેરેની વૃષ્ટિ કરે છે, દેવતાઓ પોતાનો હર્ષ પૂર્ણ કરવા નંદીશ્વરદ્વીપે જાય છે. ત્યાં અષ્ટાહ્નિકા મહોત્સવ કરી પોત Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શ્રી પૂજા સંગ્રહ સાથે કરીય અઠ્ઠાઈ ઉત્સવ દેવા, નિજ નિજ કલ્પ સધાવે, દીક્ષા કેવલને અભિલાષે, નિત નિત જિન ગુણ ગાવે. ૭. તપગચ્છ-ઇસર સિંહસૂરીસર, કેરા શિષ્ય વડેરા, સત્યવિજય પંન્યાસતણે પદ, કપૂરવિજય ગંભીરા; ખિમાવિજય તસ સુજસવિજયના, શ્રી શુભવિજય સવાયા, પંડિત વીરવિજય શિષ્ય, જિન જન્મ મહોત્સવ ગાયા. ૮. ઉત્કૃષ્ટા એકસો ને સિત્તેર, સંપ્રતિ વિચરે વીશ, અતીત અનાગત કાલે અનંતા, તીર્થકર જગદીશ; પોતાના દેવલોકમાં જાય છે. દીક્ષા કલ્યાણક અને કેવલજ્ઞાન કલ્યાણકની અભિલાષાપૂર્વક હંમેશાં જિનેશ્વરના ગુણ ગાય છે ૭. તપગચ્છમાં મહાનું આચાર્ય શ્રી સિંહસૂરીશ્વરના મોટા શિષ્ય શ્રી સત્યવિજયજી પંન્યાસ થયા, તેમના શિષ્ય ગંભીર આશયવાળા કપૂરવિજયજી થયા, તેમના શિષ્ય ખીમાવિજયજી, તેમના શિષ્ય જશવિજય અને તેમના શિષ્ય શુભવિજયજી થયા. તેમના શિષ્ય પંડિત શ્રી વીરવિજયજી મહારાજ કહે છે, કે- મેં આ શ્રી જિનેશ્વરનો જન્મ-મહોત્સવ ગાયો. ૮. ઉત્કૃષ્ટ કાળે એકી સાથે ૧૭૦ તીર્થંકરો વિચરતા હોય છે (અજિતનાથસ્વામીના વારે વિચરતા હતા), વર્તમાન કાળે વીશ તીર્થકરો (મહાવિદેહમાં) વિચરી રહ્યા છે. ભૂતકાળમાં અનંત તીર્થકરો થઈ ગયા, ભવિષ્યકાળમાં અનંત તીર્થકરો થશે. સામાન્યપણે આ કળશ જે ગાય છે તે અને કર્તા શ્રી વીરવિજયજી મહારાજ આનંદમંગળયુક્ત ઘણું સુખ પામે છે. અને દરેક ઘરે હર્ષનાં વધામણાં થાય છે. ૯. Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૫. સ્નાત્ર પૂજા સાથે સાધારણ એ કળશ જે ગાવે, શ્રી શુભવીર સવાઈ, મંગળલીલા સુખભર પાવે, ઘર ઘર હર્ષ વધાઈ. ૯ (પ્રભુને વધાવવા.) (સ્નાત્ર પૂજા સમાપ્ત) (અહીં કળશથી પંચામૃતનો અભિષેક કરી પખાલ કરવો. પછી પૂજા કરી, પુષ્પ ચઢાવી, ક્રમશઃ અષ્ટપ્રકારી પૂજા કરવી લૂણ ઉતારી આરતી તથા મંગળદીવો ઉતારવો.) સ્નાત્ર કાવ્ય મેરુ શિખર હવરાવે હો સુરપતિ મેરુ શિખર હવરાવે, જન્મકાળ જિનવરજીકો જાણી, પંચ રૂપ કરી આવે હો. સુર૦ ૧. રત્ન પ્રમુખ અડ જાતિના કળશા, ઔષધિ ચૂરણમીલાવે; ક્ષીર સમુદ્ર તીર્થોદક આણી, સ્નાત્ર કરી ગુણ ગાવે હો. સુર૦ ૨. એણી પરે જિનપ્રતિમાકો હવણ કરી, બોધીબીજ માનું વાવે; અનુક્રમે ગુણરત્નાકર ફરસી, જિન ઉત્તમપદ પાવે. હો. સુર૦ ૩. દુહાના અર્થ -પ્રભુનો જન્મસમય જાણીને ઇન્દ્ર મહારાજા પોતે પાંચરૂપ કરીને પ્રભુજીને મેરુશિખર ઉપર લઈ જઈ રત્ન વગેરે આઠ જાતિના કળશોમાં ખીરસમુદ્ર તથા પવિત્ર તીર્થોનાં જળ ભરાવી તેમાં સુગંધી ઔષધીઓ અને ચૂર્ણ મીલાવી પ્રભુનો સ્નાત્ર મહોત્સવ કરે છે. પ્રભુને હેવરાવે છે. અને પ્રભુના ગુણો ગાય છે. એવી રીતે શ્રી જિનેશ્વરની પ્રતિમાને હવણ કરીને ભવ્ય આત્મા પોતાના અંતઃકરણમાં બોધિબીજનું વાવેતર કરે છે અને પછી અનુક્રમે ઉપર-ઉપરના ગુણસ્થાનકોને પ્રાપ્ત કરી અંતે ઉત્તમ મોક્ષપદ પ્રાપ્ત કરે છે. ૧-૨-૩, Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૬ શ્રી પૂજા સંગ્રહ સાથે પં. શ્રી વીરવિજયજી મ. કૃત અષ્ટપ્રકારી પૂજાના દુહા (૧) જલપૂજા-દુહો જલપૂજા જુગતે કરો, મેલ અનાદિ વિનાશ; જલપૂજા ફળ મુજ હજો, માગો એમ પ્રભુ પાસ. ૧. ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય જલ યજામહે સ્વાહા.૧. (૨) ચંદનપૂજા-દુહો શીતલ ગુણ જેહમાં રહ્યો, શીતલ પ્રભુ મુખ રંગ; આત્મ શીતલ કરવા ભણી, પૂજો અરિહા અંગ. ૨. ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરામૃત્ય-નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય ચંદનું યજામહે સ્વાહા. ૩ અષ્ટપ્રકારી પૂજાના દુહાઓ તથા મંત્રનો અર્થ-વિધિપૂર્વક પ્રભુની જળપૂજા કરીને પ્રભુ પાસે એમ માગો કે-હે પ્રભુ! આ જલપૂજાના ફળ તરીકે અનાદિકાળથી મારા આત્મા ઉપર લાગેલા કર્મરૂપ મેલનો વિનાશ થાઓ. ૧. પરમપુરુષ પરમેશ્વર, જન્મ-જરા મૃત્યુને નિવારનાર શ્રીમાન્ જિનેશ્વર ભગવંતની અમે જળવડે પૂજા કરીએ છીએ. જે પ્રભુમાં શીતળગુણ રહેલો છે, વળી એ પ્રભુના મુખનો રંગ પણ શીતળ છે, એવા અરિહંતના અંગની પોતાના આત્માની શીતળતા કરવા માટે ચંદન આદિ શીતળ દ્રવ્યો વડે પૂજા કરો. ૨. પરમપુરુષ, પરમેશ્વર, જન્મ-જરા-મૃત્યુને નિવારણ કરનાર શ્રીમાન્ જિનેશ્વર ભગવંતની અમે ચંદન વડે પૂજા કરીએ છીએ.' Page #38 -------------------------------------------------------------------------- ________________ સ્નાત્ર પૂજા સાથે (૩) પુષ્પપૂજા-દુહો સુરભિ અખંડ કુસુમ ગ્રહી, પૂજો ગતસંતાપ; સુમજંતુ ભવ્ય પરે, કરીએ સમકિત છાપ. ૩. ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરા-મૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય પુષ્પાણિ યજામહે સ્વાહા. ૩. (૪) ધૂપપૂજા-દુહો ધ્યાન ઘટા પ્રગટાવીએ, વામ નયન જિન ધૂપ; મિચ્છત્ત દુર્ગધ દૂરે ટળે, પ્રગટે આત્મસ્વરૂપ. ૪. ૐ હું શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય ધૂપં યજામહે સ્વાહા. ૪. જેમના સંતાપમાત્ર નાશ પામ્યા છે, એવા પ્રભુને તમે સુગંધી અને અખંડ પુષ્પો વડે પૂજો. જેમ પુષ્પપૂજા કરવાથી એ પુષ્પોને ભવ્યપણાની છાપ મળે છે, તેમ તમે સમકિતપણાની છાપ પ્રાપ્ત કરો, તાત્પર્ય એ છે કે પ્રભુ ઉપર ચડે તે પુષ્યના જીવો ભવ્ય જ હોય છે, તેમ પ્રભુની પૂજા કરનારા તમે સમકિતી જીવો છો એવી છાપ મેળવો. ૩. - પરમપુરુષ પરમેશ્વર, જન્મ-જરા મૃત્યુને નિવારનાર શ્રીમાનું જિનેશ્વર ભગવંતની અમે પુષ્પોવડે પૂજા કરીએ છીએ. . પ્રભુની ડાબી બાજુએ ધૂપ સ્થાપન કરીને પછી તેમાંથી નીકળતી ધૂમઘટાની જેમ ધ્યાનઘટા પ્રગટાવીએ કે જેથી મિથ્યાત્વરૂપી દુર્ગધ નાશ પામે અને આત્માનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ થાય. ૪. પરમપુરુષ પરમેશ્વર, જન્મ-જરા મૃત્યુને નિવારનાર શ્રીમાનું જિનેશ્વર ભગવંતની અમે ધૂપવડે પૂજા કરીએ છીએ. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૮ શ્રી પૂજા સંગ્રહ સાથે (૫) દીપકપૂજા-દુહો દ્રવ્યદીપ સુવિવેકથી, કરતાં દુઃખ હોય ફોક; ભાવ-પ્રદીપ પ્રગટ હવે, ભાસિત લોકાલોક. ૫. ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય દીપ યજામહે સ્વાહા. ૫. (૬) અક્ષતપૂજા-દુહો શુદ્ધ અખંડ અક્ષત ગ્રહી, નંદાવર્ત વિશાલ; પૂરી પ્રભુ સન્મુખ રહો, ટાળી સકલ જંજાલ. ૬. ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય અક્ષતામ્ યજામહે સ્વાહા. ૬. વિવેકપૂર્વક પ્રભુની સામે દ્રવ્યદીપક કરવાથી દુઃખમાત્ર નાશ પામે છે. અને પરિણામે લોકાલોક જેમાં પ્રકાશિત થાય છે એવો ભાવદીપક-કેવળજ્ઞાન પ્રગટ થાય છે. પ. પરમપુરુષ, પરમેશ્વર, જન્મ-જરા-મૃત્યુનું નિવારણ કરનાર શ્રીમાન્ જિનેશ્વર ભગવંતની અમે દીપકવડે પૂજા કરીએ છીએ. શુદ્ધ અને અખંડ એવા અક્ષત લઈને તેના વડે પ્રભુ સમીપે વિશાળ એવો નંદાવર્ત કરો અને પછી સર્વ જંજાળને તજી દઈને પ્રભુની સન્મુખ ઉભા રહો. અર્થાત્ શુભ ભાવના ભાવો. ૬. પરમપુરુષ, પરમેશ્વર, જન્મ-જરા-મૃત્યુને નિવારણ કરનારા શ્રીમાનું જિનેશ્વર ભગવંતની અમે અક્ષતવડે પૂજા કરીએ છીએ. Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૯ સ્નાત્ર પૂજા સાથે (૭) નૈવેદ્યપૂજા-દુહો અણાહારીપદ મેં કર્યા, વિગ્રહ ગઈઅ અસંત; દૂર કરી તે દીજીએ, અણાહારી શિવસંત. ૭. હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરા-મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય નૈવેદ્ય યજામહે સ્વાહા. ૭. (૮) ફલપૂજા-દુહો ઇંદ્રાદિક પૂજા ભણી, ફલ લાવે ધરી રાગ; પુરુષોત્તમ પૂજી કરી, માગે શિવફલ ત્યાગ. ૮. ૐ હ્રીં શ્રીં પરમપુરુષાયે પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય ફલ યજામહે સ્વાહા. ૮. હે પ્રભુ ! વિગ્રહગતિમાં તો મેં અણાહારીપદ અનંતી વખત પ્રાપ્ત કર્યું છે, પણ તેથી કાંઈ મારી કાર્યસિદ્ધિ થઈ નહિ, તો હવે તેનું અણાહારીપદ દૂર કરીને મને કાયમનું અણાહારીપદ આપો. ૭. પરમપુરુષ, પરમેશ્વર, જન્મ-જરા-મૃત્યુને નિવારણ કરનારા શ્રીમાન્ જિનેશ્વર ભગવંતની અમે નૈવેદ્ય વડે પૂજા કરીએ છીએ. પ્રભુ ઉપરના ભક્તિરાગથી ઇન્દ્રાદિ દેવો પ્રભુની ફળપૂજા કરવા માટે અનેક પ્રકારના ઉત્તમ ફળો લાવે છે અને પુરુષોત્તમ એવા પ્રભુની તે ફળો વડે પૂજા કરીને પ્રભુ પાસે ધરીને જેનાથી મોક્ષની પ્રાપ્તિરૂપ ફળ મળી શકે તેવા ત્યાગધર્મની ચારિત્રધર્મની માગણી કરે છે અગર મોક્ષફળરૂપી દાન માગે છે. ૮. પરમપુરુષ, પરમેશ્વર, જન્મ-જરા-મૃત્યુને નિવારનાર શ્રીમાનું જિનેશ્વર ભગવંતની અમે ફળ વડે પૂજા કરીએ છીએ. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૪૦ શ્રી પૂજા સંગ્રહ સાથે (ઉપર મુજબ અષ્ટપ્રકારી પૂજા કર્યા પછી લુણ ઉતારી આરતી તથા મંગળ દીવો ઉતારવાં.) લૂણ ઉતારણ લૂણ ઉતારો જિનવર અંગે, નિર્મળ જલધારા મનરંગે. લૂણ૦ ૧. જિમ જિમ તડ તડ લૂણ જ ફૂટે, તિમ તિમ અશુભ કર્મબંધ તૂટે. લૂણ૦ ૨. નયન સલુણાં શ્રી જિનજીનાં, અનુપમ રૂપ દયારસ ભીનાં. લૂણ૦ ૩. રૂપ સલુણે જિનજીનું દીસે, - લાક્યું લૂણ તે જલમાં પેસે. લૂણ૦ ૪. ત્રણ પ્રદક્ષિણા દેઈ જલધારા, જલણ ખેપવીએ લૂણ ઉદારા. લૂણ૦ ૫. લુણ ઉતારણનો અર્થ - મનમાં ઉલ્લાસ ધારણ કરી નિર્મળ જળની ધારા દેવા પૂર્વક પ્રભુના અંગે લૂણ ઉતારો. ૧. અગ્નિ નાંખવાથી જેમ લુણ તડ તડ અવાજ કરતું ફૂટે છે, તેમ તેમ પૂજકના અશુભકર્મના બંધો તૂટે છે. ૨. શ્રી જિનેશ્વર ભગવંતના અનુપમ રૂપવાળાં અને દયારસથી ભીનાં એવાં સુંદર નેત્રો શોભે છે. ૩. શ્રી જિનેશ્વરનું સુંદર રૂપ જોઈને જાણે શરમાઈ ગયેલ હોય તેમ લૂણ પાણીમાં પેસી જાય છે. ૪. જળધારાની ત્રણ પ્રદક્ષિણા દઈ, લૂણને અગ્નિમાં નાંખવું.પ. Page #42 -------------------------------------------------------------------------- ________________ ૪૧ સ્નાત્ર પૂજા સાથે જે જિન ઉપર દુમણો પ્રાણી, તે એમ થાજો લૂણ ક્યું પાણી. લૂણ૦ ૬ અગર કૃષ્ણાગરુ કુંદર સુગંધે, ધૂપ કરીને વિવિધ પ્રબંધે. લૂણ૦ ૭ શ્રી આદિજિન આરતી જય જય આરતી આદિ જિગંદા, નાભિરાયા મરુદેવીકો નંદા. જય૦ ૧. પહેલી આરતી પૂજા કીજે, નરભવ પામીને લાહો લીજે. જય૦ ૨ દૂસરી આરતી દિનદયાળા, ધૂળેવા મંડપમાં જગ અજવાળા. જય૦ ૩ જે પ્રાણી શ્રી જિનેશ્વર ભગવંત પ્રત્યે દુષ્ટ મનવાળો થાય છે તે પાણીમાં જેમ લૂણ ઓગળી જાય છે તેમ દુઃખી થાય છે. ૬. અગર, કૃષ્ણાગર અને સુંદર વગેરે સુગંધી દ્રવ્યોથી બનાવેલો ધૂપ શ્રી પ્રભુની સન્મુખ કરીએ. ૭. આદિજિન આરતીનો અર્થ - આ આરતીમાં શ્રી નાભિરાજા અને મરુદેવી માતાના પુત્ર શ્રી આદિ જિનંદ્ર જયવંતા વર્તો. ૧. પ્રથમ આરતીમાં શ્રી તીર્થંકર પરમાત્માની પૂજા કરીને આ મનુષ્યભવ પ્રાપ્ત કર્યાનો લાભ દઈએ. ૨. બીજી આરતીમાં દીનદયાળ પરમાત્માએ ધૂલે વા (કેસરીયાજી) મંડપમાં બીરાજી જગત્ પર પ્રકાશ પાથર્યો. ૩. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૪૨ શ્રી પૂજા સંગ્રહ સાથે તીસરી આરતી ત્રિભુવન દેવા, સુરનર ઈન્દ્ર કરે તોરી સેવા. જય૦ ૪ ચોથી આરતી ચઉગતિ ચૂરે, મનવાંછિત ફળ શિવસુખ પૂરે. જય૦ ૫ પંચમી આરતી પુન્ય ઉપાયા; મૂળચંદે ઋષભ ગુણ ગાયા. જય૦ ૬ શ્રી મંગળદીવો દીવો રે દીવો પ્રભુ મંગલિક દીવો; આરતી ઉતારણ બહુ ચિરંજીવો. દી૧. સોહામણું ઘેર પર્વ દિવાળી; અંબર ખેલે અમરાબાળી. દી૦ ૨ હે ત્રિભુવનદેવ ! ત્રીજી આરતીમાં દેવેંદ્રો અને નરેન્દ્રો તમારી સેવા કરે છે. ૪. ચોથી આરતી ચાર ગતિને ચૂરનારી છે, અને શિવસુખ રૂપ મનવાંછિત ફળને પૂરનારી છે. ૫. પાંચમી આરતી પુન્યના ઉપાયરૂપ છે. આ રીતે કર્તા મૂળચંદે ઋષભદેવ પ્રભુના ગુણો ગાયા. ૬. મંગળદીવાનો અર્થ - દીપક સમાન હે પ્રભુ ! તમે ખરેખર માંગલિક દીપક છો. આરતી = પીડાને ઉતરાણ = દૂર કરનાર છે પ્રભુ ! તમે દીર્ઘ કાળ સુધી જીવો. દીપકની શ્રેણીરૂપી પર્વ જિનઘરને શોભા છે. આ પ્રસંગે આકાશમાં દેવકન્યાઓ નૃત્ય કરે છે. ૨. Page #44 -------------------------------------------------------------------------- ________________ ૪૩ સ્નાત્ર પૂજા સાથે દીપાળ ભણે એણે કુલ અજવાળી; ભાવે ભગતે વિઘન નિવારી. દી૦ ૩. દીપાળ ભણે એણે એ કળિકાલે; આરતી ઉતારી રાજા કુમારપાળે. દીવ ૪. અમ ઘેર મંગલિક તુમ ઘેર મંગલિક; મંગલિક ચતુર્વિધ સંઘને હોજો. દી) ૫. - શ્રી શાંતિકળશ પછી એક કૂડી લઈને તેમાં કંકુનો સાથીયો કરી, રૂપાનાણું મૂકવું. પછી શાંતિકળશ કરનારને કપાળે કંકુનો ચાંલ્લો કરી અક્ષત ચોડી તેના ગળામાં પુષ્પનો હાર પહેરાવવો. પછી શાંતિકળશ કરનારે પ્રભુને અક્ષતથી વધાવવા. પછી શાંતિકળશ કરનારના હાથમાં કંકુનો સાથીયો કરી, ઉપર કળશ મૂકવો. શાંતિકળશ કરનારે નવકાર તથા ઉવસગ્ગહર બોલી કળશની ધાર કરવી. અને બૃહશાંતિ બોલવી.. નમોહત્-સિદ્ધાચાર્યોપાધ્યાય-સર્વસાધુભ્ય:. દિપાલ નામના કવિ (અથવા દીપકની શ્રેણી) કહે છે કેભાવપૂર્વક કરેલી ભક્તિ કુલને અજવાળે છે અને બધાં વિઘ્નો દૂર કરે છે. ૩. કર્તા દિપાલ કવિ કહે છે કે – આ કલિકાલમાં કુમારપાળ રાજાએ ભગવાનની આરતી ધણા ભાવપૂર્વક ઉતારી છે. ૪. - અમારા ઘરે, તમારા ઘરે અને ચતુર્વિધ સંઘમાં મધ થજો. ૫. Page #45 -------------------------------------------------------------------------- ________________ ४४ શ્રી પૂજા સંગ્રહ સાથે બૃહશાંતિ સ્મરણ ભો ભો ભવ્યા! શુંણુત વચનં પ્રસ્તુત સમેત યે યાત્રામાં ત્રિભુવનગુરોરાઈતા ભક્તિભાજ, તેષાં શાંતિર્ભવતુ ભવતામહેંદાદિપ્રભાવાદારોગ્યશ્રીધૃતિમતિકરી લેશવિધ્વંસહેતુ. ૧. ભો! ભો! ભવ્યલોકા ! ઇહ હિ ભરતૈરાવતવિદેહસંભવાનાં સમસ્તતીર્થકતાં જન્મ-ન્યાસનપ્રકંપાનેતરમવધિના વિજ્ઞાય સૌધર્માધિપતિઃ સુઘોષાઘંટાચાલનાઅંતર સકલસુરાસુરે સૈઃ સહ સમાગત્ય સવિનયમઈદ્ભટ્ટારકે ગૃહત્યા ગવા કનકાદ્રિશંગે વિહિતજન્માભિષેકઃ શાંતિમુઘોષયતિ યથા તતોડતું કૃતાનુકારમિતિ કૃત્વા “મહાજનો યેન ગતઃ સ પંથા” ઈતિ બૃહચ્છાન્તિનો અર્થ - હે ભવ્યજનો ! તમે આ સર્વ મારું પ્રાસંગિક વચન સાંભળો. જે શ્રાવકો જિનેશ્વરની (રથ) યાત્રામાં ભક્તિવંત છે, તે આપ શ્રીમાનોને અહં વગેરેના પ્રભાવથી આરોગ્ય, લક્ષ્મી, ચિત્તની સ્વસ્થતા અને બુદ્ધિને આપનારી તથા સર્વ કલેશ-પીડાનો નાશ કરવામાં કારણભૂત એવી શાંતિ પ્રાપ્ત થાઓ. ૧. હે ભવ્યજનો ! આ જ અઢીદ્વીપમાં ભરત, ઐરાવત અને મહાવિદેહક્ષેત્રમાં જન્મેલા સર્વ તીર્થકરોના જન્મસમયે પોતાનું આસન કંપતાં સૌધર્મેન્દ્ર અવધિજ્ઞાનથી તીર્થંકરનો જન્મ થયેલો જાણીને, સુઘોષા ઘંટ વગડાવીને બધા સુરેન્દ્રો અને અસુરેન્દ્રો સાથે આવીને વિનયપૂર્વક શ્રી અરિહંત ભગંવતને હાથમાં ગ્રહણ કરીને મેરુપર્વતના શિખર પર લઈ જઈને જન્માભિષેક કર્યા પછી જેમ શાંતિની ઉદ્ઘોષણા કરે છે, તેમ હું પણ કરેલાનું અનુકરણ કરવું એમ માનીને ‘મહાજન જે માર્ગે જાયતે માર્ગ Page #46 -------------------------------------------------------------------------- ________________ સ્નાત્ર પૂજા સાથે ૪૫ ભવ્યજનૈઃ સહ સમેત્ય સ્નાત્રપીઠે સ્નાત્રં વિધાય શાંતિમુદ્દોષયામિ, તપૂજા-યાત્રા-સ્નાત્રાદિમહોત્સવાનંતરમિતિ કૃત્વા કર્યાં દત્વા નિશમ્યતાં નિશમ્યતાં સ્વાહા. ૐ પુણ્યારું પુણ્યાહં પ્રીયંતાં પ્રીયંતાં ભગવન્તોર્હન્તઃ સર્વજ્ઞાઃ સર્વદર્શિન-ત્રિલોકનાથા-ત્રિલોકમહિતા-ત્રિલોકપૂજ્યા ત્રિલોકેશ્વરા-ત્રિલોકોદ્યોતકરાઃ. ૐ ૠષભ-અજિત-સંભવ-અભિનંદન-સુમતિ-પદ્મપ્રભસુપાર્શ્વ-ચંદ્રપ્રભ-સુવિધિ-શીતલ-શ્રેયાંસ-વાસુપૂજ્ય-વિમલ-અનંતધર્મ-શાંતિ-કુંથુ-અર-મલ્લિ-મુનિસુવ્રત-નમિ-નેમિ-પાર્શ્વ-વર્ધમાનાંતા જિનાઃ શાંતાઃ શાંતિકરા ભવંતુ સ્વાહા. એમ જાણીને ભવ્યજનો સાથે આવીને સ્નાત્રપીઠે સ્નાત્ર કરીને શાંતિની ઉદ્ઘોષણા કરું છું. તો તમે બધા પૂજા-મહોત્સવ, સ્નાત્રમહોત્સવ વગેરેની પૂર્ણતા કરીને કાન દઇને સાંભળો ! સાંભળો ! સ્વાહા. * આજનો દિવસ પવિત્ર છે. આ અવસર માંગલિક છે. સર્વજ્ઞ, સર્વદર્શી, ત્રિલોકના નાથ, ત્રિલોકથી પૂજિત, ત્રિલોકના પૂજ્ય, ત્રિલોકના ઇશ્વર, ત્રિલોકમાં ઉદ્યોત કરનારા અરિહંત ભગવંત પ્રસન્ન થાઓ. ૐ ૠષભદેવ, અજિતનાથ, સંભવનાથ, અભિનંદનસ્વામી, સુમતિનાથ, પદ્મપ્રભ, સુપાર્શ્વનાથ, ચન્દ્રપ્રભ, સુવિધિનાથ, શીતલનાથ શ્રેયાંસનાથ, વાસુપૂજ્ય સ્વામી, વિમલનાથ, અનંતનાથ, ધર્મનાથ, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, મલ્લિનાથ, મુનિસુવ્રતસ્વામી, નમિનાથ, નેમિનાથ પાર્શ્વનાથ અને વર્ધમાનસ્વામી જેમાં છેલ્લા છે એવા ચોવીસે શાન્ત-કષાયાદિથી ઉપશાંત થયેલા જિનો અમને શાંતિ કરનારા થાઓ. સ્વાહા. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪૬ શ્રી પૂજા સંગ્રહ સાથે ૐ મુનયો મુનિપ્રવરા રિયુવિજયદુર્ભિક્ષકાંતારેષ દુર્ગમાર્ગેષ રક્ષતુ વો નિત્ય સ્વાહા. 35 હૃી શ્રી શ્રુતિ-મતિ -કીર્તિ કાંતિ બુદ્ધિ-લક્ષ્મી-મેધાવિદ્યાસાધન-પ્રવેશ-નિવેશનેષુ સુગૃહીતનામાનો જયંતુ તે જિનેંદ્રાઃ. ૐ રોહિણી-પ્રજ્ઞપ્તિ-વજશૃંખલા-વજાંકુશ-અપ્રતિચક્રાપુરુષદત્તા-કાલી-મહાકાલી-ગૌરી-ગાંધારી-સર્વાત્રા-મહાજ્વાલામાનવી-વૈરુટ્યા-અચ્છમા-માનસી-મહામાનસી ષોડશ વિદ્યાદેવ્યો રહંતુ વો નિત્યં સ્વાહા. ૐ આચાર્યોપાધ્યાયપ્રસૃતિચાતુર્વર્ણસ્ય શ્રી શ્રમણસંઘસ્ય શાંતિર્ભવતુ તુષ્ટિર્ભવતુ પુષ્ટિર્ભવતુ. 3ૐ શત્રુવડે કરવામાં આવતા વિજ્યપ્રસંગે, દુષ્કાલમાં ગહન અટવીમાં તથા વિકટ માર્ગો ઓળંગવાના પ્રસંગે મુનિઓમાં શ્રેષ્ઠ એવા મુનિઓ તમારું નિત્ય રક્ષણ કરો. સ્વાહા. ૐ શ્રી, હી, ધૃતિ, મતિ, કીર્તિ, કાન્તિ, બુદ્ધિ, લક્ષ્મી અને મેધા એ નવસ્વરૂપવાળી સરસ્વતીની સાધનામાં, યોગના પ્રવેશમાં તેમજ મંત્રજપના નિવેશનમાં જેમનાં નામોનું આદરપૂર્વક ઉચ્ચારણ કરાય છે, તે જિનવરો જય પામ-સાન્નિધ્ય કરનારા થાઓ. - ૐ રોહિણી, પ્રજ્ઞપ્તિ, વજશૃંખલા, વજકુશી, અપ્રતિચક્રા, પુરુષદત્તા, કાલી, મહાકાલી, ગૌરી, ગાંધારી, સર્જાસ્ત્રવાળી મહાજવાલા, માનવી, વૈરુટ્યા, અચ્છા, માનસી અને મહામાનસી એ સોળ વિદ્યાદેવીઓ તમારું રક્ષણ કરો. સ્વાહા. ૐ આચાર્ય, ઉપાધ્યાય વગેરે પ્રમણપ્રધાન ચાર પ્રકારના શ્રી શ્રમણ સંઘને શાંતિ થાઓ, તુષ્ટિ થાઓ, પુષ્ટિ થાઓ. Page #48 -------------------------------------------------------------------------- ________________ ૪૭ સ્નાત્ર પૂજા સાથે ૐ ગ્રહાશ્ચંદ્રસૂર્યાગારકબુધ-બૃહસ્પતિ-શુક્રશનૈશ્ચરરાહુકેતુસહિતાઃ સલોકપાલાઃ સોમ-યમ-વરુણ-કૂબેર-વાસવાદિત્ય-સ્કંદવિનાયકોપેતા યે ચાન્ડેડપિ ગ્રામનગરક્ષેત્ર-દેવતાદયસ્ત સર્વે પ્રીયંતાં પ્રયત્તામ્ અક્ષણકોશકોષ્ઠાગારા-નરપતયશ્ચ ભવંતુ સ્વાહા. ૐ પુત્ર-મિત્ર-ભ્રાતૃ-કલત્ર-સુહ-સ્વજન-સંબંધિબંધુવર્ગ-સહિતાઃ નિત્ય ચામોદપ્રમોદકારિણઃ અસ્પ્રિંશ ભૂમંડલ આયતન નિવાસિ સાધુસાધ્વી-શ્રાવક-શ્રાવિકાણાં રોગોપસર્ગવ્યાધિ-દુઃખ-દુર્ભિક્ષદૌર્મનસ્યોપશમનાય શાંતિર્ભવતુ. ૐ ચન્દ્ર, સૂર્ય, મંગલ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ, કેતુ વગેરે ગ્રહો, લોકપાલો-તે સોમ, યમ, વરુણ અને કુબેર, તેમજ ઇન્દ્ર, સૂર્ય કાર્તિકેય, ગણપતિ વગેરે દેવો તથા ગ્રામદેવતા, નગરદેવતા, ક્ષેત્રદેવતા વગેરે બીજા પણ જે દેવો હોય તે સર્વે પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ અને રાજાઓ અક્ષય કોશ-કોઠારવાળા થાઓ. સ્વાહા. ૐ તમે પુત્ર પુત્રી), મિત્ર, ભાઈ (બહેન), ભાર્યા, સુદ જ્ઞાતીલા, સ્નેહીજનો અને સગાંવહાલાં સહિત આનંદપ્રમોદ કરનારા થાઓ. વળી આ ભૂમંડલમાં પોતાના સ્થાનમાં રહેલા સાધુ, સાધ્વી, શ્રાવક તથા શ્રાવિકાઓના રોગ, ઉપસર્ગ વ્યાધિ, દુઃખ, દુષ્કાળ અને વિષાદના ' ઉપશમન દ્વારા શાંતિ થાઓ. ૩ૐ તમને તુષ્ટિ થાઓ, પુષ્ટિ થાઓ, ઋદ્ધિ મળો, વૃદ્ધિ મળો, માંગલ્યની પ્રપ્તિ થાઓ અને તમારો નિરંતર અભ્યદય થાઓ. તમારા ઉત્પન્ન થયેલાં પાપકર્મો નાશ પામો. ભયો શાંત થાઓ. તેમ જ તમારા શત્રુઓ વિમુખ થાઓ. સ્વાહા. Page #49 -------------------------------------------------------------------------- ________________ ४८ શ્રી પૂજા સંગ્રહ સાથે ૐ તુષ્ટિપુષ્ટિ ઋદ્ધિવૃદ્ધિમાંગલ્યોત્સવા: સદા પ્રાદુર્ભૂતાનિ પાપાનિ શાયંતુ દુરિતાનિ શત્રવઃ પરામુખા ભવંતુ સ્વાહા. શ્રીમતે શાંતિનાથાય, નમઃ શાંતિવિધાયિને; રૈલોક્યસ્યામરાધીશ-મુકુટાભ્યર્ચિતાંઘયે. ૧. શાંતિઃ શાંતિકરઃ શ્રીમાન, શાંતિ દિશતુ મે ગુરુ ; શાંતિદેવ સદા તેષાં, યેષાં શાંતિગૃહે ગૃહે. ૨. ઉપૃષ્ટ-રિષ્ટ-દુષ્ટ-ગ્રહ-ગતિ-દુઃસ્વપ્ન-દુનિમિત્તાદિ; સંપાદિતહિતસંપન્નામગ્રહણ જયતિ શાંતે . ૩. શ્રીસંઘજગજ્જનપદ-રાજાધિપરાજસન્નિવેશાનામ; ગોષ્ઠિકપુર મુખ્યામાં, વ્યાહરસૈય્યહરેચ્છાંતિ.... ૪. ત્રણે લોકના પ્રાણીઓને શાંતિ કરનારા અને દેવેન્દ્રોના મુગુટ વડે પૂજાએલા ચરણવાળા પૂજ્ય શાંતિનાથ ભગવાનને નમસ્કાર હો. ૧. જગતમાં શાંતિ કરનારા, જગતને ધર્મનો ઉપદેશ આપનારા, પૂજય શાતિનાથ મને શાંતિ આપો. જેમના ઘરે ઘરે શાંતિનાથ પૂજાય છે, તેમને સદા શાંતિ જ હોય છે. ૨. ઉપદ્રવો, ગ્રહોની દુષ્ટ ગતિ, દુઃસ્વપ્ન અને દુષ્ટ અંગફુરણરૂપ અપશુકન આદિ દુષ્ટ નિમિત્તોનું નાશ કરનારું તથા આત્મહિત અને સંપત્તિને પ્રાપ્ત કરાવનારું શ્રી શાંતિનાથ ભગવાનનું નામોચ્ચારણ જય પામે છે. ૩. શ્રી સંઘ, જગતના જનપદો, મહારાજાઓ, રાજાઓનાં નિવાસસ્થાનો વિદ્રમંડળીના સભ્યો તથા અગ્રગણ્ય નાગરિકોનાં નામ લઇને શાંતિ બોલવી જોઇએ. ૪. Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૯ સ્નાત્ર પૂજા સાથે શ્રીશ્રમણસંઘસ્ય શાંતિર્ભવતુ, શ્રીજનપદાનાં શાંતિર્ભવતુ, શ્રી રાજાધિપાનાં શાંતિર્ભવતુ, શ્રીરાજસન્નિવેશાનાં શાંતિર્ભવતુ, શ્રીગોષ્ઠિકાનાં શાંતિર્ભવતુ, શ્રીપૌરમુખાણાં શાંતિર્ભવતુ, શ્રી પૌરજનસ્ય શાંતિર્ભવતુ, શ્રી બ્રહ્મલોકમ્ય શાંતિર્ભવતુ, ૐ સ્વાહા ૐ સ્વાહા 5 શ્રી પાર્શ્વનાથાય સ્વાહા. એષા શાંતિઃ પ્રતિષ્ઠાયાત્રાસ્નાત્રાઘવસાનેષુ શાંતિકલશે ગૃહીત્વા કુંકુમદનકર્પરાગધૂપવાસકુસુમાંજલિ સમેત સ્નાત્રચતુણ્ડિકાયાં શ્રી સંઘસમેતઃ શુચિશુચિવપુઃ પુષ્પવસ્ત્રચંદનાભરણાલંકૃતઃ પુષ્પમાલાં કંઠે કૃત્વા, શાંતિમુઘોષયિતા, શાંતિપાનીયં મસ્તકે દાતવ્યમિતિ. શ્રી શ્રમણ સંઘને શાંતિ થાઓ, શ્રી જનપદો (દેશો) ને . શાંતિ થાઓ, શ્રી રાજાધિપો (મહારાજઓ)ને શાંતિ થાઓ, શ્રી રાજાઓનાં નિવાસસ્થાનોને શાંતિ થાઓ, શ્રી ગોષ્ઠિકોનેવિદ્ધમંડળીના સભ્યોને શાંતિ થાઓ, શ્રી અગ્રગણ્ય નાગરિકોને શાંતિ થાઓ, શ્રી નગરજનોને શાંતિ થાઓ, શ્રી બ્રહ્મલોકને શાંતિ થાઓ ૐ સ્વાહા, ૐ સ્વાહા, ૐ શ્રી પાર્શ્વનાથને સ્વાહા. આ શાંતિપાઠ જિનબિંબની પ્રતિષ્ઠા, રથયાત્રા, અને સ્નાત્ર વગેરે મહોત્સવને અંતે બોલવો. તેનો વિધિ એવો છે, કે કેસર, ચંદન, કપૂર, અગરુનો ધૂપ, વાસ અને અંજલિમાં વિવિધરંગી પુષ્પો રાખીને શાંતિ કલશ ગ્રહણ કરીને શ્રી સંઘની સાથે સ્નાત્રમંડપમાં ઉભો રહે. બાહ્ય-અભ્યતર મેલથી રહિત તથા શ્વેતવસ્ત્ર ચંદન અને આભરણોથી અલંકૃત એવો પૂજક કંઠમાં પુષ્પમાળાને ધારણ કરીને શાંતિની ઉદ્ઘોષણા કરીને તે શાંતિકલશનું પાણી આપે, તે દરેકે માથે લગાડવું જોઈએ. Page #51 -------------------------------------------------------------------------- ________________ પ૦ શ્રી પૂજા સંગ્રહ સાથે નૃત્યંતિ નૃત્ય મણિપુષ્પવર્ષ, - સૃજંતિ ગાયંતિ ચ મંગલાનિ; સ્તોત્રાણિ ગોત્રાણિ પશ્ચંતિ મંત્રાનું, કલ્યાણભાજો હિ જિનાભિષેકે. ૧. શિવમસ્તુ સર્વજગતઃ, પરહિતનિરતા ભવંતુ ભૂતગણા; દોષાઃ પ્રયાંતુ નાશ, સર્વત્ર સુખી ભવતુ લોકઃ ૨. અહં તિસ્થયરમાયા, સિવાદેવી તુણ્ડ નયરનિવાસિની; અહ સિવં તુમ્હ સિવું, અસિવોવસમં સિવં ભવતુ સ્વાહા. ૩. ઉપસર્ગા ક્ષય યાંતિ, છિદ્યત્તે વિદનવલ્લય; મનઃ પ્રસન્નતામતિ, પૂજ્યમાને જિનેશ્વરે. ૪. પુણ્યશાલીઓ જિનેશ્વરની સ્નાત્રક્રિયા પ્રસંગે વિવિધ પ્રકારનાં નૃત્યો કરે છે, રત્ન અને પુષ્પની વર્ષા કરે છે, અષ્ટમંગલોનું આલેખન કરે છે અને માંગલિક સ્તોત્રો ગાય છે. અને તીર્થંકરના વંશના ગોત્રો-નામો તથા મંત્રો બોલે છે. ૧. સમગ્ર વિશ્વનું કલ્યાણ થાઓ. પ્રાણીઓ પરોપકારમાં તત્પર બનો. દોષો નાશ પામો. અને સર્વત્ર લોક સુખી થાઓ. ૨. હું નેમિનાથ તીર્થકરની માતા શિવાદેવી તમારા નગરમાં નિવાસ કરનારી છું. તેથી અમારું અને તમારું કલ્યાણ થાઓ. ઉપદ્રવોનો નાશ થાઓ અને કલ્યાણ થાઓ. સ્વાહા. ૩. શ્રી જિનેશ્વર ભગવંતનું પૂજન કરતાં સમસ્ત પ્રકારના ઉપદ્રવો નાશ પામે છે. વિનરૂપી વેલીઓ છેદાઈ જાય છે. અને મન પ્રસન્નતાને પામે છે. ૪. Page #52 -------------------------------------------------------------------------- ________________ ૫૧ સ્નાત્ર પૂજા સાથે સર્વમંગલમાંગલ્ય, સર્વકલ્યાણકારણમ્; પ્રધાન સર્વધર્માણાં, જૈન જયતિ શાસનમ્. ૫. શ્રી ચૈત્યવંદન વિધિ (પ્રથમ ત્રણ ખમાસમણ દેવાં.) ઈચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણિજ્જાએ, નિશીહિઆએ મયૂએણ વંદામિ ૧. ઇચ્છામિ ખમાસમણો, વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિઆએ પત્થણ વંદામિ. ૨. ઇચ્છામિ ખમાસમણો, વંદિઉં જાવણિજ્જાએ, નિસીરિઆએ મત્યએણ વંદામિ. ૩. (પછી જમણો ઢીંચણ ભોય પર સ્થાપી, ડાબો ઢીંચણ ઉભો રાખી યોગમુદ્રાએ બે હાથ જોડી ચૈત્યવંદન કરવું.) ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ચૈત્યવંદન કરું ? ઇચ્છે. સકલકુશલવલ્લી પુષ્કરાવર્તિમેળો, દુરિતતિમિરભાનુ કલ્પવૃક્ષોપમાન ; ભવજલનિધિપોતઃ સર્વસંપત્તિહેતુ , સ ભવતુ સતત વઃ શ્રેયસે શાંતિનાથઃ - શ્રેયસે પાર્શ્વનાથ - સર્વ મંગલોમાં મંગલરૂપ, સર્વ કલ્યાણના કારણરૂપ અને સર્વ ધર્મોમાં શ્રેષ્ઠ એવું જૈનશાસન સદા જયવંતુ વર્તે છે. પ. સકલકુશલવલ્લીનો અર્થ-સર્વ સુખ રૂપી વેલને પુષ્ટ કરવામાં પુષ્પરાવર્તના મેઘ સમાન, પાપરૂપી અંધકારને દૂર કરવામાં સૂર્ય સમાન, ઇચ્છિતોને પૂર્ણ કરવામાં કલ્પવૃક્ષ સમાન, સંસારસમુદ્રને તારવામાં વહાણ સમાન, સર્વસંપત્તિના કારણરૂપ એવા શ્રી શાંતિનાથ ભગવાન અને શ્રી પાર્શ્વનાથ ભગવાન નિરંતર તમારા કલ્યાણ માટે થાઓ. ૧. Page #53 -------------------------------------------------------------------------- ________________ પર શ્રી પૂજા સંગ્રહ સાથે શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ચૈત્યવંદન જય ચિંતામણિ પાર્શ્વનાથ, જય ત્રિભુવનસ્વામી; અષ્ટ કર્મ-રિપુ જીતીને, પંચમીગતિ પામી. ૧. પ્રભુનામે આનંદ કંદ, સુખ સંપત્તિ લહીએ; પ્રભુ નામે ભવ ભય તણાં, પાતક સબ દહીએ. ૨. ૐ હ્રીં વર્ણ જોડી કરીએ, જપીએ પાર્થ નામ; વિષ અમૃત થઈ પરગમે, લહીએ અવિચળ ઠામ. ૩. જંકિંચિ સૂત્ર અંકિંચિ નામ તિર્થં, સગે પાયાલિ માણસે લોએ; જાઈ જિણબિંબાઇ, તાઇ સવાઈ વંદામિ. ૧. (નમુત્થણંથી શરૂ કરી જાવંત કેવિસાહુ સુધી બોલવું, પછી ઉવસગ્ગહર અથવા સ્તવન બોલવું. ત્યારબાદ જયવીયરાય કહેવું. આ સૂત્રો પૂર્વે પૃષ્ઠ ૧૦ થી ૧૫માં આપ્યા છે.) (પછી ઉભા થઈ). ચૈત્યવંદનનો અર્થ ત્રણ ભુવનના સ્વામી એવા હે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ! તમે જયવંતા વર્તો. તમે અષ્ટ કર્મરૂપી શત્રુને જીતીને પાંચમી ગતિ-મોક્ષગતિ પ્રાપ્ત કરી છે. ૧. પ્રભુના નામે આનંદના મૂળરૂપ સુખ સંપત્તિ પામીએ. અને પ્રભુના નામે સંસારભયનાં સર્વ પાપો બાળી નાખીએ. ૨. ૐ હ્રીં વર્ણ જોડીને પાર્શ્વનાથનું નામ (ૐ દૂ પાર્શ્વનાથાય. નમ:) જપીએ તો વિષ અમૃતપણે પરિણમે છે. અને અવિચળ સ્થાન - પ્રાપ્ત કરીએ છીએ. ૩. | (અંકિંચિ, નમુત્થણું વગેરેના અર્થ પ્રથમ પૃષ્ઠ ૧૦ થી ૧૫માં આપ્યા છે) Page #54 -------------------------------------------------------------------------- ________________ સ્નાત્ર પૂજા સાથે પ૩ અરિહંત ચેઇઆણે સૂત્ર અરિહંત ચેઇઆણં, કરેમિ કાઉસ્સગ્ગ વંદણવરિઆએ, પૂઅણવરિઆએ, સકારવરિઆએ, સમ્માણવત્તિઓએ, બોહિલાભવરિઆએ નિવસગ્ગવરિઆએ, સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણુપેહાએ, વઢમાણીએ, ઠામિ કાઉસ્સગ્ગ. અન્નત્ય સૂત્ર અશW ઊસિએણે, નીસિએણં, ખાસિએણં, છીએણે, જંભાઇએણં, ઉડુએણં, વાયનિસગેણં, ભમલીએ પિત્તમુચ્છાએ, સુહુમેહિં અંગસચાલેહિં, સુહમેહિં ખેલસંચાલેહિં, સુહુમેહિં દિદ્ધિસંચાલેહિં, એવભાઈએહિં આગારેહિં, અભગો અરિહંત ચેઇઆણંનો અર્થ- અરિહંત ભગવાનની પ્રતિમાઓના વંદન નિમિત્તે, પૂજન નિમિત્તે, સત્કાર નિમિત્તે અને સન્માન નિમિત્તે તેમજ બોધિલાભના નિમિત્તે અને મોક્ષ પ્રાપ્તિ માટે વધતી જતી શ્રદ્ધા વડે, વધતી જતી સમજણ વડે, વધતી જતી ચિત્તની સ્વસ્થતા વડે, વધતી જતી ધારણા વડે અને વધતી જતી અનુપ્રેક્ષા વડે હું કાયોત્સર્ગ કરું છું. અન્નત્થ સૂત્રનો અર્થ- શ્વાસ લેવાથી, શ્વાસ મૂકવાથી, ઉધરસ આવવાથી, છીંક આવવાથી, બગાસું આવવાથી, ઓડકાર આવવાથી, વાછૂટ થવાથી, ભ્રમરી આવવાથી, પિત્તને લીધે મૂર્છા આવવાથી, શરીરનું સૂક્ષ્મ રીતે ફુરણ થવાથી, સૂક્ષ્મ રીતે શ્લેષ્મનો સંચાર થવાથી, સૂક્ષ્મ રીતે દૃષ્ટિનો સંચાર થવાથી, ઉપર કહ્યા તે આગારો Page #55 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શ્રી પૂજા સંગ્રહ સાથે અવિરાહિઓ, હુજજ મે કાઉસ્સગો. જાવ અરિહંતાણં, ભગવંતાણં, નમુક્કારેણં ન પારેમિ, તાવ કાય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં અપ્રાણ વોસિરામિ. [હવે કાઉસ્સગ્ગ આકારે ઉભા રહી મનમાં એક નવકારનો કાઉસ્સગ્ન કરવો. તે નીચે પ્રમાણે.] નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો વિઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચનમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વસિ, પઢમં હવઈ મંગલ. (કાઉસ્સગ્ગ પારી નીચે પ્રમાણે નમોહત્ કહી એક થોય કહેવી.) નમોહસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્ય:. થોય પાસ જિગંદા વામાનંદા, જબ ગરબે ફણી, સુપના દેખે અર્થ વિશેષ, કહે મઘવા મળી; તથા બીજા પણ આગારોથી મારો કાયોત્સર્ગ અખંડિત અને અવિરાધિત થાઓ. (ક્યાં સુધી ?). જ્યાં સુધી અરિહંત ભગવાનને નમસ્કાર કરવા વડે ન પાછું ત્યાં સુધી પોતાની કાયાને સ્થાન વડે, મૌન રહેવા વડે અને ધ્યાન કરવા વડે (પાપક્રિયાથી) વોસિરાવું છું. થોયનો અર્થ- વામામાતાના પુત્ર શ્રી પાર્શ્વનાથ ભગવંત જ્યારે ગર્ભમાં હતા ત્યારે માતાએ ગર્ભના પ્રભાવથી અંધારી રાત્રિએ પોતાની પાસે જતા સર્પને જોયો હતો. માતા ચૌદ સ્વપ્રોને જાએ છે, Page #56 -------------------------------------------------------------------------- ________________ સ્નાત્ર પૂજા સાર્થ ૫૫ જિનવર જાયા, સુર હુલરાયા, હુઆ રમણી પ્રિયે, નેમિ રાજિ ચિત્ત વિરાજી, વિલોકિત વ્રત લીએ. (પછી ખમાસમણ દેવું.) ખમાસમણો,વંદિઉં જાવણિજ્જાએ ઇચ્છામિ નિસીહિઆએ મર્ત્યએણ વંદામિ. [ ચૈત્યવંદન વિધિ સમાપ્ત ] તેનો વિશેષ પ્રકારે અર્થ દ્ર મહારાજા કહે છે. શ્રી જિનેશ્વરનો જન્મ થયો ત્યારે દેવોએ મળીને તેમને હુલરાવ્યા. યૌવનવય પામ્યા ત્યારે સ્ત્રીઓને પ્રિય થયા. શ્રી નેમિનાથ અને રાજીમતિના વૈરાગ્યપ્રાપ્તિના ચિત્રો જોઇ વ્રત અંગીકાર કરે છે. ૧. સ્નાત્ર પૂજા સમાસ. 5 Page #57 -------------------------------------------------------------------------- ________________ પં. શ્રી વીરવિજયજી મ. કૃત શ્રી પાર્શ્વનાથ પંચાલ્યાણક પૂજા પંચકલ્યાણકની પૂજાની વિધિ આ પૂજામાં ઉત્તમ ફળ, નૈવેદ્ય, પકવાન્ન વગેરે દરેક વસ્તુઓનાં આઠ આઠ નંગ મુકવાં. પંચામૃતના આઠ ક્લશા ભરવા. આઠ દીપક કરવા. પુષ્ય કેસર અને અક્ષત વગેરે લાવવાં. પૂજા ભણાવતી વખતે દરેક પૂજાએ એકેક એમ આઠ સ્નાત્રીયા ઉભા રાખવા. કદાચ તે પ્રમાણે જો જોગ ન બને તો દરેક વસ્તુ એકેક હોય તો પણ પૂજા ભણાવી શકાય. (૧) પ્રથમ સ્નાત્ર ભણાવવું. પછી સ્નાત્રીયાએ રકાબીમાં પુષ્પો લઈ ઉભા રહેવું. અને પૂજા ભણાવનારાઓ પહેલી પૂજા ભણાવી મંત્ર બોલે, થાળી વાગે ત્યારે પ્રભુજીને ફુલ ચડાવવાં. આ જ પ્રમાણે આઠે પૂજાઓમાં પૂજા ભણાવનારાઓ અનુક્રમે બીજી, ત્રીજી પૂજા ભણાવીને મંત્ર બોલે અને થાળી વાગે ત્યારે ત્યારે તે તે પદાર્થથી પ્રભુની પૂજા કરવી. દરેક પૂજાના અંતે મંત્ર બોલ્યા પછી થાળી વગાડવી. જે પૂજા ભણાવાતી હોય તે પૂજા વખતે તે પદાર્થ લઈને પ્રભુ પાસે ઉભા રહેવું. (૧) પ્રથમ પૂજામાં પુષ્પ, (૨) બીજી પૂજામાં ફળ, (૩) ત્રીજી પૂજામાં અક્ષત, (૪) ચોથી પૂજામાં જળનો કળશ, (૫) પાંચમી પૂજામાં ચંદન, (૬) છઠ્ઠી પૂજામાં ધૂપ, (૭) સાતમી પૂજામાં દીપક અને (૮) આઠમી પૂજામાં નૈવેદ્ય ધરવું. આઠ પૂજા પુરી થાય ત્યારે લુણ ઉતારી, આરતી મંગલદીપ કરી, શાન્તિકલશ કરવો. ત્યારબાદ ચૈત્યવંદન કરવું. આ સ્નાત્રપૂજામાં લખ્યા પ્રમાણે સમજી લેવી. Page #58 -------------------------------------------------------------------------- ________________ પં. શ્રી વીરવિજયજી મ. કૃત શ્રી પાર્શ્વનાથ પંચલ્યાણક પૂજા ચ્યવન કલ્યાણ કે પ્રથમ પુષ્પપૂજા દુહા શ્રી શંખેશ્વર પાસજી, સુરતરુ સમ અવદાત; પુરિસાદાણી પાસજી, પદર્શન વિખ્યાત. ૧ પંચમે આરે પ્રાણીઓ, સમરે ઉઠી સવાર; વાંછિત પૂરે દુઃખ હરે, વંદુ વાર હજાર. ૨ અવસર્પિણી ત્રેવીસમા, પાર્શ્વનાથ જબ હેત; તસ ગણધર પદ પામીને, થાશો શિવવધૂકત. ૩ દુહાનો અર્થ-શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ કે જેમનો કલ્પવૃક્ષ સરખો વાંછિત પૂરનાર જીવનવૃત્તાંત છે. જેઓ પુરુષોને વિષે આદેયનામકર્મવાળા છે, વળી જેઓ છયે દર્શનોમાં પ્રસિદ્ધ છે. ૧. પાંચમા આરામાં ભવ્યજીવો જેઓનું પ્રાતઃકાળમાં સ્મરણ કરે છે. જેઓ ભક્તજનોના વાંછિત પૂરે છે, અને દુઃખો હરણ કરે છે. તેઓને હું હજારોવાર નમન કરું છું. ૨ ગઇ ચોવીશીમાં દામોદર નામે નવમા તીર્થંકર થઈ ગયા. તેમના મુખેથી અષાઢી નામના શ્રાવકે સાંભળ્યું કે- તમે આવતી અવસર્પિણીના ચોથા આરામાં ત્રેવીસમા પાર્શ્વનાથ પ્રભુ થશે તેના ગણધર Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૮ શ્રી પૂજા સંગ્રહ સાર્થ દામોદર જિન મુખ સુણી,નિજ આતમ ઉદ્ધાર; તદા અષાઢી શ્રાવકે, મૂર્તિ ભરાવી સાર. ૪ સુવિહિત આચારજ કને, અંજનશલાકા કીધ; પંચ કલ્યાણક ઉત્સવે, માનું વચન જ લીધ. ૫ સિદ્ધસ્વરૂપરમણ ભણી, નૌતમ પડિમા જેહ; થાપી પંચ કલ્યાણકે, પૂજે ધન્ય નર તેહ. ૬ કલ્યાણક ઉત્સવ કરી, પૂરણ હર્ષ નિમિત્ત; નંદીશ્વર જઇ દેવતા, પૂજે શાશ્વત ચૈત્ય. ૭ કલ્યાણક ઉત્સવ સહિત, રચના રચશું તેમ; દુર્જન વિષધર ડોલશે, સજ્જન મનશું પ્રેમ. ૮ થઇને શિવવધૂના કંત થશો-મોક્ષ પામશો.' તે સાંભળી તે અષાઢી શ્રાવકે શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ ભરાવી સુવિહિત આચાર્ય મહારાજ પાસે અંજનશલાકા કરાવી. તે વખતે કરવામાં આવેલ પંચકલ્યાણકના ઉત્સવથી તેમની પાસેથી જાણે કાર્યસિદ્ધિનું વચન જ લીધું ન હોય ! એમ હું માનું છું. ૩-૪-૫. સિદ્ધસ્વરૂપમાં રમણતા ક૨વા માટે આ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની પ્રતિમા અપૂર્વ છે. તેની સ્થાપના કરી પંચલ્યાણકનો ઉત્સવ કરવાપૂર્વક જેઓ પૂજા કરે છે, તે માણસોને ધન્ય છે. ૬. ઇંદ્રાદિક દેવો તીર્થંકરોના કલ્યાણકોના પ્રસંગે આવી, ઉત્સવ કરી હર્ષને પૂર્ણ કરવા માટે નંદીશ્વરદ્વીપમાં જઇ શાશ્વત ચૈત્યોની પૂજા કરે છે. ૭. અમે પણ કલ્યાણકના ઉત્સવ સહિત તેવી રચના ક૨શું કે જેથી દુર્જનરૂપી સર્પ પણ માથું ધુણાવશે અને સજ્જનોના મનમાં આનંદ થશે..૮ Page #60 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા કુસુમ ફળ અક્ષતતણી, જળ ચંદન મનોહાર; ધૂપદીપ નૈવેદ્યશું, પૂજા અષ્ટ પ્રકાર. ૯. ઢાળ પહેલી પ્રથમ એક પીઠિકા, ઝગમગે દીપિકા, થાપી પ્રભુ પાસ તે ઉપરે એ; રજત રકેબીઓ વિવિધ કુસુમે ભરી, હાથ નરનારી ધરી ઉચ્ચરે એ. ૧. કનકબાહુ ભવે બંધ જિનનામનો, કરીય દશમે દેવલોકવાસી; સકળ સુરથી ઘણી તેજ કાંતિ ભણી, વીશ સાગર સુખ તે વિલાસી. ૨. આ પૂજામાં અમે ૧. કુસુમ, ૨. ફળ, ૩. અક્ષત, ૪. જળ, પ. ચંદન, ૬. ધૂપ, ૭. દીપ અને ૮. નૈવેદ્ય એમ આઠ પ્રકારે પૂજા કરીશું. ૯. ઢાળનો અર્થ- પ્રથમ દીપિકાની સમાન ઝગમગતી-તેજસ્વી પીઠિકાની ઉપર સિંહાસનમાં પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિને પધરાવવી, પછી વિવિધ જાતિના પુષ્પોથી ભરેલી રૂપાની રકાબીઓ સ્ત્રી-પુરુષો હાથમાં ધારણ કરી પૂજા ભણાવે. ૧. ૫૯ હવે પાર્શ્વનાથ ભગવંતનું ચરિત્ર કહે છે. પ્રભુ પૂર્વના ત્રીજા ભવમાં કનકબાહુ નામે રાજા હતા, તે ભવમાં ચારિત્ર લઇ વીશસ્થાનક તપની આરાધના કરી જિનનામનો બંધ નિકાચિત કરી દશમા-પ્રાણત દેવલોકમાં દેવ થયા. તે ભવમાં સર્વદેવો કરતાં તેમની તેજયુક્ત કાંતિ ઘણી હતી. તે દેવલોકમાં તેમની આયુ:સ્થિતિ વીશ સાગરોપમની હતી.૨. Page #61 -------------------------------------------------------------------------- ________________ ૬૦ શ્રી પૂજા સંગ્રહ સાથે ક્ષેત્ર દશ જિનવરા, લ્યાણક પાંચશે, ઉત્સવ કરત સુર સાથશું એ; થઇય અગ્રેસરી સાસય જિન તણી, રચત પૂજા નિજ હાથશું એ. ૩. યોગશાસ્ત્ર મતા માસ ષ થાકતા, દેવને દુઃખ બહુ જાતિનું એ; તેહ નવિ ઉપજે દેવ જિનજીવને, જોવતાં ઠાણ ઉપપાતનું એ. ૪. મુગતિપુર મારગે શીતળ છાંયડી, તીર્થની ભૂમિ ગંગાજલે એ; તે સમય દરમ્યાન (તેરમા વિમળનાથથી બાવીશમા નેમિનાથ સુધીના આ ભરતક્ષેત્રના દશ તીર્થકરો, તેવી જ રીતે બીજા ચાર ભરત અને પાંચ ઐરાવતના મળી) દશ ક્ષેત્રના ૧૦0 તીર્થકરોના (એકએકનાં પાંચ લ્યાણક હોવાથી) ૫૦૦ કલ્યાણકોના ઉત્સવ તે દેવભવનમાં દેવો સાથે કરે છે અને અગ્રેસર થઈને નંદીશ્વરદ્વીપ વગેરેમાં રહેલા શાશ્વત જિનબિંબોની પૂજા પોતાના હાથે કરે છે. ૩. યોગશાસ્ત્રમાં કહ્યું છે કે-દેવોનું આયુષ્ય છ માસ બાકી હોય ત્યારે પુષ્પમાળા કરમાઈ જાય વગેરે ચિહ્નોથી પોતાના અવન કાળને જાણી તે દેવો ઘણું દુઃખ પામે છે. પરંતુ જે જિનેશ્વરનો જીવ હોય છે. તે દેવને પોતાનું ઉત્પત્તિસ્થાન જોતાં તે દુઃખ ઉત્પન્ન થતું નથી.૪. (પાર્શ્વનાથ ભગવાનનું ઉત્પત્તિ સ્થાન કેવું છે?) મુક્તિપુરીએ જવાના માર્ગમાં વિસામો લેવા માટે શીતળ છાયાવાળી, ગંગાના જળવડે નિર્મળ તીર્થભૂમિ સ્વરૂપ જે ભૂમિ છે. વળી જે ભૂમિના Page #62 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા ચૈત્ય અભિષેકતા; સુકૃતત સિંચતા, ભક્ત બહુલા ભવિ ભવ તરે એ. પ. વારણ ને અસી દોય વચમાં વસી, - કાશી વારાણસી નયરીએ એ; અશ્વસેન ભૂપતિ વામાવાણી સતી, જૈનમતિ રતિ અનુસારીએ એ. ૬. ચાર ગતિ ચોપડા ચ્યવનના ચૂકવી, શિવ ગયા તાસ ઘર નમન જાવે; બાળરૂપે સુર તિહાં જનની મુખ જોવતાં, શ્રી શુભવીર આનંદ પાવે. ૭. તીર્થજળ વડે ચૈત્યો-પ્રતિમાઓને અભિષેક કરતા અને તેનાથી પોતાના સુકૃતરૂપી વૃક્ષને સિંચન કરતા એવા ભક્તિવંત અનેક જીવો આ સંસારને તરી જાય છે. તેવી તે (વારાણસી નગરીની) ભૂમિ છે. પ. વારણ અને અસી એ નામની બે નદીની વચમાં આ નગરી વસેલી હોવાથી જેનું નામ વારાણસી છે અને બીજાં નામ કાશી છે. તે નગરીમાં અશ્વસેન નામે રાજા છે, તેમને વામાદેવી નામે રાણી છે. જે મહાસતી છે. તે રૂપમાં રતિ (કામદેવની સ્ત્રીઓ સરખી છે, અને જૈનધર્મમાં દઢ પ્રીતિવાળી છે. ૬. ચારગતિમાં જન્મમરણ કરવારૂપ કર્મરાજાના ચોપડા ચૂકતે કરી જેઓ મોક્ષમાં ગયા છે તેઓના ઘરમાં-સિદ્ધભગવંતના ઘરે એટલે કે જિનમંદિરમાં વામાદેવી દર્શન કરવા જાય છે તે સમયે તે (પાર્શ્વનાથ પ્રભુનો જીવ) દેવ બાળકનું રૂપ ધારણ કરી આવે છે અને માતાનું મુખ જોઇ શુભ વીરત્વવાળો તે દેવ આનંદ પામે છે. ૭. Page #63 -------------------------------------------------------------------------- ________________ શ્રી પૂજા સંગ્રહ સાથે કાવ્ય તથા મંત્ર ભોગી યદા લોકનતોડપિ યોગી, બભૂવ પાતાલપદે નિયોગી; કલ્યાણકારી દુરિતાપહારી, દશાવતારી વરદઃ સ પાર્શ્વઃ ૧. ૐ હ શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે નિંદ્રાય પુષ્પાણિ યજામહે સ્વાહા. ચ્યવનકલ્યાણકે બીજી ફળપૂજા દુહા કૃષ્ણ ચતુર્થી ચૈત્રની, પૂર્ણાયુ સુર તેહ; વામા માત ઉદર નિશિ, અવતરિયા ગુણગેહ. ૧. કાવ્યનો અર્થ-જેમના દર્શનથી યોગની એકાગ્રતાવાળો સર્પ પાતાળસ્થાનમાં સ્વામી (ધરણેન્દ્ર) થયો, એવા કલ્યાણના કરનારા, દુરિતને હરનારા અને દશ અવતારવાળા (સમકિત પામ્યા પછી જેમના દશ ભવ થયા છે એવા) તે પાર્શ્વનાથ ભગવંત વાંછિત આપનારા થાઓ. ૧. મંત્રનો અર્થ- પરમ પુરુષ, પરમેશ્વર, જન્મ-જરા મૃત્યુનું નિવારણ કરનાર કેવળજ્ઞાનરૂપી લક્ષ્મીવાળા જિનેન્દ્રની અમે પુષ્પો વડે પૂજા કરીએ છીએ. દુહાનો અર્થ ગુણના ભંડાર એવા પ્રભુ ચૈત્ર વદિ-૪ (ગુજરાતી ફાગણ વદિ-૪) ની રાત્રિએ દેવાયુ પૂર્ણ કરી વામામાતાના ઉદરમાં આવીને અવતર્યા. ૧. Page #64 -------------------------------------------------------------------------- ________________ ૬૩ શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા સુપન ચતુર્દશ મોટકા, દેખે માતા તામ; રયણી સમે નિજ મંદિરે, સુખશય્યા વિશરામ. ૨. ઢાળ બીજી રૂડો માસ વસંત ફળી વનરાજી રે, રાયણને સહકાર વાલા; કેતકી જાઇ ને માલતી રે, ભ્રમર કરે ઝંકાર વાલા, કોયલ મદભર ટહુંકતી રે, બેઠી આંબાડાળ વાલા. ૧. હંસયુગલ જળ ઝીલતા રે, વિમળ સરોવર પાળ વાલા; મંદ પવનની લ્હેરમાં રે, માતા સુપન નિહાળ વાલા. ૨. દીઠો પ્રથમ ગજ ઉજળો રે, બીજે વૃષભ ગુણવંત વાલા; ત્રીજે સિંહ જ કેસરી રે, ચોથે શ્રીદેવી મહંત વાલા. ૩. તે વખતે પોતાના મહેલમાં મધ્યરાત્રિએ સુખશયામાં વિશ્રામ લેતાં-નિદ્રાધીન થયેલ માતા મોટા ચૌદ સ્વમ જાએ છે. ૨. ઢાળનો અર્થ- (પાર્શ્વનાથ પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે વસંતઋતુ ચાલતી હતી તેથી કર્તા વસંતઋતુનું વર્ણન કરે છે.) શ્રેષ્ઠ એવી વસંતઋતુના મહિનામાં વનરાજી ફાલી-ફૂલી છે. રાયણ અને આંબાના ઝાડને પણ ફળ આવ્યાં છે. કેતકી, જોઇને માલતીના પુષ્પો ઉપર ભમરાઓ શબ્દ કરી રહ્યા છે. આંબાની ડાળ ઉપર બેસી કોયલ મદભર ટહૂકા કરે છે. નિર્મળ સરોવરની પાળ પાસે હંસયુગલો જળમાં સ્નાન કરી રહ્યાં છે. મંદ મંદ પવન વાઈ રહ્યો છે તે પવનની લ્હેરમાં માતાએ . (હવે પછી કહેવાતાં) સ્વપ્રો જોયાં. ૧-૨. પ્રથમ સ્વપ્રમાં ઉજ્જવળ એવો હાથી જોયો બીજા સ્વપ્રમાં ગુણવાન એવા વૃષભ જોયો, ત્રીજે સ્વપે કેસરીસિંહ, ચોથે સ્વપ્રે શ્રેષ્ઠ એવા લક્ષ્મીદેવી, પાંચમા સ્વપે પુષ્પમાળાનું યુગલ, છકે સ્વપ્ન ચંદ્ર, સાતમા સ્વપ્ન ઉગતો સૂર્ય, આઠમા સ્વપે પવનવડે ફરફરતો ધ્વજ, નવમે સ્વમે Page #65 -------------------------------------------------------------------------- ________________ ૬૪ શ્રી પૂજા સંગ્રહ સાથે માળયુગલ ફૂલ પાંચમે રે, છટ્ટે રોહિણીકંત વાલા; ઉગતો સૂરજ સાતમે રે, આઠમે ધ્વજ લહકત વાલા. ૪. નવમે કળશ રૂપાતણો રે, દશમે પધસર જાણ વાલા; અગ્યારમે રયણાય રે, બારમે દેવવિમાન વાલા. ૫. ગંજ રત્નનો તેરમે રે, ચૌદમે વહ્નિ વખાણ વાલા; ઉતરતાં આકાશથી રે, પેસતાં વદન પ્રમાણ વાલા. ૬. માતા સુપન લહી જાગિયાં રે, અવધિ જાએ સુરરાજ વાલા; શકસ્તવ કરી વંદિયા રે, જનની ઉદર જિનરાજ વાલા. ૭. એણે સમે ઈંદ્ર તે આવિયા રે, મા આગળ ધરી લાજ વાલા; પુણ્યવંતી તુમે પામિયા રે, ત્રણ ભુવનનું રાજ વાલા. ૮. ચૌદ સુપનના અર્થ કહી રે, ઇદ્ર ગયા નિજ ઠામ વાલા: ચૌસઠ ઇદ્ર મળી ગયા રે. નંદીશ્વર જિનધામ વાલા. ૯. રૂપાનો કળશ, દશમા સ્વપ્રે પદ્મસરોવર, અગિયારમા સ્વમે રત્નાકરસમુદ્ર, બારમા સ્વપ્રે દેવયુક્ત વિમાન, તેરમા સ્વપ્ન રત્નનો ઢગલો અને ચૌદમા સ્વપ્નમાં ધૂમાડા રહિત અગ્નિ જોયો. એ સ્વપ્નો આકાશમાંથી ઉતરતાં અને પોતાના મુખમાં પ્રવેશ કરતાં જોયાં. ૩-૪-૫-૬. આ પ્રમાણે સ્વપ્નો જોઈ માતા જાગૃત થયાં, તે વખતે અવધિજ્ઞાનવડે છે જોયું. વામામાતાના ઉદરમાં પ્રભુને જોયા તરત જ આસન ઉપરથી ઉઠી સાત-આઠ ડગલાં સામા આવી શકસ્તવ કહેવાવડે વંદન કર્યું. ૭. એ પછી માતાની પાસે મર્યાદાપૂર્વક ઇંદ્ર આવી કહ્યું કે હે પુણ્યવતી માતા ! તમે ત્રણ ભુવનનું રાજ પામ્યાં છો.' એમ કહી ચૌદ સ્વપ્નોના અર્થ કહી ઇદ્ર પોતાના સ્થાનમાં ગયા. પછી ચોસઠ ઇદ્ર ભેગા મળી જિનેશ્વરના ધામવાળા-શાશ્વત સિદ્ધાયતનવાળા નંદીશ્વરદીપે ગયા. Page #66 -------------------------------------------------------------------------- ________________ ૬૫ શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા ચ્યવન કલ્યાણક ઉત્સવે રે. શ્રી ફલપૂજા ઠામ વાલા; શ્રી શુભવીર તેણે સમે રે, જગતજીવ વિશ્રામ વાલા. ૧૦. કાવ્ય તથા મંત્ર ભોગી દાલોકનોપિ યોગી, બભૂવ પાતાલપદે નિયોગી; કલ્યાણકારી દુરિતાપહારી, દશાવતારી વરદઃ સ પાર્શ્વ . ૧. હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય ફલાનિ યજામહે સ્વાહા. જન્મકલ્યાણકે ત્રીજી અક્ષતપૂજા દુહા રવિ ઉદયે નૃપ તેડીયા, સુપન પાઠક નિજ ગેહ; ચૌદ સુપન ફળ સાંભળી, વળી ય વિસર્યા તેહ. ૧. (ત્યાં ઉત્સવ કરી સૌ પોતપોતાના સ્થાને ગયા.) ૮-૯. અવન કલ્યાણક ઉત્સવમાં ભગવંતની શ્રીફળ વડે પૂજા કરવી. શ્રી શુભવિજયજી મહારાજના શિષ્ય પં. શ્રી વીરવિજયજી મહારાજ કહે છે કે પ્રભુના ચ્યવન કલ્યાણકના અવસરે જગતના જીવમાત્રને વિશ્રામ મળ્યો-સુખ પ્રાપ્ત થયું. ૧૦. કાવ્ય તથા મંત્રનો અર્થ -પ્રથમ પૂજા પ્રમાણે સમજવો. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે અમે ફળવડે પ્રભુની પૂજા કરીએ છીએ. આ પ્રમાણે સર્વપૂજામાં સમજી લેવું. દુહાનો અર્થ- સૂર્યોદય થયો ત્યારે રાજાએ સ્વમ પાઠકોને રાજસભામાં બોલાવ્યા, ચૌદ સ્વમનું ફળ સાંભળી તેમને વાંછિત દાન આપી વિસર્જન કર્યા. ૧. Page #67 -------------------------------------------------------------------------- ________________ ૬૬ શ્રી પૂજા સંગ્રહ સાથે ત્રણ જ્ઞાનશું ઉપન્યા, ત્રેવીસમા અરિહંત; વામાં ઉરસર હંસલો, દિન દિન વૃદ્ધિ લહંત. ૨. ડોહલા પૂરે ભૂપતિ, સખીઓ વૃંદ સમેત; જિન પૂજે અક્ષત ધરી, ચામર પંખા લેત. ૩. ઢાળ ત્રીજી રમતી ગમતી હમુને સાહેલી, બિહું મળી લીજીએ એકતાળી; સખી ! આજ અનોપમ દીવાળી. (એ આંકણી) લીલવિલાસે પૂરણ માસે, પોસ દશમ નિશિ રઢીયાળી. સખી ! આજ અનોપમ દીવાળી. ૧. પશુ પંખી વસિયા વનવાસે, તે પણ સુખિયા સમકાળી રે. સખી ! વામામાતાના ઉદરરૂપ સરોવરમાં હંસસમાન ત્રેવીમા અરિહંત શ્રી પાર્શ્વનાથ પ્રભુ ત્રણ જ્ઞાન સહિત ઉત્પન્ન થયા અને દિવસે દિવસે વૃદ્ધિ પામવા લાગ્યા. ૨. પ્રભુની માતાને જે જે દોહદો ઉત્પન્ન થયા તે અશ્વસેન રાજાએ પૂર્યા અને માતા સખીઓ સાથે જિનેશ્વરની પૂજા અક્ષતવડે કરવા લાગ્યા તેમજ ચામર અને પંખા વીંજવા લાગ્યા. ૩. ઢાળનો અર્થ- પ્રભુજન્મના સમાચાર સાંભળી રમતી અને પરસ્પર પ્રીતિવાળી બે સખીઓ કહે છે કે-હે સખી ! આજે તો અનુપમ દીવાળી છે તેથી બન્ને મળી તાળીઓ દઈએ, રાસ લઈએ અને આનંદ Page #68 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા ઈણ રાતે ઘર ઘર ઉત્સવસે, સુખિયા જગમેં નરનારી. સખી! ૨. ઉત્તમ ગ્રહ વિશાખા યોગે, જમ્યા પ્રભુજી જયકારી રે; સખી સાતે નરકે થયા અજવાળાં, થાવરને પણ સુખકારી રે. સખીવ! ૩. માતા નમી આઠે દિકકુમારી, અધોલોકની વસનારી રે, સખી ! સૂતિઘર ઇશાને કરતી, કરીએ. ક્રીડાવિલાસથી ભરેલા પોષ માસની વદિ-૧૦ (ગુજરાતી માગશર વદ-૧૦ની) રાત્રિ રઢીયાળી-સુંદર છે. ૧. આ રાત્રિએ વનમાં રહેનારા પશુ-પંખીઓ પણ સમકાળે સુખ અનુભવતા હતા, ઘરે ઘરે ઉત્સવો થઈ રહ્યા હતા. જગતમાં સ્ત્રી-પુરુષો સુખ અનુભવતા હતા. ૨. - જે સમયે સર્વગ્રહો ઉચ્ચસ્થાને આવેલ હતા તે વખતે વિશાખા નક્ષત્ર સાથે ચંદ્રનો યોગ હતો. એ સમયે જયવંત એવા પ્રભુજીનો જન્મ થયો. આ સમયે સાતે નરકમાં પણ પ્રકાશ થયો. સ્થાવર જીવોને પણ ક્ષણભર સુખ થયું. ૩. ' પ્રભુના જન્મ સમયે પ૬ દિકકુમારિકાઓ આવે છે. તેમાં પ્રથમ અધોલોકમાં વસનારી આઠ દિકકુમારિકા પ્રભુ સહિત માતાને નમી એક યોજન સુધીમાં અશુચિને દૂર કરી ઇશાન ખુણામાં Page #69 -------------------------------------------------------------------------- ________________ શ્રી પૂજા સંગ્રહ સાથે યોજન એક અશુચિ ટાળી રે. સખી!૪. ઉર્ધ્વલોકની આઠ કુમારી, વરસાવે જળ કુસુમાલી રે; સખી ! પૂર્વરુચક આઠ દર્પણ ધરતી, - દક્ષિણની અા કળશાલી રે. સખીઓ! ૫. અડ પશ્ચિમની પંખા ધરતી, ઉત્તમ આઠ ચામરધારી રે; સખી ! વિદિશિની ચઉ દીપક ધરતી, ચકદ્વીપની ચઉ બાળી રે. સખીઓ!૬. કેળતણા ઘર ત્રણ કરીને, મર્દન સ્નાન અલંકારી રે; સખી ! સૂતિકાઘર બનાવે છે ઉર્ધ્વલોકની આઠ કુમારી આવીને સુગંધી જળ અને સુગંધી પુષ્પોની પુષ્ટિ કરે છે. પૂર્વચકની આઠ કુમારીઓ હાથમાં દર્પણ ધરે છે, દક્ષિણ ચકની આઠ કુમારિકાઓ હાથમાં પૂર્ણ કળશ લઈ ઉભી રહે છે. પશ્ચિમ રુચકની આઠ કુમારિકાઓ હાથમાં પંખો લઈ ઉભી રહે છે. ઉત્તર રુચકની આઠ કુમારિકાઓ ચામર લઈ ઉભી રહે છે. ચકદ્વીપની વિદિશામાં રહેનારી ચાર કુમારિકાઓ આવી ચારે વિદિશામાં હાથમાં દીપક લઈ ઉભી રહે છે. ચકીપમાં નીચેના ભાગમાં રહેનારી ચાર કુમારિકાઓ આવી પ્રસૂતિઘરની બાજુમાં કેળના ત્રણ ઘર બનાવે છે, પ્રથમ ઘરમાં માતા તથા પ્રભુને લાવી તેલ વગેરેનું મર્દન કરે છે. બીજા ઘરમાં ઉત્તમ જળવડે સ્નાન કરાવે છે, ત્રીજા ઘરમાં લઈ જઈ ઉત્તમ વસ્ત્રાલંકારો પહેરાવે છે. પછી Page #70 -------------------------------------------------------------------------- ________________ ૬૯ શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા રક્ષા પોટલી બાંધી બેઉને, મંદિર મેલ્યા શણગારી રે. સખી! ૭. પ્રભુમુખકમળ અમરી ભમરી, રાસ રમતી લટકાળી રે; સખી ! પ્રભુ માતા નું જગતની માતા, જગદીપકની ધરનારી રે. સખી! ૮. માજી તુજ નંદન ઘણું જીવો, તે ઉત્તમ જીવને ઉપગારી રે; સખી ! છપ્પન દિગકુમરી ગુણ ગાતી, શ્રી શુભવીર વચનશાળી રે. સખી!૯. અરણીના કાષ્ઠવડે અગ્નિ કરી તેમાં ચંદનના કાષ્ઠને બાળી તેની બનાવેલી એક રક્ષા પોટલી માતાને હાથે અને એક રક્ષા પોટલી પુત્રને હાથે બાંધી શણગારેલા મહેલમાં મૂકે છે. ૪ થી ૭. પ્રભુના મુખરૂપ કમળને વિષે ભમરી સરખી તે દેવાંગનાઓ ફરતી ફુદડી લેતી રાસ રમે છે અને કહે છે- 'હે પ્રભુ માતા! તમે જગતની માતા છો, જગતને વિષે દીપક સરખા પુત્રરૂપ દીપકને ધરનારા છો. હે માતા ! તમારા પુત્ર જે ઉત્તમ જીવોને ઉપકાર કરનારા છે, તે ઘણું જીવો.” આ પ્રમાણે સુંદર વચનો વડે છપ્પન દિકકુમારિકાઓ પ્રભુના ગુણ ગાય છે. શ્રી શુભવિજયજી મહારાજના શિષ્ય વીરવિજયજી મહારાજ પણ ગુણ ગાય છે. ૮–૯. • Page #71 -------------------------------------------------------------------------- ________________ ૭૦ શ્રી પૂજા સંગ્રહ સાથે કાવ્ય તથા મંત્ર ભોગી પદાલોકનતોપિ યોગી, બભૂવ પાતાલપદે નિયોગી; કલ્યાણકારી દુરિતાપહારી, દશાવતારી વરદઃ સ પાર્શ્વ . ૧. ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય અક્ષતામ્ યજામહે સ્વાહા. જન્મકલ્યાણકે ચોથી જળપૂજા દુહો ચલિતાસન સોહમપતિ, રચી વૈમાન વિશાળ; પ્રભુ જન્મોત્સવ કારણે, આવતા તત્કાળ. ૧. ઢાળ ચોથી હવે શક્ર સુઘોષા વજાવે, દેવ દેવી સર્વ મિલાવે; કરે પાલક સુર અભિધાન, તેણે પાલક નામે વિમાન. ૧. વે છે. દુહાનો અર્થ- પ્રભુજન્મસમયે સૌધર્મેન્દ્રનું આસન ચલાયમાન થયું, તેથી વિશાળ વિમાન રચી પ્રભુનો જન્મોત્સવ કરવા તરત જ આવે છે. ઢાળનો અર્થ-પ્રભુનો જન્મ થયેલો જાણી ઇંદ્ર હરિણગમેલી દેવ પાસે સુઘોષા ઘંટા વગડાવે છે. તે સાંભળી સર્વ દેવ-દેવીઓ એકઠા થાય છે. પછી પાલક નામના દેવ પાસે પાલક નામનું એક લાખ યોજનનું વિમાન કરાવે છે. ૧. Page #72 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા ૭૧ પ્રભુ પાસનું મુખડું જોવા, ભવોભવનાં પાતિક ખોવા; ચાલે સુર નિજ નિજ ટોળે, મુખ મંગલિક માળા બોલે. પ્રભુ૦ ૨. સિંહાસન બેઠા ચલિયા, હરિ બહુ દેવે પરવરિયા; નારી મિત્રના પ્રેર્યા આવે, કેઈક પોતાને ભાવે. પ્રભુo ૩. હુકમે કઈ ભક્તિ ભરેવા, વળી કઈક કૌતુક જોવા; હય કાસર કેસરી નાગ, ફણી ગરુડ ચડ્યા કેઈ છાગ. પ્રભુo ૪. વાહન વૈમાન નિવાસ, સંકીર્ણ થયું આકાશ; કઈ બોલે કરતાં તાડા, સાંકડા ભાઈ પર્વના દહાડા. પ્રભુત્વ ૫. પાર્શ્વનાથ પ્રભુનું મુખ જોવા અને ભવોભવના પાપનો નાશ કરવા દેવો પોતપોતાના સમુદાય સાથે મુખેથી માંગલિક શબ્દો બોલતા ચાલે છે. ૨. સૌધર્મેન્દ્ર પાલક નામના વિમાનમાં સિંહાસન ઉપર બેસી ઘણા દેવોના પરિવાર સાથે ચાલ્યા, તે દેવોમાં કેટલાક સ્ત્રીની પ્રેરણાથી આવે છે, કેટલાક મિત્રની પ્રેરણાથી આવે છે. અને કેટલાક પોતાના ભાવથી આવે છે. ૩. - કેટલાક ઇંદ્રના હુકમથી આવે છે, કેટલાક ભક્તિભાવથી આવે છે, કેટલાક દેવો કૌતુક જોવા માટે આવે છે, કેટલાક ઘોડા ઉપર, કેટલાક પાડા ઉપર, કેટલાક સિંહ ઉપર, કેટલાક હાથી ઉપર, કેટલાક સર્પ ઉપર, કેટલાક ગરુડ ઉપર, કેટલાક બોકડા ઉપર - બેસીને આવે છે. ૪. વાહનો અને વિમાનો વડે આકાશ સાંકડું જાણે થયું હોય ૧. આ વાહનરૂપે થયેલ સેવક દેવો સમજવા. કારણકે દેવલોકમાં હાથી-ઘોડાસિંહ વગેરે તિર્યંચો હોતા નથી. પરંતુ સેવકદેવો ભક્તિથી તેવું તેવું રૂપ કરી સ્વામીને બેસાડે છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૭૨ * શ્રી પૂજા સંગ્રહ સાથે બહાં આવ્યા સર્વ આનંદે, જિન-જનનીને હરિ વંદે; પાંચ રૂપે હરિ પ્રભુ હાથ, એક છત્ર ધરે શિર નાથ. પ્રભ૦ ૬. બે બાજુ ચામર ઢાળે, એક આગળ વજ ઉલાળે; જઈ મેરુ ધરી ઉસંગે ઈંદ્ર ચોસઠ મળિયા રંગે. પ્રભુ0 ૭. ખીરોદક ગંગા વાણી, માગધ વરદામના પાણી; જાતિ આઠના કળશ ભરીને, અઢીસે અભિષેક કરીને. પ્રભ૦ ૮. તેમ લાગે છે. તે વખતે કેટલાક દેવો ઉચ્ચ સ્વરે કહે છે કે-ભાઇ ! પર્વના દિવસો તો સાંકડા હોય છે. પ. દેવલોકમાંથી સર્વ દેવો આનંદપૂર્વક તિચ્છલોકમાં આવે છે. (બીજા દેવો સીધા મેરુપર્વત ઉપર જાય છે) સૌધર્મેન્દ્ર પોતાના અલ્પ પરિવાર સાથે પ્રભુના-માતાના ઘરે આવી (નાના વિદુર્વેલા વિમાન સહિત ઘરની પ્રદક્ષિણા દઇને) માતાને અને પ્રભુને વંદન કરે છે. (પછી માતાને અવસ્થાપિની નિદ્રા આપી અને પ્રભુનું પ્રતિબિંબ માતા પાસે મૂકી) સૌધર્મેન્દ્ર પાંચ રૂપ ધારણ કરે છે. તેમાંના એક રૂપે પ્રભુને હાથમાં ધારણ કરે, એક રૂપે પ્રભુને માથે છત્ર ધારણ કરે, બે રૂપે બે બાજુ રહી ચામર વજે અને એક રૂપે આગળ વજ ઉલાળતાં ચાલે. એ રીતે મેરુપર્વત પર આવી પાંડુકવનમાં આવેલ અતિપાંડુકંબલા શિલા ઉપર રહેલ શાશ્વતા સિંહાસન ઉપર પ્રભુને ખોળામાં લઈ સૌધર્મેન્દ્ર બેસે છે. તે વખતે (બીજા પણ ૬૩ ઇદ્રોનાં સિંહાસનો ચલાયમાન થવાથી તે પોતપોતાના પરિવાર સાથે આવવાથી) ૬૪ ઈદ્રો આનંદ સહિત ભેગા થાય છે. પછી અમ્યુરેંદ્રની આજ્ઞા થવાથી ક્ષીરસમુદ્રના, ગંગા વગેરે નદીઓના, માગધ-વરદામ વગેરે તીર્થોના પાણી વગેરે દેવો લાવે છે. આઠ જાતિના કળશોથી ર૫૦ અભિષેક કરે છે. ૬-૭-૮. * Page #74 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા ૭૩ દિવો મંગળ આરતી કીજે, ચંદન કુસુમે કરી પૂજે; ગીત વાજીંત્રના બહુ ઠાઠ, આળેખે મંગળ આઠ. પ્રભુત્વ ૯. ઇત્યાદિક ઓચ્છવ કરતા, જઈ માતા પાસે ધરતા; કુંડળ યુગ વસ્ત્ર ઓશીકે, દડો ગેડી રતનમય મૂકે. પ્રભુ૦ ૧૦. કોડી બત્રીસ રત્ન રૂપૈયા, વરસાવી ઇંદ્ર ઉચ્ચરિયા; જિનમાતાજું જે ધરે ખેદ, તસ મસ્તક થાશે છે. પ્રભુ૦ ૧૧. અંગુઠે અમૃત વાહી, નંદીશ્વર કરે અઠ્ઠાઇ; દેઇ રાજા પુત્ર વધાઇ, ઘર ઘર તોરણ વિરચાઇ. પ્રભુo ૧૨. તે પછી પ્રભુનું શરીર સુગંધી વસ્ત્ર વડે લુંછી, ચંદન વડે વિલેપન કરી પુષ્પો વડે પૂજે, આરતી અને મંગળદીવો ઉતારે, પ્રભુ સન્મુખ અષ્ટમંગળ આલેખે છે. ૯. ઇત્યાદિ ઉત્સવ કરી જેવી રીતે પંચરૂપ કરીને પ્રભુને લાવ્યા હતા. તે રીતે માતા પાસે જઈ મૂકે. (અવસ્થાપિની નિદ્રા અને પ્રતિબિંબ હરી લઇ) કુંડળ અને વસ્ત્રયુગલ પ્રભુના ઓશીકા પાસે મૂકે, તેમજ રત્નમય ગેડી-દડો રમવા માટે મૂકે. ૧૦. બત્રીસ કરોડ રન-રૂપૈયાની વૃષ્ટિ કરી દે કહ્યું કે-માતા સાથે કે પ્રભુ સાથે જે કોઈ ખેદ ધારણ કરશે-વિરોધ કરશે તેના મસ્તકનો છેદ થશે. ૧૧. પ્રભુના અંગુઠામાં અમૃતનો સંચાર કરી નંદીશ્વરદ્વીપમાં જઈ દેવો અષ્ટાહ્નિકા મહોત્સવ કરે છે. પ્રાત:કાળે અશ્વસેન રાજાને પુત્ર જન્મની વધામણી આપવામાં આવી. ઘરે ઘરે તોરણ બંધાયા. ૧૨. Page #75 -------------------------------------------------------------------------- ________________ ૭૪ શ્રી પૂજા સંગ્રહ સાથે દશ દિન ઓચ્છવ મંડાવે, બારમે દિન નાત જમાવે; નામ થાપે પાર્શ્વકુમાર, શુભ વીરવિજય જયકાર. પ્રભુ૧૩. કાવ્ય તથા મંત્ર ભોગી પદાલોકનતોપિ યોગી, બભૂવ પાતાલપદે નિયોગી; કલ્યાણકારી દુરિતાપહારી, દશાવતારી વરદઃ સ પાર્જ. ૧. ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય જલં યજામહે સ્વાહા. જન્મકલ્યાણકે પાંચમી ચંદનપૂજા દુહા અમૃતપાને ઉછર્યા, રમતા પાર્શ્વકુમાર; અહિ લંછન નવ કર તનુ, વરતે અતિશય ચાર. ૧. - દશ દિવસ સુધી અનેક પ્રકારે ઉત્સવો કરવામાં આવ્યા. બારમા દિવસે જ્ઞાતિવર્ગને જમાડી પ્રભુનું પાર્શ્વકુમાર નામ સ્થાપન કરવામાં આવ્યું. શુભ અને વીર એવા પ્રભુનો સર્વત્ર વિજય અને જયકાર થાય. ૧૩. * દુહાનો અર્થ-ઇંદ્ર અંગુઠામાં સંચાર કરેલ અમૃતનું પાન કરતાં અને બાલ્યાવસ્થાની રમતો કરતા શ્રી પાર્શ્વકુમાર મોટા થવા લાગ્યા. સર્પના લાંછનવાળા પ્રભુ અનુક્રમે નવ હાથના શરીરવાળા થયા. અને જન્મથી ચાર અતિશય (૧. શ્વાસોચ્છવાસ સુગંધી હોય, ૨. શરીર મળ-પ્રસ્વેદ અને રોગ રહિત હોય, ૩. આહાર ચર્મચક્ષુવાળા ન દેખે તેમ હોય, ૪. રુધિર દુધ જેવું શ્વેત હોય) વર્તતા હતા. ૧. Page #76 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા યૌવનવય પ્રભુ પામતા, માતપિતાદિક જેહ; પરણાવ નૃપપુત્રિકા, પ્રભાવતી ગુણગેહ. ૨. ચંદન ઘસી ઘનસારશું,નિજ ઘર ચૈત્યવિશાળ; પૂજોપગરણ મેળવી, પૂજો જગત દયાળ. ૩. ઢાળ પાંચમી સોના રૂપાકે સોગઠે, સાંયા ખેલત બાજી; ઇદ્રાણી મુખ દેખતે, હરિ હોત હે રાજી. ૧. એક દિન ગંગાકે બિચે, સુર સાથ બહોરા; નારી ચકોરા અપ્સરા, બહોત કરત નિહોરા. ૨. પ્રભુ યૌવનવય પામ્યા ત્યારે માતા-પિતાએ ગુણોના ઘર સરખી પ્રસેનજિત રાજાની પુત્રી પ્રભાવતી સાથે પ્રભુને પરણાવ્યા. ૨. જગત્ પર દયા કરનાર પ્રભુની પ્રતિમાની ઘનસાર સહિત ચંદન ઘસીને બીજા પણ પૂજાનાં ઉપકરણો મેળવી પોતાના ગૃહચૈત્યમાં અને વિશાળ એવા નગરના ચૈત્યમાં પૂજા કરો. ૩. ઢાળનો અર્થ - પોતાની રાણી પ્રભાવતીની સાથે સોનારૂપાના સોગઠાથી પાર્શ્વકુમાર સોગઠાબાજી રમે છે, તે વખતે ઇંદ્રા અને ઇંદ્રાણીઓ પ્રભુના મુખને જોઇને રાજી થાય છે. ૧. એક દિવસ ગંગા નદીમાં જળક્રીડા કરવા જાય છે, તે વખતે ઘણા દેવ-દેવીઓ, ચકોર નારીઓ અને અપ્સરાઓ પણ સાથે છે, તેઓ પરસ્પર અનેક પ્રકારના નિહોરા-ચેષ્ટાઓ કરે છે. ૨. Page #77 -------------------------------------------------------------------------- ________________ - ૭૬ શ્રી પૂજા સંગ્રહ સાથે ગંગાકે જળ ઝીલતે, છાંહી બાદલિયાં; ખાવિંદ ખેલ ખેલાયક, સવિ મંદિર વળિયા. ૩. બેઠે મંદિર માળિયે, સારી આલમ દેખે; હાથ પૂજાપા લે ચલે, ખાનપાન વિશેષે. ૪. પૂડ્યા પડુત્તર દેત હે, સુનો મોહન મેરે; તાપસકું વંદન ચલે, ઉઠી લોક સવેરે. ૫. કમઠ યોગી તપ કરે, પંચ અગ્નિકી જવાળા; હાથે લાલક દામણી, ગળે મોહનમાળા. ૬. પાસકુંઅર દેખન ચલે, તપસીપે આયા; ઓહિનાણે દેખકે, પીછે યોગી બુલાયા. ૭. - ગંગાના પાણીમાં સ્નાન કરે છે ત્યારે આકાશમાં શીતળ છાયા છવાઈ છે. એ રીતે ખાવિંદસ્વામીને ખેલ ખેલાવીને સર્વ પોતાના મંદિરમાં-મહેલમાં પાછા ફરે છે. ૩. પોતાના મહેલના માળ ઉપર બેસી પ્રભુ બધી પ્રજાને જુએ છે, પ્રજા પણ પ્રભુને જુવે છે. તેવામાં હાથમાં પૂજાની સામગ્રી અને વિશેષ પ્રકારના ખાન-પાનની વસ્તુઓને લઈને જતા લોકોને જુએ છે. ૪. લોકોને પૂછવાથી લોકો પ્રત્યુત્તર આપે છે, કે અમારા મનને મોહ પમાડનાર એવા હે કુમાર ! સાંભળો, લોકો સવારમાં ઉઠીને તાપસને વંદન કરવા જાય છે. ૫. કમઠ નામે મોટો યોગી તપ કરે છે, પંચાગ્નિની જ્વાળાને સહન કરે છે. આ સાંભળી જેમણે હાથે લાલ રત્નોની દામણી બાંધી છે, અને ગળામાં મોહનમાળા પહેરી છે એવા પાર્શ્વકુમાર તપસીને જોવા માટે તાપસ પાસે આવ્યા, અવધિજ્ઞાન વડે તેની પરિસ્થિતિ જાણી પછી યોગીને બોલાવ્યા. ૬-૭. Page #78 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા સુણ તપસી સુખ લેનકું, જપે ફોગટ માલા; અજ્ઞાનસે અગ્નિ બિચે, યોગકું પરજાળ. ૮. કમઠ કહે સુણ રાજવી !, તુમે અશ્વ ખેલાવો; યોગીકે ઘર હે બડે, મતકો બતલાઓ. ૯. તેરા ગુરુ કોન છે બડા ? જિને યોગ ધરાયા; નહિ ઓલખાયા ધર્મકું, તનુ કષ્ટ બતાયા. ૧૦. હમ ગુરુ ધર્મ પિછાનતે, નહિ કવડી પાસે; ભૂલ ગયે દુનિયા દિશા, રહતે વનવાસે. ૧૧. વનવાસી પશુ પંખિયા, એસે તુમ યોગી; યોગી નહિં પણ ભોગીયા, સંસાર કે સંગી. ૧૨. પાર્શ્વકુમારે તે તાપસને કહ્યું કે-હે તપસી ! સાંભળ. તું સુખ મેળવવા માટે ફોગટ માળા જપે છે. તું અજ્ઞાન વડે યોગને (અધ્યાત્મદશાને) અગ્નિમાં બાળી રહ્યો છે. ૮. કમઠ યોગી કહે છે કે- “હે રાજન્ ! તમે તો ઘોડા ખેલાવી જાણો. યોગીના ઘરે આ રીતે તપ કરવો એ જ વાત મોટી છે. તે તમે સમજી ન શકો. છતાં કાંઈ જાણતા હો તો તમારો અભિપ્રાય બતાવો.૯. પાર્શ્વકુમારે કહ્યું કે-હે યોગી ! તારા ગુરુ કોણ છે ? કે-જેણે તને આ યોગ ધારણ કરાવ્યો ? તેણે તને ધર્મ ઓળખાવ્યો નથી. ફકત શરીરનું કષ્ટ જ બતાવ્યું છે.” ૧૦. કમઠ કહે છે કે “હે કુમાર ! અમારા ગુરુ ધર્મને બરાબર ઓળખે છે, એક કોડી પણ પાસે રાખતા નથી, દુનિયાની દિશા ભૂલી ગયા છે અને વનમાં વાસ કરે છે.” ૧૧. પાર્શ્વકુમાર કહે છે કે વનમાં રહેનારા પશુ-પંખી જેવા તમારા યોગી છે. તે યોગી નથી પણ ભોગી છે, અને સંસારનો સંગ કરનારા છે. ૧૨. Page #79 -------------------------------------------------------------------------- ________________ ૭૮ શ્રી પૂજા સંગ્રહ સાથે સંસાર બૂરા છોરકે, સુણ હો લઘુરાજા; ! યોગી જંગલ સેવત, લહી ધર્મ અવાજા. ૧૩. દયા ધર્મકો મૂલ હૈ, ક્યા કાન કુંકાયા; ? જીવદયા ન હુ જાનતે, તપ ફોગટ માયા. ૧૪. બાત દયાકી દાખિયે, ભૂલચૂક હમારા; બેર બેર ક્યાં બોલણા ?, ઐસા ડાકડમાલા. ૧૫. સાંઈ હુકમસે સેવકે, બડા કાષ્ટ ચિરાયા; નાગ નીકાલા એકિલા, પરજલતી કાયા. ૧૬. સેવક મુખ નવકારસે, ધરણેન્દ્ર બનાયા; નાગકુમારે દેવતા, બહુ ઋદ્ધિ પાયા. ૧૭. કમઠ કહે છે કે હે-નાના રાજકુમાર ! તું સાંભળ, સંસારને બૂરો સમજી તેનો ત્યાગ કરી યોગીઓ ધર્મનું જ્ઞાન મેળવી જંગલને સેવે છે.” પાર્શ્વકુમાર કહે છે કે હે યોગી! “દયા ધર્મનું મૂળ છે' એ જીવદયા તો તમે જાણતા જ નથી, ખાલી ગુરુ પાસે કાન કુંકાવવાથી શું? આ કારણે તમારો તપ નકામો છે અને માયાથી ભરેલો છે. ૧૪. કમઠ કહે છે કે- “હે કુમાર ! દયાની શું વાત છે. તે કહો, અમારી કાંઈ ભૂલચૂક હોય તો બતાવો. વારંવાર આવું ડાકડમાલવાળું બોલવાથી શું? આ તપ કરવામાં અમે દયા ક્યાં નથી કરી ? ૧૫. પછી સ્વામી-પાર્શ્વકુમારના હુકમથી બળતું એક મોટું લાકડું સેવકે ચીરી નાંખ્યું, તેમાંથી જેનું શરીર બળી રહ્યું છે એવા એક સર્પને બહાર કાઢ્યો. પાર્શ્વકુમારે તે સર્પને સેવકના મુખે નવકારમંત્ર સંભળાવ્યો. તે મંત્રના શ્રવણથી તે સાપ મરીને નાગકુમાર દેવોનો ઇંદ્ર-ધરણંદ્ર થયો અને ઘણી ઋદ્ધિ પામ્યો. ૧૬-૧૭. Page #80 -------------------------------------------------------------------------- ________________ ૭૯ શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા રાણી સાથે વસંતમેં, વન ભીતર પેઠે; પ્રાસાદ સુંદર દેખકે, ઉહાં જાકર બેઠે. ૧૮. રાજીમતીકું છોડકે, નેમ સંજય લીના; ચિત્રામણ જિન જોવતે, વૈરાગે ભીના. ૧૯. લોકાંતિક સુર તે સમે, બોલે કર જોરી; અવસર સંજમ લેનકા, અબ એર હૈ થોરી. ૨૦. નિજ ઘર આયે નાથજી, પિયા ખિણ ખિણ રોવે; માતપિતા સમજાય કે, દાન વરસી દેવે. ૨૧. દીનદુઃખીયા સુખીયા કીયા, દારિદ્રકું ચૂરે; શ્રી શુભવીર હરિ તિહાં, ધન સઘળું પૂરે. ૨૨. એક વખત સ્વામી રાણી સાથે વસંતઋતુમાં વનમાં ગયા હતા અને સુંદર પ્રાસાદ જોઈ ત્યાં જઈને બેઠા. ૧૮. રાજીમતીનો ત્યાગ કરી નેમકુમારે કુમાર અવસ્થામાં જ સંયમ ગ્રહણ કર્યું હતું, તે ચિત્ર તે પ્રાસાદમાં જોવાથી પાર્શ્વકુમારનું ચિત્ત વૈરાગ્યથી વાસિત બન્યું. ૧૯. તે વખતે લોકાંતિકદેવોએ આવી બે હાથ જોડી કહ્યું કે- હે પ્રભુ! હવે સંયમ લેવા માટે આપને થોડી જ વાર છે. અલ્પ સમય બાકી રહ્યો છે. ૨૦. તે પછી પાર્શ્વકુમાર ઘરે આવ્યા, સ્વામી તુરતમાં જ દીક્ષા લેવાના છે તે હકીકત જાણી પ્રભાવતી રાણી ક્ષણે ક્ષણે રૂદન કરવા લાગ્યાં. પ્રભુએ માતા-પિતાને સમજાવી વરસીદાન દેવા માંડ્યું. ૨૧. Page #81 -------------------------------------------------------------------------- ________________ ૮૦. શ્રી પૂજા સંગ્રહ સાથે * કાવ્ય તથા મંત્ર ભોગી પદાલોકનતોપિ યોગી, બભૂવ પાતાલપદે નિયોગી; કલ્યાણકારી દુરિતાપહારી, દશાવતારી વરદઃ સ પાર્શ્વઃ ૧. ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય ચંદન યજામહે સ્વાહા. દીક્ષા કલ્યાણકે છઠ્ઠી ધૂપપૂજા - દુહા વરસીદાનને અવસરે, દાન લિયે ભવ્ય તેહ; રોગ હરે ષમાસનો, પામે સુંદર દેહ. ૧. ધૂપધટા ધરી હાથમાં, દીક્ષા અવસર જાણ; દેવ અસંખ્ય મળ્યા તિહાં, માનું સંજમઠાણ. ૨. તે દાનદ્વારા દીન-દુઃખી લોકોને સુખી કર્યા, જગતના દારિદ્યને ચૂરી નાખ્યું. અને તે સર્વ ધન ઇંદ્રના હુકમથી દેવોએ પૂર્યું. એમ કર્તા શ્રી શુભ-વીરવજિયજી મહારાજ કહે છે. ૨૨. દુહાનો અર્થ-પ્રભુનું વાર્ષિકદાન લેનાર આત્મા ભવ્ય હોય છે. તેમજ દાન લેનારના છ માસના થયેલ રોગ નાશ પામે છે તેમજ નવા વ્યાધિ છ માસ સુધી થતા નથી, અને સુંદર દેહ પામે છે. ૧. - પ્રભુની દીક્ષાનો સમય જાણી હાથમાં ધૂપઘટા ધારણ કરી અસંખ્યાત દેવો ત્યાં ભેગા થયા. જાણે સંયમના જ અસંખ્યાત અધ્યવસાય સ્થાનો સાથે ન મળ્યા હોય. ૨. Page #82 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા ઢાળ છઠ્ઠી ત્રીશ વરસ ઘરમાં વસ્યા રે, સુખભર વામાનંદ, સંયમ રસિયા જાણીને રે, મળિયા ચોસઠ ઇંદ્ર; નમો નિત્ય નાથજી રે, નિરખત નયનાનંદ. નમો, ૧. તીર્થોદક વર ઔષધિ રે, મેળવતા બહુ ઠાઠ; આઠ જાતિ કળશ ભરી રે, એક સહસને આઠ. નમો, ૨. અશ્વસેન રાજા ધરે રે, પાછળ સુર અભિષેક; સુરતરુ પેરે અલંકર્યા રે, દેવ ન ભૂલે વિવેક. નમો૦ ૩. વિશાળા નૃપ શિબિકા રે, બેઠા સિંહાસન નાથ; બેઠી વડેરી દક્ષિણે રે, પટફાટક લેઈ હાથ. નમો૦ ૪. ઢાળનો અર્થ- વામામાતાના પુત્ર પાર્શ્વકુમાર ત્રીશ વર્ષ સુધી સુખપૂર્વક ઘરમાં રહ્યા. તેમને સંયમની ઇચ્છાવાળા જાણી ચોસઠ ઇદ્ર ત્યાં એકઠા થયા. એવા સ્વામીને હંમેશાં નમસ્કાર કરો કે જેમને જોવાથી પણ નેત્રને આનંદ ઉપજે છે. ૧. દેવો આવીને તીર્થના પાણી લાવે છે અને શ્રેષ્ઠ ઔષધિઓ ઘણા ઠાઠપૂર્વક તેમાં ભેગી કરે છે અને આઠ જાતના કળશો દરેક જાતના એક હજાર ને આઠ કળશો ભરે છે. ૨. - પ્રભુને સિંહાસન પર બેસાડી સૌથી પ્રથમ અશ્વસેન રાજા દીક્ષાભિષેક કરે છે. પછી દેવતાઓ અભિષેક કરે છે પછી કલ્પવૃક્ષની જેવા પ્રભુને અલંકૃત કર્યા. દેવતાઓ વિવેક ચૂકતા નથી. ૩. અશ્વસેન રાજાએ તૈયાર કરાવેલી વિશાળા નામની શિબિકામાં સિંહાસન પર પ્રભુ બેઠા. કુળવૃદ્ધા સ્ત્રી પ્રભુની જમણી બાજુએ હંસના Page #83 -------------------------------------------------------------------------- ________________ ૮૨ શ્રી પૂજા સંગ્રહ સાથે વામ દિશે અંબ ધાતરી રે, પાછળ ધરી શણગાર; છત્ર ધરે એક યૌવના રે, ઇશાન ફળ કર નાર. નમો.. અગ્નિકોણે એક યૌવના રે, રયણમય પંખો હાથ; ચલત શિબિકા ગાવતી રે, સર્વ સાહેલી સાથ. નમો૦ ૬. શક્ર ઇશાન ચામર ધરે રે, વાજિંત્રનો નહીં પાર; આઠ મંગળ આગળ ચલે રે, ઇંદ્ર ધ્વજા ઝલકાર. નમો૦ ૭. દેવ દેવી નર નારીઓ રે, જોઈ કરે રે પ્રણામ; કુળનાં વડેરાં સજના રે, બોલે પ્રભુને તામ. નમો) ૮. જીત નિશાન ચડાવજો રે, મોહને કરી ચકચૂર; જેમ સંવચ્છરી દાનથી રે, દારિદ્ય કાર્યો દૂર. નમો) ૯. ચિત્રવાળા વસ્ત્રને લઇને બેઠી. પ્રભુની ડાબી બાજુએ ધાવમાતા બેઠી, પ્રભુની પાછળ શણગાર સજી એક નવયૌવના સ્ત્રી પ્રભુને છત્ર ધરવા લાગી. ઇશાન કોણમાં એક સ્ત્રી હાથમાં ફળ લઈને બેઠી. અગ્નિકોણમાં એક સ્ત્રી હાથમાં રત્નમય પંખો લઈને બેઠી, જ્યારે શિબિકા ઉપાડવામાં આવી ત્યારે સર્વ સાહેલીઓ-સ્ત્રીઓ એકઠી મળીને શિબિકાની પાછળ ચાલતી ગાવા લાગી. ૪-પ-૬. શકેંદ્ર અને ઇશાનેંદ્ર પ્રભુની બંને બાજાએ ચામર ઢાળે છે, અનેક પ્રકારના વાજીંત્રો વાગી રહ્યા છે. વરઘોડામાં સૌથી આગળ અષ્ટમંગળ ચાલે છે, તેની પાછળ દેદીપ્યમાન ઇદ્રધ્વજા ચાલે છે. ૭. દેવો, દેવીઓ, મનુષ્યો અને સ્ત્રીઓ માર્ગમાં પ્રભુને જોઈ પ્રણામ કરે છે. કુળના વડીલ સજ્જનો તે વખતે પ્રભુને કહે છે કે-જેમ તમે સંવચ્છરી દાન દેવા વડે જગતનું દારિદ્ય દૂર કર્યું તેમ ચારિત્ર લઈ મોહનીય કર્મને ચકચૂર કરી-વિનાશ કરી જીતનિશાન ચડાવજો-જયનો ડંકો વગાડજો. ૮-૯. Page #84 -------------------------------------------------------------------------- ________________ ૮૩ શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા વરઘોડેથી ઉતર્યા રે, કાશી નગરની બહાર; આશ્રમપદ ઉદ્યાનમાં રે, વૃક્ષ અશોક રસાળ. નમો૦ ૧૦. અઠ્ઠમ તપ ભૂષણ તજી રે, ઉચ્ચરે મહાવ્રત ચાર; પોસ બહુલ એકાદશી રે, ત્રણ સયાં પરિવાર. નમો૦ ૧૧. મન:પર્યવ તવ ઉપનું રે, ખંધ ધરે જગદીશ; દેવદૂષ્ય ઈદ્ર દિયું રે, રહેશે વરસ ચત ત્રીશ. નમો૧૨. કાઉસ્સગ્ગ મુદ્રાએ રહ્યા રે, સુર નંદીશ્વર જાત; માતપિતા વાંદી વળ્યા રે, શ્રી શુભવીર પ્રભાત. નમો૦ ૧૩. આ પ્રમાણે વરઘોડો કાશી નગરની મધ્યમાં થઈ કાશી નગરની બહાર નીકળ્યો અને આશ્રમપદ નામના ઉદ્યાનમાં આવ્યો. ત્યાં પ્રભુ અશોકવૃક્ષની નીચે ઉતર્યા. ૧૦. તે સમયે પ્રભુએ અઠ્ઠમ તપ કર્યો હતો. એ વખતે ત્રણસોના પરિવાર સાથે પોષ વદ-૧૧. (ગુજરાતી માગશર વદિ-૧૧)ના દિવસે પ્રભુએ સર્વ જન સમક્ષ *ચાર મહાવ્રત ઉચ્ચર્યા. ૧૧. પ્રભુએ સંયમ લીધું કે તરત જ મન:પર્યવ જ્ઞાન તેમને ઉત્પન્ન થયું. ઇદ્ર દેવદૂષ્ય વસ્ત્રા પ્રભુના સ્કંધ ઉપર મૂક્યું. એ વસ્ત્રા ૪૦+૩૦=(સિત્તેર) વર્ષ સુધી રહેશે. ૧૨. ચારિત્ર અંગીકાર કરી પ્રભુ કાયોત્સર્ગ મુદ્રામાં સ્થિત થયા. દેવો અષ્ટાહ્નિકા મહોત્સવ કરવા નંદીશ્વરદ્વીપે ગયા. પ્રભુના માતપિતા વગેરે વંદન કરી નગર તરફ વળ્યા. શ્રી શુભવીર એવા પાર્શ્વપ્રભુને આ સમય પ્રભાત તુલ્ય થયો. ૧૩. * બાવીશ તીર્થકરના સમયમાં ચાર મહાવ્રત ઉચ્ચારવામાં આવે છે. ચોથા-પાંચમા મહાવ્રતનો સમાવેશ ભેળો કરવામાં આવે છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ ૮૪ કાવ્ય તથા મંત્ર. ભોગી યદાલોકનતોપિ યોગી, બભૂવ પાતાલપદે નિયોગી; કલ્યાણકારી દુરિતાપહારી, દશાવતારી વરદઃ સ પાર્શ્વઃ, ૧. શ્રી પૂજા સંગ્રહ સાર્થ ૐૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય ધૂપં યજામહે સ્વાહા. કેવલજ્ઞાન કલ્યાણકે સાતમી દીપકપૂજા. દુહા સારથ ધન ઘરે પારણું, પ્રથમ પ્રભુએ કીધઃ પંચ દિવ્ય પ્રગટાવીને, તાસ મુક્તિસુખ દીધ. ૧. જગદીપક પ્રગટાવવા, તપ તપતા રહી રાણ; તેણે દીપકની પૂજના, કરતાં કેવળનાણ. ૨. દુહાનો અર્થ-સંયમ લીધા પછી બીજે જ દિવસે પાર્શ્વનાથ પ્રભુએ ધન સાર્થવાહને ઘરે પ્રથમ પારણું કર્યું. ત્યાં પંચ દિવ્ય (૧. સાડાબાર ક્રોડ સોનૈયાની વૃષ્ટિ, ૨. સુગંધી જળની વૃષ્ટિ, ૩. સુગંધી પુષ્પોની વૃષ્ટિ, ૪. દેવદુંદુભિનું વાગવું અને ૫. અહોદાન એવી ઉદ્ઘોષણા) પ્રગટાવી તેને મુક્તિસુખ આપ્યું. ૧. શ્રી પાર્શ્વનાથ પ્રભુ જગદીપક-કેવળજ્ઞાન પ્રગટ ક૨વા માટે વનમાં રહીને તપ કરતા હતા, તેથી આપણે પણ પ્રભુને દીપક ધરી પૂજા કરીએ, જેથી આપણને પણ અનુક્રમે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય. ૨. Page #86 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા ઢાળ સાતમી પ્રભુ પારસનાથ સિધાવ્યા, કાદંબરી અટવી આવ્યા, કુંડનામે સરોવર તીરે, ભર્યું પંકજ નિર્મળ નીર રે; મનમોહન સુંદર મેળા, ધન્યલોક નગર ધન્ય વેળા રે. મન, ૧ કાઉસ્સગ્ગ મુદ્રા પ્રભુ ઠાવે, વન હાથી તિહાં એક આવે; જળ સૂંઢ ભરી ત્વવરાવે, જિન અંગે કમળ ચઢાવે રે. મન, ૨ કલિકુંડ તીરથ તિહાં થાવે, હાથી ગતિ દેવની પાવે; વળી કૌસંભવન આણંદ, ધરણંદ્ર વિનય ધરી વંદે રે. મન૦ ૩ ઢાળનો અર્થ-શ્રી પાર્શ્વનાથ પ્રભુએ કાશીનગરીથી વિહાર કર્યો. અનુક્રમે કાદંબરી નામની અટવામાં આવ્યા. ત્યાં કુંડ નામે સરોવરને કાંઠે પ્રભુ કાઉસ્સગ્ગ ધ્યાને રહ્યા. જે સરોવર કમળો અને નિર્મળ પાણીથી ભરેલું હતું. આવા મનમોહન પ્રભુનો સુંદર મેળાપ જેને થાય છે, તે લોકોને, નગરને અને તે સમયને પણ ધન્ય છે. ૧. જ્યાં પ્રભુ કાઉસ્સગ્ગ ધ્યાને રહ્યા હતા ત્યાં એક હાથી વનમાંથી આવ્યો. પ્રભુને જોઈ નિર્મળ પાણીવડે સૂઢ ભરી પ્રભુને હવરાવ્યા અને પછી પ્રભુના શરીરે કમળો ચડાવ્યાં. ૨. ત્યાં કળિકુંડ (કળિ-કરી એટલે હાથી અને કુંડના સંયોગ રૂ૫) નામનું તીર્થ થયું. હાથી મરણ પામી દેવની ગતિ પામ્યો. ત્યાંથી પ્રભુ વિહાર કરી કૌટુંભ નામના વનમાં પધાર્યા. ત્યાં ધરણંદ્ર પ્રભુ પાસે આવ્યા અને વિનયપૂર્વક વંદના કરી. ૩. Page #87 -------------------------------------------------------------------------- ________________ ૮૬ શ્રી પૂજા સંગ્રહ સાથે ત્રણ દિન ફણી છત્ર ધરાવે, અહિછત્રા નગરી વસાવે; ચલતા તાપસ ઘર પુંઠે, નિશિ આવી વસ્યા વડ હેઠે રે. મન૦ ૪ થયો કમઠ મરી મેઘમાળી, આવ્યો વિર્ભાગે નિહાળી; ઉપસર્ગ કર્યા બહુજાતિ, નિશ્ચળ દીઠી જિન છાતી રે. મન ૫ ગગને જળ ભરી વાદળીયો, વરસે ગાજે વિજળીયો; પ્રભુ નાસા ઉપર જળ જાવે, ધરણંદ્ર પ્રિયા સહ આવે રે. મન૦ ૬ ઉપસર્ગ હરી પ્રભુ પૂજી, મેઘમાળી પાપથી ધ્રુજી; જિનભક્ત સમકિત પાવે, બહુ જણ સ્વર્ગે સિધાવે રે. મન૦ ૭. પછી ત્રણ દિવસ પ્રભુના મસ્તક ઉપર ફણાનું છત્ર કરીને રહ્યા અને ત્યાં અહિચ્છત્રા નામે નગરી વસાવી. પછી તાપસીના ઘરની-આશ્રમની પાછળ ચાલતાં એક વડના નીચે પ્રભુ રાત્રિયાસો રહ્યા. ૪. હવે જે કમઠ તાપસ હતો તે મરીને મેઘમાળી નામે દેવ થયો તેણે વિર્ભાગજ્ઞાન દ્વારા પ્રભુને જોઇને ઘણી જાતના ઉપસર્ગો કર્યા પણ પ્રભુની છાતી તેણે નિશ્ચળ જોઈ. ૫. આકાશમાં પાણીથી ભરેલી વાદળીઓ વિકુર્તી, વરસાદ ગાજવા લાગ્યો, વીજળીઓ ચમકવા લાગી, અનુક્રમે પ્રભુની નાસિકા સુધી પાણી આવ્યું. તે વખતે ધરણંદ્ર પોતાની પ્રિયા સાથે ત્યાં આવ્યા. ૬. પ્રભુને થયેલા ઉપસર્ગનું નિવારણ કરી પ્રભુની પૂજા કરી. મેઘમાળી પણ પાપથી ધ્રુજી પ્રભુ પાસે આવ્યો, પ્રભુની ક્ષમા માગી પ્રભુની ભક્તિ કરવાથી સમકિત પામ્યો અને બન્ને જણા-ધરણંદ્ર અને મેઘમાળી પોત-પોતાને સ્થાનકે ગયા. ૭. Page #88 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા આવ્યા કાશી ઉદ્યાને, રહ્યા સ્વામી કાઉસ્સગ્ગ ધ્યાને; અપૂરવ વીર્ય ઉલ્લાસે, ઘનઘાતી ચાર વિનાસે રે. મન, ૮ ચોરાશી ગયા દિન આખા, વદિ ચૈતર ચોથ વિશાખા; અટ્ટમ તરુ ધાતકી વાસી, થયા લોકાલોક પ્રકાશી રે. મન, ૯ મળે ચોસઠ ઈંદ્ર તે વાર, રચે સમવસરણ મનોહાર; સિંહાસન સ્વામી સોહાવે, શિર ચામર છત્ર ધરાવે રે. મન, ૧૦ ચોત્રીશ અતિશય થાવે, વનપાળ વધામણી લાવે; અશ્વસેન ને વામાવાણી, પ્રભાવતી હર્ષ ભરાણી રે. મન૦ ૧૧ ત્યાંથી પ્રભુ કાશીનગરના ઉદ્યાનમાં આવ્યા અને કાયોત્સર્ગથ્થાને રહ્યા તે અપૂર્વ વિર્ષોલ્લાસ થવાથી ક્ષપકશ્રેણીએ ચઢી ચાર ઘનઘાતી (જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય) કર્મોનો નાશ કર્યો. ૮. ચારિત્ર લીધા પછી પૂરા ચોરાશી દિવસ વ્યતીત થયા ત્યારે ચૈત્ર વદિ-૪ (ગુજરાતી ફાગણ વદિ-૪)ના દિવસે વિશાખા નક્ષત્રમાં ધાતકીવૃક્ષની નીચે પ્રભુ લોકાલોક પ્રકાશી થયા-કેવળજ્ઞાન પામ્યા. ૯. તે વખતે ૬૪ ઇંદ્રો એકઠા થયા, અને મનોહર સમવસરણની રચના કરી તેના મધ્યભાગમાં સિંહાસન પર સ્વામી બેઠા અને દેવો - મસ્તક પર છત્ર અને બે બાજુ ચામર ધારણ કરતા હતા. ૧૦. પ્રભુને ચોત્રીશ અતિશયો સંપૂર્ણ પ્રગટ થયા. વનપાળે અશ્વસેન રાજાને પ્રભુને કેવળજ્ઞાન થયાની વધામણી આપી, આથી અશ્વસેનરાજા, વાધારાણી અને પ્રભાવતી રાણી હર્ષથી ભરપૂર થયા. ૧૧. Page #89 -------------------------------------------------------------------------- ________________ ८८ શ્રી પૂજા સંગ્રહ સાર્થ સામૈયું સજી સહુ વંદે, નિજવાણી સુણી આણં; સસરો સાસુ વહુ સાથે, દીક્ષા લીધી પ્રભુ હાથે રે. મન૦ ૧૨ સંઘ સાથે ગણિપદ ધરતા, સુર જ્ઞાનમહોત્સવ કરતા; સ્વામી દેવછંદે સોહાવે, શુભવીર વચનરસ ગાવે રે. મન૦ ૧૩ કાવ્ય તથા મંત્ર ભોગી યદાલોકનતોપિ યોગી, બભૂવ પાતાલપદે નિયોગી; કલ્યાણકારી દુરિતાપહારી, દશાવતારી વરદઃ સ પાર્થઃ ૧. ૐૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય દીપં યજામહે સ્વાહા. નિર્વાણકલ્યાણકે આઠમી નૈવેદ્યપૂજા દુહા શુભ આદે દશ ગણધરા, સાધુ સોળ હજાર; અડતીસ સહસ તે સાધવી, ચાર મહાવ્રત ધાર. ૧ સામૈયું સજી પ્રભુ પાસે આવી સર્વેએ પ્રભુને વંદન કર્યું. અને આનંદપૂર્વક પ્રભુની વાણી સાંભળી. સસરો (અશ્વસેનરાજા), સાસુ (વામામાતા) અને વહુ (પ્રભાવતી) એ ત્રણેએ પ્રભુની પાસે દીક્ષા લીધી. પાર્શ્વનાથ પ્રભુએ ચતુર્વિધ સંઘ અને ગણધરોની સ્થાપના કરી, દેવોએ કેવળજ્ઞાન અંગેનો મહોત્સવ કર્યો. જ્યારે પ્રભુ દેવછંદામાં બિરાજ્યા, ત્યારે તેમના મુખ્ય ગણધર શુભ ગણધરે પ્રભુના વચનરસનું ગાન કર્યું. દેશના આપી. ૧૩. દુહાનો અર્થ- હવે પાર્શ્વનાથ પ્રભુનો પરિવાર બતાવે છે. શુભ આદિ દશ ગણધરો, સોળ હજાર સાધુઓ, આડત્રીશ હજાર 4 Page #90 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા ઇંગ લખ ચઉસઠ સહસ છે. શ્રાવકનો પરિવાર, સગવીશ સહસ તે શ્રાવિકા, તિગ લખ ઉપર ધાર. ૨ દેશવિરતિધર એ સહુ, પૂજે જિન ત્રણકાળ; પ્રભુ પડિમા આગળ ધરે, નિત્ય નૈવેદ્યનો થાળ. ૩ ઢાળ આઠમી રંગ રસિયા રંગરસ બન્યો મનમોહનજી, કોઇ આગળ નિવ કહેવાય, મનડું મોહ્યું રે મનમોહનજી; વેધકતા વેધક લહે મન૦ બીજા બેઠા વા ખાય, મનડું૦ ૧ લોકોત્તર ફળ નિપજે મન૦ મોટો પ્રભુનો ઉપગાર, મનડું ૮૯ સાધ્વીઓ, એક લાખ ચોસઠ હજાર શ્રાવકો અને ત્રણ લાખ ને સત્યાવીશ હજાર શ્રાવિકાઓનો પરિવાર હતો. એમાં સાધુ અને સાધ્વીઓ ચાર મહાવ્રતને ધારણ કરનારા હતા અને શ્રાવકશ્રાવિકાઓ દેશવિરતિને ધારણ કરનારા હતા. તે શ્રાવક-શ્રાવિકાઓ ત્રણે કાળે જિનપૂજા કરતા હતા અને હંમેશાં અનેક પ્રકારના નૈવેદ્યનો થાળ પ્રભુપ્રતિમા પાસે ધરતા હતા. ૧.-૨-૩ ઢાળનો અર્થ- હે ધર્મવંગના રસિકજનો ! બરાબર રંગનો રસ જામ્યો છે, પણ તે ૨સ આધ્યાત્મિક હોવાથી કોઇ આગળ કહી શકાય તેવો નથી, મનને મોહ પમાડનાર પ્રભુએ મનને મોહ પમાડ્યો છે. વેધ કરવામાં પ્રયત્નશીલ હોય તે જ વેધ (રાધાવેધ) કરી શકે છે, બીજા તો બેઠા બેઠા વા (હવા) ખાય છે. (અહિં નિર્વાણપદ મેળવવા રૂપ રાધાવેધ સમજવો) ૧. ભગવંતની દેશનાથી મોક્ષફળની પ્રાપ્તિ થાય છે, એ પ્રભુનો Page #91 -------------------------------------------------------------------------- ________________ શ્રી પૂજા સંગ્રહ સાર્થ કેવળનાણ દિવાકરું મન વિચરતા સુરપરિવાર. મનડું રે કનકકમળ પગલાં હવે મન, જળબુંદ કુસુમ વરસાત; મનડુંo શિર છત્ર વળી ચામર ઢળે મન, તરુ નમતા મારગ જાત. મનડું) ૩ ઉપદેશી કોઈ તારીયા મન, ગુણ પાંત્રીશ વાણી રસાળ; મનડું નર નારી સુર અપછરા મન, પ્રભુ આગળ નાટકશાળ. મનડું- ૪ અવનીતળ પાવન કરી મન અંતિમ ચોમાસું જાણ; મનડું મોટો ઉપકાર છે. કેવળજ્ઞાન દિવાકર પ્રભુ દેવોના પરિવાર સહિત પૃથ્વીતળ ઉપર વિચરે છે. ૨. સુવર્ણના કમળ ઉપર પ્રભુ પગ સ્થાપન કરે છે. દેવો જળના બુંદ અને કુસુમનો વરસાદ કરે છે, દેવો મસ્તકે છત્ર ધરી રહ્યા છે અને બે બાજા ચામર વીંજે છે. માર્ગમાં જતાં પ્રભુને વૃક્ષો પણ નમે છે. ૩. - પ્રભુની વાણી રસાળ પાંત્રીશ ગુણવાળી હોય છે, તે વાણી વડે ઉપદેશ આપી અનેક જીવોને તાર્યા. મનુષ્યો, સ્ત્રીઓ, દેવો અને અપ્સરાઓ પ્રભુની આગળ સુંદર નાટક કરે છે. ૪. એ પ્રમાણે પૃથ્વીતળને પવિત્ર કરી છેલ્લું ચોમાસું જાણી પાર્શ્વનાથ પ્રભુ સંમેતશિખર ગિરિએ આવ્યા, જાણે મોક્ષમહેલના પગથીયા પર ચડતા હોય તેમ તે પર્વત પર ચઢ્યા. ૫. Page #92 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા ૯૧ સમેતશિખરગિરિ આવીયા મન ચડતા શિવઘર સોપાન. મનડું) ૫ શ્રાવણ શુદિ આઠમ દિને માનવ વિશાખાએ જગદીશ; મનડુંo અણસણ કરી એક માસનું મનO સાથે મુનિવર તેત્રીશ. મનડું ૬ કાઉસ્સગ્નમાં મુક્તિ વર્યા મન, સુખ પામ્યા સાદિ અનંત; મનડું એક સમય સમ શ્રેણિથી મન૦ નિકર્મા ચઉ દષ્ટાંત. મનડું) ૭ સુરપતિ સઘળા તિહાં મળે મન૦ ક્ષીરોદધિ આણે નીર; મનડુંo સ્નાન વિલેપન ભૂષણે મન, દેવદૂષ્ય સ્વામી શરીર, મનડું) ૮ પછી તેત્રીશ મુનિઓ સાથે એક માસનું અણસણ કરી શ્રાવણ સુદ-૮ને દિવસે વિશાખાનક્ષત્રમાં ચંદ્રનો યોગ આવ્યે છતે કાયોત્સર્ગમુદ્રામાં પ્રભુ મુક્તિ વર્યા. અને સદિ અનંત સ્થિતિવાળું સુખ પામ્યા. એક સમયમાં સમશ્રેણિથી જ કર્મરહિત જીવ ચાર દૃષ્ટાંતે (૧. પૂર્વ પ્રયોગ, ૨. ગતિપરિણામ, ૩. બંધનછેદ, અને ૪. અસંગે) મોક્ષમાં જાય છે. ૬-૭. પ્રભુ નિર્વાણ પામ્યા તે વખતે સર્વ ઈદ્રો ત્યાં ભેગા થાય છે. ક્ષીરસમુદ્ર વગેરેના પાણી લાવે છે, તે જળવડે સ્વામીના અને નિર્વાણ પામેલ મુનિઓના શરીરને સ્નાન કરાવી, વિલેપન કરી વસ્ત્રાભૂષણે શણગારે છે. પ્રભુના શરીરને દેવદૂષ્યવડે શોભાવે છે. ૮. Page #93 -------------------------------------------------------------------------- ________________ ૯૨ શ્રી પૂજા સંગ્રહ સાથે શોભાવી ધરી શિબિકા મન, વાજીંત્ર ને નાટક ગીત; મનડુંo ચંદનચય પરજાળતા મન, સુરભક્તિ શોક સહિત. મનડું- ૯ શૂભ કરે તે ઉપરે મન દાઢાદિક સ્વર્ગે સેવ; મનડું ભાવ ઉદ્યોત ગયે થકે મન દિવાળી કરતા દેવ. મનડું ૧૦ નંદીશ્વર ઊત્સવ કરે મન કલ્યાણક મોક્ષાનંદ; મનડુંo વર્ષ અઢીસે આંતરું મન શુભવીર ને પાશ્વજિણંદ. મનડું ૧૧ એ પ્રમાણે શણગારેલી શિબિકામાં પધરાવે છે, વાજીંત્ર, નાટક અને ગીતગાન ચાલે છે. પછી પ્રભુના શરીરને શિબિકામાંથી ઉતારીને ચંદનની રચેલી ચયમાં પધરાવી અગ્નિસંસ્કાર કરે છે. આ બધી ભક્તિ ઇંદ્રાદિક દેવો શોક સહિત કરે છે. ૯. પ્રભુની ચિતાના સ્થાને ઇંદ્ર સૂપ કરાવે છે, અને પોતપોતાના કલ્પ પ્રમાણે દાઢા-દાંત વગેરે ઇંદ્રાદિક દેવો પોતાના સ્થાને લઈ જઈ સેવા-પૂજા કરે છે. પ્રભુના નિર્વાણ વખતે ભાવ ઉદ્યોત જવાથી દેવો દીવા કરવા વડે દ્રવ્ય ઉદ્યોત કરે છે. ૧૦. ઇંદ્રાદિક દેવો ત્યાંથી નંદીશ્વરદ્વીપે જાય છે અને મોક્ષ કલ્યાણક નિમિત્તે અઢાઈ મહોત્સવ કરે છે. શુભકારી વીર પરમાત્માના અને પાર્શ્વનાથ ભગવાનના નિર્વાણ વચ્ચે અઢીસો વર્ષનું આંતરું છે. ૧૧. Page #94 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા ૯૩ ગીત ઉત્સવ રંગ વધામણા પ્રભુ પાસને નામે; કલ્યાણક ઉત્સવ કિયો ચઢતે પરિણામે. ૧ શતવર્ષાયુ જીવીને અક્ષય સુખ સ્વામી; તુમ પદ સેવા ભક્તિમાં નવિ રાખું ખામી. ૨ સાચી ભગતે સાહિબા રીઝો એક વેળા; શ્રી શુભવીર હુવે તદા મનવાંછિત મેળા. ૩ કાવ્ય તથા મંત્ર ભોગી દાલોકનોપિ યોગી, બભૂવ પાતાલપદે નિયોગી; કલ્યાણકારી દુરિતાપહારી, દશાવતારી વરદઃ સ પાર્શ્વઃ ૧. ૩ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય અક્ષતાનું યજામહે સ્વાહા. ગીતનો અર્થ- શ્રી પાર્શ્વનાથ પ્રભુના નામથી સર્વત્ર ઉત્સવ, રંગ અને વધામણાં થાય છે. એમના પાંચે કલ્યાણકોનો મહોત્સવ ઈદ્ર વગેરેએ ચઢતા પરિણામે કર્યો છે. ૧. - સો વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી શ્રી પાર્શ્વનાથ પ્રભુ અક્ષયસુખ-મોક્ષસુખ પામ્યા છે. હે પ્રભુ ! તમારા ચરણની સેવા-ભક્તિ કરવામાં હું ખામી રાખતો નથી. ૨. હે સાહેબ ! સાચી ભક્તિથી તમો એકવાર પણ મારા ઉપર પ્રસન્ન થાઓ કે જેથી શુભવીરને અને મારે મનોવાંછિતનો મેળો મળે. અર્થાત્ વાંછિતની પ્રાપ્તિ થાય. ૩. Page #95 -------------------------------------------------------------------------- ________________ ૯૪ કળશ શ્રી પૂજા સંગ્રહ સાર્થ ગાયો ગાયો રે શંખેશ્વર સાહેબ ગાયો. જાદવલોકની જરા નિવારી, જિનજી જગત ગવાયો; પંચકલ્યાણક ઉત્સવ કરતાં, અમ ઘર રંગ વધાયો રે. શંખેશ્વર૦ ૧ તપાગચ્છ શ્રી સિંહસૂરિના, સત્યવિજય બુધ પાયો; કપૂરવિજય ગુરુ ખીમાવિજય તસ,જસવિજયો મુનિરાયો રે. શંખે૦ ૨ તાસ શિષ્ય સંવેગી ગીતારથ, શાંત સુધારસ ન્હાયો; શ્રી શુભવિજય સુગુરુ સુપસાયે, જયકમળા જગપાયો રે.શંખેશ્વ૨૦૩ રાજનગરમાં રહી ચોમાસું, કુમતિ કુતર્ક હઠાયો; વિજયદેવેન્દ્રસૂરીશ્વર રાજ્ય, એ અધિકાર બનાયો રે, શંખેશ્વર૦ ૪ કળશનો અર્થ- શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના ગુણોનું મેં ગાન કર્યું. યાદવલોકની જરાનું નિવારણ કરી જે પ્રભુ જગતમાં ગવાયા છે, તેમના પંચકલ્યાણકનો ઉત્સવ કરતાં અમારા ઘરે પણ રંગવધામણાં થયાં છે. ૧. હવે કર્તા પોતાની ગચ્છપરંપરા વર્ણવે છે. તપાગચ્છમાં શ્રી વિજયસિંહસૂરિના સત્યવિજય નામે શિષ્ય થયા. તેમના કપૂરવિજય, તેમના ક્ષમાવિજય અને તેમના શિષ્ય મુનિરાજ યશોવિજય થયા. ૨. તેમના શિષ્ય સંવેગપક્ષી ગીતાર્થ શાંતરસ રૂપી અમૃતમાં સ્નાન કરેલા મારા ગુરુ શ્રી શુભવિજયજી મહારાજના સુપ્રસાદવડે જગતમાં મેં (વીરવિજયે) જયકમળા પ્રાપ્ત કરી. ૩. મેં રાજનગરમાં ચોમાસું રહીને કુમતિઓના કુર્તકોને હઠાવ્યા. શ્રી વિજયદેવેંદ્રસૂરીશ્વરના રાજ્યમાં આ પૂજાના અધિકારની રચના કરી. ૪. Page #96 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા ૯૫ અઢારસે નેવ્યાસી અક્ષયત્રીજ, અક્ષત પુણ્ય ઉપાયો; પંડિત વીરવિજય પદ્માવતી, વાંછિત દાય સહાયો રે. શંખેશ્વર૦ ૫ (આ આઠ પૂજા ભણાવ્યા પછી લુણ ઉતારવું. ત્યારબાદ આરતીમંગલદીવો ઉતારવો. ત્યારબાદ શાન્તિકલશ કરી ચૈત્યવંદન કરવું. મોઢે ન આવડતું હોય તો સ્નાત્ર પૂજાના છેડે પૃષ્ઠ ૪૩ થી ૪૭માં આપેલ છે ત્યાંથી જોઈને કરવું.) સંવત-૧૮૮૯ ના વર્ષમાં અક્ષયતૃતીયાના દિવસે મેં અક્ષય એવું પુણ્ય ઉપાર્જન કર્યું. પંડિત વીરવિજયજી કહે છે કે- આ કાર્યમાં પદ્માવતીદેવી કે જે વાંછિત આપનારી છે તેણે મને સહાય કરી છે.પ. પંડિત વીરવિજયજીકૃત શ્રી પાર્શ્વનાથ પ્રભુની પંચકલ્યાણક પૂજા સાથે સમાપ્ત Page #97 -------------------------------------------------------------------------- ________________ પંડિત શ્રી વીરવિજયજી મ. વિરચિત શ્રી નવાણુંપ્રકારી પૂજા શ્રી નવાણું પ્રકારની પૂજાની વિધિ. આ પૂજામાં ૧૧ પૂજા છે. દરેક પૂજામાં નવ નવ નૈવેદ્ય-ફળ-ધૂપ-દીપક-જળકળશ આદિ જોઇએ. એટલે કુલ નવાણું-નવાણું વસ્તુઓ લાવવી. અને દરેક પૂજા વખતે આઠે પ્રકારની નવ-નવ વસ્તુઓ લઇને નવ-નવ સ્નાત્રીયાઓએ ઊભા રહેવું. જો નવાણું-નવાણું વસ્તુઓ લાવવી શક્ય ન જ હોય તો નવ-નવ વસ્તુઓ લાવવી અને દરેક પૂજા વખતે તે જ વસ્તુઓ લઇને ઊભા રહેવું. એક-એક પૂજામાં અષ્ટ પ્રકારની પૂજા સાથે જ કરવાની હોય છે. માટે જળકળશચંદન-પુષ્પ-ધૂપ-દીપક- અક્ષત-નૈવેદ્ય-અને ફળ નવ-નવ લઇને પૂજામાં ઊભા રહેવું. એમ અગિયાર વાર કરવું. અંતે લુણ ઉતા૨ણ-આરતી-મંગળદીવો-શાંતિકળશ કરી ચૈત્યવંદન કરવું. આ પૂજામાં શ્રી શત્રુંજય તીર્થનું વર્ણન છે. ઋષભદેવ પ્રભુ નવ્વાણું પૂર્વવાર આ તીર્થ ઉપર સમોવસર્યા હતા. અનંતા જીવોનું આ સિદ્ધિસ્થાન છે તેથી અનેક નામો વડે અંકિત છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવાણુંપ્રકારી પૂજા પ્રથમ પૂજા દુહા શ્રી શંખેશ્વર પાસજી, પ્રણમી શુભ ગુરુપાય; વિમળાચળ ગુણ ગાઇશું; સમરી શારદમાય. ૧ પ્રાયે એ ગિરિ શાશ્વતો, મહિમાનો નહીં પાર; પ્રથમ જિણંદ સમોસર્યા, પૂર્વ નવાણું વાર. ૨ અઢીય દ્વીપમાં એ સમો, તીર્થ નહીં ફળદાય; કલિયુગ કલ્પતરુ લહી, મુક્તાફળશું વધાય. ૩ યાત્રા નવાણું જે કરે, ઉત્કૃષ્ટ પરિણામ; પૂજા નવાણું પ્રકારની, રચતાં અવિચળ ધામ.૪ દુહાનો અર્થ- શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ અને શુભવિજય નામના મારા ગુરુના ચરણને નમસ્કાર કરી શ્રી શારદા-સરસ્વતી માતાને સંભારી શ્રી વિમલાચલતીર્થના ગુણ ગાશું. ૧. આ ગિરિવર પ્રાય:શાશ્વતો છે, (પ્રમાણમાં વધઘટ થાય પણ સદાકાળ હોય છે) એના મહિમાનો પાર નથી, પ્રથમ જિનેન્દ્ર શ્રી ઋષભદેવ ભગવંત આ ગિરિ પર નવ્વાણું પૂર્વ વાર સમવસર્યા છે. ૨. અઢીદ્વીપમાં બીજું કોઇ તીર્થ આ તીર્થ સમાન ફળ આપનાર નથી, કલિયુગમાં-પાંચમા આરામાં કલ્પવૃક્ષ સમાન આ તીર્થને પામીને મુક્તાફળોથી-મોતીઓથી વધાવો. ૩. જે મનુષ્ય ઉત્કૃષ્ટ પરિણામથી આ તીર્થની નવ્વાણું યાત્રા કરે અને નવાણું પ્રકારી પૂજા રચાવે તે અવિચલધામ-મોક્ષને પામે. ૪. Page #99 -------------------------------------------------------------------------- ________________ ૯૮ શ્રી પૂજા સંગ્રહ સાથે નવ કળશે અભિષેક નવ, એમ એકાદશ વાર; પૂજા દીઠ શ્રીફળ પ્રમુખ, એમ નવાણું પ્રકાર. ૫ ઢાળ પહેલી યાત્રા નવાણું કરીએ સલુણા, કરીએ પંચ સનાત; સુનંદાનો કંત નમો. ગણણું લાખ નવકાર ગણજે, દોય અટ્ટમ છટ્ટ સાત. સુ૧ રથયાત્રા પ્રદક્ષિણા દીજે, પૂજા નવાણું પ્રકાર; સુ0 ધૂપ દીપ ફળ નૈવેદ્ય મૂકી, નમીએ નામ હજાર. સુ૦ ૨ આઠ અધિક શત ટુંક ભલેરી, મોટી તિહાં એકવીશ; સુ0 શત્રુજ્યગિરિ ટુંક એ પહેલું, નામ નમો નિશદિશ. સુo ૩ દરેક પૂજામાં નવ કળશવડે નવ અભિષેક કરવા. એમ અગિયાર પૂજામાં નવ-નવ અભિષેક કરવાથી નવાણું અભિષેક કરવા. પૂજા દીઠ શ્રીફળ વગેરે પણ નવ નવ ધરવા. એ રીતે નવાણું પ્રકાર સમજવા. પ. ઢાળનો અર્થ આ શ્રી સિદ્ધાચલતીર્થની નવાણું યાત્રા કરીએ, અને તે પ્રસંગે પાંચ વખત સ્નાત્ર મહોત્સવ કરીએ. એક લાખ નવકારનું ગણણું ગણીએ, બે અઠ્ઠમ અને સાત છઠ્ઠની તપશ્ચર્યા કરીએ. ૧. રથયાત્રા કરાવીએ, એક વખત મૂળમંદિરને ફરતી નવાણું પ્રદક્ષિણા દઈએ, નવાણું પ્રકારી પૂજા ભણાવીએ, ધૂપ-દીપ કરી ફળનૈવેદ્ય ૯૯-૯૯ મૂકી આ તીર્થના એક હજાર નામને નમસ્કાર કરીએ. ૨. . આ તીર્થની ૧૦૮ સુંદર ટૂંકો છે, તેમાં મોટી ટૂંકો એકવીશ છે, શત્રુંજયગિરિ નામની પહેલી ટૂંક છે. તે નામ લઈ રાત્રિદિવસ એ તીર્થને નમસ્કાર કરીએ. ૩. Page #100 -------------------------------------------------------------------------- ________________ ૯૯ શ્રી નવાણુંપ્રકારી પૂજા સહસ અધિક આઠ મુનિવર સાથે, બાહુબલિ શિવઠામ; સુ0 બાહુબલિ ટુંક નામ એ બીજું, ત્રીજું મરુદેવી નામ સુ) ૪ પુંડરીકગિરિ નામ એ ચોથું, પાંચ કોડી મુનિ સિદ્ધ; સુ0 પાંચમી ટુંક રૈવતગિરિ કહીએ, તેમ એ નામ પ્રસિદ્ધ. સુ) ૫ વિમળાચળ સિદ્ધરાજ ભગીરથ, પ્રણમીજે સિદ્ધક્ષેત્ર; સુ0 છ'રી પાળી એણે ગિરિ આવી, કરીએ જન્મ પવિત્ર. સુO ૬ પૂજાએ પ્રભુ રીઝવું રે, સાધું કાર્ય અનેક સુ0 શ્રી શુભવીર હૃદયમાં વસજો, અલબેલા ઘડી એક. સુ) ૭ એક હજાર ને આઠ મુનિઓ સાથે સિદ્ધ થયેલ બાહુબલિના મોક્ષસ્થાનની સ્થાપના કરવામાં આવેલ હોવાથી બીજી ટુંકનું નામ બાહુબલિ છે, અને ત્રીજી ટુંકનું નામ (આ ટુંકમાં મરુદેવી માતાની સ્થાપના કરવામાં આવેલ હોવાથી) મરુદેવી ટુંક છે. ૪. પાંચ ક્રોડ મુનિવર સાથે પુંડરિક ગણધર આ તીર્થ પર સિદ્ધિપદ પામેલ હોવાથી ચોથી ટુંકનું નામ પુંડરિકગિરિ છે, રૈવતગિરિ (ગિરનાર) એ આ તીર્થની પાંચમી ટૂંક હોવાથી એ પાંચમું નામ પ્રસિદ્ધિ પામેલ છે. ૫. છઠું નામ વિમળાચળ, સાતમું નામ સિદ્ધરાજ, આઠમું નામ ભગીરથ અને નવમું નામ સિદ્ધક્ષેત્ર છે, તેને પ્રણામ કરીએ છરી' (૧. સચિત્તપરિહારી, ૨. એકલઆહારી, ૩. પાદચારી, ૪. ભૂમિસંથારી, ૫. બ્રહ્મચારી, ૬. આવશ્યક દોમવારી) પાળતાં આ ગિરિપર આવીયાત્રા કરી માનવજન્મને પવિત્ર કરીએ. ૬. પ્રભુની પૂજા કરી પ્રભુને પ્રસન્ન કરું અને મારા અનેક કાર્યોને સાધું, શ્રી શુભવિજયના શિષ્ય પં. વીરવિજયજી મહારાજ કહે છે, કે-હે અલબેલા પ્રભુ ! તમે એક ઘડી પણ મારા હૃદયમાં વસજો કે જેથી મારાં કાર્ય સિદ્ધ થાય. ૭. Page #101 -------------------------------------------------------------------------- ________________ ૧OO શ્રી પૂજા સંગ્રહ સાથે કાવ્ય ગિરિવરં વિમલાચલનામક, ઋષભમુખ્યજિનાંધ્રિપવિત્રિતમ હૃદિ નિવેશ્ય જલૈર્જિનપૂજન, વિમલમાપ્ય કરોમિ નિજાત્મક.... ૧. 3% હી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરામૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા. બીજી પૂજા દુહો એકેકું ડગલું ભરે, ગિરિ સન્મુખ ઉજમાળ; કોડિ સહસ ભવનાં કર્યા, પાપ ખપે તત્કાળ. ૧. કાવ્યનો અર્થ- ઋષભદેવ વગેરે જિનેશ્વરના ચરણથી પવિત્ર થયેલ વિમલાચલ નામના ગિરિને હૃદયમાં સ્થાપન કરીને જલવડે જિનપૂજન કરી હું મારા આત્માને પવિત્ર કરું છું. મંત્રનો અર્થ- ૐ હ્રીં શ્રીં એ ત્રણ મંત્રાક્ષરો છે. પરમપુરુષ પરમેશ્વર જન્મ-જરા-મરણના નિવારણ કરનારા શ્રી જિનેંદ્રની હું જલ વગેરે વડે પૂજા કરું છું. દુહાનો અર્થ- આ ગિરિ સન્મુખ ઉજમાળ થઈ એક એક ડગલું ભરતાં હજાર ક્રોડ ભવનાં કરેલાં પાપ પણ તત્કાળ ક્ષય પામે છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવાણુપ્રકારી પૂજા ૧૦૧ ઢાળ બીજી ગિરિવર દર્શન વીરલા પાવે, પૂરવ સંચિત કર્મ ખપાવે; ગિરિ ષભ જિનેશ્વર પૂજા રચાવે, નવ નવ નામે ગિરિગુણ ગાવે. ગિરિવર દર્શન વિરલા પાવે. ૧. સહસકમળ ને મુક્તિનિલયગિરિ, સિદ્ધાચળ શતકૂટ કહાવે; ગિરિ ઢંક કદંબ ને કોડિનિવાસો, લોહિત તાલધ્વજ સુર ગાવે. ગિરિ૦ ૨ ઢંકાદિક પંચ ટુંક સજીવન, સુર નર મુનિ મળી નામ થપાવે; ગિરિ૦ ઢાળનો અર્થ આ ગિરિવરના દર્શન વિરલ મનુષ્ય જ પામી શકે છે. આ ગિરિવરનાં દર્શન કરનાર પૂર્વનાં એકઠાં થયેલાં કર્મોને ખપાવે છે. તીર્થયાત્રા કરનાર શ્રી ઋષભદેવ જિનેશ્વરની પૂજા રચાવે છે અને નવા નવા નામોથી (અથવા નવ નવ નામોથી) ગિરિરાજના ગુણોનું ગાન કરે છે. ૧. આ તીર્થના બીજાં નવ નામો કહે છે:- ૧૦. સહસકમળ, ૧૧. મુક્તિનિલયગિરિ, ૧૨. સિદ્ધાચલ, ૧૩. શતકૂટ, ૧૪. ઢંક, ૧૫. કદંબ, ૧૬. કોડિનિવાસ, ૧૭. લોહિત, ૧૮. તાલધ્વજ, આ નામપૂર્વક દેવો ગુણગાન કરે છે. ૨. ઢક વગેરે પાંચ ટૂંક (૧૪ થી ૧૮) સજીવન (દીર્ધકાળ Page #103 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શ્રી પૂજા સંગ્રહ સાથે રયણખાણ જડીબુટી ગુફાઓ, રસકુંપિકા ગુરુ ઈહાં બતાવે. ગિરિ૦ ૩ પણ પુણ્યવંતા પ્રાણી પાવે, પુણ્યકારણ પ્રભુપૂજા રચાવે; ગિરિ૦ દશ કોડિ શ્રાવકને જમાવે, જૈન તીર્થયાત્રા કરી આવે. ગિરિ૦ ૪ તેથી એક મુનિ દાન દિયતા, લાભ ઘણો સિદ્ધાચળ થાવે; ગિરિ ચંદ્રશેખર નિજ ભગિની ભોગી, તે પણ એ ગિરિ મોક્ષે જાવે. ગિરિ૦ ૫ ચાર હત્યારા નર પદારા, દેવ ગુરુ દ્રવ્ય ચોરી ખાવે; ગિરિ૦ રહેનારી) કહેવાય છે. દેવ, મનુષ્ય અને મુનિઓએ મળીને આ નામ સ્થાપન કરેલાં છે. આ તીર્થ ઉપર રત્નોની ખાણ, જડીબુટ્ટીઓ, ગુફાઓ અને રસકુંપિકાઓ પણ છે એમ ગુરુમહારાજ બતાવે છે. ૩. ' પરંતુ પુણ્યવંત જીવો જ તે પ્રાપ્ત કરી શકે છે. તેવું પુણ્ય પ્રાપ્ત કરવા પ્રભુની પૂજા રચાવે છે. દશક્રોડ શ્રાવકને જમાડે, અને સર્વતીર્થોની યાત્રા કરી આવે તેના કરતાં અહીં સિદ્ધાચલમાં એક મુનિને દાન આપવાથી ઘણો લાભ થાય છે. પોતાની બેનને સેવનાર ચંદ્રશેખર પણ આ તીર્થે આવી મોક્ષે ગયેલ છે. ૪-૫. ચાર હત્યા (બાળહત્યા, સ્ત્રી હત્યા, ગૌહત્યા અને બ્રહ્મહત્યા)ના કરનારા, પરદારસેવન કરનાર, દેવદ્રવ્ય અને ગુરુદ્રવ્યને ચોરીને Page #104 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવાણુંપ્રકા૨ી પૂજા ચૈત્રી કાર્તિકી પૂનમ યાત્રા, ૠષભસેન જિન આદિ અસંખા, તીર્થંકર મુક્તિ સુખ પાવે; ગિરિ શિવવધૂ વરવા મંડપ એ ગિરિ, તપ જપ ધ્યાનથી પાપ જલાવે. ગિરિ૦ ૬ શ્રી શુભવીર વચન રસ ગાવે. ગિરિ૦ ૭ કાવ્ય તથા મંત્ર ગિરિવર વિમલાચલનામકે, ૠષભમુખ્યજિનાંઘ્રિપવિત્રિતમ્; હૃદ્વિ નિવેશ્ય જલૈર્જિનપૂજનં, વિમલમાપ્ય કરોમિ નિજાત્મકમ્, ૧. ૧૦૩ ૐ હૌં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા. ખાનારા એવા પાપી જીવો પણ આ તીર્થે આવી ચૈત્રી અને કાર્તિકી પુનમની યાત્રા કરી તપ, જપ અને ધ્યાનથી પોતાના પાપોને બાળી દે છે. ૬. ૠષભસેન વગેરે અસંખ્યાત તીર્થંકરો આ તીર્થે મુક્તિસુખ પામ્યા છે. આ ગિરિ શિવવધૂને વરવા માટે મંડપ જેવો છે. આ પ્રમાણે શ્રી શુભવી૨ વચનના રસવડે તીર્થના ગુણગાન કરે છે. (કાવ્ય તથા મંત્રનો અર્થ પ્રથમ પૂજાને અંતે આપેલ છે, તે મુજબ જાણવો.) Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ શ્રી પૂજા સંગ્રહ સાથે ત્રીજી પૂજા નેમ વિના ત્રેવીશ પ્રભુ, આવ્યાવિમળગિરી, ભાવિ ચોવીશી આવશે, પદ્મનાભાદિ નિણંદ. ૧. ઢાળ ત્રીજી ધન ધન તે જગ પ્રાણીઆ, મનમોહન મેરે, કરતા ભક્તિ પવિત્ર, મનમોહન મેરે. પુણયરાશિ મહાબળગિરિ, મ0 દૃઢશક્તિ શતપત્ર. મન) ૧ વિજયાનંદ વખાણીએ, મ0 ભદ્રંકર મહાપીઠ, મન સુરગિરિ મહાગિરિ પુણ્યથી, મ0 આજ મેં નજરે દીઠ. મન, ૨ એશી યોજન પ્રથમારકે, મ0 સિત્તેર સાઠ પચાસ. મનO બાર યોજન સાત હાથનો, મ૦ છકે પહોળો પ્રકાશ. મન) ૩ દુહાનો અર્થ- આ વર્તમાન ચોવીશીમાં શ્રી નેમિનાથ વિના ૨૩ પ્રભુ વિમળગિરિ પર પધાર્યા છે, તેમજ ભાવી ચોવીશીમાં પદ્મનાભ આદિ તીર્થકરો આવશે. ૧. ઢાળનો અર્થ છે મારા મનને આનંદ પમાડનાર પ્રભુ! જગતમાં તે પ્રાણીઓ અતિધન્ય છે, કે જેઓ આ તીર્થની પવિત્ર ભક્તિ કરે છે. હવે આ તીર્થના ત્રીજા નવ નામો કહે છેઃ-૧૯. પુણ્યરાશિ, ૨૦. મહાબળગિરિ, ૨૧. દઢશક્તિ, ૨૨. શતપત્ર, ર૩. વિજયાનંદ, ૨૪. ભદ્રંકર, ૨૫. મહાપીઠ, ૨૬. સુરગિરિ અને ૨૭. મહાગિરિ. મેં પુણ્યના યોગે આ તીર્થને નજરે જોયું. ૧-૨. આ ગિરિ પ્રથમ આરામાં ૮૦ યોજન પ્રમાણ, બીજા આરામાં Page #106 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવાણુપ્રકારી પૂજા ૧૦૫ પંચમકાળે પામવો, મ0 દુલહો પ્રભુ દેદાર; મન, એકેંદ્રિય વિકસેંદ્રિયમાં, મ0 કાઢ્યો અનંતો કાળ. મન૦ ૪ પંચેંદ્રિય તિર્યંચમાં, મ0 નહીં સુખનો લવલેશ; મનn. ઘુણાક્ષર ન્યાયે લહ્યો, મ૦ નરભવ ગુરુ ઉપદેશ. મન૦ ૫ બહુશ્રુતવયણની સેવના, મ વસ્તુધર્મ ઓળખાણ;મન) આત્મસ્વરૂપ રમણે રમે, મ૦ ન કરે જૂઠ ડફાણ. મની ૬ કારણે કારજ નીપજે, મ0 દ્રવ્ય તે ભાવનિમિત્ત; મન, નિમિત્તવાસી આતમા, મ૦ બાવનાચંદન શીત. મન૦ ૭ ૭૦ યોજન, ત્રીજા આરામાં ૬૦ યોજન, ચોથા આરામાં ૫૦ યોજન, પાંચમા આરાના પ્રારંભમાં ૧૨ યોજન અને છઠ્ઠા આરામાં સાત હાથ પ્રમાણ લાંબો-પહોળો રહેશે. ૩. આ પંચમકાળમાં પ્રભુના દર્શન પામવા દુર્લભ છે. આ જીવે એકેંદ્રિય અને વિકલેંદ્રિય (બેઇંદ્રિય, તેઇંદ્રિય અને ચઉરિંદ્રિય)માં અનંતકાળ પસાર કર્યો. ૪. ત્યાર પછી પંચેંદ્રિય તિર્યચપણું પામ્યો, ત્યાં પણ સુખનો અંશ ન હતો. ત્યારપછી ઘુણાક્ષરન્યાયે મનુષ્યજન્મ મળ્યો અને ગુરુનો ઉપદેશ મળ્યો. પ હવે જો બહુશ્રુત-જ્ઞાનીના વચનનું સેવન કરવામાં આવે તો વસ્તુના ધર્મની ઓળખાણ થાય. અને તેથી આત્મા પોતાના સ્વરૂપમાં રમણતા કરે, ખોટા દેખાવ ન કરે. ૬. કારણથી કાર્યની ઉત્પત્તિ થાય છે. દ્રવ્ય તે ભાવનું નિમિત્ત છે. જેમ બાવનાચંદનનું વિલેપન થાય ત્યારે શીતલતા થાય છે. તેમ આ આત્મા નિમિત્તવાસી છે. ૭. Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ શ્રી પૂજા સંગ્રહ સાથે અન્વય વ્યતિરેકે કરી, મ0 જિનમુખ દર્શન રંગ; શ્રી શુભવીર સુખી સદા, મ0 સાધક કિરિયા અસંગ. મન૦ ૮ કાવ્ય તથા મંત્ર ગિરિવર વિમલાચલનામક, 28ષભમુખ્ય જિનાંધ્રિપવિત્રિતમ્; હદિ નિવેશ્ય જલૈર્જિનપૂજન, વિમલમાપ્ય કરોમિ નિજાત્મક.... ૧. ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા. ચોથી પૂજા શેત્રુંજી નદી નાહીને, મુખ બાંધી મુખકોશ; દેવ યુગાદિ પૂજીએ, આણી મને સંતોષ. ૧ જિનેશ્વરના મુખના દર્શનનો આનંદ અન્વય-વ્યતિરેકે પ્રાપ્ત કરવો. (દર્શન-સમકિતને અનુકૂળ કારણો સેવવાં તે અન્વય, દર્શનને પ્રતિકૂળ કારણો તજી દેવાં તે વ્યતિરેક સમજવો) અસંગક્રિયા (વચન અનુષ્ઠાનના વારંવારના અભ્યાસના પરિણામે સ્વાભાવિક રીતે થનારી ક્રિયા)ના સાધક શ્રી શુભવીર પરમાત્મા હંમેશાં સુખી છે. ૮. દુહાનો અર્થ- શેત્રુંજી નદીના જળથી સ્નાન કરી, મુખ પર મુખકોશ બાંધી યુગાદિદેવ-ઋષભદેવ પ્રભુની પૂજા કરી મનમાં સંતોષ પ્રાપ્ત કરીએ. ૧. Page #108 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવાણુપ્રકારી પૂજા ૧૭ ઢાળ અને હાં રે હાલો વસે વિમળાચળે રે, જિહાં હુઆ ઉદ્ધાર અનંત; વ્હાલો૦ અને હાં રે વ્હાલાથી નહી વેગળા રે, મુને વહાલો સુનંદાનો કંત. વહાલો૦ ૧ અનેહાં રે આ અવસર્પિણી કાળમાં રે, કરે ભરત પ્રથમ ઉદ્ધાર; વ્હાલો૦ અને હાં રે બીજો ઉદ્ધાર પાટ આઠમે રે, કરે દંડવીર ભૂપાળ. વ્હાલો૦ ૨ અનેહાં રે સીમંધર વયણાં સુણી રે, - ત્રીજો કરે ઇશારેંદ્ર; વ્હાલો૦ અને હાં રે સાગર એક કોડી અંતરે રે, ચોથો ઉદ્ધાર માહેંદ્ર. વ્હાલો૦ ૩ ઢાળનો અર્થ- વ્હાલા પ્રભુજી વિમળાચળ તીર્થ પર વસે છે, જ્યાં અનંતા ઉદ્ધાર થયેલા છે. અમે વ્હાલાથી વેગળા નથી, સુનંદાના કત-ઋષભદેવ પ્રભુ મને વ્હાલા છે. ૨. આ અવસર્પિણીકાળમાં ત્રીજા આરાને છેડે) ભરત ચક્રવર્તીએ પ્રથમ ઉદ્ધાર કર્યો. બીજો ઉદ્ધાર ભરત રાજાની આઠમી પાટે થયેલ દંડવીર્ય રાજાએ કર્યો. ૨. શ્રી સીમંધરસ્વામીના વચન (ઉપદેશ) સાંભળી ઇશાને ત્રીજો ઉદ્ધાર કર્યો. ત્યારપછી એક ક્રોડ સાગરોપમે ચોથા દેવ ઈન્દ્ર માહેંદ્ર ચોથો ઉદ્ધાર કર્યો. ૩. Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શ્રી પૂજા સંગ્રહ સાથે અને હાં રે દશ કોડી વળી સાગરે રે, કરે પંચમ પંચમ ઇંદ્ર; હાલો૦ અને હાં રે એક લાખ કોડી સાગરે રે, ઉદ્ધાર કરે અમરેંદ્ર. હાલો૦ ૪ અને હાં રે ચક્રી સગર ઉદ્ધાર તે સાતમો રે, આઠમો વ્યંતરેંદ્રનો સાર; વહાલો૦ અને હાં રે તે અભિનંદન ચંદ્રપ્રભુ સમે રે, કરે ચંદ્રજસા ઉદ્ધાર. હાલો૦ ૫ અને હાં રે નંદન શાંતિનિણંદના રે, ચક્રાયુધ દશમ ઉદ્ધાર; વ્હાલો૦ અને હાં રે અગ્યારમી રામચંદ્રનો રે, બારમો પાંડવનો ઉદ્ધાર. વ્હાલો૦ ૬ ત્યારપછી દશક્રોડ સાગરોપમે પાંચમો ઉદ્ધાર પાંચમા બ્રહ્મ દેવલોકના ઇદ્ર બ્રહ્મઢે કર્યો. ત્યારપછી એકક્રોડ લાખ સાગરોપમે ભવનપતિના અસુરકુમાર નિકાયના ઇન્દ્ર ચમરેન્દ્ર છઠ્ઠો ઉદ્ધાર કર્યો.૪. ત્યારપછી અજિતનાથ પ્રભુના શાસનમાં સગર ચક્રવર્તિએ સાતમો ઉદ્ધાર કર્યો, આઠમો ઉદ્ધાર અભિનંદન સ્વામીના શાસનમાં બંતરેદ્ર કર્યો, અને નવમો ઉદ્ધાર શ્રી ચંદ્રપ્રભસ્વામીના શાસનમાં ચંદ્રયશાએ કર્યો. પ. શાંતિનાથ પ્રભુના પુત્ર ચક્રાયધે દશમો ઉદ્ધાર કર્યો. અગિયારમો ઉદ્ધાર રામચંદ્રજીએ કર્યો અને બારમો ઉદ્ધાર પાંડવોએ કર્યો. ૬ Page #110 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવાણુંપ્રકા૨ી પૂજા અનેહાં રે વીશ કોડી મુનિ સાથે પાંડવા રે, ઇહાં વરીયા પદ મહાનંદ; વ્હાલો૦ અનેહાં રે મહાનંદ કર્મસૂડણ કૈલાસ છે રે, પુષ્પદંત જયંત આનંદ. વ્હાલો૦ ૭ અનેહાં રે શ્રીપદ હસ્તગિરિ શાશ્વતો રે, એ નામ તે પરમ નિધાન; વ્હાલો૦ અનેહાં રે શ્રી શુભવીરની વાણીએ રે, ધરી કાન કરો બહુમાન. વ્હાલો૦ ૮ કાવ્ય તથા મંત્ર ગિરિવર વિમલાચલનામ, ૠષભમુખ્યજિનાંઘ્રિપવિત્રિતમ્; હૃદિ નિવેશ્ય જલૈર્જિનપૂજનું, વિમલમાપ્ય કરોમિ નિજાત્મકમ્. ૧. ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા. ૧૦૯ વીશક્રોડ મુનિ સાથે પાંડવો આ તીર્થ મહાનંદ (મોક્ષ) પદ પામ્યા. હવે આ તીર્થના ચોથા નવ નામો કહે છે. ૨૮ મહાનંદ, ૨૯ કર્મસૂડન, ૩૦ કૈલાસ, ૩૧ પુષ્પદંત, ૩૨ જયંત, ૩૩ આનંદ. ૭ ૩૪ શ્રીપદ, ૩૫ હસ્તગિરિ અને ૩૬ શાશ્વતગિરિ. આ નામો શ્રેષ્ઠ નિધાન સરખા છે. હે આત્માઓ ! શ્રી શુભવીર પરમાત્માની વાણી કાનમાં ધારણ કરી આ તીર્થનું બહુમાન કરો. ૮ Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ શ્રી પૂજા સંગ્રહ સાર્થ પાંચમી પૂજા ચોથે આરે એ થયા, સવિ મોટા ઉદ્ધાર; સૂક્ષ્મ ઉદ્ધાર વચ્ચે થયા, કહેતાં નાવે પાર. ૧. ઢાળ સંવત એક અઠવંતરે રે, જાવડશાનો ઉદ્ધાર; ઉદ્ધરજો મુજ સાહિબા રે, નાવે ફરી સંસાર; હો જિનજી ! ભક્તિ હૃદયમાં ધારજો રે, અંતરવૈરીને વારજો રે, તારજો દિનદયાળ. ૧ બાહડમંત્રીએ ચૌદમો રે, તીર્થે કર્યો ઉદ્ધાર; બાર તરોત્તર વર્ષમાં રે, વંશ શ્રીમાળી સાર હો. જિ૨ દુહાનો અર્થ- ચોથા આરામાં એ બધા મોટા ઉદ્ધાર થયા, વચ્ચે વચ્ચે નાના ઉદ્ધાર અનેક થયા છે, જેનો કહેતાં પાર આવે તેમ નથી. ૨ ઢાળનો અર્થ-વિક્રમ સંવત-૧૦૮માં જાવડશાએ તેરમો ઉદ્ધાર કર્યો છે. હે પ્રભુ! આપ પણ મારો સંસારમાંથી ઉદ્ધાર કરજો, જેથી સંસારમાં મારે આવવું ન પડે. હે પ્રભુ ! મારી ભક્તિ આપ હૃદયમાં ધારણ કરજો, મારા અંતરંગ શત્રુ (કામક્રોધ વગેરે)ને દૂર કરજો. હે દીનદયાળ પ્રભુ ! મને તારજો. ૧. સંવત્-૧૨૧૩ના વર્ષમાં શ્રેષ્ઠ શ્રીમાળી વંશમાં થયેલા બાહડમંત્રીએ આ તીર્થમાં ચૌદમો ઉદ્ધાર કર્યો. ૨. Page #112 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવાણુપ્રકારી પૂજા ૧૧૧ સંવત તેર એકોત્તરે રે, સમરોશા ઓસવાળ; ન્યાયદ્રવ્ય વિધિશુદ્ધતા રે, પનરમો ઉદ્ધાર હો. જિ૦ ૩ પન્નરશે સત્યાગીએ રે, સોળમો એહ ઉદ્ધાર; કર્માશાએ કરાવીઓ રે, વરતે છે જયજયકાર હો. જિ૦ ૪ સૂરિ દુપ્પસહ ઉપદેશથી રે, વિમળવાહન ભૂપાળ; છેલ્લો ઉદ્ધાર કરાવશે રે, સાસગિરિ ઉજમાળ હો જિ0 ૫ ભવ્યગિરિ સિદ્ધશેખરો રે, મહાસ ને માલ્યવંત; પૃથ્વી પીઠ દુઃખહરગિરિ રે, મુક્તિરાજ મણિકત હો. જિ૦૬ મેરુ મહીધર એ ગિરિ રે, નામે સદા સુખ થાય; શ્રી શુભવીરને ચિત્તથી રે, ઘડી ન મેલણ જાય હો. જિ૦ ૭ સંવત્ ૧૩૭૧ના વર્ષમાં સમરાશા ઓશવાળે વાયદ્રવ્યથી વિધિની શુદ્ધતાપૂર્વક આ તીર્થમાં પંદરમો ઉદ્ધાર કરાવ્યો. ૩. સંવત્ ૧૫૮૭ના વર્ષમાં અત્યારે વર્તે છે તે સોળમો ઉદ્ધાર કર્માશાહે કરાવ્યો છે, જે હાલમાં જયજયકાર વર્તે છે. ૪. આ પાંચમા આરાને છેડે દુપ્પસહસૂરિના ઉપદેશથી વિમળવાહન રાજા આ શાશ્વતગિરિ-શત્રુંજયગિરિનો છેલ્લો ઉદ્ધાર કરાવશે. ૫. હવે આ તીર્થનાં પાંચમા નવનામ કહે છે. ૩૭. ભવગિરિ, ૩૮ સિદ્ધશેખર, ૩૯. મહાશય, ૪૦. માલ્યવંત, ૪૧. પૃથ્વીપીઠ, ૪૨. દુઃખહરગિરિ, ૪૩. મુક્તિરાજ, ૪૪. મણિકંત અને ૪૫. મેરુમહીધર. આ નામો લેવાથી હંમેશાં સુખ થાય છે. શ્રી શુભવિજયજીના શિષ્ય શ્રી વીરવિજયજી કહે છે કે-આ નામો મારા ચિત્તમાંથી ઘડી પણ મૂક્યાં જતાં નથી. ૬-૭. Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ૨. શ્રી પૂજા સંગ્રહ સાથે કાવ્ય તથા મંત્ર ગિરિવર વિમલાચલનામક, ઋષભમુખ્યજિનાંધ્રિપવિત્રિત; હદિ નિવેશ્ય જલૈર્જિનપૂજન, વિમલમાપ્ય કરોમિ નિજાત્મક.... ૧. ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા. છઠ્ઠી પૂજા દુહો સિદ્ધાચલ સિદ્ધિ વર્યા, ગૃહી મુનિલિંગ અનંત; આગે અનંતા સિદ્ધશે, પૂજો ભવિ ભગવંત. ૧ સખરે મેં સખરી કોણ જગતની મોહિની ? ઋષભ જિગંદકી પડિમા જગતની મોહિની રયણમેં મૂર્તિ ભરાઈ જગતની મોહિની૦ હાંહાંરે જગતકી મોહિની,પ્યારે લાલ જગતકી મોહિનીઓ દુહાનો અર્થ- આ સિદ્ધાચળગિરિ ઉપર ગૃહસ્થલિંગ અને મુનિલિંગે અનંત જીવો સિદ્ધિપદ પામ્યા છે. આગામી કાળે પણ અનંતજીવો સિદ્ધિપદ પામશે. હે ભવ્યજીવો ! ભગવંતની પૂજા કરો. ૧. ઢાળનો અર્થ- આ જગતને મોહ પમાડે એવી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કઈ વસ્તુ છે ? તેના ઉત્તરમાં કહે છે, કે ઋષભજિનેશ્વરની પ્રતિમા જગતને મોહ પમાડે એવી છે. તે મૂર્તિ રત્નોવડે ભરત ચક્રવર્તિએ Page #114 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવાણુપ્રકારી પૂજા ૧૧૩ ભરતે ભરાઈ સોય પ્રમાના લે કરી, કંચનગિરિએ બેઠાઇ દેખત દુનિયા ઠરી; હાંહાંરે દેખત દુનિયા ઠરી, પ્યારે લાલ દેખત૦સખરેમેં૦ ૧ સાતમોદ્ધારમેં ચક્રી સગર સુર ચિંતવી; દુષમકાળ વિચાર ગુફામેં જા ઠવી. હાંહાં રે પ્યારે૦ દેવ દેવી હરરોજ પૂજનકું આવતે; પૂજાકો ઠાઠ બનાય સાયું ગુણ ગાવતે. હાંહાં રે) ૨ અપછરા શું ઘટ ખોલકે આગે નાચતે, ગીત ગાન ઓર તાન ખડા હરિ દેખતે; હાંહાં રે૦ જિનગુણ અમૃતપાનસે સફળ ભઈ ઘડી, ઠમઠમ ઠમકે પાઉં બલૈયાં લે ખડી. હાંહાં ૨૦ ૩ ભરાવેલી છે, તે ભગવંતના શરીર પ્રમાણ ભરાવેલી છે, અને તે મૂર્તિ કંચનગિરિ ઉપર બેસાડી છે જેને દેખીને દુનિયાના જીવો ઠરી જાય છે-શાંતિ પામે છે. ૧. એ તીર્થ પર સાતમો ઉદ્ધાર સગર ચક્રવર્તિએ કર્યો. તે વખતે દેવોએ ભવિષ્યના દુષમકાળનો વિચાર કરી તે રત્નમયી પ્રતિમાને એક ગુફામાં સ્થાપન કરી છે, ત્યાં અનેક દેવ-દેવીઓ હંમેશાં પૂજન માટે આવે છે, પૂજાનો ઠાઠ બનાવી સ્વામીના ગુણો ગાય છે. ૨. - તે વખતે અપ્સરાઓ ઘુંઘટ ખોલીને પ્રભુની આગળ નાચે છે તે ગીત અને ગાન-તાન ઇદ્રો ત્યાં ઊભા રહી જાએ છે. શ્રી જિનેશ્વરના ગુણગાનરૂપી અમૃતના પાનથી તેમનો સમય સફળ થાય છે. દેવાંગનાઓના પગમાં ઘુઘરા ઠમ ઠમ ઠમકે છે, અને નૃત્ય કરતી ઊભી રહી પ્રભુના બલૈયાં એટલે ઓવારણાં લે છે. ૩. Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શ્રી પૂજા સંગ્રહ સાથે યા રીત ભક્તિ મગનસે સુર સેવા કરે, સુર સાંનિધ્ય નરદર્શન ભવ ત્રીજે તરે; હાંહાં રે, પશ્ચિમ દિશિ સોવન ગુફામૅ હાલતે, તેણે કંચનગિરિ નામ કે દુનિયા બોલતે. હાંહાં રે) ૪ આનંદઘર પુ કંદ જયાનંદ જાણીએ, પાતાળમૂળ વિભાસ વિશાળ વખાણીએ. હાંહાં રે૦ જગતારણ અકલંક એ તીરથ માનીએ, શ્રી શુભવીર વિવેકે પ્રભુકું પિછાનીએ. હાંહાં રે) ૫ કાવ્ય તથા મંત્ર ગિરિવર વિમલાચલનામક, ઋષભમુખ્ય જિનાંધ્રિપવિત્રિત; હદિ નિવેશ્ય જલૈર્જિનપૂજન, | વિમલમાપ્યકરોમિ નિજાત્મક. 3ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા. આ રીતે ભક્તિમાં મગ્ન બની દેવી સેવા કરે છે, દેવતાના સાંનિધ્યથી જે મનુષ્ય આ રત્નમય પ્રતિમાનાં દર્શન કરે છે, તે ત્રીજે ભવે તરી જાય છે. એ મૂર્તિ પશ્ચિમદિશામાં સુવર્ણગુફામાં બિરાજે છે, તેથી આ તીર્થનું ૪૬મું નામ કંચનગિરિ દુનિયા બોલે છે. ૪. ૪૭. આનંદઘર, ૪૮. પુન્યકંદ, ૪૯. જયાનંદ, ૫૦. પાતાળમૂળ, ૫૧. વિશાળ, પર. વિભાસ, પ૩. જગતારણ અને પ૪. અકલંક. આ નામો અર્થ નિષ્પન્ન છે. શ્રી શુભવિજયજીના શિષ્ય વીરવિજયજી મહારાજ કહે છે કે- વિવેકપૂર્વક પ્રભુને ઓળખીએ. ૫. Page #116 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવાણુપ્રકારી પૂજા ૧ ૧ ૫ : સાતમી પૂજા - - - - નમિ વિનમિ વિદ્યાધરા, દોય કોડી મુનિરાય; સાથે સિદ્ધિવધૂ વર્યા, શત્રુંજય સુરસાય. ૧ ઢાળ આવ્યા છું આશાભર્યા રે, વાલાજી ! અમે આવ્યા રે આશાભર્યા. નમિપુત્રી ચોસઠ મળીને, ઋષભને પાઉં પર્યા; કરજોડી વિનયે પ્રભુ આગે, એમ વયણાં ઉચ્ચર્યા રે. વા૦ ૧ નમિ વિનમિ જે પુત્ર તમારા, રાજભાગ વિસર્યા; દીનદયાળ દીધો પામી, આજ લગે વિચર્યા રે. વાળ ૨ દુહાનો અર્થ. નમિ અને વિનમિ વિદ્યાધરો બે ક્રોડ મુનિરાજની સાથે શત્રનુંજય તીર્થના ઉત્તમ પ્રભાવથી સિદ્ધિવધૂ વર્યા.મોક્ષપદ પામ્યા. ૧. ઢાળનો અર્થ- નમિ વિદ્યાધરની ૬૪ પુત્રીઓ શત્રુંજય તીર્થે આવી ઋષભદેવ પ્રભુના ચરણમાં પડીને બે હાથ જોડી વિનયપૂર્વક કહે છે કે- હે વ્હાલા પ્રભુ ! અમે આશાથી ભરપૂર થઈને આપની પાસે આવેલ છીએ. ૧. હે પ્રભુ! નમિ – વિનમિ જે આપના પાલકપુત્ર હતા, જેને રાજભાગ આપવાનું આપ વિસરી ગયા હતા, તે દીનદયાળ એવા આપે દીધેલ (આપના સેવક ધરણે આપેલ) રાજ્યને પામી આજ સુધી તેમાં વિચર્યા-ફર્યા. ૨. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ શ્રી પૂજા સંગ્રહ સાથે બાહ્ય રાજ્ય ઉભગી પ્રભુ પાસે આવે કાજ સર્યા; અમે પણ તાતજી ! કારજ સાધુ, સાંનિધ્ય આપ કર્યા રે. વાળ ૩ એમ વદતી પાગે ચડતી, અનશન ધ્યાન ધર્યા; કેવળ પામી કર્મને વામી, જ્યોત સે જ્યોતિ મિલ્યા રે. વા૦ ૪ એક અવગાહને સિદ્ધ અનંતા, દુગ ઉપયોગ વર્યા; ફરસિત દેશ પ્રદેશ અસંખિત, ગુણાકાર કર્યા રે. વા૦ ૫ અકર્મક મહાતીરથ હેમગિરિ, અનંત શક્તિભર્યા; પુરુષોત્તમ ને પર્વતરાજા, જ્યોતિસરૂ૫ વર્યા રે. વાવ ૬ પછી બાહ્ય રાજ્યથી વિરાગ પામી આપની પાસે આવ્યા અને તેઓનું કાર્ય સર્યું-મોક્ષપદ પામ્યા. હે પિતાજી! અમે પણ આપના સાંનિધ્યથી અમારા કાર્યને સાધશું. ૩. આમ બોલતી શત્રુંજયની પાળે ચડતી તે પુત્રીઓએ અનશન કર્યું અને પ્રભુના ધ્યાનમાં લીન થઈ કેવળજ્ઞાન પામી આઠકર્મને દૂર કરી જ્યોતિમાં જ્યોતિરૂપી મળી ગઇ-મોક્ષપદ પામી. ૪. સિદ્ધમાં જ્યાં એક અવગાહનાવાળા સિદ્ધ છે, ત્યાં તેટલી જ અવગાહનાવાળા બીજા અનંત સિદ્ધ છે, જે બે ઉપયોગ (કેવળજ્ઞાનકેવળદર્શન)ને વરેલા છે. અને તેના એકેક દેશ-પ્રદેશને સ્પર્શીને રહેલા એવા અસંખ્યાતગુણા અનંતા સિદ્ધ છે. પ. હવે આ તીર્થનાં સાતમાં નવ નામો કહે છે, ૫૫. અકર્મક, પ૬, મહાતીર્થ, પ૭. હેમગિરિ, ૫૮. અનંતશક્તિ, પ. પુરુષોત્તમ, ૬૦. પર્વતરાજા, ૬૧. જ્યોતિ સ્વરૂપ, ૬૨. વિલાસભદ્ર અને ૬૩. Page #118 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવાણુંપ્રકા૨ી પૂજા વિલાસભદ્ર સુભદ્ર એ નામે, સુણતાં ચિત્ત ઠર્યા; શ્રી શુભવીર પ્રભુ અભિષેકે, પાતિક દૂર હર્યા રે. વા૦ ૭ કાવ્ય તથા મંત્ર ગિરિવર વિમલાચલનામકે, ઋષભમુખ્યજિનાંઘ્રિપવિત્રિતમ્; હૃદિ નિવેશ્ય જલૈર્જિનપૂજનું, વિમલમાપ્ય કરોમિ નિજાત્મકમ્. ૧. ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા. ૐ આઠમી પૂજા દુહો દ્રાવિડ ને વારિખિલ્લજી, દશ કોડી અણગાર; સાથે સિદ્ધિવધૂ વર્યા, વંદુ વારંવાર. ૧. ૧૧૭ ઢાળ ભરતની પાટે ભૂપતિ રે, સિદ્ધિ વર્યા એણે ઠામ; સ૦ અસંખ્યાતા તિહાં લગે હૈ, હુઆ અજિત જિનરાય. સ૦ ૧ સુભદ્ર. આ નામો સાંભળવાથી ચિત્ત ઠરે છે. શ્રી શુભવીર કહે છે કેપ્રભુને અભિષેક કરવાથી સર્વ પાપ દૂર થાય છે. ૬-૭. દુહાનો અર્થ- દ્રાવિડ ને વારિખિલ્લ દશ ક્રોડ મુનિરાજ સાથે શત્રુંજયગિરિ ઉ૫૨ સિદ્ધિવધૂને વર્યા-મોક્ષસુખ પામ્યા તેમને હું વારંવાર વંદન કરું છું. ૧. ઢાળનો અર્થ- ભરતચક્રવર્તિની પાટે અસંખ્યાતા રાજાઓ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શ્રી પૂજા સંગ્રહ સાથે જેમ જેમ એ ગિરિ ભેટીએ રે, તેમ તેમ પાપ પલાય; સ0 અજિત જિનેશ્વર સાહિબો રે, ચોમાસું રહી જાય. સ૦ ૨ સાગરમુનિ એક કોડીશું રે, તોડ્યા કર્મના પાશ; સ0 પાંચ કોડી મુનિરાજશું રે, ભરત લહ્યા શિવલાસ. સ૦ ૩ આદીશ્વર ઉપકારથી રે, સત્તર કોડી સાથ; સ0 અજિતસેન સિદ્ધાચળે રે, ઝાલ્યો શિવવધૂ હાથ. સ. ૪ અજિતનાથ મુનિ ચૈત્રની રે, પુનમે દશ હજાર; સ0 આદિત્યયશા મુક્તિ વર્યા રે, એક લાખ અણગાર. સ0 પ થયા તે આ સ્થળે-આ તીર્થ ઉપર સિદ્ધિગતિને પામ્યા છે, એમ અજિતનાથ પ્રભુ થયા ત્યાં સુધી સમજવું. ૧. આ ગિરિરાજને જેમ જેમ ભેટીએ તેમ તેમ પાપો નાશ પામે છે. આ તીર્થ પર અજિતનાથ પ્રભુએ ચોમાસુ કરેલ છે. ૨. સાગરમુનિ એક ક્રોડ મુનિ સાથે આ તીર્થે કર્મના પાશ તોડી મુક્તિ વર્યા છે ભરતમુનિ પાંચ ક્રોડ મુનિ સાથે આ તીર્થે મોક્ષે ગયા છે. ૩. આદીશ્વરપ્રભુના ઉપકારથી-ઉપદેશથી સત્તર ક્રોડ મુનિની સાથે અજિતસેન મુનિએ સિદ્ધાચળ ઉપર શિવવધૂનો હાથ પકડ્યોમોક્ષ પામ્યા. ૪. અજિતનાથ પ્રભુના દશ હજાર મુનિઓ ચૈત્રી પુનમે આ તીર્થે મોક્ષે ગયા છે. આદિત્યયશા એક લાખ મુનિ સાથે આ તીર્થે સિદ્ધિપદ પામ્યા છે. ૫. Page #120 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવાણુપ્રકારી પૂજા ૧૧૯ અજરામર ખેમકરું રે, અમરકેતુ ગુણકંદ, સ0 સહાપરા શિવકરુ રે, કર્મક્ષય તમોકંદ. સ૦ ૬ રાજરાજેશ્વર એ ગિરિ રે, નામ છે મંગળરૂપ; સ0 ગિરિવર રજ તરુ મંજરી રે, શિશ ચડાવે ભૂપ. સ૦ ૭. દેવ યુગાદિ પૂજતાં રે, કર્મ હોવે ચકચૂર; સ0 શ્રી શુભવીરને સાહિબો રે, રહેજો હૈયા હાર. સ૦ ૮ કાવ્ય તથા મંત્ર ગિરિવર વિમલાચલનામક, ઋષભમુખ્યજિનાંધ્રિપવિત્રિતમ્; હદિ નિવેશ્ય જલર્જિનપૂજન, વિમલમાપ્ય કરોમિ નિજાત્મક.... ૧. ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા. હવે આ તીર્થના આઠમાં નવ નામ કહે છે. ૬૪. અજરામર, ૬૫. ક્ષેમકર, ૬૬, અમરકેતુ, ૬૭. ગુણકંદ, ૬૮. સહસપત્ર, ૬૯. શિવંક, ૭૦. કર્મક્ષય, ૭૧. તમાકંદ, ૭૨. રાજરાજેશ્વર. આ બધા નામો મંગલરૂપ છે. આ તીર્થની રજ અને વૃક્ષોની મંજરી પણ પવિત્ર ગણાતી હોવાથી રાજાઓ પણ મસ્તક પર ચડાવે છે. ૬-૭. આ તીર્થ પર યુગાદિદેવ-ઋષભદેવ પ્રભુની પૂજા કરવાથી કર્મો ચકચૂર થાય છે-નાશ પામે છે. કર્તા શ્રી શુભવિજયજી મહારાજના શિષ્ય વીરવિજયજી કહે છે કે- પરમાત્મા મારા હૃદયમાં હાજરાહજાર રહેજો. ૮ Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શ્રી પૂજા સંગ્રહ સાથે નવમી પૂજા રામ ભરત ત્રણ કોડીશું, કોડી મુનિ શ્રીસાર; કોડી સાડી આઠ શિવવર્યા, સાંબ પ્રદ્યુમ્નકુમાર. ૧. ઢાળ સિદ્ધાચળ શિખરે દીવો રે, આદીશ્વર અલબેલો છે; જાણે દર્શન અમૃત પીવો રે, આદીશ્વર અલબેલો છે. શિવ સોમયશાની લારે રે. આદીશ્વર તેર ક્રોડ મુનિ પરિવારે રે. આદીશ્વર૦ ૧ કરે શિવસંદરીનું આણું રે, આદીશ્વર નારદજી લાખ એકાણું રે. આદીશ્વર) વસુદેવની નારી પ્રસિદ્ધિ રે, આ૦ પાંત્રીસ હજાર તે સિદ્ધિ ૨. આદીશ્વર૦ ૨ દુહાનો અર્થ- રામ અને ભરત ત્રણ ક્રોડ મુનિ સાથે, શ્રીસારમુનિ એક ક્રોડ મુનિ સાથે અને કૃષ્ણ વાસુદેવના પુત્ર સાંબ અને પ્રદ્યુમ્નકુમાર સાડીઆઠ ક્રોડ મુનિ સાથે શ્રી સિદ્ધાચળગિરિ પર મોક્ષ પામ્યા છે. ૧. ઢાળનો અર્થ- સિદ્ધાચળના શિખર ઉપર દીપક સમાન શ્રી આદીશ્વર પ્રભુ અલબેલા છે.- ઉદાર છે. તેના દર્શનરૂપ અમૃતનું પાન કરો. શ્રી સોમયશા (બાહુબલિના પુત્ર) તેર ક્રોડ મુનિઓના પરિવાર સાથે આ તીર્થે મોક્ષપદ પામ્યા છે. ૧. નારદજીએ એકાણું લાખ મુનિની સાથે આ તીર્થે શિવસુંદરીનું તેડું કર્યું, કૃષ્ણ વાસુદેવના પિતા વસુદેવની પ્રસિદ્ધ એવી પાંત્રીસ હજાર વીઓ અહીં સિદ્ધિપદને પામી છે. ૨. - - - - - - - - - - - - - Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨ ૧ શ્રી નવાણુપ્રકારી પૂજા લાખ બાવન ને એક કોડી રે, આદીશ્વર, પંચાવન તહસને જોડી રે; આદીશ્વર સાતશે સિત્તોત્તર સાધુ રે, આદીશ્વર૦ પ્રભુ શાંતિ ચોમાસું કીધું રે. આદીશ્વર૦ ૩ તવ એ વરીયા શિવનારી રે, આદીશ્વર૦ ચૌદસહસ મુનિ દમિતારિરેઆદીશ્વર૦ પ્રદ્યુમ્ન પ્રિયા અચંભી રે, આદીશ્વર૦ ચૌઆળીશમેં વૈદર્ભી રે. આદીશ્વર૦ ૪ થાવરચાપુત્ર હજારે રે, આદીશ્વર, શુકપરિવ્રાજક એ ધારે રે; આ0 સેલગ પણસય વિખ્યાત રે, આ0 સુભદ્રમુનિ સમ સાત રે. આ૦ ૫ શ્રી શાંતિનાથ પ્રભુએ અહીં ચોમાસું કર્યું ત્યારે એક ક્રોડ, બાવન લાખ, પંચાવન હજાર, સાતસો અને સત્તોતેર મુનિ સિદ્ધિપદ પામ્યા. ૩. દમિતારિ નામના મુનિ ચૌદ હજાર મુનિની સાથે અહીં સિદ્ધિપદ પામ્યા. પ્રદ્યુમ્નની આશ્ચર્યકારી સ્ત્રી વૈદર્ભી ગુમાલીશસો સાથે અહીં સિદ્ધિપદને પામેલ છે. ૪. થાવસ્ત્રાપુત્ર એક હજાર મુનિ સાથે અને શુક પરિવ્રાજક પણ એજ ધારે-એક હજાર મુનિ સાથે આ તીર્થે સિદ્ધિપદ પામ્યા છે. સેલગમુનિ પાંચશે મુનિ સાથે અને સુભદ્ર મુનિ સાતસો મુનિ સાથે આ તીર્થે મુક્તિપદ પામ્યા છે. પ.. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૨ શ્રી પૂજા સંગ્રહ સાથે તરીયા તેણે ભવતારણ રે, આo ગજચંદ્ર મહોદય કારણ રે; આ0 સુરકાંત અચળ અભિનંદો રે, આ૦ સુમતિ શ્રેષ્ઠાભયકંદો રે. આ૦ ૬ ઈહાં મોક્ષે ગયા કેઈ કોટિ રે, આO અમને પણ આશા મોટી રે; આવે શ્રદ્ધા-સંવેગે ભરીઓ રે, આ૦ મેં મોટો દરિયો તરિયો રે. આ૦ ૭ શ્રદ્ધા વિણ કોણ હાં આવે રે, આ૦ જળમાં કિમ તે નાવે રે; આ૦ તેણે હાથ હવે પ્રભુ ઝાલો રે, આવે શુભવીરને હઈડે વ્હાલો રે. આ૦ ૮ આ પ્રમાણે અનેક મુનિ સંસાર તર્યા તેથી આ તીર્થનું ૭૩મું નામ ભવતારણ છે, હવે બીજા આઠ નામ કહે છે, ૭૪. ગજચંદ્ર, ૭૫. મહોદય, ૭૬. સુરકાંત, ૭૭. અચળ, ૭૮. અભિનંદ, ૭૯. સુમતિ, ૮૦. શ્રેષ્ઠ અને ૮૧. અભયકંદ એમ કુલ નવ નામ જાણવા.૬. આ તીર્થ ઉપર ક્રોડ મુનિઓ મોક્ષે ગયા છે, તે જાણીને અમને પણ મોટી આશા (મોક્ષની આશા) થઈ છે. શ્રદ્ધા અને સંવેગથી ભરેલા મેં મોટો દરીઓ (ભવસમુદ્ર) તર્યો છે-સંસારનો મોટો ભાગ તરી ગયો છું. ૭. હે પ્રભુ! શ્રદ્ધા વિના અહીં આપની પાસે કોણ આવે ? હું શ્રદ્ધારૂપ વહાણથી કિનારે લગભગ પહોંચી ગયો છું, પણ થોડા પાણીમાં વહાણ ચાલી શકતું નથી તેથી હે પ્રભુ ! હવે મને હાથ પકડી ખેંચી લો, શ્રી શુભવિજયજીના શિષ્ય શ્રી વીરવિજયજી કહે છે કે- હે પ્રભુ ! મને તમે હૃદયમાં ખૂબ વ્હાલા છો. ૮. : - - - . . . Page #124 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવાણુંપ્રકારી પૂજા કાવ્ય તથા મંત્ર ગિરિવર વિમલાચલનામકે, ૠષભમુખ્યજિનાંઘ્રિપવિત્રિતમ્; હૃદિ નિવેશ્ય જલૈર્જિનપૂજન, વિમલમાપ્ય કરોમિ નિજાત્મકમ્. ૧. ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા. દશમી પૂજા દુહો કદંબ ગણધર ક્રોડશું, વળી સંપ્રતિ જિનરાજ; થાવચ્ચા તસ ગણધરુ, સહસશું સિધ્યા કાજ. ૧. ઢાળ એમ કેઇ સિદ્ધિ વર્યા મુનિરાયા, નામથી નિર્મળ કાયા રે; એ તીરથ તારું. જાલી મયાલી ને ઉવયાલી, સિધ્યા અનશન પાળી રે. એ૦ ૧ ૧૨૩ દુહાનો અર્થ- ગઇ ચોવીશીના બીજા નિર્વાણી પ્રભુના કદંબ નામના ગણધર અહીં એક ક્રોડ મુનિ સાથે મોક્ષે ગયા છે. અને સંપ્રતિ નામના ૨૪મા તીર્થંકરના થાવચ્ચા નામના ગણધર એક હજાર મુનિ સાથે અહીં સિદ્ધિપદ પામ્યા છે. ૧. ઢાળનો અર્થ- એમ અનેક મુનિઓ અહીં મોક્ષે ગયા છે, જેના નામ લેવાથી પણ કાયા નિર્મળ થાય છે, આ તીર્થ તારનાર છે. જાલી, મયાલ અને ઉવયાલી નામે ત્રણ યાદવકુમારો અનશન કરી અહીં મોક્ષે ગય Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૪ શ્રી પૂજા સંગ્રહ સાથે દેવકી ષનંદન ઈહાં સિધ્ધા, આતમ ઉજ્વળ કીધા રે; એO ઉજ્વળગિરિ મહાપદ્મ પ્રમાણો, વિશ્વાનંદ વખાણો રે. એ૦ ૨ વિજયભદ્ર ને ઇંદ્રપ્રકાશો, કહીએ કપર્દી વાસો રે; એ. મુક્તિનિકેતન કેવળદાયક, ચર્ચગિરિ ગુણલાયક રે. એ૦ ૩ એ નામે ભય સઘળા નાસે, જયકમળા ઘર વાસે રે; એ. શુકરાજા નિજ રાજ્ય વિલાસી, ધ્યાન ધરે ષમાસી રે. એ૦ ૪ દ્રવ્ય સેવનથી સાજા તાજા, જેમ કુકડો ચંદરાજા રે; એ. દેવકીજીના છ પુત્રો આ તીર્થે સિદ્ધ થયા અને પોતાનો આત્મા નિર્મળ કર્યો, તેથી આ તીર્થનું ૮૨મું નામ ઉજ્વળગિરિ છે. પછી ૮૩મું મહાપધ, ૮૪મું વિશ્વાનંદ નામ વખાણો. ૨. ૮૫મું નામ વિજયભદ્ર, ૮૬. ઇંદ્રપ્રકાશ, ૮૭. કપર્દીવાસ, ૮૮. મુક્તિનિકેતન, ૮૯. કેવળદાયક, ૯૦. ચર્ચગિરિ. આ નામો ગુણલાયક છે. ૩. આ નામોથી સર્વ ભય નાશ પામે છે, જયલક્ષ્મી ઘરમાં આવીને રહે છે. પોતાનું રાજ્ય મેળવવાની ઇચ્છાવાળા શુકરાજાએ આ તીર્થનું છ મહિના ધ્યાન ધર્યું (તેથી તેને રાજ્યની પ્રાપ્તિ થઈ.)૪. આ તીર્થની દ્રવ્ય સેવાથી પણ પ્રાણી સાજા-તાજા થાય છે, Page #126 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવાણુંપ્રકારી પૂજા ધ્યાતા ધ્યેય ધ્યાનપદ એકે, ભાવથી શિવફળ ટેકે રે. એ૦ ૫ ડાળને ઠંડી બ્રહ્મને વળગો, જાણ ન થાયે અળગો રે એવ મૂળ ઉર્ધ્વ અધ શાખા ચારે, છંદપુરાણે વિચારે રે. એ૦ ૬ ઇંદ્રિય ડાળા વિષય પ્રવાળા, જાણતા પણ બાળા રે, એ અનુભવ અમૃત જ્ઞાનની ધારા, જિનશાસન જયકારા રે, એ૦ ૭ જેમ અપરમાતાએ મંત્રિત દોરો બાંધવાથી કુકડારૂપે થયેલા ચંદરાજા આ તીર્થે સૂર્યકુંડમાં સ્નાન કરવાથી પોતાના મૂળરૂપે ચંદરાજા થયા. ભાવપૂર્વક ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એકાગ્રતાથી શિવફળ (મોક્ષ) પ્રાપ્ત કરે છે. ૫. ૧૨૫ હે ભવ્યાત્મા ! ડાળને-ડાળાં પાંખડાંને તજીને બ્રહ્મને-મૂળને વળગો. એ પ્રમાણે જાણકાર હોય તે મૂળને છોડતો નથી. છંદપુરાણમાં કહે છે કે- મૂળ ઉંચે અને ચાર શાખા નીચે છે, તેનો ભાવ એ છે કે- આ સંસારરૂપ વૃક્ષની ચાર ગતિરૂપ ચાર શાખાઓ છે, તેના પાંચ ઇંદ્રિયોરૂપ ડાળાં-પાંખડાં છે અને તેના વિષયો રૂપ પ્રવાળા-અંકુરાઓ છે. હકીકત પણ જાણતા છતાં પણ જે તેને છોડતા નથી તે બાળઅજ્ઞાની જ સમજવા. તેની ઉપર જો અનુભવ રૂપ અમૃતની ધારા થાય એટલે કે પ્રાણીને જો સાચો અનુભવ થાય તો જિનશાસન કે જે જયવંતુ છે, તેને સમજી શકે. ૬-૭. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ચાર દોષ કિરિયા ઇંડાણી, યોગાવંચક પ્રાણી રે; એ ગિરિવર દરશન ફરશન યોગે, શ્રી પૂજા સંગ્રહ સાર્થ સંવેદનને વિયોગે રે. એ૦ ૮ નિર્જરતો ગુણશ્રેણીએ ચડતો, ધ્યાનાંતર જઇ અડતો રે; એવ શ્રી શુભવીર વસે સુખ મોજે, ગિરિવર વિમલાચલનામકે, શિવસુંદરીની સેજે રે. એ૦ ૯ કાવ્ય તથા મંત્ર ઋષભમુખ્યજિનાંઘ્રિપવિત્રતમ્; હૃદિ નિવેશ્ય જલૈર્જિનપૂજનું, વિમલમાપ્ય કરોમિ નિજાત્મકમ્. ૧. ૐ હ્રીં શ્રÆ પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા. જે પ્રાણી ક્રિયાના ચાર દોષ (દગ્ધ, શૂન્ય, અવિધિ અને અતિપ્રવૃત્તિ)નેતજેછે,તેપ્રાણી અવંચક-સફળયોગને પામેછે. ગિરિરાજના દર્શન અને સ્પર્શનના યોગથી સંવેદનશાન (ફક્ત જાણવા રૂપ જ્ઞાન-વિષય પ્રતિભાસ જ્ઞાન)નો વિયોગ થાય છે અર્થાત્ સ્પર્શન જ્ઞાન (આત્મા સાથે ઓતપ્રોત થનાર જ્ઞાન આત્મ-પરિણતિમજ્ઞાન) પ્રાપ્ત થાય છે. ૮. તે સ્પર્શન જ્ઞાનવાળો આત્મા કર્મની નિર્જરા કરતો ગુણ શ્રેણિએ ચઢતો ધ્યાનાંતરદશાને અડે છે-કેવળજ્ઞાન પામે છે. પછી સર્વકર્મ ખપાવી શ્રી શુભવીર પ્રભુ શિવસુંદરીની શય્યામાં-મોક્ષાવસ્થામાં અનંતકાળ સુધી સુખ-મોજમાં રહે છે. ૯. Page #128 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવાણુપ્રકારી પૂજા ૧ ૨૭ અગિયારમી પૂજા દુહા શત્રુંજયગિરિ મંડણો, મરુદેવાનો નિંદ; યુગલાધર્મ નિવારકો, નમો યુગાદિ નિણંદ. ૧. ઢાળ તીરથની આશાતના નવિ કરીએ, નવિ કરીએ રે નવિ કરીએ; ધૂપ ધ્યાન ઘટા અનુસરીએ, તરીએ સંસાર. તીરથની ૧ આશાતના કરતાં થકાં ધનહાણી, ભૂખ્યા ન મળે અન્નપાણી; કાયા વળી રોગે ભરાણી, આ ભવમાં એમ. તીરથનીઓ ૨ પરભવ પરમાધામીને વશ પડશે, વૈતરણી નદીમાં ભળશે; અગ્નિ ને કુંડે બળશે, નહીં શરણું કોય. તીરથની ૩ દુહાનો અર્થ શત્રુંજયગિરિના આભૂષણરૂપ, મરુદેવા માતાના પુત્ર અને યુગલિકધર્મને નિવારનાર એવા યુગાદિનિણંદ ઋષભદેવ પ્રભુને નમસ્કાર થાઓ. ૧. ઢાળનો અર્થ- આ મહાતીર્થની આશાતના ન કરીએ. ધૂપઘટા સાથે ધ્યાનઘટાને જોડીએ તો આ સંસારને તરી જઇએ. ૧. તીર્થની આશાતના કરવાથી ધનની હાનિ થાય, ભૂખ્યા હોવા છતાં અન્ન-પાણી ન મળે. કાયા રોગથી વ્યાપ્ત થાય, આ ભવમાં એવી - સ્થિતિ પ્રાપ્ત થાય. ૨. તીર્થની આશાતના કરનાર જીવો પરભવમાં પરમાધામીને વશ પડે, તેઓ વૈતરણી નદીમાં વહેવરાવે, અગ્નિના કુંડમાં બાળે. ત્યાં તે જીવોને કોઈ શરણભૂત નથી. ૩. આ તીર્થ શ્રી આદિનાથ પ્રભુ પૂર્વ નવાણું વાર આવ્યા છે. અનેક Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ શ્રી પૂજા સંગ્રહ સાર્થ પૂર્વ નવાણું નાથજી ઈહાં આવ્યા, સાધુ કઈ મોક્ષે સિધાવ્યા; શ્રાવક પણ સિદ્ધિ સુહાયા, જપતાં ગિરિનામ. તીરથની ૪ અષ્ટોત્તર શતફૂટ એ ગિરિ ઠામે, સૌંદર્ય યશોધર નામે; પ્રીતિમંડળ કામુકકામે, વળી સહજાનંદ. તીરથની ૫ મહેંદ્રધ્વજ સર્વાર્થ સિદ્ધ કહીએ, પ્રિયંકર નામ એ લહીએ; ગિરિ શીતળ છાંયે રહીએ, નિત્ય ધરીએ ધ્યાન. તીરથનીઓ પૂજા નવાણું પ્રકારની એમ કીજે, નરભવનો લાહો લીજે; વળી દાન સુપાત્રે દીજે, ચઢતે પરિણામ. તીરથની. ૭ સેવનફળ સંસારમાં કરે લીલા, રમણી ધન સુંદર બાળા; શુભવીર વિનોદ વિશાળા, મંગળ શિવમાળ. તીરથની ૮ સાધુઓ મોક્ષે ગયા છે. ગિરિના નામનો જાપ કરવાથી અનેક શ્રાવકો પણ મુક્તિસુખ પામ્યા છે. ૪. હવે આ તીર્થના અગિયારમાં નવ નામ કહે છે:- આ તીર્થના એકસો આઠ શિખર હોવાથી ૯૧. અષ્ટોત્તરશતકૂટ, ૯૨. સૌંદર્ય, ૯૩. યશોધર,૯૪.પ્રીતિમંડણ,૯૫. કામુક કામ,૯૬.સહજાનંદ,૯૭.મહેંદ્રધ્વજ, ૯૮.સર્વાર્થસિદ્ધ,અને૯૯. પ્રિયંકર આનામોદરરોજલહીએ,ગિરિરાજની શીતળ છાયામાં રહીએ. અને હંમેશાં ગિરિનું ધ્યાન ધરીએ. પ-૬. આ પ્રમાણે નવાણું પ્રકારની પૂજા કરીએ. મનુષ્યજન્મનો લાભ લઇએ, સુપાત્રે દાન આપીએ. આ બધું ચઢતા પરિણામે કરીએ. ૭. આ તીર્થની સેવા કરવાથી સંસારમાં જીવ આનંદ કરે, સુંદર સ્ત્રી, પુષ્કળ ધન અને સુંદર બાળકોની પ્રાપ્તિ થાય. શ્રી શુભવિજયજીના શિષ્ય, કર્તા ૫. વીરવિજયજી મહારાજ કહે છે, કે- વિશાળ એવા વિનોદને પામે અને છેવટે મંગળકારી શિવસુંદરીની વરમાળા ધારણ કરે-મોક્ષ પામે. ૮. Page #130 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવાણુંપ્રકારી પૂજા કાવ્ય તથા મંત્ર ગિરિવર વિમલાચલનામકે, ૠષભમુખ્યજિનાંઘ્રિપવિવિત્રતમ્; હૃદિ નિવેશ્ય જલૈર્જિનપૂજનં, વિમલમાપ્ય કરોમિ નિજાત્મકમ્. ૧. ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા. ૧૨૯ કળશ (રાગ ધનાશ્રી) ગાયો ગાયો રે વિમલાચલ તીરથ ગાયો; પર્વતમાં જેમ મેરુ મહીધર, મુનિમંડળ જિનરાયો, તરુગણમાં જેમ કલ્પતરુ વર, તેમ એ તીરથ સવાયો રે. વિ૦ ૧ યાત્રા નવાણું અમે ઈહાં કીધી, રંગ તરંગ ભરાયો; તીરથગુણ મુક્તાફળમાળા, સંઘને કંઠે ઠવાયો રે. વિ૦૨ શેઠ હેમાભાઈ હુકમ લઇને, પાલીતાણા શિર ઠાયો; મોતીચંદ મલુકચંદ રાજ્યે, સંઘ સકળ હરખાયો રે. વિ૦ ૩ કળશનો અર્થ- મેં વિમળાચળ તીર્થના ગુણો ગાયા. એ તીર્થ કેવું છે ? પર્વતોમાં જેમ મેરુપર્વત, મુનિમંડળમાં જેમ જિનેશ્વર, વૃક્ષોમાં જેમ કલ્પવૃક્ષ શ્રેષ્ઠ ગણાય છે, તેમ આ તીર્થ સર્વતીર્થોમાં સવાયું છે. ૧. 2 કર્તા કહે છે કે- અમે આનંદના તરંગથી ભરપૂરપણે આ તીર્થની નવાણું યાત્રા કરી, તે વખતે તીર્થના ગુણોરૂપી મોતીઓની માળા આ નવાણું પ્રકારી પૂજારૂપે બનાવીને સંઘના કંઠમાં સ્થાપન કરી. ૨. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ શ્રી પૂજા સંગ્રહ સાર્થ તપગચ્છ સિંહસૂરીશ્વર કેરા, સત્યવિજય સત્ય પાયો; કપૂરવિજય ગુરુ ખીમાવિજય તસ, જસવિજયો મુનિરાયો રે. વિO શ્રી શુભવિજય સુગુરુ સુપસાયે, શ્રુતચિંતામણિ પાયો; વિજયદેવેંદ્રસૂરીશ્વરરાયે, પૂજાઅધિકાર રચાયો રે. વિ૦ ૫ પૂજા નવાણું પ્રકાર રચાવો, ગાવો એ ગિરિરાયો; વિધિયોગે ફળ પૂરણ પ્રગટે, તવ હઠવાદ હઠાયો રે. વિ૦ ૬ વેદ વસુ ગજચંદ્ર (૧૮૮૪) સંવત્સર, ચૈત્રી પુનમ દિન ગાયો; પંડિત વીરવિજય પ્રભુધ્યાને, આતમ આપ ઠરાયો રે. વિ૭ હેમાભાઈ શેઠના હુકમથી અહીં મુનિમ તરીકે રહેલા મોતીચંદ મલકચંદના રાજ્યમાં આ પૂજાની રચના કરી સર્વ સંઘને હર્ષિત કર્યો. ૩. - તપાગચ્છમાં શ્રી વિજયસિંહસૂરિના શિષ્ય શ્રી સત્યવિજય પંન્યાસે સત્યને પ્રાપ્ત કર્યું. તેમના શિષ્ય કપૂરવિજયજી તેમના શિષ્ય ક્ષમાવિજયજી અને તેમના શિષ્ય જસવિજય થયા. તેમના શિષ્ય શ્રી શુભવિજયજી થયા કે જે મારા સુગુરુ છે, તેમના સુપસાયથી-મહેરબાનીથી હું શ્રુતજ્ઞાનરૂપી ચિંતામણિ રત્ન પામ્યો. તેથી શ્રી વિજયદેવેંદ્રસૂરિજીના રાજ્યમાં આ પૂજાનો અધિકાર મેં રચ્યો. ૪-૫. હે ભવ્યાત્માઓ! આ તીર્થે આવી ૯૯ પ્રકારી પૂજા રચાવો અને આ ગિરિરાજના ગુણગાન કરો. આ કાર્યમાં વિધિયોગ બરાબર હોય તો પૂર્ણફળની પ્રાપ્તિ થાય અને હઠવાદનો નાશ થાય. ૬. સંવત ૧૮૮૪ના વર્ષમાં ચૈત્રી પુનમના દિવસે આ પૂજા ગાઈ છે-બનાવી છે. પંડિત વીરવિજયજીએ પ્રભુના ધ્યાનવડ પોતાના આત્માને આત્મભાવમાં સ્થિર કર્યો. ૭. ઇતિ શ્રી શત્રુંજયમહિમાગર્ભિત નવાણું પ્રકારી પૂજા સમાપ્ત. Page #132 -------------------------------------------------------------------------- ________________ પંડિત શ્રી વીરવિજયજી મ. કત બારવ્રતની પૂજા બારવ્રતની પૂજાની વિધિ આ પૂજામાં કુલ ૧૩ પૂજાઓ છે. પ્રથમ પૂજા સમ્યકત્વની અને શેષ બાર પૂજા બાર વ્રતની, એમ મળીને કુલ ૧૩ પૂજા છે. તેમાં શ્રાવકના ૧૨૪ અતિચારોની આલોચના કરવાની છે. જે દરેક પૂજામાં જણાવવામાં આવ્યું છે. અષ્ટપ્રકારી પૂજાના આઠ સાધનો ઉપરાંત (૧) વાસક્ષેપ, (૨) પુષ્પમાળા, (૩) ધ્વજા, (૪) દર્પણ. અને (૫) અષ્ટમંગળ. આ પાંચ વસ્તુઓ વધારે લાવવી. દરેક પૂજા વખતે તે પૂજા જેની હોય તે વસ્તુ લઈને પ્રભુ પાસે ઉભા રહેવું. અને તે તે પૂજા ભણાવાઇ જાય અને થાળી વાગે ત્યારે તે તેદ્રવ્યથી પ્રભુની પૂજા કરવી. (૧) પ્રથમ પૂજા પૂરી થાય ત્યારે પ્રભુનો જલાભિષેક કરવો. પછી અંગલુછણાં કરી. (૨) બીજી પૂજાના અંતે કેસર પૂજા કરવી. (૩) ત્રીજી પૂજાના અંતે વાસક્ષેપ પૂજા કરવી. (૪) ચોથી પૂજાના અંતે પુષ્પમાલા ચડાવવી. (૫) પાંચમી પૂજાના અંતે દીપ, (૬) છઠ્ઠી પૂજાના અંતે ધૂપ. (૭) સાતમી પૂજાના અંતે ફૂલો ચડાવવાં. (૮) આઠમી પૂજાના અંતે અષ્ટમંગળ ધરવાં. (૯) નવમી પૂજાના અંતે અક્ષત ધરી સાથીઓ કરવો. (૧૦) દસમી પૂજાના અંતે દર્પણ ધરવું. (૧૧) અગ્યારમી પૂજાના અંતે નૈવેદ્ય ધરવું. (૧૨) બારમી પૂજામાં | ધ્વજ મૂકવો અને (૧૩) તેરમી પૂજાના અંતે ફળ મૂકવું. પૂજા સંપૂર્ણ થાય ત્યારે લુણઉતારણ-આરતી મંગળદીવો કરી શાંતિ કળશ કરવો. ત્યારબાદ ચૈત્યવંદન કરવું. Page #133 -------------------------------------------------------------------------- ________________ બારવ્રતની પૂજા શ્રી સમ્યક્ત્વ આરોપણમાં પ્રથમ જળપૂજા દુહા સુખકર શંખેશ્વર પ્રભુ, પ્રણમી શુભ ગુરુ પાય; શાસનનાયક ગાઇશું, વર્ધમાન જિનરાય. ૧ સમવસરણ સુરવર રચે, વન મહસેન મઝાર; સંઘ ચતુર્વિધ થાપીને, ભૂતળ કરત વિહાર. ૨ એક લખ શ્રાવક વ્રતધરા, ઓગણસાઠ હજાર; સૂત્ર ઉપાસકે વર્ણવ્યા, દશ શ્રાવક શિરદાર. ૩ પ્રભુ હાથે વ્રત ઉચ્ચરી, બાર તજી અતિચાર; ગુરુ વંદી જિનની કરે, પૂજા વિવિધ પ્રકાર. ૪ દુહાનો અર્થ- સુખને કરનાર એવા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથને તથા શ્રી શુભવિજયજી નામના મારા ગુરુના ચરણોને પ્રણામ કરી શાસનના નાયક શ્રી વર્ધમાનસ્વામીના ગુણોનું ગાન કરીશું. ૧. વીર પરમાત્મા મહાસેન વનમાં પધાર્યા ત્યારે દેવોએ ત્યાં સમવસરણની રચના કરી અને ત્યાં ચતુર્વિધ સંઘની સ્થાપના કરી પ્રભુએ પૃથ્વીતળ ઉપર વિહાર કર્યો. ૨. પ્રભુની પાસે વ્રત ઉચ્ચરનાર શ્રાવકો એક લાખ ને ઓગણસાઠ હજાર હતા. તેમાં મુખ્ય શ્રાવકો કે જેનું ઉપાસકદશાંગ સૂત્રમાં વર્ણન કરવામાં આવેલ છે, તે દશ હતા. તેઓ પ્રભુ પાસે બારવ્રત ઉચ્ચરી, અતિચાર તજી, ગુરુને વંદન કરી, જિનપ્રતિમાની વિવિધ પ્રકારે પૂજા કરતા હતા. ૩-૪ Page #134 -------------------------------------------------------------------------- ________________ બારવ્રતની પૂજા મુનિ મારગ ચિંતામણિ, શ્રાવક સુરતરુ સાજ; બેઉ બાંધવ ગુણઠાણમેં, રાજા ને યુવરાજ. ૫ શિવમારગ વ્રતનો વિધિ, સાતમા અંગ મોઝાર; પંચમ આરે પ્રાણીને, સુણતાં હોય ઉપકાર. ૬ તિણે કારણ પૂજા રચું, અનુપમ તેર પ્રકાર; ઉતરવા ભવજળનિધિ, એ છે આરા બાર. ૭ સુરતરુ રૂપાનો કરી, નીલ વરણમેં પાન; રક્તવર્ણ ફળ રાજતાં, વામ દિશે તસ ઠાણ. ૮ મુનિમાર્ગ ચિંતામણિરત્ન સમાન છે, શ્રાવક ધર્મ કલ્પવૃક્ષ સમાન છે, ગુણોના સ્થાનમાં મુનિ અને શ્રાવક, બાંધવ એવા રાજા અને યુવરાજ સમાન છે. ૫ ૧૩૩ મોક્ષમાર્ગરૂપ શ્રાવકના વ્રતનો વિધિ સાતમા ઉપાસકદશા અંગમાં છે. પાંચમા આરામાં પ્રાણીને તે સાંભળતા પણ ઉપકાર કરનાર છે. ૬. તે માટે- વ્રતોનું સ્વરૂપ સમજાવવા માટે અનુપમ એવી તેર પ્રકારની (સમ્યક્ત્વની અને બાર વ્રતની) પૂજા ૨ચું છું. ભવસાગરનો પાર પામવા માટે બાર વ્રત તે બાર આરાઓ છે. ૭ આ પૂજા ભણાવતાં પ્રથમ રૂપાનો કલ્પવૃક્ષ બનાવવો. તેના પાન નીલવર્ણના બનાવવા. ફળો રક્તવર્ણના બનાવવા. તે કલ્પવૃક્ષ પ્રભુની ડાબીબાજુએ સ્થાપન કરવો. ૮ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧ ૩૪ શ્રી પૂજા સંગ્રહ સાથે તેર તેર વસ્તુ શુચિ, મેળવીએ નવરંગ; નરનારી કળશા ભરી, તેર ઠવો જિન અંગ. ૯ હવણ વિલેપન વાસની, માળ દીપ ધૂપ ફૂલ; મંગળ અક્ષત દર્પણે, નૈવેદ્ય ધ્વજ ફળ પૂર. ૧૦ ઢાળ ચતુર ચંપાપુરી, વનમાંહે ઉતરી, સોહમ જંબૂને એમ કહે છે; વીરજિન વિચરતાં, નવપુર આવતાં, વચન કુસુમે વ્રત મહમહે એ. ૧. શાંત સંવેગતા, વસુમતિ યોગ્યતા, સમકિત બીજ આરોપ કીજે; નવીન આનંદપૂર્વક ફળ-નૈવેદ્ય વગેરે દરેક જાતની તેર તેરા પવિત્ર વસ્તુઓ મેળવવી અને નરનારીઓએ હવણજળના તેર કળશ પણ ભરીને પ્રભુ પાસે સ્થાપવા. તેરતેર વસ્તુઓ લાવવી અને રાખવી. શક્ય ન હોય તો એકેક વસ્તુ ગોઠવવી. ૯ ૧. હવણ, ૨ વિલેપન, ૩ વાસક્ષેપ, ૪ પુષ્પમાળ, ૫ દીપક, ૬ ધૂપ, ૭ પુષ્પ, ૮ અષ્ટમંગળ, ૯ અક્ષત, ૧૦ દર્પણ, ૧૧. નૈવેદ્ય, ૧૨ ધ્વજા, અને ૧૩ ફળ. આ પ્રમાણે પૂજાના તેર પ્રકાર સમજવા. ૧.૦ ઢાળનો અર્થ- ચતુર એવી ચંપાપુરીના વનમાં પધારી, શ્રી સૌધર્મ ગણધર જંબૂસ્વામીને કહે છે, કે- શ્રી વીર પરમાત્મા વિચરતા વિચરતા નવપુરનગરે આવ્યા. અને તેમના વચનરૂપી પુષ્પોથી વ્રતોની સુગંધી મઘમઘી રહી. ૧. શાંત (ઉપશમ) અને સંવેગતા (મોક્ષાભિલાષ) એ બે ગુણો - WWW.jainelibrary.org Page #136 -------------------------------------------------------------------------- ________________ બારવ્રતની પૂજા સૃષ્ટિ બ્રહ્માતણી, વિષ્ણુ શંકર ધણી, એક રાખે એક સંહરીજે. ૨ ગૌરૂપ ચાટણી, વાવ અમૃતતણી, ત્રિપુર ને કેશવા ત્રણ હણીજે; જૂઠ મંડાણની, વાણી પુરાણની, કુગુરુમુખ ડાકિણી દૂર કીજે. ૩ હરિહર બંભને, દેવી અચંભને, પામી સમકિત નવિ ચિત્ત ધરીજે; દોષથી વેગળા, દેવ તીર્થંકરા, ઉઠી પ્રભાતે તસ નામ લીજે, ૪ પ્રાપ્ત થાય છે, ત્યારે આત્મારૂપી પૃથ્વીમાં યોગ્યતા પ્રાપ્ત થવાથી તેમાં સમકિતરૂપી બીજનું આરોપણ થઇ શકે. ૧૩૫ (અહીં પ્રસંગે અન્ય મતની માન્યતા જણાવે છે. જે વાંચતા જ સમજાય તેમ છે કે કેટલી મિથ્યાવાત છે.) આ સૃષ્ટિ બ્રહ્માએ રચી છે, વિષ્ણુ રક્ષણ કરે છે અને શંકર સંહાર કરે છે. ૨ ત્રિપુરાસુર સાથે દેવોને યુદ્ધ થતાં ત્રિપુરાસુર બાજુમાં રહેલ અમૃતની વાવમાંથી અમૃત ચાટી આવતો હતો, તેથી વિષ્ણુએ ગાયનું રૂપ લઇ વાવનું અમૃત ચાટી લીધું, તેથી ત્રિપુરાસુરને અમૃત ન મળ્યું. પછી દેવોએ ત્રિપુરાસુરનો નાશ કર્યો અને ત્રણ નગરોનો નાશ કર્યો. શ્રદ્ધામાં પણ ન બેસે એવી આવા પ્રકારની મિથ્યા મંડાણવાળી વાણીને દૂરથી જ તજી દેવી જોઇએ. મોક્ષકામી વિવેકી આત્માએ ઉપજાવી કાઢેલા સ્વરૂપવાળા તથા કેવળ આશ્ચર્ય જ ઉત્પન્ન કરે એવા દેવ-દેવીઓનું નહિ પણ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ શ્રી પૂજા સંગ્રહ સાર્થ અતિશય શોભતા, અન્ય મત થોભતા, વાણી ગુણ પાંત્રીસ જાણીએ એ; નાથ શિવસાર્થવા, જગતના બંધવા, દેવ વીતરાગ તે માનીએ એ. ૫ યોગ્ય આચારને, સુગુરુ અણગારને, ધર્મ જયણાયુત આદરો એ; સમકિતસારને, ઠંડી અતિચારને, સિદ્ધપડિમા નિત નિત કરો એ. ૬ જેમનામાં નામ પ્રમાણે ગુણ છે, જેઓ ધર્મતીર્થનું સ્થાપન કરે છે તથા જેમનામાં સાચું હરિહર-બ્રહ્માપણું ઘટી શકે છે તેવા તીર્થંકર પ્રભુનું જ પ્રભાતમાં ઉઠીને નામસ્મરણ કરવું જોઇએ. શેષ દેવ-દેવીઓમાંથી સમ્યક્તત્વ પામ્યા પછી ચિત્ત ઉઠાવી લેવું. તેવામાં ચિત્ત ન ધરવું. તે સુદેવ કેવા છે ? ચોત્રીશ અતિશયવડે શોભતા છે, અન્ય મિથ્યામતોને થંભાવનારા છે, જેમની વાણી પાંત્રીશ ગુણયુક્ત છે, જે નાથ મોક્ષનગરે લઈ જવામાં સાર્થવાહ સરખા છે, જગતુના જીવોના બંધ તુલ્ય છે, એવા રાગ-દ્વેષ વિનાના દેવને દેવ તરીકે માનીએ. ૫ ગુરુ તરીકે કોને માનવા ? તે કહે છે- જે પાંચ આચારની યોગ્યતાવાળા છે, જેઓએ ઘર-બારનો ત્યાગ કર્યો છે. (અણગાર છે), તેમને સુગુરુ તરીકે માનીએ. અને જયણાયુક્ત ધર્મને ધર્મ તરીકે સ્વીકારીએ. આ પ્રમાણે સમકિતના સારને (શંકા-આકાંક્ષા-વિતિગિચ્છા, મિથ્યામતિની પ્રશંસા અને મિથ્થામતિ પરિચયરૂપ) પાંચ અતિચારને તજી સ્વીકારવો. અને સિદ્ધની પ્રતિમાને હંમેશા નમસ્કાર કરવો. ૬ Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ બારવ્રતની પૂજા શ્રેણિક ક્ષાયિકે, ક્ષીર ગંગોદક, જિન અભિષેક નિત તે કરે એ; સિંચી અનુકૂળને, કલ્પતરુમૂળને, શ્રી શુભવીર પદ અનુસરી એ. ૭ કાવ્ય (શાર્દૂલવિક્રીડિત) શ્રદ્ધાસંયુતકાદશવ્રતધરાઃ શ્રાદ્ધા શ્રુતે વર્ણિતા, આનંદાદિકદિગ્મિતાઃ સુરભવં ત્યકત્વા ગમિષ્યતિ વૈ; મોક્ષ તદ્ઘતમાચરસ્વ સુમતે ! ચૈત્યાભિષેક કુરુ, યેન – વ્રતકલ્પપાદપફલાસ્વાદ કરોષિ સ્વયમ્. ૧ ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય જલં યજામહે સ્વાહા. ક્ષાયિક સમકિતી શ્રેણિક રાજા હંમેશાં દૂધ અને ગંગા નદીના પાણીથી શ્રી જિનમૂર્તિને અભિષેક કરતા હતા. અનુકૂળ એવા શ્રાવકના વ્રતરૂપ કલ્પવૃક્ષના મૂળ-સમકિતને સીંચીને શ્રી શુભવીર પરમાત્માના પદને-તીર્થંકરપદને અનુસર્યા, અર્થાત્ તેમણે તીર્થકરપદની નિકાચના કરી. ૭ કાવ્યનો અર્થ- શ્રદ્ધાસહિત શ્રાવકના બાર વ્રતને ધારણ કરનાર આનંદ વગેરે દશ શ્રાવકો કે જેઓને સિદ્ધાંતમાં વર્ણન કરવામાં આવેલ છે, તેઓ આયુષ્ય ક્ષય થયે સ્વર્ગમાં ગયા છે, ત્યાંથી ચ્યવીને મોક્ષમાં જશે, તેથી તે ઉત્તમ બુદ્ધિવાળા ! તમે તે વ્રતોને આચરો અને જિનમૂર્તિનું સ્નાત્ર કરો જેથી તમે વ્રતોરૂપી કલ્પવૃક્ષના ફળોનું પોતે જ આસ્વાદન કરશો. ૧. મંત્રનો અર્થ-પરમપુરુષ, પરમેશ્વર, જન્મ-જરા-મૃત્યુનું નિવારણ કરનાર શ્રી વીરજિનેશ્વરની હું જલદ્વારા પૂજા કરું છું. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શ્રી પૂજા સંગ્રહ સાર્થ પ્રથમ વ્રતે બીજી ચંદનપૂજા દુહો દંસણ નાણ ચરણ તણા, આઠ આઠ અતિચાર; અણસણ વીર્યાચારના, પણ તિગ તપના બાર. ૧. સુંદર સમકિત ઉચ્ચરી, લહી ચોથું ગુણઠાણ, ચડી પંચમ પગથાલીએ, થૂલ થકી પચ્ચક્ખાણ. ૨ ઢાળ બીજી આવો આવો જશોદાના કંત, અમ ઘર આવો રે, ભક્તિવત્સલ ભગવંત, નાથ શે નાવો રે; એમ ચંદનબાળાને બોલડે, પ્રભુ આવી રે, મુઠી બાકુળા માટે, પાછા વળીને બોલાવી રે. આવો૦ ૧. દુહાનો અર્થ- દર્શનાચાર, જ્ઞાનાચાર ને ચારિત્રાચારના આઠ આઠ અતિચાર, અનશનના પાંચ અતિચાર, વીર્યાચારના ત્રણ અતિચાર અને તપાચારના બાર અતિચાર છે. ૧. સુંદર સમકિતને ઉચ્ચરી, ચોથું ગુણસ્થાન પ્રાપ્ત કરી પાંચમા ગુણઠાણે આવતા શ્રાવક-શ્રાવિકા પ્રાણાતિપાત વગેરે પાપસ્થાનકોનો સ્થૂલથી ત્યાગ કરવારૂપ પચ્ચક્ખાણ કરે. ૨ ઢાળનો અર્થ- હે યશોદારાણીના કંત વીરપ્રભુ ! અમારા ઘરે આવો. હે ભક્તિવત્સલ ઉત્તમ નાથ ! તમે કેમ આવતા નથી ? આ પ્રમાણે ચંદનબાળાના વચનથી (પોતાનો અભિગ્રહ પૂર્ણ થવાથી) પ્રભુએ પાછા આવી એક મુઠી અડદના બાકુળા માટે ચંદનબાળાને બોલાવી તેના હાથે પ્રભુએ બાકૂળા વહોર્યા. ૧. Page #140 -------------------------------------------------------------------------- ________________ બારવ્રતની પૂજા ૧૩૯ સંકેત કરીને સ્વામી, ગયા તુમે વનમાં રે, થઈ કેવળી કેવળી કીધ, ધરી જો મનમાં રે; અમે કેસર કેરા કીચ, કરીને પૂજું રે, તોયે પહેલે વ્રત અતિચાર થકી હું ધ્રુ રે. આવો૦ ૨. જીવહિંસાના પચ્ચક્ખાણ, શૂલથી કરીએ રે, દુવિહં તિવિહેણ પાઠ, સદા અનુસરીએ રે; વાસી બોળો વિદળ નિશિભક્ષ હિંસા ટાળું રે, સવા વિશ્વા કેરી જીવ-દયા નિત્ય પાળું રે. આવો૦ ૩. દસ ચંદઆ દશ ઠાણ, બાંધીને રહીએ રે, જીવ જાયે એવી વાત, કેહને ન કહીએ રે; હે સ્વામી ! મનમાં કરૂણાબુદ્ધિ ધારણ કરી ચંદનબાળાને તારવાનો સંકેત કરીને આપ વનમાં ગયા અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને તેને પણ આપે કેવળી કરી. અમે પણ કેશરના કીચ કરીને-કેશરને સારી રીતે ઘોળીને પ્રભુની પૂજા કરીએ છીએ. વળી હે પ્રભુ ! આ પહેલા વ્રતના અતિચારોથી ધ્રુજીએ છીએ. ૨ જીવહિંસાના પચ્ચકખાણ ધૂલથી કરીએ અને દ્વિવિધ ત્રિવિધ (મન-વચન-કાયાથી ન કરું અને ન કરાવું) નો પાઠ હંમેશાં અનુસરીએ. વાસી ભોજન, બોળો (બોળ અથાણું), દ્વિદળ (કાચા ગોરસ સાથે કઠોળ ખાવું તે), અને રાત્રિભોજન કે જેમાં ઘણી હિંસા થાય છે તેનો ત્યાગ કરું અને (નિરપરાધી ત્રસ જીવોની સંકલ્પથી નિરપેક્ષપણે હિંસા ત્યાગ કરવારૂપ) સવા વિશ્વાની દયા નિરંતર પાળું. ૩ દશ સ્થાનકે (૧. દેરાસર, ૨ ઉપાશ્રય, ૩ પૌષધશાળા, ૪ સ્નાનગૃહ, ૫ ભોજનશાળા, ૬ ખાંડણીયા ઉપર, ૭ ઘંટી ઉપર, ૮ Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ શ્રી પૂજા સંગ્રહ સાર્થ વધુ બંધન ને છવિચ્છેદ, ભાર ન ભરીએ રે, ભાતપાણીનો વિચ્છેદ, પશુને ન કરીએ રે. આવો૦ ૪. લૌકિક દેવ ગુરુ મિથ્યાત્વ, ત્યાશી ભેદે રે, તુજ આગમ સુણતાં આજ, હોય વિચ્છેદે રે; ચોમાસે પણ બહુ કાજ, જયણા પાળું રે, પગલે પગલે મહારાજ, વ્રત અજવાળું રે. આવો૦ ૫. એક શ્વાસમાંહે સો વાર, સમરું તુમને રે, ચંદનબાળા જ્યું સાર, આપો અમને રે; માછી રિબળ ફળદાય, એ વ્રત પાળી રે, શુભવીર ચરણ સુપસાય, નિત્ય દીવાળી રે. આવો૦ ૬. પાણીયારા ઉ૫૨, ૯ ચૂલા ઉપર, અને ૧૦ શયનસ્થાને) દશ ચંદરવા બાંધીને રહીએ. અને કોઇપણ જીવની હિંસા થાય તેવું વચન બોલવું નહિ. (હવે આ વ્રતના પાંચ અતિચાર કહે છે) પશુનો વધ ન કરવો, તેમને ગાઢ બંધને બાંધવા નહિ, તેમની ચામડી વગેરેનો છેદ ન ક૨વો, તેમના ઉપર અતિભાર ન ભરવો અને તેમના ચારા-પાણીનો વિચ્છેદ ન કરવો. ૪ લૌકિક દેવ-ગુરુ સંબંધી મિથ્યાત્વ ત્યાશી ભેદે છે, તમારા આગમ સાંભળવાથી તેનો ત્યાગ થાય છે, ચોમાસામાં પણ ઘણા કામોમાં જયણા પાળું અને હે મહારાજ ! પગલે પગલે આ પ્રથમ વ્રતને ઉજ્જ્વળ રાખું. પ હે પ્રભુ ! એક શ્વાસોચ્છવાસમાં સેંકડો વાર તમોને યાદ કરું અને કહું છું કે- ચંદનબાળાની જેમ સાર-શ્રેષ્ઠ કેવળજ્ઞાન અમને આપો.ફળદાયક એવા આ પ્રથમવ્રતનું પાલન કરી હિરબળમાછી Page #142 -------------------------------------------------------------------------- ________________ બારવ્રતની પૂજા કાવ્ય તથા મંત્ર શ્રદ્ધાસંયુતદ્વાદશવ્રતધરાઃ શ્રાદ્ધાઃ શ્રુતે વર્ણિતાઃ, આનંદાદિકદિગ્મિતાઃ સુરભવં ત્યક્ત્વા ગમિષ્યતિ વૈ; મોક્ષ તવ્રતમાચરસ્વ સુમતે ચૈત્યાભિષેક કુરુ, ચેન દ્વં વ્રતકલ્પપાદપફલાસ્વાદું કરોષિ સ્વયમ્. ૧. ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુ-નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય ચદનં યજામહે સ્વાહા. ૧૪૧ દ્વિતીયવ્રતે ત્રીજી વાસપૂજા દુહો : ચૂર્ણ સરસ કુસુમેં કરી, ઘસી કેસર ઘનસાર, બહુલ સુગંધિ વાસથી, પૂજો જગત દયાળ. ૧ ઢાળ ત્રીજી મુક્તિસેં જાઇ મળ્યો રે, મોહન મેરો મુક્તિસે જાઇ મળ્યો; મોહસેં ક્યું ન ડર્યો રે, મોહન મેરો મુક્તિસેં જાઇ મળ્યો. સુખ પામ્યો. શ્રી શુભવીર પરમાત્માના ચરણના પસાયથી હંમેશાં દીવાળી થાય-આનંદ થાય. ૬ કાવ્ય તથા મંત્રનો અર્થ -પ્રથમ પૂજાને અંતે આપેલ છે તે મુજબ તેરે પૂજામાં જાણવો. માત્ર મંત્રના અર્થમાં એટલું ફેરવવું કેઅમે પ્રભુની ચંદનથી, વાસક્ષેપથી, પુષ્પથી, અને પુષ્પમાળા આદિથી પૂજા કરીએ છીએ. દુહાનો અર્થ- કેશર અને બરાસ ઘસી તેને સૂકવી, તેનું ચૂર્ણ કરી, સુગંધી પુષ્પોથી વાસિત કરવું. આવા ઘણા સુગંધી વાસક્ષેપથી જગત દયાળ પ્રભુની પૂજા કરવી. ૧. ઢાળનો અર્થ- મારા મનમોહન પ્રભુ મુક્તિમાં જઇને તેને મળી Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ શ્રી પૂજા સંગ્રહ સાથે નામકરમ નિર્જરણા હેતે, ભક્તકો ભાવ ભર્યો રે; મો૦ ઉપદેશી શિવમંદિર પહોતા, તો એ બનાવ ઠર્યો રે. મો૦ ૨. આનંદાદિક દશ હું બોલી, તુમ કને વ્રત ઉચ્ચર્યો રે, મો૦ પાંચ મોટકા જૂઠ ન બોલે, મેં બી આશ ભર્યો રે. મો૦ ૨. બીજું વ્રત ધરી જૂઠ ન બોલું, પણ અતિચારે ડર્યો રે; મો૦ વસુરાજા આસનસે પડિયો, નરકાવાસ કર્યો રે. મો૦ ૩. માંસાહારી માતંગી બોલે, ભાનુ પ્રશ્ન ધર્યો રે; મો. જૂઠા નરપગ ભૂમિશોધન, જળ છંટકાવ કર્યો રે. મો૦ ૪. ગયા. પણ તે પ્રભુ મોહથી કેમર્યા નહિ? એ આશ્ચર્ય છે. તીર્થંકર નામકર્મ ખપાવવા માટે ઉપદેશદ્વારા ભક્તજનોમાં શુભ ભાવ ભરી દીધો પછી તેઓ શિવમંદિરે મોક્ષે પહોંચી ગયા. હે પ્રભુ ! અમે પણ તમારી સાથે એવો જ બનાવ બનાવીશું. અર્થાત્ મોક્ષની પ્રાપ્તિ કરીશું. ૧. આનંદ વગેરે દશ શ્રાવકોએ આ પ્રમાણે બોલી આપની પાસે બાર વ્રત ઉચ્ચર્યા. તેમાં બીજા વ્રતમાં પાંચ મોટા જૂઠ (૧. કન્યાસંબંધી, ૨ પશુસંબંધી, ૩ જમીનસંબંધી, ૪ પારકી થાપણ ઓળવવારૂપ, અને ૫ ખોટી સાક્ષી પૂરવારૂપ) ન બોલવાનો નિર્ણય કર્યો. હું પણ તેમના જેવી જ આશાથી ભરેલો છું. ૨ બીજાં વ્રત લઈને હું જૂઠ બોલવાનો ત્યાગ કરું છું. તેના પાંચ અતિચારોથી ડરું છું, વસુરાજા જૂઠ બોલવાથી સિંહાસન ઉપરથી પડ્યો અને નરકાવાસને પામ્યો-નરકમાં ગયો. ૩ માંસભક્ષણ કરનાર માતંગીને બેસવા માટે જમીન ઉપર પાણી છાંટતી જોઈને ભાન નામના પંડિતે પ્રશ્ન કર્યો કે- તું જાતે ચંડાળ છે અને માંસાહાર કરે છે, તો જમીન પર પાણી કેમ છાંટે છે? તેના ઉત્તરમાં માતંગી Page #144 -------------------------------------------------------------------------- ________________ બારવ્રતની પૂજા મંત્રભેદ રહનારી ન કીજે, અછતી આળ હર્યો રે; મો૦ ફૂટ લેખ મિથ્યા ઉપદેશે, વ્રતકો પાણી ઝર્યો રે. મો૦ ૫. કમળ શેઠ એ વ્રતમેં સુખિયો, જૂઠમેં નંદ કળ્યો રે; મો શ્રી શુભવીર વચન પરતીતે, કલ્પવૃક્ષ ફળ્યો રે. મો૦ ૬. કાવ્ય તથા મંત્ર શ્રદ્ધાસંયુતદ્વાદશવ્રતધરાઃ શ્રાદ્ધાઃ શ્રુતે વર્ણિતાઃ, આનંદાદિકદિગ્મિતાઃ સુરભવં ત્યા ગમિષ્યતિ વૈ; મોક્ષ તતમાચરસ્વ સુમતે ! ચૈત્યાભિષેકં કુરુ, યેન ત્યં વ્રતકલ્પપાદપફલાસ્વાદ કરોષિ સ્વયમ્ ૧. ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે વીર જિનેન્દ્રાય વાસં યજામહે સ્વાહા. ૧૪૩ કહે છે કે જૂઠ બોલનાર મનુષ્યોના પગ પડવાથી અપવિત્ર થયેલ ભૂમિને શુદ્ધ કરવા જળછંટકાવ કરું છું એટલે ચંડાળ કરતાં પણ જૂઠ બોલનાર વધારે અપવિત્ર છે. ૪ આ બીજા વ્રતના પાંચ અતિચાર કહે છે-૧. મંત્રભેદ ન કરવો (કોઇની ગુપ્ત વાત પ્રગટ ન કરવી), ૨ પોતાની સ્ત્રીએ કરેલ ગુપ્ત હકીકત કોઇને ન કહેવી, ૩ કોઇને ખોટું કલંક ન દેવું, ૪ ખોટો લેખ ન લખવો, ૫ ખોટો ઉપદેશ ન આપવો. આ અતિચારો જો સેવવામાં આવે તો વ્રતનું પાણી (તેજ) ઝરી જાય છે. પ કમળશેઠ એ વ્રતનું પાલન કરવાથી સુખી થયા. અને નંદ વણિક જૂઠ બોલવાથી દુ:ખી થયા. શ્રી શુભવીર પરમાત્માના વચનના વિશ્વાસથી શ્રાવકધર્મરૂપ કલ્પવૃક્ષ ફલે છે. ૬ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ શ્રી પૂજા સંગ્રહ સાથે તૃતીયવ્રત ચોથી પુષ્પમાળ પૂજા દુહો સુરતરુ જાઈ ને કેતકી, ગુંથી ફૂલની માળ; ત્રિશલાનંદન પૂજીએ, વરીએ શિવવરમાળ. ૧. ઢાળ પ્રભુ કંઠે ઠવી ફૂલની માળા, ભૂલથકી વ્રત ઉચ્ચરી રે, ચિત્ત ચોખે ચોરી નવિ કરીએ. સ્વામી અદત્ત કદાપિ ન લીજે, ભેદ અઢારે પરિહરીએ રે.ચિત્ત) નવિ કરીએ તો ભવજળ તરીએ રે. ચિત્ત૧. સાત પ્રકારે ચોર કહ્યો છે, તૃણ તુષમાત્ર ન કર ધરીએ રે; ચિત્ત) દુહાનો અર્થ- કલ્પવૃક્ષ, જાઈ અને કેતકી વગેરેના ફૂલોની માળા ગુંથીને ત્રિશલામાતાના પુત્ર શ્રી મહાવીરસ્વામીને પૂજીએ અને મોક્ષરૂપ વરમાળા મેળવીએ. ૧. ઢાળનો અર્થ- પ્રભુના કંઠમાં ફૂલની માળા સ્થાપન કરીને સ્થૂલથી ત્રીજ અદત્તાદાનવિરમણ વ્રત ઉચ્ચરીએ અર્થાત્ ચોરી ન કરવા રૂપ ચોખા ચિત્તે નિયમ લઇએ. અદત્તના ચાર પ્રકાર (જીવઅદત્ત, તીર્થકરઅદત્ત, ગુરુઅદત્ત અને સ્વામીઅદત્ત) છે, તેમાંથી શ્રાવકે સ્વામી અદત્ત ક્યારે પણ ન લેવું, સ્વામી અદત્તના અઢાર ભેદ કહ્યા છે, તેને પરિહરીએ. અદત્તનો ત્યાગ કરીએ તો સંસારસાગરને તરી જઇએ. ૧. Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫. - - - - - બારવ્રતની પૂજા રાજદંડ ઉપજે તે ચોરી, નાઠું પડ્યું વળી વિસરીએ રે. ચિત્ત) ૨. ફૂડે તોલે કૂડ માપ, - અતિચારે નવિ અતિચરીએ રે; ચિત્ત) આ ભવ પરભવ ચોરી કરતાં, વધ બંધન જીવિત હરીએ રે. ચિત્ત) ૩. ચોરીનું ધન ન ઠરે ઘરમાં; ચોર સદા ભૂખે મરીએ રે; ચિત્ત) ચોરનો કોઈ ધણી નવિ હોવે, પાસે બેઠો પણ ડરીએ રે. ચિત્ત) ૪. ચોર સાત પ્રકારે *કહ્યો છે. ખરી રીતે તો ઘાસ કે ફોતરા જેવી પણ પારકી વસ્તુ હાથમાં ન લઈએ. ચોરીની ટૂંકી વ્યાખ્યા કહે છે જે ચોરી કરવાથી રાજ્ય દંડ કરે તે ચોરી કહેવી. કોઈનું નષ્ટ થયેલું, પડી ગયેલું અને ભૂલી ગયેલું લેવું તે પણ ચોરી કહેવાય. ૨ ખોટા તોલથી અને ખોટા માપથી વસ્તુ લેવાદેવાથી અતિચાર લાગે છે, તેવા અતિચાર લગાડવા નહીં. ચોરી કરવાથી આ ભવ અને પરભવમાં વધ, બંધન પામે અને જીવિતનો પણ નાશ થાય. ૩ ચોરીનું ધન ઘરમાં ટકે નહીં, ચોર કાયમ ભૂખે ન મરે, ચોર પકડાય તો કોઈ તેનો ધણી થતો નથી. ચોરની પાસે બેસતાં પણ ડર લાગે છે. ૪ *૧. ચોર, ર ચોરી કરનાર, ૩ ચોરીની વસ્તુ વેચી આપનાર, ૪ચોરને અન્ન આપનાર, ૫ ચોરને મદદ કરનાર, ૬ ચોરને ગોઠવણ કરી આપનાર અને ૭ ચોરને સ્થાન આપનાર. આ સાતને ચોર કહ્યા છે. ૧૦ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ શ્રી પૂજા સંગ્રહ સાથે પરધન લેતાં પ્રાણ જ લીધા, પંચંદ્રિય હત્યા વરીએ રે; ચિત્ત) વ્રત ધરતાં જગમાં જસ ઉજ્જવળ, સુરલોકે જઈ અવતરીએ રે. ચિત્તo પ. તિહાં પણ સાસય પડિમા પૂજી, - પુણ્યતણી પોઠી ભરીએ રે; ચિત્ત જળ કળશા ભરી જિન અભિષેકે, કલ્પતરુ રૂડો ફળીએ રે. ચિત્ત) ૬. ધનદત્ત શેઠ ગયો સુરલોકે, . એ વ્રત શાખા વિસ્તરીએ રે; ચિત્તo પારકાનું ધન લેતાં તેના પ્રાણ જ લીધા તેમ અપેક્ષાથી સમજવું, કારણ કે ધન ગયાના આઘાતથી કેટલીકવાર મનુષ્યનું મરણ થાય છે, તેથી પંચંદ્રિયની હત્યા લાગે છે. જે ચોરી ન કરવાનું વ્રત લે છે તેનો આ જગતમાં ઉજ્વળ યશ થાય છે અને પરભવમાં દેવલોકમાં અવતાર પામે છે. ૫ ત્યાં પણ શાશ્વતી પ્રતિમાઓની પૂજા કરી પુણ્યની પોઠો ભરે છે, ત્યાં પ્રભુના જન્માભિષેકાદિ પ્રસંગે જળના કળશો ભરી પ્રભુને અભિષેક કરવાથી શ્રાવકવ્રતરૂપ કલ્પવૃક્ષ સારી રીતે ફળવાળો થાય છે. ૬ આ વ્રતનું પાલન કરી ધનદત્તશેઠ દેવલોકમાં ગયા છે. આ વ્રતની શાખાઓ ઘણી વિસ્તાર પામે છે. શ્રી શુભવીર પરમાત્માની ભક્તિથી શિવમંદિરમાં નિવાસ કરવારૂપ શાશ્વત સુખની પ્રાપ્તિ થાય WWW.jainelibrary.org Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧ ૪૭ બારવ્રતની પૂજા શ્રી શુભવીર જિનેશ્વર ભક્ત, સાસયસુખ શિવમંદિરીએ રે. ચિત્ત) ૭. કાવ્ય તથા મંત્ર શ્રદ્ધાસંયુકદ્વાદશવ્રતધરાઃ શ્રાદ્ધાઃ શ્રુતે વર્ણિતા, આનંદાદિકદિગ્મિતાઃ સુરભવં ત્યત્વા ગમિષ્યતિ વૈ; મોક્ષ તદ્ઘતમાચરસ્વ સુમતે ! ચેત્યાભિષેક કુરુ, યેન – વ્રતકલ્પપાદપફલાસ્વાદ કરોષિ સ્વયમ્. ૧. ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુ નિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય પુષ્પમાલાં યજામહે સ્વાહા. ચતુર્થવ્રત પાંચમી દીપકપૂજા ચોથું વ્રત હવે વરણવું, દીપક સમ જસ જ્યોત; કેવળદીપક કારણે, દીપકનો ઉદ્યોત. ૧. ઢાળ એવ્રત જગમાં દીવો મેરે પ્યારે, એવ્રત જગમાં દીવો. પરમાતમ પૂજીને વિધિશું, ગુરુ આગળ વ્રત લીજે; દુહાનો અર્થ- હવે ચોથા વ્રતનું વર્ણન કરું છું. જેની દીપક સમાન જ્યોત છે. કેવળજ્ઞાનરૂપી દીપક પ્રગટાવવા માટે પ્રભુની પૂજામાં દીપકનો ઉદ્યોત કરવો. ૧. ઢાળનો અર્થ- આ ચતુર્થ વ્રત જગતમાં દીપક સમાન છે, તે પ્યારા બંધુ ! આ વ્રત જગતમાં દીપક સમાન છે. વિધિપૂર્વક Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શ્રી પૂજા સંગ્રહ સાથે અતિચાર પણ દૂર કરીને, પરદારા દૂર કીજે. મેo નિજનારી સંતોષી શ્રાવક, અણુવ્રત ચોથું પાળે; દેવતિરિ નરનારી નજરે, રૂપ રંગ નવિ ભાળે. મે, ૧. વ્રતને પીડા કામની ક્રિીડા, દુરગંધા જે બાળી; નાસા વિણ નારી પણ રાગે, પંચાશકમાં ટાળી. મેરેo વિધવા નારી બાળકુમારી, વેશ્યા પણ પરજાતિ; રંગે રાતી દુર્બળ છાતી, નરમારણ એ કાતી. મેરે૦ ૨. પરનારી હેતે શ્રાવકને, નવ વાડો નિરધારી; નારાયણ ચેડા મહારાજે, કન્યાદાન નિવારી. મેરે) પરમાત્માની પૂજા કરી ગુરુ મહારાજ આગળ આ વ્રત લઇએ. પાંચ અતિચાર દૂર કરીને પરસ્ત્રીનો ત્યાગ કરીએ. સ્વદારાસંતોષી શ્રાવક આ ચોથું અણુવ્રત પાળે. દેવ-તિર્યંચ અને મનુષ્ય સંબંધી સ્ત્રીના રૂપરંગ નજરે પણ ન જુએ. ૧. કામક્રીડા એ ચોથા વ્રતને પીડારૂપ છે. પંચાશક ગ્રંથમાં દુર્ગધી બાલિકાને અને નાસિકા વગરની સ્ત્રીને પણ રાગપૂર્વક જોવાનો નિષેધ કરેલ છે. વિધવા સ્ત્રી, બાળકુમારી અને વેશ્યા. આ ત્રણેય પરસ્ત્રી સમજવી. એ સ્ત્રીઓ રંગે રાતી અને છાતીએ દુર્બળ હોય છે છતાં તેમના ઉપરની આસક્તિ મનુષ્યને મારવા માટે- તેના શીલરૂપ જીવનનો નાશ કરવા માટે એ છરી જેવી છે. ૨ પરસ્ત્રીથી રક્ષણ કરવા માટે શ્રાવકને નવવાડો કહેલી છે. નારાયણ -કૃષ્ણ અને ચેડા મહારાજાએ કન્યાદાન આપવાનો પણ ત્યાગ કર્યો હતો. ભરતરાજાને અયોધ્યાનું રાજ્ય ભળાવી રામચંદ્રજી વનવાસમાં રહ્યા હતા, Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ બારવ્રતની પૂજા ભરતરાયને રાજ ભળાવી, રામ રહ્યા વનવાસે; ખરદૂષણ નારી સવિકારી, દેખી ન પડ્યા પાસે.મેરે૦ ૩. દશ શિર રાવણ રણમાં રોળ્યો, સીતા સતીમાં મોટી; સર્વથકી જો બ્રહ્મવ્રત પાળે, નાવેદાન હેમ કોટી મેરે) વૈતરણીની વેદના માંહે, વ્રત ભાંગે તે પેસે; વિરતિને પ્રણામ કરીને, ઈદ્ર સભામાં બેસે. મેરે) ૪. મદિરા માંસથી વેદ પુરાણે, પાપ ઘણું પરદારા; વિષકન્યા રંડાપણ અંધા, વ્રતભંજક અવતારા. મેરે) તે વખતે ખર વિદ્યાધરની સ્ત્રી શૂર્પનખાએ વિકારવશ બની રામ પાસે કામભોગની પ્રાર્થના કરી હતી તો પણ તેના પાશમાં ફસાયા ન હતા. ૩ દશ મસ્તકવાળો કહેવાતો રાવણ પરસ્ત્રી લંપટ થવાથી યુદ્ધમાં મરાયો. શીયલનું રક્ષણ કરવાથી સીતા સતીમાં મોટી કહેવાણી. સર્વથી બ્રહ્મચર્ય પાળનારની તુલનામાં ક્રોડ સોનૈયાનું દાન પણ આવી શકે નહીં. ચતુર્થ વ્રતનો ભંગ કરનારા નરકની અંદર વૈતરણીની વેદના પામે છે. ઈદ્ર મહારાજા પોતાની સભામાં વિરતિવંતને-બ્રહ્મચારીને પ્રણામ કરીને બેસે છે. ૪ મદિરા અને માંસભક્ષણ કરતાં પણ વધારે પાપ પિરદારસેવનમાં છે એમ વેદો અને પુરાણોમાં કહ્યું છે. આ વ્રતનો ભંગ કરનારા ભવાંતરમાં વિષકન્યા, વિધવા અને અંધપણાને પામે છે. જે આ વ્રતનું રક્ષણ કરે છે, તે પાપને દૂર કરે છે, દેવો પણ તેના વાંછિત પૂરે છે. આ વ્રત કલ્પવૃક્ષની જેમ ઈચ્છિત ફળને આપનાર છે. અને જગતમાં યશકીર્તિ વધારે છે. ૫ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ શ્રી પૂજા સંગ્રહ સાર્થ વ્રત સંભાળે પાપ પખાળે, સુર તસ વાંછિત સાધે; કલ્પતરુ ફળ દાયક એ વ્રત,જગજસ કીરતિ વાધે.મેરે૦૫. દશમે અંગે ખત્રીશ ઓપમ, શીલવતી વ્રત પાળી; નાથનિહાળીચરણેઆવ્યો,નેહનજરતુમભાળી.મેરે હાથી મુખસે દાણો નિકસે, કીડી કુટુંબ સહુ ખાવે; શ્રી શુભવી૨ જિનેશ્વર સાહિબ, શોભા અમ શિર પાવે. મેરે૦ ૬. કાવ્ય તથા મંત્ર શ્રદ્ધાસંયુતદ્વાદશવ્રતધરાઃ શ્રાદ્ધાઃ શ્રુતે વર્ણિતાઃ, આનંદાદિકદિગ્મિતાઃ સુરભવં ત્યક્ત્વા ગમિષ્યતિ વૈ; મોક્ષ તતમાચરસ્વ સુમતે ! ચૈત્યાભિષેકં કુરુ, યેન દ્વં વ્રતકલ્પપાદપફલાસ્વાદ કરોષિ સ્વયમ્ ૧. ૐૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય દીપં યજામહે સ્વાહા. દશમા પ્રશ્નવ્યાકરણ નામના અંગમાં બ્રહ્મચર્યને બત્રીશ ઉપમાઓ આપી છે. શીલવતી આ વ્રતનું પાલન કરી સુખ પામેલ છે. હે પ્રભુ ! હું આપની સ્નેહ નજર જોઇને આપને શરણે આવ્યો છું. હાથીના મુખમાંથી અનાજ ખાતાં ખાતાં જે દાણા ખરી પડે તે દાણા ખાઇને કીડીનું આખું કુટુંબ તૃપ્ત થઇ શકે છે. તેવી રીતે હે શુભવીર જિનેશ્વર સાહેબ ! આપ અમારા મસ્તકે બીરાજો કે જેથી અમે શોભા પામીએ. ૬ Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧ ૫૧ બારવ્રતની પૂજા પંચમવ્રત છઠ્ઠી ધૂપપૂજા દુહો અણુવ્રત પંચમ આદરી, પાંચ તજી અતિચાર; જિનવર ધૂપે પૂજીએ, ત્રિશલામાત મલ્હાર. ૧. ઢાળ મનમોહનજી જગતાત, વાત સુણો જિનરાજજી રે, નવિ મળીયો આ સંસાર, તુમ સરિખો રે શ્રીનાથજી રે; કૃષ્ણગઢ ધૂપ દશાંગ, ઉખેવી કરું વિનતી રે, તૃષ્ણા તરુણી રસલીન, હું રઝળ્યો રે ચારે ગતિ રે; તિર્યંચ તરુના મૂળ, રાખી રહ્યો ધન ઉપરે રે, પંચંદ્ધિ ફણિધર રૂપ, ધન દેખીને મમતા કરે રે. મન૦ ૧ સુર લોભી છે સંસાર, સંસારી ધન સંહરે રે, ત્રીજે ભવ સમરાદિત્ય, સાધુ ચરિત્રને સાંભળે રે; દુહાનો અર્થ- પાંચમું પરિગ્રહ પરિમાણરૂપ અણુવ્રત અંગીકાર કરી તેના પાંચ અતિચારો તજી ત્રિશલામાતાના નંદન વીર જિનેશ્વરની ધૂપ વડે પૂજા કરીએ. ૧. ઢાળનો અર્થ છે મનમોહન જગધણી ! હે જિનરાજ ! મારી વાત સાંભળો. તમારા સરખો નાથ મને આ સંસારમાં મલ્યો નથી. કૃષ્ણાગરુ અને દશાંગધૂપ પ્રભુની પાસે કરીને હું વિનંતી કરું છું કે હે પ્રભુ! તૃષ્ણારૂપ સ્ત્રીના રસમાં લીન થઇને હું ચારે ગતિમાં ભમ્યો. તિર્યંચગતિમાં ધન ઉપર વૃક્ષના મૂળીયા રાખી હું રહ્યો. પંચેંદ્રિયમાં સર્પરૂપે થઇને ધન દેખીને મમતા કરી છે. ૧. Page #153 -------------------------------------------------------------------------- ________________ ઉપર શ્રી પૂજા સંગ્રહ સાથે નરભવ માંહે ધનકાજ, ઝાઝા ચડ્યો રણમાં રડ્યો રે, નીચ સેવા મૂકી લાજ, રાજ્યરસે રણમાં પડ્યો રે. મન૦ ૨ સંસારમાં એક સાર, જાણી કંચન કામિની રે, ન ગણી જપમાળા એક, નાથ નિરંજન નામની રે, ભાગ્યે મળિયા ભગવંત, અવસર પામી વ્રત આદરું રે, ગયો નરકે મમ્મણશેઠ, સાંભળી લોભથી ઓસરું રે. મન૦ ૩. નવવિધ પરિગ્રહપરિમાણ, આનંદાદિકની પરે રે, અથવા ઇચ્છાપરિમાણ, ધન ધાદિક ઉરચરે રે; આ સંસારમાં જે લોભી દેવો હોય છે તે સંસારી મનુષ્યનું ધન દાટેલું હોય ત્યાંથી સંહરે છે. લોભના સંબંધમાં સમરાદિત્યના જીવે ત્રીજા ભવમાં એક મુનિના ચરિત્રને સાંભળેલું છે. આ જીવ ધન માટે મનુષ્યપણામાં વહાણમાં ચઢ્યો, રણમાં રખડ્યો, લાજ છોડી નીચજનોની સેવા કરી, રાજ્યના રસથી લડતાં લડતાં જ મરણ પામ્યો. ૨ - આ જીવે સંસારમાં સાર તરીકે કંચન અને કામિનીને જ ગણી, તેમાં મુંઝાઈને નિરંજન એવા નાથના નામની એક પણ જપમાળા ન ગણી. હે પ્રભુ ! તમે હવે મારા ભાગ્ય મળ્યા છો, તેથી અવસર પામીને હું આ પાંચમા વ્રતને અંગીકાર કરું. અતિલોભ કરવાથી મમ્મણશેઠ નરકે ગયો, તેની કથા સાંભળી હું લોભથી પાછો હઠું. ૩ " આનંદ વગેરે શ્રાવકની જેમ નવ પ્રકારના પરિગ્રહનું પ્રમાણ કરે. અથવા ધન-ધાન્ય વગેરેનું પોતાની ઇચ્છા પ્રમાણે પ્રમાણ નક્કી કરે. પરિગ્રહના સામાન્યથી છે ભેદ (૧. ધન-ધાન્ય, ૨ રત્ન, ૩ Page #154 -------------------------------------------------------------------------- ________________ બારવ્રતની પૂજા ૧પ૩ વળી સામાન્ય પભેદ, ઉત્તર ચોસઠ દાખિયા રે, દશવૈકાલિક નિર્યુક્તિ, ભદ્રબાહુ ગુરુ ભાખિયા રે. મન, ૪. પરિમાણથી અધિકું હોય, તો તીર્થે જઈ વાવરો રે, રોકાયે ભવનું પાપ, છાપ ખરી જિનની ધરો એ; ધનશેઠ ધરી ધનમાન, ચિત્રાવેલીને પરિહરી રે, શુભવીર પ્રભુને ધ્યાન, સંતોષે શિવસુંદરી રે. મન, ૫. કાવ્ય તથા મંત્ર શ્રદ્ધાસંયુતદ્વાદશવ્રતધરાઃ શ્રાદ્ધાઃ શ્રુતે વર્ણિતા, આનંદાદિકદિગ્મિતાઃ સુરભવ ત્યકત્વા ગમિષ્યતિ વૈ; મોક્ષ તદ્ઘતમાચરસ્વ સુમતે ચૈત્યાભિષેક કુરુ, યેન – વ્રતકલ્પપાદપફલાસ્વાદ કરોષિ સ્વયમ્. ૧. ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે વિરજિનેન્દ્રાય ધૂપં યજામહે સ્વાહા. સ્થાવર, ૪ દ્વિપદ, પ ચતુષ્પદ અને ૬ કુષ્ય) પણ છે. અને ઉત્તરભેદ ચોસઠ (ધાન્યના ૨૪, રત્નના ૨૪, સ્થાવરના ૩, દ્વિપદના ૨, ચતુષ્પદના ૧૦ અને કુષ્યનો એક) છે. તે દશવૈકાલિકસૂત્રની નિર્યુક્તિમાં શ્રી ભદ્રબાહુસ્વામીએ કહ્યા છે. ૪ રાખેલા પ્રમાણથી ધન વધે તો તીર્થસ્થાને જઈ વાપરવું. તેથી સંસારના પાપ અટકી જાય, અને એ રીતે જિનની ખરી છાપ ધારણ કરો. ધનશેઠે ધનનું પ્રમાણ કર્યું હતું તેથી તેણે અનાયાસે મળેલ ચિત્રાવેલીને પણ તજી દીધી. આ વ્રતધારી શુભવીર પ્રભુનું ધ્યાન કરી શિવસુંદરીને સંતોષ પમાડે છે. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શ્રી પૂજા સંગ્રહ સાથે ષષ્ઠદ્રત સાતમી પુષ્પપૂજા દુહો ફૂલ અમૂલક મેઘ મ્યું, વરસાવી જિન અંગ; ગુણવ્રત ત્રણે તેહમાં, દિશિપરિમાણને રંગ. ૧. ઢાળ સમવસરણ સુરવર રચે રે, પૂજા ફૂલ અશેષ; સાહિબ શિવ વસીયા. રાયપાસેણી સૂત્રમાં રે, કરે સૂર્યાભ વિશેષ. સાવ શિવ વસિયા ને મારે મન વસ્યા રે, દિલ વસિયા મહારાજ. સા૦ ૧. દુહાનો અર્થ- અમૂલ્ય એવા ફૂલો વરસાદની જેમ પ્રભુના શરીર ઉપર વરસાવીને ત્રણ ગુણવ્રતોમાંના દિશિપરિમાણ નામના વ્રતને આનંદપૂર્વક આદરવું. ૧. ઢાળનો અર્થ છે સાહેબ ! આપ અત્યારે મોક્ષમાં જઈને વસ્યા છો. પરંતુ જ્યારે અહીં કેવલજ્ઞાન પામીને વિચરતા હતા તે વખતે દેવતાઓએ સમવસરણની રચના કરી હતી. સમસ્ત પ્રકારના પુષ્પોથી આપની પૂજા કરી હતી. તે માટે રાયપાસેણીસૂત્રમાં સૂર્યાભદેવનો અધિકાર છે તેણે આ પૂજા વિશેષ પ્રકારે કરી હતી. આ પરમાત્મા મોક્ષમાં રહ્યા હોવા છતાં ભક્તિના બળથી મારા મનમાં-મારા દિલમાં વસી રહ્યા છે. ૧. Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ બારવ્રતની પૂજા પૂજ્યની પૂજા તિમ કરી રે, કરું આશા પરિમાણ; સાવ ચાર દિશા વિમળા તમા રે, હિંસાએ પચ્ચકખાણ. સાવ ૨. આશ કરું અરિહંતની રે, પાંચ તજી અતિચાર; સાવ તુમ સરિખો દીઠો નહીં રે, જગમાં દેવ દયાળ. સાવ ૩. વરસી વરસ્યા તે સમે રે, વિપ્ર ગયો પરદેશ; સાવ તેહને પણ સુખિયો કર્યો રે, લાખણો દઈ ખેશ. સાવ ૪. હું પણ તે દિન કે ગતિ રે, કેવળી જબ જિનરાજ, સાવ શાસન દેખી તાહરું રે, આવ્યો તુમ શિર લાજ. સા૫. પૂજય એવા પરમાત્માની પૂજા કરીને આશા એટલે દિશાનું પરિમાણ કરું, ચાર દિશા (પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ) તથા વિમળા (ઊર્ધ્વદિશા) અને તમા (અધોદિશા) એ છયે દિશાઓએ કેટલું જવું તેનું પરિમાણ કરું. જેથી તેની બહાર રહેલા જીવોની હિંસાના પચ્ચકખાણ થઈ જાય. ૨ આ વ્રતના (૧. ઊર્ધ્વદિશા પ્રમાણાતિક્રમ, ૨ અધોદિશાપ્રમાણાતિક્રમ, ૩ તિર્યદિશા પ્રમાણાતિક્રમ, ૪ એક તરફ પ્રમાણ ઘટાડી બીજી તરફ વધારવું, પ કરેલ પ્રમાણને ભૂલી જવું એ) પાંચ અતિચાર તજી હે પ્રભુ! અરિહંત એવા આપની આશા કરું. કારણ કે તમારા જેવો દયાળું દેવ આ જગતમાં મેં જોયો નથી. ૩ હે પ્રભુ! આપ વર્ષીદાનદીધું તે વખતે એક બ્રાહ્મણ પરદેશ ગયો હતો, તે પાછો આવ્યો ત્યારે તેની સ્ત્રીના કહેવાથી આપની પાસે આવ્યો અને યાચના કરી તેને લાખ સોનૈયા ઉપજે એવો ખેસ-દેવદૂષ્ય વસ્ત્ર આપી સુખી કર્યો. ૪ હે પ્રભુ! આપ કેવળજ્ઞાની થયા ત્યારે હું કઈ ગતિમાં હોઇશ? - Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ શ્રી પૂજા સંગ્રહ સાથે એ વ્રતથી શિવસુખ લહ્યું રે, જેમ મહાનંદકુમાર; સાવ શ્રી શુભવીર જિનેશ્વર રે, અમને પણ આધાર. સા. ૬ કાવ્ય તથા મંત્ર શ્રદ્ધાસંયુતદ્વાદશવ્રતધરાઃ શ્રાદ્ધાઃ શ્રુતે વર્ણિતા, આનંદાદિકદિમિતાઃ સુરભવં ત્યકૃત્વા ગમિષ્યતિ વૈ, મોક્ષ તદ્ઘતમાચરસ્વ સુમને ! ચેત્યાભિષેક કુરુ, યેન – વ્રતકલ્પપાદપફલાસ્વાદ કરોષિ સ્વયમ્. ૧. - ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય પુષ્પાણિ યજામહે સ્વાહા. સપ્તમવ્રતે આઠમી અષ્ટમંગલિક પૂજા દુહા અષ્ટમંગલની પૂજના, કરીએ કરી પ્રણામ; આઠમી પૂજાએ નમો, ભાવમંગળ જિનનામ. ૧. અત્યારે તો આપનું શાસન દેખીને આપની પાસે આવ્યો છું. હવે મારી લાજ આપના માથે છે. ૫ આ વ્રતના પાલનથી મહાનંદકુમારે મોક્ષસુખ મેળવ્યું છે. તેવી રીતે શ્રી શુભવીર જિનેશ્વર અમને પણ આધારરૂપે તમે છો. ૬ દુહાનો અર્થ- પ્રભુને પ્રણામ કરી અષ્ટમંગલિક (સ્વસ્તિક, શ્રીવત્સ, કળશ, ભદ્રાસન, મત્સ્યયુગલ, દર્પણ, વર્ધમાન ને નંદાવર્ત) વડે પૂજા કરીએ. આ આઠમી પૂજામાં ભાવમંગળરૂપ જિનેશ્વરના નામને નમસ્કાર કરીએ. ૧. Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧ ૫૭ બારવ્રતની પૂજા ઉપભોગે પરિભોગથી, સપ્તમ વ્રત ઉચ્ચાર; બીજાં ગુણવ્રત તેહના, વીશ તો અતિચાર. ૨ ઢાળ વ્રત સાતમે વિરતિ આદરું રે લોલ, કરો સાહિબ જો મુજ મહેર જો; તુજ આગમ અરિસો જોવતાં રે લોલ, દૂર દીઠું છે શિવપુર શહેર જો. મુને સંસાર શેરી વિસરી રે લોલ, જિહાં બાર પાડોશી ચાડ જો; નિત્ય રહેવું ને નિત્ય વઢવાડ જો. મુને ૧. ફળ તંબોળ અન્ન ઉપભોગમાં રે લોલ, ઘર નારી ચિવર પરિભોગ જો; ઉપભોગ અને પરિભોગનું પ્રમાણ કરવા વડે આ સાતમું વ્રત ઉચ્ચરવું. આ બીજ ગુણવ્રત છે તેના વીશ (પંદર કર્માદાનના વ્યાપાર રૂપ પંદર અને ભોગપભોગ સંબંધી પાંચ મળી વીશ) અતિચાર છે. તે તજવા યોગ્ય છે. ૨ ઢાળનો અર્થ- હે સાહિબ ! જો આપ કૃપા કરો તો આ સાતમા વ્રત સંબંધી વિરતિને હું અંગીકાર કરું. તમારો આગમરૂપ અરિસો જોતાં અત્યંત દૂર શિવપુરનગર મેં જોયું છે. હે પ્રભુ હું સંસારશેરી ભૂલી ગયો છું. મને ત્યાં જવાનું મન થતું નથી, જ્યાં બાર પાડોશી (પ્રથમના બાર કષાય રૂ૫) ચાડિયા વસે છે, નિરંતર તેની સાથે રહેવાથી વઢવાડ થાય છે. ૧. ફળ, તંબોળ અને અન્ન વગેરે જે વસ્તુ એકવાર ભોગમાં Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શ્રી પૂજા સંગ્રહ સાથે કરી માન નમું નિત્ય નાથને રે લોલ, જેથી જાયે ભવોભવ શોગ જો. મુને) ૨. પ્રભુ પૂજા રચું અષ્ટમંગલે રે લોલ, પરહાંસી તજી અતિરોષ જો; અતિ ઉદ્ભટ વેશ ન પહેરીએ રે લોલ, નવિ ધરીએ મલિનતા વેશ જો. મુને૦ ૩. ચાર મોટી વિગય કરી વેગળી રે લોલ, દશબાર અભક્ષ્ય નિવાર જો; તિહાં રાત્રિભોજન કરતાં થકાં રે લોલ, મંજાર ઘુવડ અવતાર જો. મુને) ૪. આવે તે ઉપભોગ કહીએ. અને ઘર, સ્ત્રી, અને વસ્ત્ર વગેરે જે વારંવાર ઉપભોગમાં આવે તે પરિભોગ કહેવાય. આ ઉપભોગ અને પરિભોગનું પરિમાણ કરીને હું નાથને હંમેશાં નમસ્કાર કરું કે જેથી ભવોભવના શોક-સંતાપ નાશ પામે. ૨ અષ્ટમંગળ આલેખી પ્રભુની પૂજા કરું અને પારકાની હાંસી કરવાનું એ અત્યંત ક્રોધ કરવાનું તજી દઉં. શ્રાવકોએ અતિ ઉભટ-પોતાની સ્થિતિને ન છાજે તેવો વેષ ન પહેરવો તેમજ મલિન વેષ પણ ન પહેરવો. ૩ ચાર મોટી વિગઇ (માંસ, મદિરા, મધ ને માખણ)નો ત્યાગ કરો. ૧૦+૧૨=૨૨ (બાવીશ) અભક્ષ્યને નિવારો-તજો. તેમાં-બાવીશ અભક્ષ્યમાં રાત્રિભોજન કરવાથી આવતા ભવોમાં બીલાડા અને ઘુવડનો અવતાર લેવો પડે છે. ૪ Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ બારવ્રતની પૂજા છળે રાક્ષસ વ્યંતર ભૂતડાં રે લોલ, કેશ કંટક જૂનો વિકાર જો; ત્રણ મિત્ર ચરિત્રને સાંભળી રે લોલ, કરો રાત્રિભોજન ચોવિહાર જો. મુને) ૫. ગાડાં વહેલ વેચે ભાડાં કરે રે લોલ, અંગારકરમ વનકર્મ જો; સરકૂપ ઉપલ ખણતાં થકાં રે લોલ, • નવિ રહે શ્રાવકનો ધર્મ જો. મુને૦ ૬. વિષ શસ્ત્ર વેપાર દાંત લાખનો રે લોલ, રસ કેશ નિલંછન કર્મ જો; શુક મેના ન પાળીયે પાંજરે રે લોલ, વનદાહ દહે શિવશર્મ જો. મુનેo ૭. વળી, રાત્રિભોજન કરનારને રાક્ષસ, વ્યંતર અને ભૂતો પણ કેટલીકવાર છેતરે છે. ખાવાના પદાર્થમાં કેશ, કાંટો કે જા આવી જાય તો તે જાદી જાદી જાતના વિકાર કરે છે. ત્રણ મિત્રના ચરિત્રને સાંભળી રાત્રિ-ભોજનનો ત્યાગ કરી ચોવિહાર (ચારે આહારનો ત્યાગ) કરવો.૫ હવે પંદર કર્માદાન કહે છે-ગાડાં, વહેલ વગેરે વેચે, ભાડાં કરે, અંગારકર્મ કરે, વનકર્મ કરે, સરોવર, કૂવા અને પત્થરની ખાણ ખોદવા. ખોદાવવાથી શ્રાવકનો ધર્મ રહી શકે નહીં. ૬ વિષ, શસ્ત્ર, દાંત (પશુઓના અંગોપાંગ) લાખ, રસ તેમજ કેશ (વાળ)નો વ્યાપાર ન કરવો, નિર્લાઇનકર્મ ન કરવા. શોખની ખાતર પોપટ, મેના વગેરેને પાંજરાના બંધનમાં રાખીને ન પાળવા, વનમાં દાવાનળ મૂકાવવાથી આ જીવ મોક્ષસુખને બાળી નાંખે છે. ૭ Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ શ્રી પૂજા સંગ્રહ સાથે યંત્ર પીલણ સર નવિ શોષીએ રે લોલ, તેણે કરજો મયા મહારાજ જો; નહીં ખોટ ખજાને દીજીએ રે લોલ, શિવરાજ વધારી લાજ જો. મુને૦ ૮ રાજમંત્રીસુતા ફળ પામતી રે લોલ, વ્રત સાધક બાધક ટાળ જો; શુભવીર પ્રભુના નામથી રે લોલ, નિત્ય પામીએ મંગળમાળ જો. મુને, ૯ કાવ્ય તથા મંત્ર શ્રદ્ધાસંયુતદ્વાદશવ્રતધરાઃ શ્રાદ્ધાઃ શ્રુતે વર્ણિતા, આનંદાદિકદિગ્મિતા સુરભવં ત્યત્વા ગમિષ્યતિ વૈ; મોક્ષ તદ્ઘતમાચરસ્વ સુમતે ! ચૈત્યાભિષેક કુરુ, યેન – વ્રતકલ્પપાદપફલાસ્વાદ કરોષિ સ્વયમ્. ૧. 3ૐ હ્રીં શ્રી પરમપુરષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય અષ્ટમંગલાનિ યજામહે સ્વાહા. વળી યંત્રપાલનકર્મ અને સરોવરને શોષાવવાનું કર્મ ન કરવું. આ પ્રમાણે હું પંદર કર્માદાનનો ત્યાગ કરું છું. તેથી હે મહારાજા ! મારા ઉપર કૃપા કરજો. આપના ખજાનામાં ખોટ નથી. અમને મોક્ષનું રાજ આપો અને અમારી આબરૂ વધારો. ૮ આ વ્રતના આરાધનથી રાજાના મંત્રીની પુત્રી ઉત્તમ ફળને પામી છે. તેથી વ્રત પાળવામાં બાધક કારણો તજવાં, અર્થાત્ અતિચાર ટાળવા. શ્રી શુભવીર પ્રભુના નામથી હંમેશાં મંગલમાળ પામીએ. ૯ Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૧ બારવ્રતની પૂજા અષ્ટમવ્રતે નવમી અક્ષતપૂજા દંડાયે વિણ હેતુએ, વળગે પાપ પ્રચંડ; પ્રભુ પૂજી વ્રત કારણે, તે કહું અનાથદંડ. ૧. સ્વજન શરીરને કારણે, પાપે પેટ ભરાય; તે નવિ અનરથદંડ છે, એમ ભાખે જિનરાય. ૨. ઢાળ નેક નજર કરી નાથજી ! જેમ જાયે દાળિદર આજથી જીહો; નેક) અમે અક્ષત ઉજ્જવલ તંદુલે, કરી પૂજા કહું જિન આગળ જીહો. નેક0 આવી પહોંચ્યો છું પંચમકાળમાં, સંસાર દાવાનળ ઝાળમાં જીહો. નેક૦ ૧. દુહાનો અર્થ - વગર કારણે પ્રાણી દંડાય છે અને તેથી પ્રચંડ પાપ વળગે છે. પ્રભુની પૂજા કરી વ્રત માટે અનર્થદંડ શું શું કારણે લાગે તે કહું છું. ૧. જેની જવાબદારી પોતાને માથે છે એવા સ્વજનની ખાતર અને પોતાની આજીવિકા ખાતર પાપ કરવું પડે એ અનર્થ નથી એમ જિનરાજ કહે છે. ૨ ઢાળનો અર્થ - હે નાથ ! આપ અમારા ઉપર ભલી નજર કરો. જેથી તરત જ મારું દારિદ્ઘ દૂર થાય. અખંડિત ઉજ્વળ ચોખાથી પૂજા કરી હું જિનેશ્વર આગળ કહું છું કે – આ પંચમકાળમાં સંસારરૂપી દાવાનળની જ્વાળામાં હું આવી પહોંચ્યો છું. ૧. ૧૧ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ શ્રી પૂજા સંગ્રહ સાથે ધ્યાન આરત રૌદ્ર મંડિયો, ઠામ ઠામ અનર્થે દંડિયો જીહો; નેક0 ઉપદેશ મેં પાપનો દાખિયો, કૂડી વાતે થયો હું સાખીયો જીહો. નેક) ૨. આરંભ કર્યા ઘણી ભાતિના, મેં તો યુદ્ધ કર્યા કઈ જાતિના જીહો; નેક0 રથ મૂશળ માગ્યાં આપિયાં, જાતાં પંથે તરુવર ચાંપિયા જીહો. નેકo ૩. વળી વાદે તે વૃષભ દોડાવિયા, કરી વાતો ને લોક લડાવિયા જીહો; નેકo. ચાર વિકથાએ પુન્યધન હારિયો, જેમ અનીતિપુરે વ્યવહારિયો જીહો. નેક૦ ૪. મેં આર્ત ને રૌદ્રધ્યાન કર્યા, અનેક સ્થાને અનર્થદંડ દંડાયો. મેં પાપનો ઉપદેશ કર્યો અને ખોટી વાતોમાં હું સાક્ષી બન્યો. ૨ મેં ઘણી જાતના આરંભો કર્યા, અનેક જાતનાં યુદ્ધ કર્યા, રથ-ગાડાં, સાંબેલા વગેરે હિંસક અધિકરણો માગ્યાં આપ્યાં, માર્ગમાં જાતાં વૃક્ષો છેદ્યાં અને ચાંપ્યાં. ૩ વાદ કરીને બળદોને દોડાવ્યા, આઘી-પાછી વાતો કરી લોકોને લડાવ્યા. અનીતિપૂરમાં જેમ રત્નચૂડ વ્યવહારી સર્વ ધન ખોઈ બેઠો તેમ ચાર વિકથા (રાજકથા, દેશકથા, સ્ત્રીકથા અને ભોજનકથા) કરવાથી હું પણ પુણ્યરૂપી ધન ખોઈ બેઠો. ૪ Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ બારવ્રતની પૂજા તિહાં ચાર ધૂતારા વાણિયા, ભરે પેટ તે પાપે પ્રાણિયા હો; નેક0 રણઘંટા વચન જો પાળિયું, તો રત્નચૂડે ધન વાળિયું જીહો. નેક) ૫. અમે અરિહાની આણા પાળશું, વ્રત લઇને પાપ પખાળશું જીહો; નેક0 અતિચાર તે પાંચે નિવારશું, ગુરુશિક્ષા તે દિલમાં ધારશું જીહો. નેક૦ ૬. વીરસેન કુસુમસિરિ દો જણા, વ્રત પાળી થયા સુખિયાં ઘણાં જીહો. નેક0 અમે પામીએ લીલવિલાસને, શુભવીર પ્રભુને શાસને જીહો. નેક0 ૭. તે નગરીમાં ચાર ધૂતારા વણિકો રહેતા હતા અને તેઓ પાપ વડે પેટ ભરતા હતા. ત્યાં એક રત્નચૂડ નામનો વેપારી જઈ ચડ્યો હતો, તેને પેલા ધૂતારાઓએ ઠગ્યો હતો પણ રણઘંટા નામની ત્યાં એક વેશ્યા રહેતી હતી, તેણીના વચન પ્રમાણે વર્તવાથી રત્નચૂડે પોતાનું ગયેલું ધન પાછું વાળ્યું. ૫ એ રત્નચૂડની જેમ અરિહંતની આજ્ઞાનું અમે પાલન કરશું અને વ્રત લઈને અમારા પાપ ધોઈ નાંખીશું. આ આઠમા વ્રતના પાંચ અતિચાર છે તેને નિવારીશું અને ગુરુની શિખામણને દિલમાં ધારણ કરશું. ૬ આ વ્રત પાળીને વીરસેન અને કુસુમશ્રી ઘણા સુખી થયા છે. અમે પણ શ્રી શુભવીર પ્રભુના શાસનમાં લીલવિલાસને-ઉત્તમ સુખને પામીશું. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ શ્રી પૂજા સંગ્રહ સાથે કાવ્ય તથા મંત્ર શ્રદ્ધાસંયુતદ્વાદશવ્રતધરાઃ શ્રાદ્ધાઃ શ્રુતે વર્ણિતા, આનંદાદિકદિગ્મિતાઃ સુરભવં ત્યકત્વા ગમિષ્યતિ વૈ; મોક્ષ તથ્વતમાચરસ્વ સુમતે ! ચૈત્યાભિષેક કુરુ, યેન – વ્રતકલ્પપાદપકલાસ્વાદ કરોષિ સ્વયમ્. ૧. ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય અક્ષતં યજામહે સ્વાહા. નવમે વ્રત દશમી દર્પણપૂજા દશમી દર્પણ પૂજના, ધરી જિન આગળ સારઃ આતમરૂપ નિહાળવા, કહું શિક્ષાવ્રત ચાર. ૧. દુહાનો અર્થ - દશમી દર્પણપૂજા પ્રભુની આગળ દર્પણ ધરીને કરીએ. તે દર્પણ દ્વારા આત્માનું રૂપ જોવા હું ચાર શિક્ષાવ્રત કહું છું. ઢાળનો અર્થ સુખકારી પ્રભુ! જો તમે મારો આ સંસારમાંથી ઉદ્ધાર કરો તો તે ઉપકારી ! એ તમારો ઉપકાર હું કદીપણ ભૂલીશ નહીં. નવમા વ્રતમાં સામાયિક ઉચ્ચરીએ. પ્રભુની દર્પણવડે પૂજા કરીએ. પોતાના આત્માના સ્વરૂપને અનુસરીએ. અને સમતા સામાયિકરૂપ સંવર કરીએ. ૧. સામાન્ય રીતે જ્યાં મુનિરાજ હોય ત્યાં સામાયિક કરવું અથવા પોતાને ઘરે, જિનચૈત્યમાં અથવા પૌષધશાળામાં કરવું. તે વ્રતના પાંચ અતિચાર ટાળવા. અને મુનિરાજની જેમ જીવદયા પાળવી. ૨ Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ બારવ્રતની પૂજા ઢાળ હે સુખકારી ! આ સંસારથકી જો મુજને ઉદ્ધરે; હે ઉપકારી ! એ ઉપકાર તુમારો કદીય ન વિસરે; નવમે સામાયિક ઉચ્ચરીએ, અમે દર્પણની પૂજા કરીએ; નિજ આતમરૂપ અનુસરીએ, સમતા સામાયિક સંવરીએ, હે સુખકારી ! આ સંસારથકી જો મુજને ઉદ્ધરે. ૧. સામાન્ય જિહાં મુનિવર ભાળે, અતિચાર પાંચ એહના ટાળે, સાધુ પરે જીવદયા પાળે, નિજ ઘર ચૈત્યે પૌષધશાળે. હે સુખકારી. ૨. રાજા મંત્રી ને વ્યવહારી, ઘોડા રથ હાથી શણગારી; વાજીંત્ર ગીત આગળ પાળા, પરશંસે ષ દર્શનવાળા. હે સુખકારી) ૩. એણી રીતે ગુરુ પાસે આવી, કરે સામાયિક સમતા લાવી; ઘડી બે સામાયિક ઉચ્ચરીએ, વળી બત્રીશ દોષને પરિહરીએ હે સુખકારી ૪. રાજા, મંત્રી અને મોટા વ્યાપારી સામાયિક કરવા જાય ત્યારે હાથી, ઘોડા અને રથને શણગારી, વાજિંત્ર વગાડતા અને ગીત ગાતા, આગળ પગે ચાલતા સૈનિકો ચાલતા હોય, છયે દર્શનના લોકો પ્રશંસા કરે તેવી રીતે ગુરુ પાસે આવી, સમતાભાવને ધારણ કરી બે ઘડીના પ્રમાણવાળું સામાયિક ઉચ્ચરે અને ૩૨ દોષનો પરિહાર કરે. ૩-૪ આ રીતે સમતાભાવમાં રહી સામાયિક કરવાથી બાણું કરોડ, ઓગણસાઠ લાખ, પચીશ હજાર, નવસો ને પચીશ પલ્યોપમથી Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ શ્રી પૂજા સંગ્રહ સાર્થ લાખ ઓગણસાઠ બાણુંકોડી, પચવીશ સહસ નવસઁ જોડી; પચવીશ પલ્યોપમ ઝાઝેરું, તે બાંધે આયુ સુર કેરું, હે સુખકારી૦ ૫. સામાયિક વ્રત પાળી યુગતે, તે ભવ ધનમિત્ર ગયો મુગતે; આગમ રીતે વ્રત હું પાળું, પંચમ ગુણઠાણું અજવાળું. હે સુખકારી૦ ૬. તુમે ધ્યેયરૂપે ધ્યાને આવો, શુભવીર પ્રભુ કરુણા લાવો; નહીં વાર અચળ સુખ સાધંતે, ઘડી દોય મળો જો એકાંતે. હે સુખકારી૦ ૭ કાવ્ય તથા મંત્ર શ્રદ્ધાસંયુતાદશવ્રતધરાઃ શ્રાદ્ધાઃ શ્રુતે વર્ણિતાઃ, આનંદાદિકદિગ્મિતાઃ સુરભવં ત્યા ગમિજ્યંતિ વૈ; મોક્ષ તતમાચરસ્વ સુમતે ! ચૈત્યાભિષેકં કુરુ, યેન દ્વં વ્રતકલ્પપાદપફલાસ્વાદ કરોષિ સ્વયમ્. ૧, ૐૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય દર્પણું યજામહે સ્વાહા. વધારે દેવનું આયુષ્ય બાંધે. પ વિધિપૂર્વક સામાયિક વ્રતનું પાલન કરી ધનમિત્ર તે જ ભવમાં મોક્ષે ગયેલ છે. હું પણ આગમમાં કહ્યા પ્રમાણે એ વ્રતનું પાલન કરું. અને પાંચમા દેશવિરતિ ગુણસ્થાનને ઉજ્જવળ કરું. ૬ હે શુભવીરપ્રભુ ! જો તમે મારા ઉપર કરુણા કરો અને ધ્યેયસ્વરૂપ એવા તમે મારા ધ્યાનમાં આવીને ફક્ત બેજ ઘડી સુધી એકાંતમાં જો મળો તો અચળસુખ-મોક્ષસુખ સાધતાં મને વાર લાગે તેમ નથી. ૭. Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ ૧૬૭ બારવ્રતની પૂજા દશમવ્રતે અગિયારમી નૈવેદ્યપૂજા દુહો વિગ્રહગતિ દૂર કરી, આપો પદ અણાહાર; એમ કહી જિનવર પૂજીએ, ઠવી નૈવેદ્ય રસાળ. ૧. ઢાળ દશમે દેશાવગાસિકે રે, ચૌદ નિયમ સંક્ષેપ; વિસ્તારે પ્રભુ પૂજતાં રે, ન રહે કર્મનો લેપ હો જિનજી ! ભક્તિ સુધારસ ઘોળનો રે, રંગ બન્યો છે ચોળો રે, પલક ન છોડ્યો જાય. એક મુહૂરત દિન રાતનું રે, પક્ષ માસ પરિમાણ; સંવત્સર ઇચ્છા લગે રે, તે રીતે પચ્ચખાણ હો જિનજી! ભક્તિ) ૨. દુહાનો અર્થ - હે પ્રભુ ! વિગ્રહગતિ દૂર કરીને મને અણાહારીપદ આપો. આમ કહી રસદાર નૈવેદ્યનો થાળ પ્રભુ આગળ ધરી જિનેશ્વરની નૈવેદ્યપૂજા કરીએ. ૧. ઢાળનો અર્થ – દશમા દેશાવગાસિક વ્રતમાં ચૌદ નિયમનો સંક્ષેપ કરવાનો છે. વિસ્તારપૂર્વક પ્રભુની પૂજા કરવાથી કર્મનો લેપ. રહેતો નથી. હે પ્રભુ! તમારી ભક્તિરૂપ અમૃતના ઘોળનો ચોળમજીઠ જેવો રંગ મને લાગ્યો છે, તે રંગ પળવાર પણ છૂટો પડી શકે નહિ.૧. આ નિયમોના એક મુહૂર્તના, દિવસના, રાત્રિના, દિન રાત્રિના, પંદર દિવસના, મહિના, વર્ષના અથવા ઇચ્છા હોય તેટલા વર્ષના પચ્ચકખાણ લઈ શકાય છે. ૨ Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ શ્રી પૂજા સંગ્રહ સાથે બારે વ્રતનાં નિયમનો રે, સંક્ષેપ એહમાં થાય; મંત્રબળે જેમ વીંછીનું રે, ઝેર તે ડંખે જાય હો જિનજી ! ભક્તિ) ૩. ગંઠસી ઘરસી દીપસી રે, એહમાં સર્વ સમાય; દીપક જ્યોતે દેખતા રે, ચંદવસગ રાય હો જિનજી ! ભક્તિ) ૪. પણ અતિચાર નિવારીને રે, ધનદ ગયો શિવગેહ; શ્રી શુભવીર માહરે, સાચો ધર્મસ્નેહ હો જિનાજી ! ભક્તિ, પ. કાવ્ય તથા મંત્ર શ્રદ્ધાસંયુકદ્વાદશતવ્રતધરાઃ શ્રાદ્ધાઃ શ્રુતે વર્ણિતા, આનંદાદિકદિગ્મિતાઃ સુરભવં ત્યતા ગમિષ્યતિ વૈ, મોક્ષ તદ્ઘતમાચરસ્વ સુમતે ! ચેત્યાભિષેક કુરુ, યેન – વ્રતકલ્પપાદપફલાસ્વાદ કરોષિ સ્વયમ્. ૧. * ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય નૈવેદ્ય યજામહે સ્વાહા. જેમ મંત્રના બળથી વીંછીનું ઝેર આખા શરીરમાંથી નીકળીને માત્ર ડેખની જગ્યામાં જાય છે તેમ બારે વ્રતમાં કરેલા નિયમોનો આ વ્રતમાં સંક્ષેપ થાય છે. ૩ ગંઠસી, ઘરસી, દીપસી વગેરે આઠ પ્રકારના અભિગ્રહના પચ્ચકખાણનો આ વ્રતમાં સમાવેશ થાય છે. દીપકની જયોત જ્યાં સુધી રહે ત્યાં સુધી કાયોત્સર્ગમાં રહેવાનો નિયમ કરનાર ચંદ્રાવતંસક રાજા આયુષ્યનો ક્ષય થયે છતે દેવ થયા છે. ૪ આ વ્રતના પાંચ અતિચારોનું નિવારણ કરીને ધનદ શેઠ મોક્ષ ગયા છે. તે શુભવીર પ્રભુ ! મારે પણ તમારી સાથે તેના જેવો જ સાચો ધર્મસ્નેહ છે. ૫ Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ બારવ્રતની પૂજા અગિયારમા વ્રતે બારમી ધ્વજ-પૂજા પડહ વજાવી અમારિનો, ધ્વજ બાંધે શુભ ધ્યાન; પોસહવ્રત અગ્યારમે, ધ્વજાપૂજા સુવિધાન. ૧. ઢાળ પ્રભુપડિમા પૂજીને પોસહ કરીએ રે, વાતને વિસારી રે વિકથા ચારની; પ્રાયે સુરગતિ સાધે પર્વને દિવસે રે, ધર્મની છાયા રે તરુ સહકારની.૧. શીતળ નહીં છાયા રે આ સંસારની, કૂડી છે માયા રે આ સંસારની; કાચની કાયા રે છેવટ છારની, સાચી એક માયા રે જિન અણગારની. ૨. દુહાનો અર્થ - અમારિનો (જીવો ન મારવા અંગેનો) પડહ વગડાવીને શુભધ્યાનપૂર્વક ધ્વજ બાંધો. આ અગિયારમા પૌષધવ્રતમાં ધ્વજપૂજાનું વિધાન છે. ૧. ઢાળનો અર્થ - પ્રભુપ્રતિમાની પૂજા કરીને પૌષધ કરીએ. ચાર પ્રકારની વિકથાનો ત્યાગ કરીએ. આ જીવ પ્રાયદેવગતિ પર્વના દિવસે સાધે છે. ધર્મની છાયા તે આમ્રવૃક્ષની છાયા જેવી છે. આ સંસારની છાયા શીતળ નથી પરંતુ આ સંસારની માયા ખોટી છે. આ કાયા કાચના જેવી ફૂટી જાય તેવી છે. અંતે ધૂળમાં મળી જનાર છે. સાચી માયા એક જિનેશ્વરના અણગારની છે. ૧-૨. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ શ્રી પૂજા સંગ્રહ સાથે એંશી ભાંગે દેશથકી જે પોસહ રે, એકાસણું કહ્યું રે શ્રી સિદ્ધાંતમેં; નિજ ઘર જઈને જયણામંગળ બોલી રે, ભાજન મુખ પુંજીરે શબ્દ વિના જમે. શીતળ૦ ૩. સર્વથકી આઠ પહોરનો ચૌવિહાર રે, સંથારો નિશિ રે કંબળ ડાભનો; પાંચે પર્વ ગૌતમ ગણધર બોલ્યા રે, પૂરવ આંક ત્રીશગુણો રે લાભનો. શીતળ૦ ૪. ચાર પ્રકાર (આહાર પોસહ, શરીરસત્કાર પોસહ, અવ્યાપાર પોસહ અને બ્રહ્મચર્ય પોસહ)ના પોસહના સંયોગી ભાંગા એંશી થાય છે. તેમાં આહાર પોસહ જ દેશથી થઈ શકે છે. એથી પોસહમાં એકાસણું કરી શકાય એમ સિદ્ધાંતમાં કહ્યું છે. એકાસણું કરવા માટે પૌષધ કરનારાએ ઘરે જઈ જયણામંગળ શબ્દ બોલી ભાજન વગેરે પ્રમાજી શબ્દ કર્યા વિના જમવું. ૩ ચારે પ્રકારનો સર્વ થકી પોસહ કરનારને આઠે પ્રહરનો (સામાન્યથી ત્રણ કલાકનો એક પ્રહર) ચૌવિહાર હોય છે. અને રાત્રે ડાભ કે કામળના સંથારા પર સૂઈ રહે છે. શ્રી ગૌતમસ્વામીએ પાંચે પર્વીએ પોસહ કરવો એમ કહ્યું છે. તે આઠ પહોરના પોસહથી સામાયિક વ્રતની પૂજામાં કહેલ લાભથી ત્રીશ ગણો લાભ થાય છે. એટલે ૨૭૭૭૭૭૭૭૭૭૮ ૧૩ પલ્યોપમનું દેવાયુ બંધાય છે. ૪ Page #172 -------------------------------------------------------------------------- ________________ બારવ્રતની પૂજા કાર્તિક શેઠ પામ્યો હરિ અવતાર રે, શ્રાવક દશ વીશ વર્ષે સ્વર્ગે ગયા; પ્રેતકુમાર વિરાધકભાવને પામ્યો રે, પણ અતિચાર તજી જિનજી વ્રત પાળું રે, તારક નામ સાચું રે જો મુજ તારશો; નામ ધરાવો નિર્યામક જો નાથ રે, દેવકુમાર વ્રત રે આરાધક થયા. શીતળ૦ ૫. સુલસાદિક નવ જણને જિનપદ દીધાં રે, કર્મે તે વેળા રે વસિયો વેગળો; ૧૭૧ ભવોદય પાર રે તો ઉતારશો. શીતળ૦ ૬. આ વ્રત પાળવાથી કાર્તિકશેઠ ઇંદ્રપણું પામ્યા છે. અને વીર ભગવંતના દશ શ્રાવકો વીશ વીશ વર્ષ શ્રાવકપણું પાળીને સ્વર્ગે ગયા છે. પ્રેતકુમાર આ વ્રતની વિરાધના કરવાથી વિરાધકભાવને પામ્યો છે અને દેવકુમાર વ્રતનું આરાધન કરવાથી આરાધક ભાવને પામ્યા છે. ૫ હે જિનેશ્વર ! પાંચ અતિચાર તજી આ વ્રતને હું પાળું. જો આપનું તારક નામ સાચું છે તો મને તારશો. વળી હે પ્રભુ! જો આપ નિર્યામક નામ ધરાવો છો તો મને આ સંસારસમુદ્રથી પાર ઉતારશો. ૬ હે પ્રભુ ! આપના સમયમાં આપે સુલસા વગેરે (૧. સુલસા, ૨ શ્રેણિકરાજા, ૩ અંબડતાપસ, ૪ રેવતીશ્રાવિકા, ૫ સુપાર્શ્વ, ૬ શંખ શ્રાવક, ૭ આનંદ શ્રાવક, ૮ કૂણિક અને ૯ Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ શ્રી પૂજા સંગ્રહ સાથે શાસન દીઠું ને વળી લાગ્યું મીઠું રે, આશાભર આવ્યો રે સ્વામી એકલો. શીતળ૦ ૭. દાયક નામ ધરાવો તો સુખ આપો રે, સુરતરુની આગેરે શી બહુ માગણી ? શ્રી શુભવીર પ્રભુજી મોંઘે કાળે રે, દીયંતા દાન રે શાબાશી ઘણી. શીતળ0 કૂડી, કાચની સાચી૦ ૮. કાવ્ય તથા મંત્ર શ્રદ્ધાસંયુકદ્વાદશવ્રતધરાઃ શ્રાદ્ધાઃ શ્રુતે વર્ણિતા, આનંદાદિકદિગ્મિતા સુરભવં ત્યકત્વા ગમિષ્યતિ વૈ, મોક્ષ તદ્દતમાચરસ્વ સુમતે ! ચેત્યાભિષેક કુરુ, યેન – વ્રતકલ્પપાદપફલાસ્વાદ કરોષિ સ્વયમ્. ૧. (૩ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુ નિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય ધ્વજ યજામહે સ્વાહા. ઉદાયી રાજા) નવ જણને જિનપદ આપ્યું. પણ તે વખતે અશુભકર્મના ઉદયથી હું આપનાથી દૂર રહ્યો હતો. હવે મેં આપનું શાસન જોયું અને તે મને મીઠું લાગ્યું, તેથી તે સ્વામી ! આશા ભરેલો એકલો આપની પાસે આવ્યો છું. ૭ હે પ્રભુજો આપ દાયક નામ ધરાવો છો તો મને મોક્ષસુખ આપો. આપ કલ્પવૃક્ષ જેવા છો તેથી આપની પાસે બહુ માંગણી કરવાની હોય નહિ. હે શુભવીર પ્રભુ ! મોંઘારતના સમયમાં દાન આપે તો તેની જગતમાં ઘણી શાબાશી કહેવાય છે. ૮ Page #174 -------------------------------------------------------------------------- ________________ બારવ્રતની પૂજા ૧૭૩ દ્વાદશવ્રતે તેરમી ફળપૂજા દુહો અતિથિ કહ્યા અણગારને, સંવિભાગવ્રત તાસ; ફળપૂજા કરી તેરમી, માગો ફળ પ્રભુ પાસ. ૧. ઢાળ ઉત્તમ ફળપૂજા કીજે, મુનિને દાન સદા દીજે, બારમે વ્રત લાહો લીજે રે, શ્રાવકવ્રત સુરતરુ ફળીઓ; મનમોહન મેળો મળીયો રે. શ્રાવક૦ ૧. દેશ કાળ શ્રદ્ધા ક્રમીએ, ઉત્તરપારણે દાન દીએ; તેહમાં પણ નવિ અતિચારીએ રે. શ્રાવકo ૨. વિનંતિ કરી મુનિને લાવે, મુનિબેસણ આસન ઠાવે; પડિલાભે પોતે ભાવે રે. શ્રાવક0 ૩. દુહાનો અર્થ- અણગારને-મુનિરાજને અતિથિ કહ્યા છે. તેઓને સંવિભાગ-દાન દેવું તે બારમું અતિથિસંવિભાગ વ્રત છે. તેને માટે તેરમી ફળપૂજા કરીને પ્રભુની પાસે મોક્ષરૂપ ફળ માગો. ૧. ઢાળનો અર્થ- ઉત્તમ એવા ફળો મૂકી ફળપૂજા કરીએ. મુનિરાજને હંમેશાં દાન આપીએ. આ રીતે બારમા વ્રતનો લાભ લઇએ. આ રીતે વ્રતોને ધારણ કરવાથી શ્રાવકવ્રતરૂપ કલ્પવૃક્ષ ફળ્યો. જેથી હે મનમોહન પ્રભુ ! તમારો મેળો મને મળ્યો છે. ૧. દેશકાળ જોઈને શ્રદ્ધાપૂર્વક તેના ક્રમથી તપસ્યાના પારણે મુનિને દાન દેવું અને તેના પાંચ અતિચાર છે તે લગાડવા નહિ. ૨ અતિથિસંવિભાગ કરનાર શ્રાવક વિનંતિ કરીને મુનિરાજને Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ શ્રી પૂજા સંગ્રહ સાથે દશ ડગલાં પૂંઠે જાવે, મુનિદાને જે નવિ આવે; વ્રતધારી તે નવિ ખાવે રે. શ્રાવક૦ ૪. મુનિ અછતે જમે દિશિ દેખી, પોસહપારણે વિધિ ભાખી; ધર્મદાસગણિ છે સાખી રે. શ્રાવક0 પ. એકાદશ પડિમા વહિયા, સુર ઉપસર્ગે નવિ પડિયા; કામદેવ પ્રભુમુખ ચડિયા રે. શ્રાવક૦ ૬. ગુણકરશેઠ ગયા મુગતે, હું પણ પાળું એ યુગતે; શ્રી શુભવીર પ્રભુ ભગતે રે. શ્રાવક૦ ૭. પોતાને ત્યાં લાવે, મુનિને બેસવા માટે આસન સ્થાપે અને પોતાના હાથે ભાવપૂર્વક મુનિને પ્રતિલાલે-વહોરાવે. ૩ મુનિ વહોરીને જાય ત્યારે દશ ડગલાં તેમની પાછળ જાય, મુનિદાનમાં જે વસ્તુ ન આવે તે અતિથિસંવિભાગ વ્રત કરનાર શ્રાવક ખાય નહીં. ૪ મુનિની જોગવાઈ ન હોય તો દિશિ જોઈને મુનિ આવી ચડે તો ઠીક એમ ઇચ્છીને પોતે એકાસણું કરે. આ ઉપર કહેલ વિધિ પૌષધના પારણે કરવાનો છે તેના સાક્ષી ધર્મદાસ ગણિ છે. (તેમણે ઉપદેશમાળામાં આ વિધિ બતાવી છે). ૫ શ્રાવકની અગિયાર પ્રતિમાને ધારણ કરનારા અને જે દેવના કરેલા ઉપસર્ગોથી પણ ચલાયમાન થયા નથી તે કામદેવ વગેરે શ્રાવકો પ્રભુને મુખે ચડ્યા છે. તેઓની પ્રશંસા પ્રભુએ કરી છે. ૬ આ વ્રતનું પાલન કરીને ગુણકર શેઠ મોક્ષે ગયા છે. શ્રી શુભવીર પ્રભુની ભક્તિપૂર્વક હું પણ આ વ્રત વિધિપૂર્વક પાળું. ૭ Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ બારવ્રતની પૂજા કાવ્ય તથા મંત્ર શ્રદ્ધાસંયુતદ્વાદશવ્રતધરાઃ શ્રાદ્ધાઃ શ્રુતે વર્ણિતા, આનંદાદિકદિગ્મિતા સુરભવં ત્યકત્વા ગમિષ્યતિ વૈ; મોક્ષ તદ્ઘતમાચરસ્વ સુમતે ! ચેત્યાભિષેક કુરુ, યેન – વ્રતકલ્પપાદપફલાસ્વાદ કરોષિ સ્વયમ્. ૧. ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય યજામહે સ્વાહા. સર્વોપરિ ગીત વિરતિપણે હું વિનવું, પ્રભુ અમ ઘર આવો; સેવકસ્વામીના ભાવથી, નથી કોઇનો દાવો. વિરતિ ૧. લીલવિલાસી મુક્તિના, મુજ તેહ દેખાવો; મનમેળો મેળી કરી, ફોગટ લલચાવો. ૨. રંગરસીલા રીઝીને, ત્રિશલાસુત આવો; થાય સેવક તુમ આવતે, ચૌદ રાજમાં ચાવો. ૩. ગીતનો અર્થ- હે પ્રભુ! હું વિરતિ ધારણ કરી આપને વિનવું છું કે – આપ મારા ઘરે-મારા અંતરમાં પધારો. મારો અને તમારો સેવક- સ્વામીપણાનો સંબંધ છે. તેમાં બીજા કોઈનો વચ્ચે દાવો નથી. ૧. મુક્તિની મોજનો વિલાસ કરનારા પ્રભુ ! એકવાર મનમેળો કરીને મને તે સુખ બતાવો. હવે ફોગટ શા માટે લલચાવો છો ? ૨ હે આનંદના રસીયાત્રિશલાપુત્ર!મારા પર ખુશ થઈને મારે ત્યાં આવો.આપ મારે ત્યાં પધારવાથી આ સેવચૌદ રાજલોકમાં પ્રસિદ્ધ થશે.૩ Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ શ્રી પૂજા સંગ્રહ સાથે પંથ વચ્ચે પ્રભુજી મળ્યા, હજુ અરધે જાવો; નિર્ભય નિજપુર પામવા,પ્રભુ પાકો વોળાવો. ૪. શ્રેણિ ચઢી શૈલેશ એ, પરિશાટન ભાવો; એક સમયશિવમંદિરે,જ્યોતે જ્યોત મિલાવો ૫. નાટક દુનિયા દેખતે, નવિ હોય અભાવો; શ્રી શુભવીરને પૂજતાં, ઘેર ઘેર વધાવો. વિરતિo ૬. કળશ ગાયો ગાયો રે મહાવીર જિનેશ્વર ગાયો. વિરમુખે વ્રત ઉચ્ચરિયાં, જેમ નરનારી સમુદાયો; એકસો ચોવીશ અતિચાર પ્રમાણે, ગાથાએ ભાવ બનાયો રે. ૧. હે પ્રભુ ! તમે માર્ગના મધ્યમાં (ચૌદ રાજલોકમાંથી સાત રાજ ઉંચે હું આવ્યો ત્યાં) મળ્યા છે. પણ હજુ અધું (સાત રાજ ઊંચે) જવાનું છે. નિર્ભયપણે નિજપુરે મોક્ષમાં પહોંચવા માટે પ્રભુ પાકા વળાવા જેવા છે. ૪ ક્ષપકશ્રેણીએ ચઢી, શૈલેશીકરણ કરી, બાકી રહેલા કર્મોથી આત્માને છૂટો કરો. કર્મથી મુક્ત થયા પછી એક જ સમયમાં મોક્ષમંદિરે જ્યોતિમાં જ્યોત મીલાવી દો. ૫ હે પ્રભુ! આપ સદા જગતનું નાટક જોયા કરો છો. આપે એવી દશા પ્રાપ્ત કરી છે કે આપની એ સ્વભાવદશાનો હવે કદીપણ અભાવ થવાનો નથી. શ્રી શુભવીર પ્રભુની પૂજા કરવાથી ઘરેઘરે વધાવો થાય છે- આનંદ મંગળ થાય છે. ૬ કળશનો અર્થ- જેવી રીતે વર પરમાત્માના મુખથી સ્ત્રી Page #178 -------------------------------------------------------------------------- ________________ બારવ્રતની પૂજા ૧૭૭ વ્રતધારી પૂજાનો વિધિ, ગણધર સૂટા ગુંથાયો; નિર્ભયદા શિવપુર જાવે, જેમ જગ માલ છપાયો રે. મહા૦ ૨. તપગચ્છ શ્રી વિજયસિંહસૂરિના, સત્યવિજય સત્યપાયો; કપૂરવિજય ગુરુખિમાવિજયતસ, જસવિજયો મુનિરાયો રે.મહા૦૩. શ્રી શુભવિજય સુગુરુ સુપાયે, શ્રુતચિંતામણિ પાયો; વિજયદેવેન્દ્રસૂરીશ્વરરાયે, એ અધિકાર રચાયો રે. મહા૦ ૪. કષ્ટ નિવારે વંછિત સારે, મધુર કંઠે મહાયો; રાજનગરમાં પૂજા ભણાવી, ઘર ઘર ઉત્સવ થાયો રે. મહા) ૫. પુરુષોના સમુદાયે વ્રતો ઉચ્ચર્યા હતા તે રીતે વ્રતોનું વર્ણન કરીને મેં એ બહાને શ્રી મહાવીર જિનેશ્વરના ગુણો ગાયા છે. બારવ્રતોના કુલ ૧૨૪ અતિચાર થાય છે. તેટલી ગાથાઓ રચી એ બારવ્રતોનો ભાવ પ્રગટ કરવામાં આવ્યો છે. ૧. વ્રતધારીને પૂજાનો વિધિ ગણધર ભગવંતોએ સૂત્રમાં ગુંથ્યો છે. તે પ્રમાણે વ્રત પાલન કરનારા મનુષ્ય નિર્ભયપણે શિવપુરમાં જાય છે. જેમ જગતમાં સાચાની છાપ પડેલો માલ કોઈ જગ્યાએ અટકતો નથી. ર તપાગચ્છમાં શ્રી વિજયસિંહસૂરિના શિષ્ય સત્યવિજય થયા કે જેમણે સત્યને પ્રાપ્ત કર્યું. તેમના શિષ્ય કપૂરવિજય થયા. તેમના શિષ્ય ક્ષમાવિજય થયા અને તેમના શિષ્ય મુનિરાજ જયવિજય થયા. ૩ તેમના શિષ્ય તે મારા ગુરુ શુભવિજય થયા તેમની કૃપાથી હું શ્રુતજ્ઞાનરૂપી ચિંતામણિરત્ન પામ્યો. શ્રી વિજયદેવેન્દ્રસૂરીશ્વરના રાજ્યમાં આ પૂજાનો અધિકાર રચ્યો. ૪ આ પૂજાઓ મધુર કંઠે ગાવાથી કષ્ટનું નિવારણ કરે અને વાંછિત આપે એવી છે. રાજનગરમાં પ્રથમ આ પૂજા ભણાવી ત્યારે ઘરે ઘરે ઉત્સવ-આનંદ થયો હતો. ૫ ૧૨ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ શ્રી પૂજા સંગ્રહ સાથે મુનિ વસુ નાગ શશિ સંવત્સર, દીવાળી દિન ગાયો; પંડિત વીરવિજય પ્રભુધ્યાને, જગ જસપડહ વજાયો રે. મહા) ૬. (તર પૂજા ભણાવ્યા પછી લુણઉતારણ, આરતી, મંગળદીવો કરી શાન્તિકળશ કરવો. ત્યારબાદ ચૈત્યવંદન કરવું. આ વિધિ સ્નાત્ર પૂજામાં છેડે આપેલ છે.) મુનિ-૭ વસુ-૮ નાગ-૮ અને શશિ-૧. (ઉલટા ક્રમથી ૧૮૮૭ના) વર્ષે દિવાળીના દિવસે આ પૂજા બનાવી પંડિત શ્રી વીરવિજયજીએ પ્રભુના ધ્યાનથી જગતમાં યશનો પડહ વગડાવ્યો. ૬ બારવ્રતની પૂજા સાથે સમાપ્ત. Page #180 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ યશોવિજયજી ઉપાધ્યાયકૃત શ્રી નવપદજીની પૂજાવિધિ આ પૂજામાં નવપદની નવપૂજાઓ છે. તેથી ઉત્તમફળો, નૈવેદ્ય, અને જુદાં જુદાં ધાન્ય નવ-નવ લાવવાં. પંચામૃત-કેસરપુષ્પ-અક્ષત-ધૂપ-દીપ આદિ વસ્તુઓ શક્ય હોય તો નવ-નવ લાવવી. અને જો શક્ય ન જ હોય તો એકેક લાવવી. કળશ પણ નવ લાવવા. નાડાછડી, રકાબીઓ વગેરે પૂર્વની જેમ સમજવું. દરેક પૂજા વખતે અષ્ટપ્રકારી પૂજાના આઠે દ્રવ્યો લઈને ઉભા રહેવું. અને પૂજા ભણાઈ રહે, તથા થાળી વાગે ત્યારે પ્રભુને જળાભિષેક, બંગલુછણાંથી અંગ લુંછવાનું, કેસરપૂજા, પુષ્પપૂજા, ધૂપપૂજા-દીપકપૂજા- આદિ કરવાં. નવે પદોના જે જે વર્ષો છે. તે તે વર્ણવાળું ધાન્ય તે તે વખતે સાથે લેવું. જેમ કે અરિહંત પદની પૂજા વખતે અક્ષત, સિધ્ધપદની પૂજા વખતે ઘઉં, આચાર્યપદની પૂજા વખતે ચણા, ઉપાધ્યાયપદની પૂજા વખતે મગ, સાધુપદની પૂજા વખતે અડદ, અને દર્શનાદિ ચારે પદોની પૂજા વખતે અક્ષત દ્રવ્ય લેવું. પ્રથમ સ્નાત્ર ભણાવીને આ પૂજા ચાલુ કરવી. જલાભિષેક કરતી વખતે 3ૐ હૌં નમો અરિહંતાણ, ૐ હીં નમો સિધ્ધાણં, ૐ હીં નમો આયરિયાણં, એ જ રીતે ઉવજઝાયાણ, વિગેરે પદોનો પાઠ કહેવો. Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ૦ વિરચિત શ્રી નવપદજીની પૂજા પૂજા સાથે શ્રી પૂજા સંગ્રહ સાર્થ પ્રથમ શ્રી અરિહંતપદ પૂજા. ઉપ્પન્ન-સશાણ-મહોમયાણં, સપ્પાડિહેરાસણ-સંઠિયાણું; સદેસણાણું દિયસજ્જણાણું, નમો નમો હોઉ સયા જિણાણું. ૧. નમોડનંતસંતપ્રમોદપ્રદાન પ્રધાનાય ભવ્યાત્મને ભાસ્વતાય; થયા જેહના ધ્યાનથી સૌખ્યભાજા, સદા સિદ્ધચક્રાય શ્રીપાલરાજા. ૨ કર્યાં કર્મ દુર્મર્મ ચકચૂર જેણે, ભલાં ભવ્ય નવપદ ધ્યાનેન તેણે; કરી પૂજના ભવ્ય ભાવે ત્રિકાળે, સદા વાસિયો આતમા તેણે કાળે. ૩ આદિ કાવ્યાર્થ - પ્રકટ થયેલા કેવળજ્ઞાનરૂપી તેજવાળા, (આઠ) પ્રાતિહાર્ય સાથે સિંહાસન ઉપર બેઠેલા, ઉત્તમ દેશનાવડે આનંદ પમાડ્યો છે સજ્જનોને જેમણે એવા અરિહંત ભગવાનને સદા નમસ્કાર હો !૧. શ્લોકનો અર્થ - નમસ્કાર હો હંમેશાં સિદ્ધચક્રજીને, જે ભવ્યાત્માને અનંત અને પ્રત્યક્ષ હર્ષને આપવામાં મુખ્ય છે, પ્રકાશક છે અને જેના ધ્યાનથી શ્રીપાળ રાજા સુખને ભજવાવાળા થયા છે.૨ ઉત્તમ અને સુંદર નવપદના ધ્યાનથી જેમણે કર્મની માઠી ચેષ્ટાઓને ચૂર્ણ કરી છે, અને ત્રણે કાળે જેમણે સુંદર પરિણામ વડે Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ નવપદજીની પૂજા જિક તીર્થકર કર્મ ઉદયે કરીને, દિયે દેશના ભવ્યને હિત ધરીને, સદા આઠ મહાપાડિહારે સમેતા, સુરેશે નરેશે સ્તવ્યા બ્રહ્મપુત્તા.૪ કર્યા ઘાતીયાં કર્મ ચારે અલગ્ના, ભવોપગ્રહી ચાર જે છે વિલમ્મા, જગત્ પંચ કલ્યાણકે સૌખ્ય પામે, નમો તેહ તીર્થકરા મોક્ષકામે. ૫ ઢાળ : તીર્થપતિ અરિહા નમું, ધર્મ ધુરંધર ધીરોજી; દેશના અમૃત વરસતા, નિજ વીરજ વડવીરોજી. ૧. ઉલાળો. વર અક્ષય નિર્મળ જ્ઞાન ભાસન, સર્વ ભાવ પ્રકાશતા, નિજ શુદ્ધ શ્રદ્ધા આત્મભાવે, ચરણથિરતા વાસતા; (નવપદોની) પૂજા કરી છે અને તે કાળે જેમનો આત્મા નવપદથી વાસિત રહેલો છે. ૩ જેઓ તીર્થકર નામકર્મના ઉદય વડે ભવ્ય જીવોનું હિત હૃદયમાં ધારણ કરીને દેશના આપે છે. જેઓ સદા આઠ મહાપ્રાતિહાર્ય સહિત હોય છે અને કેવળજ્ઞાનથી પવિત્રિત થયેલા જેમને ઈદ્રો અને ચક્રવર્તિઓએ સ્તવેલા છે. ૪ ચાર ઘાતકર્મો જેમણે (આત્માથી) જુદાં કરેલાં છે, ભવપર્યત રહેનારાં ચાર (અઘાતી) કર્મો હજી રહેલાં છે અને જેના પાંચે કલ્યાણકો વખતે જગતુ શાંતિ પામે છે, તે તીર્થકરોને મોક્ષની ઇચ્છાપૂર્વક નમસ્કાર કરો. ૫ ઉલાળાની ઢાળનો અર્થ તીર્થના સ્થાપનાર અરિહંત ભગવાનને નમું છું, જેઓ ધર્મના પ્રવર્તક અને ધીર છે, ઉપદેશ રૂપ અમૃતને વરસાવે છે અને પોતાની શક્તિ વડે ઉત્તમ સુભટ તુલ્ય છે. Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ શ્રી પૂજા સંગ્રહ સાથે જિન નામકર્મ પ્રભાવ અતિશય, પ્રાતિહારજ શોભતા, જગજંતુ કરુણાવંત ભગવંત, ભવિક જનને થોભતા. ૨ પૂજાની ઢાળ ત્રીજે ભવે વરસ્થાનક તપ કરી, જેણે બાંધ્યું જિનનામ, ચોસઠ ઈદ્ર પૂજિત જે જિનવર, કીજે તાસ પ્રણામ રે, ભવિકા ! સિદ્ધચક્ર પદ વંદો, જિમ ચિરકાળે નંદો રે. વંદીને આનંદો, નાવે ભવભયફંદો, ટાળે દુરિતહ દંદો, સેવે ચોસઠ ઈદો, ઉપશમરસનો કંદો, જિમ ચિરકાલે નંદો રે, ભ૦ સિ૦ ૧. જેહને હોય કલ્યાણક દિવસે, નરકે પણ અજવાળું, સકળ અધિક ગુણ અતિશયધારી, તે જિન નમી અઘ ટાળું રે, ભ૦ સિ૦ ૨. ઉત્તમ, અક્ષય અને નિર્મળ જ્ઞાનના પ્રકાશવડે જે સર્વ પદાર્થોના રહસ્યોને પ્રકટ કરે છે, આત્મભાવમાં જેમની શુદ્ધ શ્રદ્ધા છે, ચારિત્રની સ્થિરતામાં જેઓ રહેનારા છે, તીર્થકર નામકર્મના પ્રભાવથી ૩૪ અતિશયો અને ૮ પ્રાતિહાર્યોથી સુશોભિત છે, જગતના જીવો તરફ અનુકંપાવાળા છે. જેઓ જ્ઞાનવંત છે અને ભવ્ય પ્રાણીઓને સ્થિર કરનારા છે. ૨ પૂજાની ઢાળનો અર્થ-ત્રીજા જન્મમાં જેમણે ઉત્તમ વીશ સ્થાનકનો તપ કરી તીર્થંકરનામકર્મ બાંધ્યું છે, જે જિન ચોસઠ ઇદ્રોથી પૂજિત છે તેમને હે ભવ્ય જીવો ! તમે પ્રણામ કરો. સિદ્ધચક્રના પ્રથમ પદને વંદન કરો, જેથી દીર્ધકાળ પર્યત આનંદ પામો. ૧. જેમના કલ્યાણકોના દિવસોમાં નરકમાં પણ અજવાળું થાય Page #184 -------------------------------------------------------------------------- ________________ નવપદજીની પૂજા ૧૮૩ જે તિહું નાણ સમગ્ગ ઉપ્પના, ભોગકરમ ક્ષીણ જાણી, લેઈ દીક્ષા શિક્ષા દીયે જનને, તે નમીએ જિન નાણી રે. ભo સિ૦ ૩. મહાગોપ મહામાહણ કહીએ, નિર્ધામક સત્યવાહ, ઉપમા એહવી જેહને છાજે, તે જિન નમીએ ઉત્સાહ રે. ભ૦ સિ0 ૪. આઠ પ્રાતિહારજ જસ છાજે, પાંત્રીસ ગુણ યુત વાણી, જે પ્રતિબોધ કરે જગજનને, તે જિન નમીએ પ્રાણી રે. ભ૦ સિવ પ. દુહા અરિહંત પદ ધ્યાતો થકો, દવૂહ ગુણ પાય રે; ભેદ છેદ કરી આતમા, અરિહંતરૂપી થાય રે. ૧. છે, એવા સર્વ કરતાં અધિક ગુણવાળા અને અતિશયવાળા જિનને નમી પાપને દૂર કરો. ૨ જેઓ ત્રણ જ્ઞાન સહિત જમ્યા છે અને ભોગાવલી કર્મને ક્ષીણ થયેલાં જાણી દીક્ષા લઈ કેવળજ્ઞાન પામી પ્રાણીઓને ઉપદેશ આપે છે તે જિનોને નમસ્કાર કરો. ૩ “મહાગોપ” અને “મહામાહણ” જેઓ કહેવાય છે, “નિર્યામક અને “સાર્થવાહ'ની ઉપમાઓ પણ જેમને ઘટે છે, તેવા જિનને ઉત્સાહપૂર્વક નમન કરો. ૪ જેમને આઠ પ્રાતિહાર્યો શોભે છે, પાંત્રીશ ગુણોવાળી જેમની વાણી છે, જગતના જીવોને જેઓ પ્રતિબોધ કરે છે તેમને હે પ્રાણીઓ! તમે વંદન કરો. ૫ દુહાનો અર્થ-દ્રવ્ય, ગુણ અને પર્યાય વડે અરિહંત પદનું ધ્યાન કરતો આત્મા ભેદનો છેદ કરી અરિહંતરૂપ થાય છે. ૧. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ શ્રી પૂજા સંગ્રહ સાથે વીર જિનેશ્વર ઉપદિશે, સાંભળજો ચિત્ત લાઈ રે; આતમ ધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઈ રે. વિર૦ ૨. શ્રી અરિહંત પદ કાવ્ય જિયંતરંગારિગણે સુનાણે, સપ્પડિહેરાઇસયપ્પહાણે; સંદેહસંદોહરય હરતે, ઝાએહ નિચેંપિ જિPરિહંતે. ૧. સ્નાત્રકાવ્ય વિમલકેવલભાસનભાસ્કર, જગતિ જંતુમહોદયકારણ; જિનવરં બહુમાનજલૌઘતઃ, શુચિમના સ્નપયામિ વિશુદ્ધયે. ૧. સ્નાત્ર કરતાં જગગુરુશરીરે, સકળદેવે વિમલ કળશનીરે; આપણાં કર્મમલ દૂર કીધાં, તેણે તે વિબુધ ગ્રંથે પ્રસિદ્ધા. ૨. - હવે વીર પરમાત્મા ઉપદેશ કરે છે તે તમે સાવધાનતાથી સાંભળજો. આત્માના ધ્યાનથી આત્માની (ભૂલાયેલી) સર્વ સંપત્તિ (તેને પોતાને) આવીને મળે છે. ૨ કાવ્યનો અર્થ : અંતર શત્રુઓના સમૂહને જિતનારા, ઉત્તમ જ્ઞાનવાળા, ઉત્તમ આઠ પ્રાતિહાર્ય અને ચોત્રીશ અતિશય વડે પ્રધાન, ભવ્ય જીવોના સંદેહોના સમૂહરૂપી રજને હરણ કરનાર એવા, રાગદ્વેષને જિતનાર અરિહંત પ્રભુનું હંમેશાં ધ્યાન કરો. ૧. - સ્નાત્ર કાવ્યનો અર્થ : નિર્મળ કેવળજ્ઞાનવડે સૂર્ય સમાન અને જગતના સર્વ પ્રાણીના મહોદયના કારણભૂત એવા જિનવરનું બહુમાન રૂપ સ્નાત્ર કરતાં જળના પ્રવાહવડે પવિત્ર મનવાળો એવો હું આત્મવિશુદ્ધિને માટે સ્નાત્ર કરું છું .૧. સર્વ દેવતાઓએ નિર્મળ એવા કળશના જળવડે જગદ્ગુરુના Page #186 -------------------------------------------------------------------------- ________________ નવપદજીની પૂજા ૧૮૫ હર્ષધરી અપ્સરાવૃંદ આવે, સ્નાત્ર કરી એમ આશિષભાવે; જિહાંલગે સુરગિરિ જંબૂદીવો, અમતણા નાથ દેવાધિદેવો. ૩. મંત્ર ૐ હ્રી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા. દ્વિતીય શ્રી સિદ્ધપદ પૂજા કાવ્ય સિદ્ધાણમાણંદરઇમાલયાણં નમો નમોસંતચક્રિયાણ. કરી અષ્ટકર્મક્ષયે પાર પામ્યા, જરા જન્મ મરણાદિ ભય જેણે વાગ્યા; શરીરે સ્નાત્ર કરીને પોતપોતાના કર્મમળને દૂર કર્યા તેથી જ તે વિબુધ (પંડિત) એવા નામથી શાસ્ત્રમાં પ્રસિદ્ધ થયા છે. ર જન્મકલ્યાણક સમયે અપ્સરાઓ હર્ષવડે ત્યાં આવે છે અને પ્રભુનું સ્નાત્ર કરીને એમ આશિષ આપે છે કે જ્યાં સુધી આ મેરૂપર્વત ને જંબૂદ્વીપ કાયમ રહે ત્યાં સુધી આ અમારા નાથ દેવાધિદેવ જીવતા રહો. મંત્રનો અર્થ : ૐ હ્રીં શ્રી એ ત્રણ મંત્રાક્ષરો છે. પરમપુરુષ પરમેશ્વર જન્મ-જરા-મૃત્યુનું નિવારણ કરનારા કેવળજ્ઞાનરૂપી લક્ષ્મીવાળા શ્રી જિનેશ્વરદેવની અમે જલાદિક વડે પૂજા કરીએ છીએ. કાવાર્થ : પરમાનંદ લક્ષ્મીના સ્થાનકરૂપ અને અનંત ચતુષ્ટયવાળા સિદ્ધ ભગવાનને વારંવાર નમસ્કાર હો ! શ્લોકના અર્થ જેઓ આઠ કર્મનો ક્ષય કરી (સંસારસમુદ્રનો) પાર પામેલા છે, જરા-વૃદ્ધાવસ્થા, જન્મ અને મરણાદિના ભયો જેમણે વમી Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ શ્રી પૂજા સંગ્રહ સાથે નિરાવરણ જે આત્મરૂપે પ્રસિદ્ધા, થયા પાર પામી સદા સિદ્ધબુદ્ધા. ૧. ત્રિભાગોનદેહાવગાહાત્મદેશા, રહ્યા જ્ઞાનમય જાત વર્ણાદિ લેશ્યા; સદાનંદસૌખ્યશ્રિતા જ્યોતિરૂપા, અનાબાધ અપુનર્ભવાદિ સ્વરૂપા. ૨ ઢાળ-ઉલાળાની દેશી. સકલ કરમમલ ક્ષય કરી, પૂરણ શુદ્ધ સ્વરૂપોજી; અવ્યાબાધ પ્રભુતામયી, આતમ સંપત્તિ ભૂપોજી. ૧. ઉલાલો જેહ ભૂપ આતમ સહજ સંપત્તિ, શક્તિ વ્યક્તિપણે કરી, સ્વદ્રવ્યક્ષેત્ર સ્વકાળભાવે, ગુણે અનંતા આદરી; નાંખ્યા છે, નિર્મળ આત્મસ્વરૂપે જેઓ પ્રસિદ્ધ થયેલા છે અને સંસારસમુદ્રનો પાર પામી હંમેશને માટે સિદ્ધ-બુદ્ધ થયેલા છે. ૧. જેમના આત્મપ્રદેશની અવગાહના અંત્યશરીરથી ત્રીજે ભાગે ઓછી છે, જે જ્ઞાનમય રહેલા છે, વર્ણાદિ લેશ્યાઓ રહિત થયેલા છે, સદા આનંદ અને સુખનો આશ્રય કરી રહેલા છે, જ્યોતિસ્વરૂપ છે, પીડા રહિત છે અને ફરીથી જન્મ ધારણ કરવારૂપ ભવસંતતિ પામનારા નથી. ૨. ઉલાળાની ઢાળનો અર્થ - સર્વ કર્મરૂપ મેલને દૂર કરી જેઓ પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પામેલા છે, પીડા રહિત ઠકુરાઈવાળા છે અને આત્મિક સંપત્તિના સ્વામી છે. ૧. Page #188 -------------------------------------------------------------------------- ________________ નવપદજીની પૂજા ૧૮૭ સુસ્વભાવ ગુણપર્યાય પરિણતિ, સિદ્ધસાધન પર ભણી, મુનિરાજ માનસહસ સમવડ, નમો સિદ્ધ મહાગુણી. ૨ પૂજા ઢાળ-શ્રીપાળના રાસની દેશી. સમયપએ સંતર અણફરસી, ચરમ વિભાગ વિશેષ; અવગાહન લહી જે શિવ પોહોતા, સિદ્ધ નમો તે અશેષ રે. ભવિકા ! સિ. ૧. પૂર્વપ્રયોગ ને ગતિપરિણામે, બંધન છેદ અસંગ, સમય એક ઉરધગતિ જેહની, તે સિદ્ધ પ્રણમો રંગ રે, ભવિકા ! સિ. ૨. જેઓ સ્વાભાવિક આત્મિક સંપત્તિના સ્વામી છે, જેઓએ પોતાની શક્તિ પ્રગટ કરી છે, પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવપૂર્વક અનંત ગુણો પ્રાપ્ત કરેલા છે, તથા મુનિરાજોના મનરૂપ માનસરોવરમાં જે રાજહંસ સમાન છે એવા સંપૂર્ણ ગુણવાન સિદ્ધ ભગવાનને પોતાનો શુદ્ધ સ્વભાવ, ગુણો અને પર્યાયની પરિણતિનું સાધન ઉત્તમ રીતે સિદ્ધ કરવા માટે નમસ્કાર કરો. ૨ પૂજાની ઢાળનો અર્થ - એક સમયમાં (શ્રેણી સિવાયના અન્ય) પ્રદેશને સ્પર્શ કર્યા વગર, ત્રણ (ત્રીજો) ભાગ ઓછી એવી છેલ્લા શરીરમાં રહેલા આત્મપ્રદેશોની અવગાહના વડે જેઓ મોલે ગયા છે. તે સમસ્ત સિદ્ધના જીવોને નમસ્કાર હો ! ૧. પૂર્વપ્રયોગથી, ગતિસ્વભાવથી, બંધનનો છેદ થવાથી અને સંગ રહિત થવાથી એક સમય માત્રમાં જેમની ઉંચે ગતિ થયેલી છે, તે સિદ્ધોને આનંદપૂર્વક પ્રણામ કરો. ૨ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ શ્રી પૂજા સંગ્રહ સાથે નિર્મળ સિદ્ધશિલાની ઉપરે, જોયણ એક લોગંત; સાદિ અનંત તિહાં સ્થિતિ જેહની, તે સિદ્ધ પ્રણો સંત રે. ભવિકા ! સિ. ૩. જાણે પણ ન શકે કહી પુરગુણ, પ્રાકૃત તેમ ગુણ જાસ; ઉપમા વિણ નાણી ભવમાંહે, તે સિદ્ધ દીયો ઉલ્લાસ રે. ભવિકા ! સિ૦ ૪. જ્યોતિશું જ્યોતિ મળી જસ અનુપમ, વિરમી સકલ ઉપાધિ આતમરામ રમાપતિ સમરો, તે સિદ્ધ સહજ સમાધિ રે. ભવિકા ! સિવ પ. રૂપાતીત સ્વભાવ જે, કેવળ દંસણ નાણી રે; તે ધ્યાતા નિજ આતમા, હોય સિદ્ધ ગુણખાણી રે. વર૦ ૧. નિર્મળ સિદ્ધશિલાની ઉપર ઉત્સાંગુલના માપે એક યોજના દૂર લોકનો અંત છે, ત્યાં જેમની સાદિ અનંતકાળ સ્થિતિ છે, તે સિદ્ધના જીવોને હે પુરુષો ! તમે નમન કરો ! ૩ જેમ ગ્રામ્ય પુરુષ નગરના ગુણ જાણે છે પણ ઉપમા યોગ્ય વસ્તુના અભાવથી કહી શકતો નથી તેમ સંસારમાં જ્ઞાની પુરુષોને જેમનું સ્વરૂપ કહેવાને માટે ઉપમા મળી શકતી નથી તે સિદ્ધના જીવો આનંદ આપો ! ૪ અનુપમ એવી જેમની જ્યોતિ અન્ય જ્યોતિઓમાં મળી ગઈ છે, સમસ્ત ઉપાધિ જેમની વિરામ પામી ગઈ છે, આત્મામાં રમણ કરનારા છે, આધ્યાત્મિક લક્ષ્મીના સ્વામી છે અને જેઓ સ્વાભાવિક સમાધિવાળા છે તે સિદ્ધોનું સ્મરણ કરો. ૫ દુહાનો અર્થ - જેઓ રૂપાતીત સ્વભાવવાળા એવા અને Page #190 -------------------------------------------------------------------------- ________________ નવપદજીની પૂજા શ્રી સિદ્ધપદ કાવ્ય દુષ્ટટ્ટકમ્માવરણપ્પમુક્કે, અનંતનાણાઇસિરિચઉછે; સમગ્ગલોગગ્ગપયપ્રસિદ્ધ, ઝાએહ નિસ્યંપિ સમગ્ગસિદ્ધે. ૨ સ્નાત્ર-કાવ્ય અને મંત્ર વિમલકેવલભાસનભાસ્કર, જગતિ જંતુમહોદયકારણમ્; જિનવર બહુમાનજલૌઘતઃ; શુચિમનાઃ સ્નપયામિ વિશુદ્ધયે. ૧. સ્નાત્ર કરતાં જગદ્ગુરુશરીરે, સકળદેવે વિમલ કળશનીરે; આપણાં કર્મમલ દૂર કીધાં, તેણે તે વિબુધ ગ્રંથે પ્રસિદ્ધા. ૨ હર્ષધરી અપ્સરાવૃંદ આવે, સ્નાત્ર કરી એમ આશિષભાવે; જિહાં લગે સુરગિરિ જંબૂદીવો, અમતણા નાથ દેવાધિદેવો. ૩ ૧૮૯ ૐ હૂઁી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા. કેવળદર્શન તથા કેવળજ્ઞાનવાળા એવા સિદ્ધોનું ધ્યાન કરે છે, તેઓનો આત્મા ગુણની ખાણરૂપ સિદ્ધ બની જાય છે. કાવ્યનો અર્થ દુષ્ટ એવા આઠ કર્મોના આવરણથી મૂકાએલા અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર, અનંતવીર્ય. આ ચાર અનંતની લક્ષ્મીવાળા, સમગ્ર લોકના અગ્રભાગમાં રહેલા એવા સમગ્ર સિદ્ધોનું હંમેશાં ધ્યાન કરો. ૨ – સ્નાત્રપદ કાવ્ય અને મંત્રનો અર્થ - અરિહંતપદની પૂજાને અંતે આપેલ છે, તે મુજબ જાણવો. નવે પદોની પૂજાને અંતે આ કાવ્ય અને મંત્રનો અર્થ સરખો છે. બીજી સિદ્ધપદ પૂજા અર્થ સમાપ્ત Page #191 -------------------------------------------------------------------------- ________________ જa S ૧૯૦ શ્રી પૂજા સંગ્રહ સાથે તૃતીય શ્રી આચાર્યપદ પૂજા કાવ્ય સૂરણ દૂરીકાકુગ્ગહાણ, નમો નમો સૂરસમપ્પહાણે. નમું સૂરિરાજા સદા તત્ત્વતાજા, નિંદ્રાગમે પ્રૌઢ સામ્રાજ્યભાજા; પવર્ગવર્ગિતગુણે શોભમાના, પંચાચારને પાળવે સાવધાના. ૧. ભવિ પ્રાણીને દેશના દેશકાળે, સદા અપ્રમત્તા યથાસૂત્ર આલે; જિકે શાસનાધાર દિગ્દતિકલ્પા, જો તે ચિરંજીવજો શુદ્ધ જલ્પા. ૨ ઢાળ-ઉલાળાની દેશી આચારજ મુનિપતિ ગણિ, ગુણ છત્રીશી ધામોજી; ચિદાનંદ રસ સ્વાદતા, પરભાવે નિઃકામોજી. ૧. કાવ્યર્થ - કુગ્રહો જેમણે દૂર કરેલા છે અને જેઓ સૂર્ય સરખા અત્યંત (તેજસ્વી) છે તે આચાર્યને નમસ્કાર હો! વૃત્તાર્થ - જિનેન્દ્ર ભગવાનના આગમનું તત્ત્વજ્ઞાન જેમનું હંમેશાં તાજાં (સ્કુરાયમાન) રહેલું છે. જેઓ ઉત્તમ સામ્રાજ્યને ભોગવે છે, છત્રીશ ગુણવડે સુશોભિત છે, પાંચ આચારને પાળવામાં સાવધાન છે. ૧. હંમેશાં દેશકાળને અનુસરીને ભવ્ય પ્રાણીને સૂત્ર અનુસાર અપ્રમાદીપણે ઉપદેશ આપે છે, જેઓ શાસનના સ્થંભરૂપ છે, દિગ્ગજ તુલ્ય છે, તે શુદ્ધ વચન ઉચ્ચારનાર (આચાર્ય ભગવાન) જગતમાં ચિરંજીવ રહો. ૨ Page #192 -------------------------------------------------------------------------- ________________ નવપદજીની પૂજા ૧૯૧ ૧૯ ઉલાલો નિઃકામ નિર્મળ શુદ્ધચિહ્વન, સાધ્ય નિજ નિરધારથી, નિજ જ્ઞાન દર્શન ચરણ વીરજ, સાધના વ્યાપારથી; ભવિજીવબોધક તત્ત્વશોધક, સયલ ગુણ સંપત્તિધરા, સંવર સમાધિ ગતઉપાધિ, દુવિધ તપગુણ આગરા. ૨ પૂજા ઢાળ (શ્રીપાલના રાસની દેશી) પંચ આચાર જે સુધા પાળે, મારગ ભાખે સાચો; તે આચારજ નમીએ તેહશું, પ્રેમ કરીને જાચો રે. ભવિકા ! સિ. ૧. વર છત્રીશ ગુણે કરી સોહે, યુગપ્રધાન જન મોહે; જગ બોહે ન રહે ખિણ કોહે, સૂરિ નમું તે જોહે રે. ભવિકા ! સિ૦ ૨. ઉલાળાની ઢાળનો અર્થ - આચાર્ય ભગવાન મુનિઓના સ્વામી છે, ગણના સ્વામી છે, છત્રીસ ગુણોનું સ્થાન છે, જ્ઞાનાનંદરૂપ રસનો સ્વાદ લે છે અને પૌગલિક ભાવોમાં ઇચ્છા રહિત છે. ૧. પોતાના જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્યરૂપ સાધનોને જોડવાથી નિષ્કામ, નિર્મળ અને શુદ્ધ કેવળજ્ઞાનરૂપ સાધ્ય સિદ્ધ થવાનો જેમને નિર્ધાર (નિશ્ચય) થયેલ છે, ભવ્ય જીવોને જે બોધ પમાડે છે, તત્ત્વોનું શોધન કરે છે, સમસ્ત ગુણોરૂપ સંપત્તિને ધારણ કરનારા છે, સંવર ને સમાધિવાળા છે તેમજ ઉપાધિથી રહિત છે અને બે પ્રકારના તપરૂપ ગુણોની ખાણરૂપ છે. ૨ પૂજાની ઢાળનો અર્થ - જે સારી રીતે પંચાચારનું પાલન કરે છે, સત્ય માર્ગનો ઉપદેશ કરે છે તે આચાર્ય ભગવાનને નમસ્કાર કરો અને તેમની સાથે પ્રેમ પ્રકટાવીને પ્રેમપૂર્વક યાચના કરો. ૧. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ શ્રી પૂજા સંગ્રહ સાથે નિત્ય અપ્રમત્ત ધર્મ ઉવએસે, નહીં વિકથા ન કષાય; જેહને તે આચારજ નમીએ, અકલુષ અમલ અમાય રે. ભવિકા ! સિ. ૩. જે દિયે સારણ વારણ ચોયણ, પડિચોયણ વળી જનને; પટધારી ગચ્છ થંભ આચારજ, તે માન્યા મુનિ મનને રે. ભવિકા ! સિ૦ ૪. અFમિયે જિન સૂરજ કેવળ, ચંદે જે જગદીવો; ભુવન પદારથ પ્રકટન પટુ તે, આચારજ ચિરંજીવો રે. ભવિકા ! સિ. ૫. ઉત્તમ છત્રીશ ગુણોવડે જે શોભે છે, યુગપ્રધાન હોવાથી મનુષ્યોને આશ્ચર્ય પમાડે છે, જગતને બોધ કરે છે, ક્ષણમાત્ર પણ ક્રોધવશ રહેતા નથી એવા આચાર્ય ભગવંતને અંજલીપૂર્વક નમું છું. હંમેશાં અપ્રમાદીપણે ધર્મનો ઉપદેશ કરે છે, વિકથા અને કષાય જેમને નથી, પાપ રહિત, નિર્મળ અને માયા વગરના છે, તે આચાર્ય ભગવાનને નમસ્કાર કરો. ૩ વળી જે આરાધક મનુષ્યને સારણા, વારણા, ચોયણા અને પડિચોયણા આપે છે, પટ્ટધર છે, ગચ્છના સ્થંભરૂપ છે, તે આચાર્ય ભગવાન મુનિજનોના મનને આનંદ પ્રકટાવનાર છે. ૪ કેવળજ્ઞાન રૂપ ચંદ્ર અસ્ત પામે છતે અને જિનેશ્વરરૂપ સૂર્ય અસ્ત પામે છતે જગતમાં દીપકરૂપે જે પ્રકાશ આપે છે, ત્રણ ભુવનોના પદાર્થોને પ્રકટ કરવામાં જે કુશળ છે, તે સૂરિજી ભગવાન ચિરંજીવ રહો. ૫ Page #194 -------------------------------------------------------------------------- ________________ નવપદજીની પૂજા દુહો ધ્યાતા આચારજ ભલા, મહામંત્ર શુભધ્યાની રે; પંચ પ્રસ્થાને આતમા, આચારજ હોય પ્રાણી રે. વી૦ શ્રી આચાર્યપદ કાવ્ય ન તેં સુહં દેઈ પિયા ન માયા, જે ટ્ઠિતિ જીવાણિહ સૂરિપાયા; તમ્હાહુ તે ચેવ સયા મહેહ, જં મુક્ષ્મસુક્ખાઇ લહું લહેહ. ૩ શ્રી સ્નાત્ર કાવ્ય અને મંત્ર ૧૯૩ વિમલકેવલભાસનભાસ્કર, જગતિ જંતુમહોદયકારણમ્; જિનવરં બહુમાનજલૌઘતઃ, શુચિમનાઃ સ્નેપયામિ વિશુદ્ધયે. ૧. સ્નાત્ર કરતાં જગદ્ગુરુ શરીરે, સકલદેવે વિમળકળશનીરે; આપણાં કર્મમલ દૂર કીધાં, તેણે તે વિબુધ ગ્રંથે પ્રસિદ્ધા. ૨ હર્ષ ધરી અપ્સરાવૃંદ આવે, સ્નાત્ર કરી એમ આશિષ ભાવે; જિહાં લગે સુરગિરિ જંબૂદીવો, અમતણા નાથ દેવાધિદેવો. ૩ ૐ હ્રી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા. દુહાનો અર્થ - મહામંત્ર અને શુભ ધ્યાનવડે સુંદર આચાર્ય પદનું ધ્યાન કરનાર મનુષ્યોનો આત્મા જ પાંચ પ્રસ્થાન પ્રાપ્ત કરી આચાર્ય બની જાય છે. કાવ્યનો અર્થ - પ્રાણીઓને જે સુખ આચાર્ય મહારાજો આપે છે, તે સુખ પિતા કે માતા પણ આપતા નથી, તેથી આચાર્ય મહારાજની તમે હંમેશાં સેવા કરો કે જેથી મોક્ષનાં સુખો તરત જ પ્રાપ્ત થાય. ૩ સ્નાત્રના કાવ્ય અને મંત્રનો અર્થ અરિહંત પદના અર્થમાંથી જાણી લેવો ત્રીજી આચાર્યપદપૂજા-અર્થ સહિત સમાપ્ત ૧૩ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ચતુર્થ શ્રી ઉપાધ્યાયપદ પૂજા કાવ્ય સુન્નત્યવિત્ચારણતપ્પરાણું, નમો નમો વાયગકુંજરાણું. નહિ સૂરિ પણ સૂરિગણને સહાયા, નમું વાચકા ત્યક્ત-મદ-મોહ-માયા; વળી દ્વાદશાંગાદિ સૂત્રાર્થદાને, જિકે સાવધાના નિરુદ્ધાભિમાને. ૧. ધરે પંચને વર્ગવર્ગિત ગુણૌઘા, પ્રવાદિદ્વીપોચ્છેદને તુલ્ય સિંઘા; ગણી ગચ્છ સંધારણે સ્થંભભૂતા, શ્રી પૂજા સંગ્રહ સાર્થ ઉપાધ્યાય તે વંદીએ ચિત્ પ્રભૂતા. ૨ કાવ્યાર્થ સૂત્રના અર્થનો વિસ્તાર કરવાને તત્પર ઉપાધ્યાયરૂપ હસ્તીને વારંવાર નમસ્કાર કરો. વૃત્તાર્થ - જે આચાર્ય નથી, (પણ આચાર્ય પદને યોગ્ય છે) જેઓ સહાયરૂપ છે, અહંકાર અને મોહ-માયાથી મુક્ત છે, વળી બાર અંગાદિ સૂત્રોના અર્થ નિરભિમાનપણે દેવામાં સાવધાન છે. ૧. પચીશ ગુણોના સમૂહને ધારણ કરે છે, પ્રખરવાદીરૂપી હાથીઓને હરાવવામાં સિંહ તુલ્ય છે, ગચ્છને ધારણ કરવામાં મજબૂત સ્થંભતુલ્ય છે, તે વિશાળ જ્ઞાનવાળા ઉપાધ્યાયને વંદન કરો. ૨ Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ નવપદજીની પૂજા ઢાળ : (ઉલાળાની દેશી) ખંતિજુઆ મુત્તિજુઆ, અજીવ મદવ જુત્તાજી; સચ્ચે સોયં અકિંચણા, તવ સંજમ ગુણરત્તાજી. ૧. ઉલાલો જે રમ્યા બ્રહ્મ સુગુમગુપ્તા, સમિતિ સમિતા ધૃતધરા; સ્યાદ્વાદવાદે તત્ત્વવાદક, આત્મપર-વિભજનકરા; ભવભીરૂ સાધનધીર શાસન-વહન ધોરી મુનિવરા, સિદ્ધાંત વાયણ દાન સમરથ, નમો પાઠક પદધરા. ૧. પૂજા ઢાળ, (શ્રીપાળના રાસની દેશી.) દ્વાદશ અંગ સઝાય કરે છે, પારગ ધારગ તાસ; સૂત્ર અર્થ વિસ્તાર રસિક તે, નમો ઉવજઝાય ઉલ્લાસ રે. ભવિકા ! સિ0 ૧. ઉલાળાની ઢાળનો અર્થ - જેઓ ક્ષમા, નિર્લોભતા, સરળતા અને મૃદુતાવાળા છે, સત્ય, શૌચ (અદત્તત્યાગ), અકિંચનપણું અને તપ તથા સંયમ (જીવદયા)રૂપ યતિગુણો વડે રંગાયેલા છે.૧. જે બ્રહ્મચર્યમાં રમ્યા છે, (ત્રણ) સુંદર ગુપ્તિવડે સુરક્ષિત છે, (પાંચ) સમિતિવાળા છે, શ્રુતજ્ઞાનને ધારણ કરનારા છે, સ્યાદવાદના સુંદર ઉપદેશથી તત્ત્વનું પ્રતિપાદન કરનારા છે, જડ અને ચેતનનો (સ્વપરનો) ભેદ પાડનારા છે, ભવભીરૂ છે, સાધના કરવામાં ધીર છે, પ્રભુશાસનને વહન કરવામાં વૃષભ તુલ્ય શ્રેષ્ઠ મુનિ છે, આગમની વાચના દેવામાં શક્તિમાન છે એવા પાઠકપદને ધારણ કરનારા (ઉપાધ્યાયજી)ને નમસ્કાર કરો. ૧. પૂજાની ઢાળનો અર્થ - જે બાર અંગોનો સ્વાધ્યાય કરે છે, Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ શ્રી પૂજા સંગ્રહ સાથે અર્થ-સૂરાને દાન વિભાગે, આચારજ ઉવજઝાય; ભવ ત્રીજે જે લહે શિવસંપદ, નમીએ તે સુપસાય રે. ભવિકા ! સિ૦ ૨. મૂરખ શિષ્ય નિપાઈ જે પ્રભુ, પહાણને પલ્લવ આણે; તે ઉવજઝાય સકળજનપૂજિત, સૂત્ર અર્થ સવિ જાણે રે. ભવિકા ! સિ. ૩. રાજકુમાર સરિખા ગણચિંતક, આચારજ પદ યોગ; જે ઉવજઝાય સદા તે નમતાં, નાવે ભવભય શોગ રે. ભવિકા ! સિ. ૪. તેના પારગામી હોવાથી તે (ના રહસ્યાર્થ)ને ધારણ કરનારા છે, સૂત્રના અર્થને વિસ્તારવામાં (વાચના આપવામાં) ચતુર છે, તે ઉપાધ્યાય ભગવાનને ઉલ્લાસથી નમસ્કાર કરો. ૧. અર્થ અને સૂત્ર આપવાના વિભાગમાં (અનુક્રમે) આચાર્ય અને ઉપાધ્યાય છે, જે ત્રીજે ભવે મોક્ષલક્ષ્મી પામનારા છે, એવા સુંદર કૃપાવાળા ઉપાધ્યાયજીને નમસ્કાર કરીએ છીએ. ૨ પત્થરમાં પણ અંકુરા ઉગાડવાને સમર્થ એવા જે ઉપાધ્યાય ભગવાન મૂર્ખ શિષ્યને પણ વિદ્વાન બનાવી શકે છે તે સર્વ જનોથી પૂજિત છે અને સૂત્ર અર્થ સર્વ જાણે છે. ૩ રાજાના યુવરાજ સમાન ગણની ચિંતા રાખનારા છે. આચાર્યપદને જે યોગ્ય છે, તે ઉપાધ્યાયજીને હંમેશાં નમસ્કાર કરતાં સંસારનો ભય અને શોક આવતો નથી. (નાશ પામી જાય છે.) ૪ Page #198 -------------------------------------------------------------------------- ________________ નવપદજીની પૂજા ૧૯૭ બાવનાચંદન રસ સમ વયણે, અહિત તાપ સવિ ટાળે; તે ઉવજઝાય નમીજે જે વળી, જિનશાસન અજુવાળે રે. ભવિકા ! સિદ્ધચક્રપદ વંદો. ૫. તપ સઝાયે રત સદા, દ્વાદશ અંગના ધ્યાતા રે; ઉપાધ્યાય તે આતમા, જગબંધવ જગભ્રાતા રે. વીર. ૧. શ્રી ઉપાધ્યાયપદ કાવ્ય સુત્તત્કસંગમય સુએણં, સનીરખીરામયવિષ્ણુએણે; પીણંતિ જે તે ઉવજઝાયરાએ, ઝાએહ નિર્ચાપિ કયપૂસાએ. ૧. શ્રી સ્નાત્ર કાવ્ય અને મંત્ર વિમલકેવલભાસનભાસ્કર, જગતિ જંતુમહોદયકારણ; જિનવરં બહુમાનજલૌઘતઃ, શુચિમનાઃ સ્નપયામિ વિશુદ્ધયે. ૧. સ્નાત્ર કરતાં જગદ્ગુરુ શરીરે, સકળદેવે વિમળ કળશ નીરે; આપણાં કર્મમલ દૂર કીધાં, તેણે તે વિબુધ ગ્રંથે પ્રસિદ્ધા. ૨ બાવનાચંદનના રસ સરખા શીતળ વચનોવડે પ્રાણીના અહિતરૂપી સર્વ તાપને જે દૂર કરે છે તેમ જ જે જિનશાસનને (વિશેષપણે) પ્રકાશિત કરે છે તે ઉપાધ્યાય ભગવાનને નમસ્કાર કરો. ૫ દુહાનો અર્થ - તપ અને સ્વાધ્યાયમાં સદા રક્ત છે, બાર અંગનું ધ્યાન કરે છે, વિશ્વના બંધુ છે અને જગત સાથે બંધુભાવથી વર્તે છે તેવો આત્મા જ ઉપાધ્યાય ભગવાન કહેવાય છે. ૧. ઉપાધ્યાયપદ કાવ્યનો અર્થ - ઉત્તમ જલ, દૂધ તથા અમૃતસરના સૂત્ર, અર્થ તથા વૈરાગ્યમય જ્ઞાનનું જે ઉપાધ્યાયો Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ શ્રી પૂજા સંગ્રહ સાર્થ હર્ષ ધરી અપ્સરાવૃંદ આવે, સ્નાત્ર કરી એમ આશિષ ભાવે; જિહાં લગે સુરગિરિ જંબુદીવો, અમતણા નાથ દેવાધિદેવો. ૩ ૐ હ્રી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા. પંચમ શ્રી મુનિપદ પૂજા કાવ્ય સાહૂણ સંસાહિઅસંજમાણં, નમો નમો સુદ્ધદયાદમાણં. કરે સેવના સૂરિ વાયગ ગણિની, કરું વર્ણના તેહની શી મુણિની; સમેતા સદા પંચસમિતિ ત્રિગુપ્તા, ત્રિગુપ્તે નહીં કામભોગેષુ લિપ્તા. ૧. ભવ્યજનોને પાન કરાવે છે, તે કૃપા કરવાવાળા ઉપાધ્યાય ભગવંતનું હંમેશાં ધ્યાન ધરો. ૪ ચોથી ઉપાધ્યાયપદ પૂજા- અર્થ સમાપ્ત. સ્નાત્ર કાવ્ય અને મંત્રના અર્થ અરિહંત પદમાંથી જાણી લેવા કાવ્યાર્થ - સારી રીતે જેમણે સંયમનું પાલન કર્યું છે, શુદ્ધ દયાપૂર્વક જેમણે ઇંદ્રિયદમન કરેલું છે તેવા સાધુજનોને વારંવાર નમસ્કાર હો ! વૃત્તાર્થ - જેઓ આચાર્ય, ઉપાધ્યાય અને ગણિની સેવા કરે છે, સર્વદા પાંચ સમિતિથી સહિત છે, ત્રણ ગુપ્તિથી સુરક્ષિત છે, કામ અને ભોગોમાં આસક્ત નથી તે મુનિજનોની પ્રશંસા શી રીતે કરું ? (અર્થાત્ જેટલી કરું તેટલી ઓછી જ છે.) ૧. Page #200 -------------------------------------------------------------------------- ________________ નવપદજીની પૂજા વળી બાહ્ય અત્યંતર ગ્રંથિ ટાળી, હોયે મુક્તિને યોગ્ય ચારિત્ર પાળી; શુભાષ્ટાંગ યોગે ૨મે ચિત્ત વાળી, નમું સાધુને તેહ નિજ પાપ ટાળી.૨ (ઢાળ : ઉલાળાની દેશી.) સકલ વિષયવિષ વારીને, નિઃકામી નિઃસંગીજી; ભવ દવ તાપ શમાવતા, આતમસાધન રંગીજી. ૧. ઉલાળો. જે રમ્યા શુદ્ધ સ્વરૂપ રમણે, દેહ નિર્મમ નિર્મદા, કાઉસ્સગ્ગ મુદ્રા ધીર આસન, ધ્યાન અભ્યાસી સદા; ૧૯૯ વળી બાહ્ય અને અંતર (પરિગ્રહ) ગ્રંથીઓ જેમણે તોડેલી છે, મોક્ષ પ્રાપ્ત કરાવે તેવું ચારિત્ર પાળ્યું છે, ચિત્તને સાવધાન રાખી સુંદર અષ્ટાંગ યોગમાં રમણ કરે છે એવા સાધુઓને મારું પોતાનું પાપ દૂર કરવા નમસ્કાર કરું છું. ૨ ઉલાળાની ઢાળનો અર્થ - (જેઓ) સઘળા વિષયના ઝેરનું નિવારણ કરીને નિષ્કામ અને સંગ રહિત થયા છે, સંસારરૂપ દાવાનળનો તાપ શમાવે છે અને આત્મિક સાધન વડે રંગાયેલા છે. ૧. જેઓ શુદ્ધ (આત્મિક) સ્વરૂપની સ્થિરતામાં રહેલા છે, શરીર ઉપરના મમત્વ વગરના અને અહંકાર રહિત છે. કાઉસ્સગ્ગ અને મુદ્રાઓમાં ધૈર્યવાળા છે, આસન અને ધ્યાનના નિરંતર અભ્યાસી છે, તપના તેજથી કાંતિમાન છે, કર્મોને જીતે છે, અન્ય (સાંસારિક) Page #201 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ શ્રી પૂજા સંગ્રહ સાથે તપ તેજ દીપે કર્મ જીપે, નૈવ છીપે પરભણી, મુનિરાજ કરુણાસિંધુ ત્રિભુવન-બંધુ પ્રણમું હિતભણી. ૧. (પૂજા ઢાળ, શ્રીપાળના રાસની દેશી.) જેમ તરફૂલે ભમરો બેસે, પીડા તસ ન ઉપાવે; લેઈ રસ આતમ સંતોષે, તેમ મુનિ ગોચરી જાવે રે. ' ભવસિ૦ ૧. પંચ ઇંદ્રિયને જે નિત્ય આપે, ષટકાયક પ્રતિપાળ; સંયમ સત્તર પ્રકારે આરાધે, વંદું તેહ દયાળ રે. ભ૦ સિવ ૨. અઢાર સહસ શીલાંગના ધોરી, અચળ આચાર ચરિત્ર; મુનિ મહંત જયણાયુત વંદી, કીજે જન્મ પવિત્ર રે. ભ૦ સિ૦ ૩. પદાર્થોથી લલચાતા નથી, દયાના સાગર છે, ત્રિભુવનબંધુ છે એવા મુનિરાજને આત્મિક હિતની ખાતર પ્રણામ કરું છું. ૨ પૂજાની ઢાળનો અર્થ - જેમ ઝાડના ફૂલ ઉપર (રસ ચૂસવાને) ભમરો બેસે છે તે તેને પીડા ઉપજાવતો નથી અને રસ લઈને પોતાના આત્માને તૃપ્તિ પમાડે છે તેમ મુનિ “ગોચરી લે છે.૧ - હંમેશાં જે પાંચ ઇંદ્રિયોને વશ રાખે છે, છકાયનું સુંદર રીતે પાલન કરે છે, સત્તર પ્રકારે સંયમનું આરાધન કરે છે તે કૃપાળુ મુનિજન વંદના કરું છું. ર ' ' - અઢાર હજાર શીલાંગરથને વહન કરવામાં વૃષભ તુલ્ય છે, આચાર અને ચારિત્ર (જેમનું) નિશ્ચળ છે, એવા મુનિ મહાત્માને યતનાપૂર્વક વંદન કરીને મનુષ્ય જન્મને પવિત્ર કરો. ૩ Page #202 -------------------------------------------------------------------------- ________________ નવપદજીની પૂજા ૨૦૧ નવવિધ બ્રહ્મગુપ્તિ જે પાળે, બારસવિહ તપશૂરા; એહવા મુનિ નમીએ જો પ્રગટે, પૂરવ પુણ્ય અંકુરા રે. ભ0 સિ૦ ૪. સોનાણી પરે પરીક્ષા દીસે, દિનદિન ચઢતે વાને; સંજમ ખપ કરતા મુનિ નમીએ, દેશકાળ અનુમાને રે. ભ૦ સિ0 ૫. દુહો અપ્રમત્ત જે નિત્ય રહે, નવિ હરખે નવિ શોચે રે; સાધુ સુધા તે આતમાં, શું મુંડે શું લોચે રે ? વીર૦ ૧. શ્રી સાધુપદ કાવ્ય અંતે ય દંતે ય સુગુત્તિગુત્તે, મુત્તે પસંતે ગુણજોગજુ; ગયપ્પમાએ હયમોહમાયે, ઝાએહ નિચ્ચે મુણિરાયપાએ. ૫ જે બ્રહ્મચર્યની નવ વાડોનું પાલન કરે છે, બાર પ્રકારનો તપ કરવામાં શૂરવીર છે, એવા મુનિને જો પૂર્વપુણ્યરૂપી (વક્ષના) અંકુરા પ્રગટે તો જ નમસ્કાર કરવાનો પ્રસંગ પ્રાપ્ત થાય. ૪ જેમના સંયમની પરીક્ષા સુવર્ણની જેમ દરરોજ ચઢતા ચઢતા રંગવાળી દેખાય છે અને જેઓ દેશકાળ પ્રમાણે સંયમનું પાલન કરવામાં તત્પર છે તેવા મુનિજનોને નમસ્કાર કરો. ૫ દુહાનો અર્થ - જે હંમેશાં અપ્રમાદી રહે છે, હર્ષ અથવા શોકમાં લીન થતા નથી તેવા આત્મા જ ઉત્તમ સાધુ છે. માત્ર મુંડાવવાથી અથવા લોચ કરવાથી શું વાસ્તવિક સાધુપણું પ્રાપ્ત થાય છે? સાધુપદ કાવ્યનો અર્થ - ક્ષમાવાન, દમન કરનાર, ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત, કોઈ પણ જાતના બદલાની ઇચ્છા વગરના પ્રશાંત Page #203 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ શ્રી પૂજા સંગ્રહ સાથે શ્રી સ્નાત્ર કાવ્ય વિમલકેવલભાસનભાસ્કર, જગતિ જંતુમહોદયકારણમ; જિનવરં બહુમાનજલૌઘતઃ, શુચિમના સ્નપયામિ વિશુદ્ધયે. ૧. સ્નાત્ર કરતાં જગદ્ગુરુ શરીરે, સકળદેવે વિમળકળશનીરે; આપણાં કર્મમલ દૂર કીધાં, તેણે તે વિબુધ ગ્રંથે પ્રસિદ્ધા. ૨. હર્ષ ધરી અપ્સરાવૃંદ આવે, સ્નાત્ર કરી એમ આશિષ ભાવે; જિહાં લગે સુરગિરિ જંબૂદીવો, અમતણા નાથ દેવાધિદેવો. ૩. ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા. ષષ્ઠ-સમ્યગ્દર્શનપદ-પૂજા જિણzતત્તે લખણસ્મ, નમો નમો નિમ્મલદંસણસ્સ. (અનેક) ગુણોના યોગથી યુક્ત પ્રમાદ વગરના, મોહ-માયાને હણનારા એવા મુનિરાજના ચરણોનું હંમેશા ધ્યાન કરો. ૫. સ્નાત્ર કાવ્ય અને મંત્રનો અર્થ અરિહંતપદમાંથી જાણી લેવો. પાંચમી મુનિપદપૂજા સમાપ્ત કાવ્યર્થ - જિનેશ્વર ભગવાને કહેલા તત્ત્વોમાં રુચિરૂપ લક્ષણવાળા નિર્મળ દર્શન-સમ્યકત્વને વારંવાર નમસ્કાર હો ! Page #204 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ નવપદજીની પૂજા વિપર્યાય હઠવાસનારૂપ મિથ્યા, ટળે જે અનાદિ અછે જેમ પથ્યા; જિનોક્ત હોયે સહજથી શ્રદ્ધાનું, કહિયે દર્શન તેહ પરમં નિધાન. ૧. વિના જેહથી જ્ઞાન અજ્ઞાન રૂપ, ચરિત્ર વિચિત્ર ભવારણ્યાં ; પ્રકૃતિ સાતને ઉપશમે ક્ષય તે હોવે, તિહાં આપરૂપે સદા આપ જોવે. ૨ (ઢાળ ઉલાળાની દેશી). સમદર્શન ગુણ નમો, તત્ત્વ પ્રતીત સ્વરૂપોજી; જસુ નિરધાર સ્વભાવ છે, ચેતન ગુણ જે અરૂપોજી. ૧. વૃત્તાર્થ - જેમ પથ્યથી વ્યાધિ ટળે તેમ વિપર્યાસ અને કદાગ્રહની વાસનારૂપ અનાદિ મિથ્યાત્વ, જેનાથી દૂર થાય છે, અને જિનેશ્વરે કહેલાં તત્ત્વોની ઉપર સ્વાભાવિકપણે શ્રદ્ધા થાય છે, તે ઉત્કૃષ્ટ નિધાનરૂપ સમ્યગ્ગદર્શન કહેવાય છે. ૧. જેના વગર પ્રાપ્ત કરેલું જ્ઞાન અજ્ઞાનરૂપ ગણાય છે, અનેક જનોને આશ્ચર્યકારી ચારિત્ર પણ ભવરૂપ અટવીમાં કૂવા તુલ્ય છે, અને જે મિથ્યાત્વ મોહનીયની સાત પ્રકૃતિનો ઉપશમ, ક્ષયોપશમ અથવા ક્ષય થાય ત્યારે પ્રાપ્ત થાય છે તે સમકિત પ્રાપ્ત થવાથી આત્મા પોતાને આત્મસાક્ષાત્કારથી જોઈ શકે છે. (૨) ઉલાળાની ઢાળનો અર્થ - સમ્યગ્ગદર્શન ગુણને નમસ્કાર કરો ! જે તત્ત્વની પ્રતીતિરૂપ છે, જેનો નિરધાર કરવાનો સ્વભાવ છે અને જે ચેતનનો અરૂપી ગુણ છે. ૧. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ શ્રી પૂજા સંગ્રહ સાથે ઉલાલો જે અનુપ શ્રદ્ધા ધર્મ પ્રગટે, સયલ પર ઈહા ટળે, નિજ શુદ્ધ સત્તા પ્રગટ અનુભવ-કરણ રુચિતા ઉથ્થળે; બહુમાન પરિણતિ વસ્તુતત્ત્વ, અહવ તસુ કારણપણે, નિજ સાધ્ય દૃષ્ટ સર્વ કરણી, તત્ત્વતા સંપત્તિ ગણે. ૨ પૂજા ઢાળ ઃ (શ્રીપાળના રાસની દેશી.) શુદ્ધ દેવગુરુ ધર્મ પરીક્ષા, સદહણા પરિણામ; જે હ પામીજે તેહ નમજે, સમ્યગ્દર્શન નામ રે. ભવિકા ! સિ0 ૧. મલ ઉપશમ ક્ષય ઉપશમ ક્ષયથી, જે હોય ત્રિવિધ અભંગ; સમ્યગુદર્શન તેહ નમજે, જિન ધર્મે દૃઢ રંગ રે. ભવિકા ! સિવ ૨. (જેની પ્રાપ્તિથી) ઉપમા ન આપી શકાય તેવો શ્રદ્ધાધર્મ પ્રકટે છે, સઘળી પરપદાર્થની ઈચ્છાઓ દૂર થાય છે, પોતાને શુદ્ધ સત્તાનો અનુભવ પ્રકટ કરવાની રુચિ ઉછળે છે, પદાર્થના તત્ત્વમાં બહુમાન પ્રકટે છે અથવા તે બહુમાન પરિણતિ વસ્તુતત્ત્વની પ્રાપ્તિના કારણરૂપ બને છે અને પોતાની સાધ્યદૃષ્ટિથી કરાતી સર્વ કરણીને જ પોતાની ખરેખરી લક્ષ્મી ગણે છે. ૨ * પૂજાની ઢાળનો અર્થ - શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મની પરીક્ષાપૂર્વક તે સત્ય છે તેવા શ્રદ્ધાના પરિણામ જેથી પમાય છે તે સમ્યગ્રદર્શનને નમસ્કાર કરો. ૧. (સાત પ્રકૃતિરૂપ)મેલ (કર્મ)ના ઉપશમ, ક્ષય અને ક્ષયોપશમથી જે અખંડપણે ત્રણ પ્રકારનું પ્રાપ્ત થાય છે, તેમ જ જેથી જિનધર્મમાં ચોળમજીઠનો રંગ લાગે છે તે સમ્યગ્દર્શનને નમન કરો.૨. - - - - Page #206 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ નવપદજીની પૂજા પંચ વાર ઉપસમિય લીજે, ક્ષયઉપશમિય અસંખ; એક વાર ક્ષાયિક તે સમકિત, દર્શન નમીએ અસંખ રે. ભવિકા ! સિ. ૩ જે વિણ નાણ પ્રમાણ ન હોવે, ચારિત્રતરુ નવિ ફળીઓ; સુખ નિર્વાણ ન જે વિણ લહીએ, સમકિતદર્શન બળિયો રે. ભવિકા ! સિ0 ૪. સડસઠ બોલે જે અલંકરીઓ, જ્ઞાન ચારિત્રનું મૂળ; સમકિતદર્શન તે નિત્ય પ્રણમ્, શિવપંથનું અનુકૂળ રે, ભવિકા ! સિવ ૫ દુહો શમ સંવેગાદિક ગુણા, ક્ષય ઉપશમ જે આવે રે; દર્શન તેહિ જ આતમા, શું હોય નામ ધરાવે રે. વિર૦ ૧. (સર્વ ભવ પર્યતમાં) ઉપશમ સમકિત પાંચ વાર પમાય છે, ક્ષયોપશમ અસંખ્યાત વાર પમાય છે અને ક્ષાયિક સમકિત એકવાર જ પમાય છે, તેવા અસંખ્ય સમ્યગદર્શનને નમસ્કાર કરો.૩. જેના વગર જ્ઞાન પ્રમાણભૂત ગણાતું નથી, ચારિત્રરૂપ વૃક્ષ યોગ્ય ફળ આપતું નથી અને મોક્ષનું સુખ જેના વગર પ્રાપ્ત થતું નથી તે સમ્યગદર્શન મહાબળવાન છે. ૪ જે સડસઠ ભેદોથી સુશોભિત છે, જ્ઞાન અને ચારિત્રનું મૂળ છે . અને મોક્ષમાર્ગને પ્રાપ્ત કરવાની અનુકૂળતા કરી આપનારું છે, તે સમ્યગદર્શનને હંમેશાં પ્રણામ કરું છું. ૫ દુહાનો અર્થ - (પ્રકૃતિઓના) ક્ષય અથવા ઉપશમથી (અને ક્ષયોપશમથી પણ) ઉપશમ અને સંવેગાદિ ગુણો જે પ્રકટે છે તે સમ્યગદર્શન જ આત્મા છે. માત્ર “સમકિતી” નામ ધારણ કરવાથી શું - - - - - - Page #207 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ શ્રી પૂજા સંગ્રહ સાથે શ્રી સમ્યગ્ગદર્શન પદ કાવ્ય જં દબૂછક્કાઈસુ સદહાણે, દંસણું સબગુણપ્રહાણે; કુષ્ણાહવાહી ઉવયંતિ જેણં, જહા વિસુદ્દેણે રસાયણેણં. ૧. શ્રી સ્નાત્ર કાવ્ય : વિમલકેવલભાસનભાસ્કર, જગતિ જંતુમહોદયકારણમ; જિનવર બહુમાનજલૌઘતઃ, શુચિમનાઃ સ્નપયામિ વિશુદ્ધયે. ૧. સ્નાત્ર કરતાં જગદ્ગુરુ શરીરે, સકળદેવે વિમળકળશનીરે; આપણાં કર્મમલ દૂર કીધાં, તેણે તે વિબુધ ગ્રંથે પ્રસિદ્ધા. ૨. હર્ષ ધરી અપ્સરાવુંદ આવે, સ્નાત્ર કરી એમ આશિષ ભાવે; જિહાં લગે સુરગિરિ જંબૂદીવો, અમતણા નાથ દેવાધિદેવો. ૩. ૐ હ્રી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા. સપ્તમ સમ્યગૂજ્ઞાન પદ-પૂજા અજ્ઞાણસંમોહતમોહરમ્સ, નમો નમો નાણદિવાયરસ્સ. હોયે જેહથી જ્ઞાન શુદ્ધ પ્રબોધે, યથાવર્ણ નાસે વિચિત્રાવબોધે; સફળતા છે? અર્થાત્ કંઈ જ ફળ નથી. ૧. કાવ્યનો અર્થ - જે છ દ્રવ્ય વગેરેની શ્રદ્ધારૂપ છે તે દર્શન સર્વ ગુણોમાં મુખ્ય છે. જેમ વિશુદ્ધ રસાયણ વડે વ્યાધિ નાશ પામે છે, તેમ જે દર્શનથી કદાગ્રહરૂપ વ્યાધિ નાશ પામે છે. ૧. સ્નાત્ર કાવ્ય અને મંત્રનો અર્થ અરિહંતપદમાંથી જાણી લેવો. શ્રી સમ્યગદર્શનપદપૂજા સમાપ્ત. કાવ્યાર્થ-અજ્ઞાન અને મોહરૂપ અંધકારને દૂર કરનાર સૂર્ય Page #208 -------------------------------------------------------------------------- ________________ - -- - - - ---- -- -- નવપદજીની પૂજા જેણે જાણીએ વસ્તુ પદ્રવ્યભાવા, ન હોવે વિતત્થા નિજેચ્છા સ્વભાવા. ૧. હોયે પંચ મત્યાદિ સુજ્ઞાન ભેદ, ગુરૂપસ્તિથી યોગ્યતા તેહ વેદે; વળી જોય હેય ઉપાદેય રૂપે, લહે ચિત્તમાં જેમ ધ્રાંત પ્રદીપે. ૨ ઢાળ-(ઉલાળાની દેશી) ભવ્ય નમો ગુણ જ્ઞાનને, સ્વપર પ્રકાશક ભાવેજી; પરજાય ધર્મ અનંતતા, ભેદભેદ સ્વભાવેજી. ૧. સમાન જ્ઞાનને વારંવાર નમસ્કાર હો ! વૃત્તાર્થ-જેમ જેમ અનેક પ્રકારના બોધ વડે (અજ્ઞાનરૂપ) આવરણ દૂર થાય છે તેમ તેમ શુદ્ધ પ્રબોધરૂપ જ્ઞાન પ્રગટ થાય છે ત્યારે છ દ્રવ્યરૂપ પદાર્થોના ભાવો જણાય છે અને અસત્ય તથા સ્વચ્છેદાદિ સ્વભાવો પ્રાપ્ત થતા નથી. ૧. ' (તે જ્ઞાન) મતિ આદિ સજ્ઞાનના ભેદોથી પાંચ પ્રકારનું છે, ગુરુજનની સેવાથી તેની યોગ્યતા પ્રાપ્ત કરી શકાય છે. વળી દીવાથી જેમ અંધકાર દૂર થાય છે તેમ જ્ઞાન વડે અજ્ઞાનનો નાશ થવાથી જોય, હેય અને ઉપાદેયરૂપે સર્વ પદાર્થને ચિત્તમાં જાણી શકાય છે. ૨ ઉલાળાની ઢાળનો અર્થ - હે ભવ્ય પ્રાણીઓ! જ્ઞાનરૂપ ગુણને નમસ્કાર કરો ! તેનો સ્વભાવ પોતાને અને પરને પ્રકાશ કરવાનો છે, તેના પર્યાય ધર્મોનું અનંતપણું છે અને જે ભેદ તેમજ અભેદ સ્વભાવવાળો છે. ૧. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ શ્રી પૂજા સંગ્રહ સાથે ઉલાળો ' જે મુખ્ય પરિણતિ સકલ જ્ઞાયક, બોધ ભાવ વિલચ્છના, મતિ આદિ પંચ પ્રકાર નિર્મળ, સિદ્ધિસાધન લચ્છના; સ્યાદ્વાદસંગી તત્તરંગી, પ્રથમ બે દાભેદતા, સવિકલ્પ ને અવિકલ્પ વસ્તુ, સકલ સંશય છેદતા. ૨ - પૂજા ઢાળ (શ્રીપાળના રાસની દેશી) ભક્ષ્યાભર્યા ન જે વિણ લહીએ, પેય અપેય વિચાર; કૃત્ય અકૃત્ય ન જે વિણ લહીએ, જ્ઞાન તે સકલ આધાર રે. ભવિકા ! સિ. ૧. પ્રથમ જ્ઞાન ને પછી અહિંસા, શ્રી સિદ્ધાંતે ભાખ્યું; જ્ઞાનને વંદો જ્ઞાન - નિંદો, જ્ઞાનીએ શિવસુખ ચાખ્યું રે. ભવિકા ! સિ૦ ૨. જે જ્ઞાનનું મુખ્ય પરિણામ સમસ્ત વસ્તુને જણાવનારૂં છે, જાણપણારૂપ ભાવ જેનું વિશિષ્ટ લક્ષણ છે, નિર્મળ મતિજ્ઞાન આદિ જેના પાંચ પ્રકાર છે, મુક્તિના સાધનરૂપ જેનું લક્ષણ છે, સ્યાદ્વાદ'નું પ્રતિપાદન કરનાર છે, “તત્ત્વથી રંગાયેલું છે, પ્રથમ ભેદ અને પછી અભેદ સૂચવનારૂં છે, વિકલ્પ સહિત અને વિકલ્પ રહિત પદાર્થોને જણાવનારૂં છે અને સર્વ શંકાનો છેદ કરવા સમર્થ છે. ૨ પૂજાની ઢાળનો અર્થ-જેના સિવાય ખાવા લાયક અને નહિ ખાવા લાયક, પીવા લાયક અને નહિ પીવા લાયક, તેમજ કરવા લાયક અને નહિ કરવા લાયક (પદાર્થોનો) વિવેક પ્રાપ્ત થઈ શકતો નથી તે જ્ઞાન સમસ્ત જનોને આધારભૂત છે. ૧. શ્રી (જિનેશ્વર પ્રભુના) સિદ્ધાંતમાં પ્રથમ જ્ઞાન અને પછી Page #210 -------------------------------------------------------------------------- ________________ નવપદજીની પૂજા - ૨૦૯ સકલ ક્રિયાનું મૂળ જે શ્રદ્ધા, તેમનું મૂળ જે કહીએ; તેહ જ્ઞાન નિતનિત વંદીએ, તે વિણ કહો કેમ રહીએ રે. ભવિકા ! સિ. ૩. પંચ જ્ઞાનમાંહિ જેહ સદાગમ, સ્વપર પ્રકાશક જેહ; દિપક પરે ત્રિભુવન ઉપકારી, વળી જેમ રવિ શશિ મેહ રે. ભવિકા ! સિ. ૪. લોક ઊર્ધ્વ અધો તિર્યમ્ જ્યોતિષ, વૈમાનિક ને સિદ્ધ; લોકાલોક પ્રગટ સવિ જેહથી, તેહ જ્ઞાને મુજ શુદ્ધિ રે. ભવિકા ! સિદ્ધ૦ ૫. અહિંસાનો ક્રમ નિવેદન કરેલો છે, તેથી જ્ઞાનને નમસ્કાર કરો, જ્ઞાનની અવગણના ન કરો; કારણકે જ્ઞાનીજનો જ મોક્ષસુખને અનુભવી શક્યા છે. ૨. | સર્વક્રિયાનું મૂળ “શ્રદ્ધા છે, તેનું મૂળ જે કહેવાય છે તે જ્ઞાન છે, તેને હંમેશા વંદન કરો. કહો તે વગર કેમ રહી શકાય ? ૩. પાંચ જ્ઞાનમાં જે સદાગમ (શ્રુતજ્ઞાન) છે તે પોતાને અને પરને પ્રકાશ કરનાર છે, દીવાની માફક ત્રણે ભુવનોને ઉપકારક છે, વળી સૂર્ય-ચંદ્ર અને વરસાદની માફક પણ ઉપકારી છે. ૪. ઉર્ધ્વલોક, અધોલોક, તિર્યગૂલોક, જ્યોતિષ, વૈમાનિક અને સિદ્ધ વગેરે લોક અને અલોક જેથી જાણી શકાય છે તે જ્ઞાનવડે જ મારી શુદ્ધિ થવાની છે. પ. ૧૪: Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ શ્રી પૂજા સંગ્રહ સાથે દુહો જ્ઞાનાવરણીય જે કર્મ છે, ક્ષય ઉપશમ તસ થાય રે; તો હુએ એહિજ આતમા, જ્ઞાને અબોધતા જાય રે, વર૦ ૧. શ્રી સમ્યજ્ઞાનપદ કાવ્ય નાણું પહાણ નયચક્કસિદ્ધ, તત્ત્વાવબોહિકમયં પસિદ્ધ; ધરેહ ચિત્તાવસહે સુરત, માણિક્કદીવુÖ તમોહરંત. ૭. શ્રી સ્નાત્ર કાવ્ય વિમલકેવલભાસનભાસ્કર, જગતિ જંતુમહોદયકારણમ; જિનવરં બહુમાનજલૌઘત, શુચિમનાઃ સ્નપયામિ વિશુદ્ધયે. ૧. સ્નાત્ર કરતાં જગદ્ગુરુ શરીરે, સકળદેવે વિમળકળશનીરે; આપણાં કર્મમલ દૂર કીધાં, તેણે તે વિબુધ ગ્રંથે પ્રસિદ્ધા. ૨. હર્ષ ધરી અપ્સરાવૃંદ આવે, સ્નાત્ર કરી એમ આશિષ ભાવે; જિહાં લગે સુરગિરિ જંબૂદીવો, અમતણા નાથ દેવાધિદેવો. ૩. ૐ હી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા. દુહાનો અર્થ - જ્ઞાનાવરણીયરૂપ જે કર્મ છે તેનો ક્ષયોપશમ અથવા ક્ષય થાય ત્યારે આત્મા જ જ્ઞાનરૂપ થાય છે, અને જ્ઞાનથી અજ્ઞાનપણું દૂર થાય છે. ૧. - નયના સમૂહથી સિદ્ધ થયેલ, પ્રસિદ્ધ, અદ્વિતીય, તત્ત્વબોધરૂપ, સ્કુરાયમાન, માણિક્યદીપકની પેઠે (અજ્ઞાનરૂપી) અંધકારને હરણ કરનાર એવા ઉત્તમ જ્ઞાનને મનરૂપ સ્થાનમાં ધારણ કરો.૭ સ્નાત્ર કાવ્યનો અને મંત્રનો અર્થ પ્રથમ પદમાંથી જાણી લેવો સપ્તમ શ્રી સમ્યગ્રજ્ઞાન પદ પૂજા-અર્થ સમાપ્ત. Page #212 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ નવપદજીની પૂજા અષ્ટમ શ્રી ચારિત્રપદ-પૂજા આરાહિ-અખંડિઅ-સક્કિસ, નમોનમો સંજમ વીરિઅલ્સ. વળી જ્ઞાનફળ ચરણ ધરીએ સુરંગે, નિરાશંસતા દ્વાર રોધ પ્રસંગે; ભવાંભોધિ સંતારણે માનતુલ્ય, ધરૂ તેહ ચારિત્ર અપ્રાપ્તમૂલ્ય. ૧. હોયે જાસ મહિમા થકી રંક રાજા, વળી દ્વાદશાંગી ભણી હોય તાજા; વળી પાપરૂપીપિ નિષ્પાપ થાય, થઈ સિદ્ધ તે કર્મને પાર જાય. ૨ (ઢાળ ઉલાળાની દેશી) ચારિત્ર ગુણ વળી વળી નમો, તત્ત્વરમણ જસુ મૂલોજી; પર-રમણીયપણું ટળે, સકલ સિદ્ધિ અનુકૂલોજી. ૧. કાવ્યર્થ - નિરતિચારપદે સદાચારનું પાલન કરેલું છે, તેવા ચારિત્રબળને વારંવાર નમસ્કાર હો ! વૃત્તાર્થ-આશ્રવના દ્વારા બંધ કરવાનો સમય આવે છતે જ્ઞાનના ફળરૂપ જે વિરતિ અને ઇચ્છારહિતપણું સારા રંગ-આનંદપૂર્વક ધારણ કરીએ તે ભવરૂપ સમુદ્ર તરવામાં પ્રવાહણ તુલ્ય અમૂલ્ય ચારિત્રને હું ધારણ કરું છું. ૧. જેના માહાસ્યથી રંક મનુષ્ય પણ ક્ષણમાં રાજા બની જાય છે, વળી દ્વાદશાંગીનો અભ્યાસ કરી આત્મસ્વરૂપને તાજું (સ્કુરાયમાન) બનાવે છે. વળી પાપી મનુષ્ય પણ નિર્મળ-નિઃપાપ થાય છે અને કર્મોનો પાર પામી (છેવટે) સિદ્ધ થાય છે. ૨ ઉલાળાનીઢાળનો અર્થ-વારંવાર ચારિત્રગુણને નમસ્કાર કરો! તત્ત્વમાં રમણતા એ જ જેનું મૂળ છે, જેનાથી) પરવસ્તુમાં રમણતાનો સ્વભાવ દૂર થાય છે અને સમસ્ત સિદ્ધિઓ અનુકૂળ થઇ જાય છે. ૧. Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ શ્રી પૂજા સંગ્રહ સાથે ઉલાળો પ્રતિકૂળ આશ્રવ ત્યાગ સંયમ, તત્ત્વથિરતા દમયી, શુચિ પરમ ખાંતિ મુત્તિ દશપદ, પંચ સંવર ઉપચઈ; સામાયિકાદિક ભેદ ધર્મે, યથાખ્યાતે પૂર્ણતા, અકષાય અકલુષ અમલ ઉજ્વળ, કામ કશ્મલ ચૂર્ણતા. ૨. (પૂજા ઢાળ, શ્રીપાળના રાસની દેશી) દેશવિરતિ ને સર્વવિરતિ જે, ગૃહી યતિને અભિરામ; તે ચારિત્ર જગત જયવંતુ, કીજે તાસ પ્રણામ રે. ભવિકા ! સિદ્ધ૦ ૧. તૃણ પરે જે પખંડ સુખ ઠંડી, ચક્રવર્તી પણ વરિયો; તે ચારિત્ર અક્ષય સુખ કારણ, તે મેં મનમાંહે ધરિયો રે. ભવિકા ! સિવ ૨. પ્રતિકૂળ આશ્રવોના ત્યાગરૂપ, ઇંદ્રિયદમનપૂર્વક તત્ત્વમાં સ્થિરતારૂપ, પવિત્ર ઉત્કૃષ્ટ ક્ષમા, નિર્લોભતા વગેરે દશ પદો (યતિધર્મ) વાળું, પાંચ પ્રકારના સંવરના સંચયવાળું, સામાયિકથી યથાખ્યાતની પૂર્ણતા સુધીના પાંચ ભેદવાળું, કષાયરહિત, કલેશરહિત, નિર્મળ, ઉજ્વળ, કામરૂપ મળને ચૂર્ણ કરવાના સ્વભાવવાળું પ્રસ્તુત ચારિત્ર છે. ૨ પૂજાની ઢાળનો અર્થ - દેશવિરતિ અને સર્વવિરતિરૂપ ચારિત્ર અનુક્રમે ગૃહસ્થ અને યતિને યોગ્ય છે-મનોહર છે. તે ચારિત્ર જગતમાં જયવંત વર્તે છે, તેને પ્રણામ કરો. ૧. જે છ ખંડના સુખોને તૃણની જેમ તજીને ચક્રવર્તીએ પણ અંગીકાર કરેલું છે, તે ચારિત્ર અક્ષયસુખનું કારણ છે. તેનો મેં મન સાથે સ્વીકાર કરેલો છે. ૨ Page #214 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ નવપદજીની પૂજા હુઆ રાંક પણ જેહ આદરી, પૂજિત ઈદ નરિંદે; અશરણ શરણ ચરણ તે વંદું, પૂર્યું જ્ઞાન આનંદે રે. ભવિકા ! સિ. ૩. બાર માસ પર્યાયે જેહને, અનુત્તર સુખ અતિક્રમીએ; શુકલ શુકલ અભિજાત્ય તે ઉપરે, તે ચારિત્રને નમીએ રે. ભવિકા ! સિ૦ ૪. ચય તે આઠ કરમનો સંચય, રિક્ત કરે છે તેહ; ચારિત્ર નામ નિરૂત્તે ભાખ્યું, તે વંદું ગુણગેહ રે. ભવિકા ! સિ૦ ૫. જાણ ચારિત્ર તે આતમા, નિજ સ્વભાવમાં રમતો રે; લેશ્યા શુદ્ધ અલંકર્યો, મોહવને નવિ ભમતો રે. વીર૦ ૧. રંક મનુષ્યો પણ જેને અંગીકાર કર્યા પછી ઇંદ્ર અને ચક્રવર્તીઓથી પૂજાય છે, તે નિરાધારના આધારરૂપ અને જ્ઞાનાનંદથી પરિપૂર્ણ ચારિત્રને હું વંદન કરું છું. ૩ જેના બાર મહિનાના પાલનથી અનુત્તર વિમાનના દેવોના સુખોને ઉલ્લંઘી જવાય છે અને ઉજ્જવળ ઉજજવળ એવી શુભ લેશ્યામાં વૃદ્ધિ થતી જાય છે, એવા ચારિત્રને નમસ્કાર કરીએ છીએ. ૪ - “ચય' એટલે આઠ કર્મનો થયેલ જે સંચય તેને “રિક્ત' એટલે જે ખાલી કરે તે “ચારિત્ર' એવું નિરુક્તિથી સિદ્ધ થયેલું છે તે ગુણોના ગૃહરૂપ (ચારિત્ર)ને હું વંદન કરું છું. ૫ દુહાનો અર્થ - પોતાના સ્વભાવમાં રમણ કરતા, શુદ્ધ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ૪ શ્રી પૂજા સંગ્રહ સાથે શ્રી ચારિત્રપદ કાવ્ય સુસંવર મોહનિરોધસાર, પંચપ્પયારે વિગયાઈયારે; મૂલોત્તરાણેગગુણે પવિત્ત, પાલેહ નિઍપિ હુ સચ્ચરિત્ત. ૮ સ્નાત્ર કાવ્ય અને મંત્ર વિમલકેવલભાસનભાસ્કર, જગતિ જંતુમહોદયકારણમ્; જિનવરં બહુમાનજલૌઘતા, શુચિમના સ્નપયામિ વિશુદ્ધયે. ૧. સ્નાત્ર કરતાં જગદગુરુશરીરે, સકળદેવે વિમલ કળશનીરે; આપણાં કર્મમલ દૂર કીધાં, તેણે તે વિબુધ ગ્રંથે પ્રસિદ્ધા. ૨. હર્ષ ધરી અપ્સરાવૃંદ આવે, સ્નાત્ર કરી એમ આશિષભાવે; જિહાંલગે સુરગિરિ જંબૂદીવો, અમતણા નાથ દેવાધિદેવો. ૩. ૐ હ્રી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક યજામહે સ્વાહા. લેશ્યાથી સુશોભિત, મોહરૂપ જંગલમાં નહિ ભટકતા, એવા આત્માને જ ચારિત્ર જાણવો. ૧. ચારિત્રપદ કાવ્યનો અર્થ - ઉત્તમ સંવરરૂપ, મોહને અટકાવનાર, અતિચાર રહિત અનેક પ્રકારના મૂલ અને ઉત્તરગુણોવાળું પવિત્ર, પાંચ પ્રકારનું ઉત્તમ ચારિત્ર છે, તેને તમે હંમેશાં પાળો. ૮ સ્નાત્ર કાવ્ય અને મંત્રનો અર્થ અરિહંતપદમાંથી જાણી લેવો. અષ્ટમ શ્રી ચારિત્રપદ પૂજા-અર્થ સમાપ્ત. FO ' Page #216 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧૫ નવપદજીની પૂજા નવમ શ્રી તપપદ પૂજા કમ્મદુમોમૂલણ-કુંજરમ્સ, નમો નમો તિવ્રતવોરિસ્સ. *ઇય નવપયસિદ્ધ, લદ્ધિવિજ્જા-સદ્ધિ, પડિય-સર-વર્ગે, હું તિરેહા-સમગ્ગ; દિસિવઈ-સુર-સાર, ખોણિપીઢાવયા, તિજય-વિજય-ચક્ક, સિદ્ધચ નમામિ. ૧. ત્રિકાલિકપણે કર્મ કષાય ટાળે, નિકાચિતપણે બાંધીયાં તેહ બાળે; કહ્યું તેહ તપ બાહ્ય અંતર દુ ભેદે, ક્ષમાયુક્ત નિર્દેતુ દુર્થાન છેદે.૧. કાવ્યર્થ - કર્મરૂપ વૃક્ષને ઉખેડવાને હાથી સમાન તીવ્ર તપ સમુદાય (બળ)ને વારંવાર નમસ્કાર હો. વૃત્તાર્થ - આ નવપદો લબ્ધિ અને વિદ્યાદેવીઓથી સમૃદ્ધ છે. સ્વર અને વ્યંજન વર્ગો જેમાં પ્રગટપણે છે. હૂ ની ત્રણ રેખાઓ જેની આસપાસ છે, દશ દિપાળ અને શાસનદેવ-દેવીઓના નામોથી સારભૂત છે, પૃથ્વીતળ ઉપર જેનું આલેખન થઈ શકે છે તે ત્રણે જગતનો વિજય કરવામાં ચક્ર સમાન સિદ્ધચક્રને હું નમસ્કાર કરું છું.. વૃત્તાર્થ - ત્રણે કાળમાં કર્મો અને કષાયોને દૂર કરે છે, તેમજ નિકાચિતપણે જે કર્મો બાંધ્યાં હોય તેને પણ બાળે છે, તે તપ બાહ્ય અને અભ્યતર બે પ્રકારે કહેલું છે. તે ક્ષમાવાળું અને વાંચ્છના રહિત હોય તો અશુભ ધ્યાનને છેદી શકે છે. ૧. *ઇતિ નવ પદ સિદ્ધ લબ્ધિવિદ્યાસમૃદ્ધ, પ્રકટિતસ્વરવર્ગ હીંત્રિરેખા સમગ્ર, દિશિ પતિસુરસાર ક્ષણીપીઠાવતાર, ત્રિજગદ્વિજયચક્ર સિદ્ધચક્ર નમામિ ” WWW.jainelibrary.org Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ શ્રી પૂજા સંગ્રહ સાથે હોયે જાસ મહિમાથકી લબ્ધિ સિદ્ધિ, અવાંચ્છકપણે કર્મ આવરણ શુદ્ધિ; તપો તેહ તપ જે મહાનંદ હેતે, ન હોયે સિદ્ધિ સીમંતિની જિમ સંકેતે. ૨. ઇસ્યા નવપદ ધ્યાનને જેહ ધ્યાવે. - સદાનંદ ચિદ્રુપતા તેહ પાવે; વળી જ્ઞાનવિમલાદિ ગુણરત્નધામા, નમું તે સદા સિદ્ધચક્ર પ્રધાના ૩. ઇમ નવપદ ધ્યાવે, પરમ આનંદ પાવે, નવમેં ભવ શિવ જાવે, દેવ નરભવ પાવે; જ્ઞાનવિમળ ગુણ ગાવે, સિદ્ધચક્ર પ્રભાવે, સવિ દુરિત સમાવે, વિશ્વ જયકાર પાવે. જેના મહિમા થકી લબ્ધિઓ સિદ્ધ થાય છે અને ઇચ્છા વગરનું (નિયાણા વગરનું) હોવાથી કર્મોના આવરણનું જે શોધન કરે છે તે તપ મોક્ષને માટે આદરો, જેથી મુક્તિરૂપી સ્ત્રી સંકેતવાળી થાય છે અર્થાત્ આવીને મળે છે. ૨ આ નવપદનું ધ્યાન જેઓ કરે છે તે સચ્ચિદાનંદ સ્વરૂપને પામે છે, એવા નિર્મળ જ્ઞાન વગેરે ગુણોરૂપ રત્નોના નિવાસસ્થાન શ્રેષ્ઠ સિદ્ધચક્રને હું નિરંતર નમસ્કાર કરું છું.' - વૃત્તાર્થ - એ પ્રકારે નવપદનું જે ધ્યાન કરે છે તે ઉત્કૃષ્ટ આનંદ પામે છે, નવમે ભવે મોક્ષે જાય છે, (વચ્ચેના અંતરમાં) દેવપણું તથા મનુષ્યપણું પામે છે, જ્ઞાનવિમળસૂરિ ગુણગાન કરતાં કહે છે કે સિદ્ધચક્રના પ્રભાવથી સર્વ પાપો સમાઈ જાય છે- નાશ પામી જાય છે અને જગતમાં જયજયકાર થાય છે. Page #218 -------------------------------------------------------------------------- ________________ નવપદજીની પૂજા (ઢાળ - - ઉલાળાની દેશી.) ઇચ્છારોધન તપ નમો, બાહ્ય અત્યંતર ભેદેજી; આતમસત્તા એકતા, પરપરિણતિ ઉચ્છેદેજી. ૧. ઉલાળો ઉચ્છેદ કર્મ અનાદિ સંતતિ, જેહ સિદ્ધપણું વરે, યોગ સંગે આહાર ટાળી, ભાવ અક્રિયતા કરે; અંતરમુહૂરત તત્ત્વ સાધે,સર્વસંવરતા કરી, નિજ આત્મસત્તા પ્રગટ ભાવે, કરો તપ ગુણ આદરી. ૧. ઢાળ એમ નવપદ ગુણ મંડલં, ચઉ નિક્ષેપ પ્રમાણેજી; સાત નયે જે આદરે, સમ્યગ્દ્શાને જાણેજી. ૧. ૨૧૭ ઉલાળાની ઢાળનો અર્થ - ઇચ્છાઓના નિરોધરૂપ બાહ્ય અને અત્યંતર ભેદોવાળા તપને નમસ્કાર હો. તે આત્મશક્તિની એકતા કરે છે અને પરપરિણતિનો ઉચ્છેદ કરે છે. ૧. અનાદિકર્મની શ્રેણિનો છેદ કરી જે સિદ્ધ અવસ્થાને પમાડે છે, યોગોનો નિરોધ કરી નિરાહારપણું પ્રાપ્ત કરાવી જે ભાવસ્થિરતાને મેળવી આપે છે, જેનાથી બે ઘડીની અંદર તત્ત્વની સાધના થઈ જાય છે, જે સર્વસંવર૫ણું પ્રાપ્ત કરાવે છે અને પોતાની આત્મસત્તાને પ્રકટ કરે છે એવા તપગુણનો ભાવપૂર્વક આદર કરો. ૧. ઢાળનો અર્થ - એ પ્રકારે નવપદના ગુણોનું મંડળ ચાર નિક્ષેપથી, પ્રમાણોથી અને સાત નયોથી જે આદરપૂર્વક આરાધે છે તે સમ્યજ્ઞાનવડે તેને જાણે છે. ૧. Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ શ્રી પૂજા સંગ્રહ સાથે ઉલાળો નિરધાર સેતી ગુણી ગુણનો, કરે જે બહુમાન એ, તસુ કરણ ઈહાં તત્ત્વ રમણે, થાય નિર્મળ ધ્યાન એ; એમ શુદ્ધ સત્તા ભળ્યો ચેતન, સકલ સિદ્ધિ અનુસરે, અક્ષય અનંત મહંત ચિઘન, પરમ આનંદતા વરે. ૨. કલશ ઈય સયલ સુખકર ગુણપુરંદર, સિદ્ધચક્ર પદાવલી, સવિ લબ્ધિ વિદ્યા સિદ્ધિમંદિર, ભવિક પૂજા મન રૂલી; ઉવજઝાયવર શ્રી રાજસાગર, જ્ઞાનધર્મ સુરાજતા, ગુરુ દીપચંદ સુચરણ સેવક, દેવચંદ સુશોભતા. (મનના) નિશ્ચયપૂર્વક ગુણીં અને ગુણનું જે બહુમાન કરે તે કરવાથી અને તત્ત્વમાં રમણતા કરવાની ઇચ્છા પ્રગટે તો તે પ્રાણીને શુક્લધ્યાન પ્રાપ્ત થાય, એ પ્રકારે શુદ્ધ આત્મસત્તામાં આત્મા ભળે ત્યારે સર્વ સિદ્ધિ તેને પ્રાપ્ત થઈ જાય છે અને અક્ષય, અનંત, મહંત અને જ્ઞાનઘનરૂપ પરમ આનંદપણાને તે પામે છે. ૨ કલશનો અર્થ - આ સકલ પ્રાણીઓને સુખકારી, ગુણોમાં ઇંદ્ર તુલ્ય, સર્વ લબ્ધિ, વિદ્યાઓ અને સિદ્ધિઓના મંદિર એવા સિદ્ધચક્ર પદની શ્રેણીનું હે ભવ્યજનો ! ચિત્તના ઉલ્લાસપૂર્વક પૂજન કરો. મહોપાધ્યાય શ્રી રાજસાગર જ્ઞાન અને (ચારિત્ર) ધર્મથી સુશોભિત છે; (તેમના શિષ્ય) દીપચંદ્રજી ગુરુના ચરણકમળની સેવા કરનાર દેવચંદજી સુંદર પ્રકારે શોભે છે. Page #220 -------------------------------------------------------------------------- ________________ નવપદજીની પૂજા ૨૧૯ (પૂજા ઢાળ-શ્રીપાળના રાસની દેશી.) જાણંતા તિહું જ્ઞાને સંયુત, તે ભવ મુક્તિ નિણંદ; જે હ આદરે કર્મ ખપેવા, તે તપ શિવતરુ કંદ રે. ભવિકા ! સિદ્ધ૦ ૧. કર્મ નિકાચિત પણ ક્ષય જાયે, ક્ષમા સહિત જે કરતા; તે તપ નમીએ જેહ દીપાવે, જિનશાસન ઉજમંતા રે. ભવિકા ! સિવ ૨. આમોસહિ પમુહા બહુ લબ્ધિ, હોવે જાસ પ્રભાવે; અષ્ટ મહાસિદ્ધિ નવ નિધિ પ્રગટે, નમીએ તે તપ ભાવે રે. * ભવિકા ! સિ૦ ૩. ફળ શિવસુખ મહોટું સુર નરવર, સંપત્તિ જેહનું ફૂલ; તે તપ સુરત સરિખો વંદું, સમ મકરંદ અમૂલ રે. ભવિકા ! સિ૦ ૪. પૂજાની પ્રથમ ઢાળનો અર્થ - ત્રણ જ્ઞાનવાળા જિનેશ્વર ભગવાન તે ભવમાં (પોતાની) મુક્તિ જાણતાં છતાં કર્મનો નાશ કરવાને જે તપનો આદર કરે છે તે તપ મોક્ષરૂપ વૃક્ષનું મૂળ છે.૧. તે તપ ક્ષમાપૂર્વક કરતાં નિકાચિત કર્મ પણ ક્ષય થઈ જાય છે વળી જેનું ઉજમણું કરતાં જિનશાસનની પ્રભાવના થાય છે, તે તપને નમસ્કાર કરો ! ૨ જેના પ્રભાવથી આમર્દોષધિ પ્રમુખ ઘણી લબ્ધિઓ પ્રકટે છે. તેમજ આઠ મહાસિદ્ધિઓ અને નવ નિધિઓ પ્રકટે છે તે તપને ભાવપૂર્વક નમસ્કાર કરો. ૩ જેનું મોક્ષના સુખરૂપ મોટું ફળ છે, ઇંદ્ર અને ચક્રવર્તીની સંપત્તિરૂપ ફૂલ છે, સમતારૂપ અમૂલ્ય જેનો મકરંદ-પુષ્પરસ છે, તે કલ્પવૃક્ષ સરખા તપને વંદન કરું છું. ૪ Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ - શ્રી પૂજા સંગ્રહ સાથે સર્વ મંગળમાં પહેલું મંગળ, વરણવીયું જે ગ્રંથે; તે તપપદ ત્રિહું કાળ નમીજે, વર સહાય શિવ પંથે રે. ભવિકા ! સિ0 ૫. એમ નવપદ ઘુણતો તિહાં લીનો, હુઓ તન્મય શ્રીપાલ; સુજસ વિલાસે ચોથે ખંડે, એહ અગ્યારમી ઢાળ રે. ભવિકા ! સિ૦ ૬. (બીજી ઢાળ) ઇચ્છારોધે સંવરી, પરિણતિ સમતા યોગે રે; તપ તે એહિ જ આતમા, વર્તે નિજગુણ ભોગે રે. વિ૦ ૧. 'આગમ નોઆગમતણી, ભાવ તે જાણો સાચો રે; આતમ ભાવે થિર હોજો, પરભાવે મત રાચો રે... વી. ૨. સર્વ મંગળોમાં પ્રથમ મંગળરૂપે જેનું વર્ણન ગ્રંથોમાં કરેલું છે, તે મોક્ષમાર્ગમાં ઉત્તમ સહાયકરૂપ તપને ત્રણે કાળ નમસ્કાર કરો. ૫ એ પ્રકારે નવપદની સ્તવના કરતાં શ્રીપાળ રાજા તન્મય થઈ તેમાં લીન થઈ ગયા, સુંદર યશના વિલાસવાળા ચોથા ખંડની આ અગિયારમી ઢાળ (પૂર્ણ) થઈ. ૬ બીજી ઢાળનો અર્થ ઇચ્છાઓના નિરોધરૂપ સંવર કરી મને, વચન, કાયાના યોગોની એકાગ્રતાથી સમતામાં પરિણમન કરી, સ્વગુણોના અનુભવમાં આ આત્મા રમણ કરે તે જ તપ છે. ૧. આગમ અને નોઆગમોના રહસ્યને બરાબર સમજો; ૧. અરિહંતના ધ્યાનમાં ઉપયોગવાળો ધ્યાતા આગમથી ભાવ નિક્ષેપે અરિહંત કહેવાય અને શ્રી તીર્થંકર પરમાત્મા નોઆગમથી ભાવનિક્ષેપે અરિહંત કહેવાય. Page #222 -------------------------------------------------------------------------- ________________ નવપદજીની પૂજા ૨૨૧ અષ્ટક સકલ સમૃદ્ધિની, ઘટમાંહે ઋદ્ધિ દાખી રે; તેમ નવપદ ઋદ્ધિ જાણજો, આતમરામ છે સાખી ૨૦ વી. ૩. યોગ અસંખ્ય છે જિન કહ્યા, નવપદ મુખ્ય તે જાણો રે; એહતણે અવલંબને, આતમ ધ્યાન પ્રમાણો રે૦ વી. ૪. ઢાળ બારમી એહવી, ચોથે ખંડે પૂરી રે; વાણી વાચક જસતણી, કોઈ નયે ન અધૂરી રે વી. ૫. શ્રી તપઃપદ કાવ્ય બક્કે તહાભિંતરભેયભેર્ય, સાયદુમ્ભયકુકમ્મર્ભયં; દુખખયત્વે કયપાવનારું, તવં તનેહાગમિઅં નિરાસં. ૯. આત્માના સ્વરૂપમાં સ્થિર રહો અને પૌગલિક ભાવોમાં આસક્ત ન થાઓ. ૨ - જ્ઞાનસારમાં આવેલા સર્વસમૃદ્ધયષ્ટકમાં આત્મામાં સમસ્ત પ્રકારની સિદ્ધિઓની સંપત્તિ રહેલી છે, એમ કહ્યું છે. તે પ્રમાણે નવપદની સંપત્તિ પણ આત્મામાં જ રહેલી છે, તેનો સાક્ષી આત્મા (સ્વયમેવ) છે. ૩ મુક્તિને પ્રાપ્ત કરવાના અસંખ્ય યોગો જિનેશ્વરે કહેલા છે તેમાં નવપદ મુખ્ય છે તેમ સમજો, તેના આલંબનથી આત્માના ધ્યાનની પૂર્ણતા થાય છે તેમ જાણો. ૪ ચોથા ખંડની આ બારમી ઢાળ પૂર્ણ થઈ, વિસ્તૃત છે યશ જેનો એવા અરિહંત પરમાત્માની (અને યશોવિજય ઉપાધ્યાયની) વાણી કોઈ નયથી અપૂર્ણ નથી. ૫ કાવ્યનો અર્થ ? બાહ્ય તથા અત્યંતર એ બે ભેદવાળા, કષાય અને અત્યંત દુર્ભેદ્ય એવા કુકર્મોને અસત્ આચરણને ભેદનારા. Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ શ્રી પૂજા સંગ્રહ સાથે - શ્રી સ્નાત્ર કાવ્ય અને મંત્ર વિમલકેવલભાસનભાસ્કર, જગતિ જંતુમહોદયકારણમ્ જિનવર બહુમાનજલૌઘતા, શુચિમનાઃ સ્નપયામિ વિશુદ્ધયે. ૧. સ્નાત્ર કરતાં જગદ્ગુરુ શરીરે, સકળદેવે વિમળકળશનીરે; આપણાં કર્મમલ દૂર કીધાં, તેણે તે વિબુધ ગ્રંથે પ્રસિદ્ધા. ૨. હર્ષ ધરી અપ્સરાવૃંદ આવે, સ્નાત્ર કરી એમ આશિષ ભાવે; જિહાં લગે સુરગિરિ જંબૂદીવો, અમતણા નાથ દેવાધિદેવો. ૩ - ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે સમ્યકતપસે જલાદિકં યજામહે સ્વાહા. પાપનો નાશ કરનારા અને આગમમાં બતાવેલા એવા તપને કોઇ જાતની ઇચ્છા વગર દુઃખનો ક્ષય કરવા માટે તમે આદર. ૯. (નવે પૂજા પૂરી થાય ત્યારબાદ લુણ ઉતારણ, આરતીમંગલદીવો કરી શાન્તિકલશ કરવો અને ત્યારબાદ ચૈત્યવંદન કરવું. આ વિધિ સ્નાત્રપૂજાના અંતે લખી છે.) ઇતિ શ્રી યશોવિજય ઉપાધ્યાયકૃત શ્રી નવપદ પૂજા સાથે સંપૂર્ણ. Page #224 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી વીરવિજયજી કૃત અંતરાયકર્મ નિવારણની પૂજા શ્રી અંતરાયકર્મ નિવારણ પૂજાની વિધિ આ પૂજામાં આઠ પૂજા છે. પ્રથમ પૂજા વખતે જલથી, બીજી પૂજા વખતે ચંદનથી, ત્રીજી પૂજા વખતે પુષ્પથી, ચોથી પૂજા વખતે ધૂપથી, પાંચમી પૂજા વખતે દીપકથી, છઠ્ઠી પૂજા વખતે અક્ષતથી, સાતમી પૂજા વખતે નૈવેદ્યથી, અને આઠમી પૂજા વખતે ફળથી એમ ક્રમશઃ અષ્ટપ્રકારી પૂજા કરવાની છે. ઉત્તમ ફળ-નૈવેદ્ય-ધૂપ-દીપ-કળશ આદિ આઠ આઠ લાવવાં. ન બની શકે તો જધન્યથી એકેક લાવવાં. તે તે પૂજા વખતે તે તે પદાર્થ લઇને પ્રભુ પાસે સ્નાત્રીયાએ ઊભા રહેવું. સ્નાત્ર ભણાવ્યા પછી આ પૂજા ભણાવવાની ચાલુ કરવી. દરેક પૂજાના અંતે મંત્ર બોલાયા પછી થાળી વગાડવી. તે વખતે તે દ્રવ્યથી પ્રભુની પૂજા કરવી. આઠે પૂજા પૂરી થાય ત્યારે લુણઉતારણ, આરતી-મંગળ દીવો કરી શાંતિ કળશ કરવો. ત્યારબાદ ચૈત્યવંદન કરવું. જ્ઞાના વરણીય આદિ આઠે કર્મોના નિવારણ માટે આઠ– આઠ એમ ચોસઠ પૂજાઓ છે, જેને ચોસઠ પ્રકારી પૂજા કહેવાય છે. તેમાંથી અતિશય ભણાવાથી હોવાથી આ અંતરાયકર્મ નિવારણ પૂજા છે. Page #225 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી વીરવિજયજી કૃત અંતરાયકર્મ નિવારણની પૂજા પ્રથમ જળપૂજા દુહા શ્રી શંખેશ્વર શિર ધરી, પ્રણમી શ્રી ગુરુપાય, વંછિતપદ વરવા ભણી, ટાળીશું અંતરાય. ૧. જિમ રાજા રીજ્યો થકો, દેતાં દાન અપાર, ભંડારી ખીજ્યો થકો, વારં તો તેણી વાર. ૨. તિમ એ કર્મ ઉદય થકી, સંસારી કહેવાય, ધર્મ કર્મ સાધન જાણી, વિઘન કરે અંતરાય. ૩. અરિહાને અવલંબીને, તરીયે ઇણ સંસાર , અંતરાય ઉચ્છેદવા, પૂજા અષ્ટ પ્રકાર. ૪. દુહાનો અર્થ - શ્રી શંખેશ્વર પ્રભુને ચરણે મસ્તક નમાવી, શ્રી ગુરુભગવંતના ચરણમાં પ્રણામ કરી, વાંછિત પદ મેળવવા અંતરાયકર્મને ટાળશું. ૧. જેમ રાજા ખુશ થયો થકો પુષ્કળ દાન આપવા ભંડારીને હુકમ કરે, પણ જો ભંડારી ખીલેલો હોય તો અટકાવે છે, તેમ આ અંતરાયકર્મના ઉદયથી જીવ સંસારી કહેવાય છે. ધર્મ-કર્મના સાધનોમાં આ અંતરાયકર્મ વિઘ કરે છે. ૨-૩ અરિહંત પરમાત્માના આલંબનથી આ સંસાર તરી શકાય છે. તેથી અંતરાયકર્મનો ઉચ્છેદ કરવા પ્રભુની અષ્ટપ્રકારી પૂજા કરીએ.૪ Page #226 -------------------------------------------------------------------------- ________________ - અંતરાય કર્મ નિવારણ પૂજા ૨ ૨પ ઢાળ જળપૂજા કરી જિનરાજ, આગળ વાત વીતી કહો રે, કહેતાં નવિ આણો લાજ, કર જોડીને આગળ રહો રે. જ૦ ૧. જિનપૂજાનો અંતરાય, આગમ લોપી નિંદા ભજી રે , વિપરીત પ્રરૂપણા થાય, દીનતણી કરુણા તજી રે. જ૦ ૨ તપસી ન નમ્યા અણગાર, જીવતણી મેં હિંસા સજી રે, નવિ મળિયો આ સંસાર, તુમ સરિખો રે શ્રી નાથજી રે. ૪૦ ૩. રાંક ઉપર કીધો કોપ, માઠાં કર્મ પ્રકાશિયાં રે, ધરમમારગનો લોપ, પરમારથ કેતાં હાંસિયા રે. ૪૦ ૪. ઢાળનો અર્થ - પ્રભુની જળપૂજા કરી તેમની આગળ આપણી પોતાની વીતેલી વાતો કહો. કહેતાં જરા ય લજ્જા લાવશો નહિ. બે હાથ જોડી પ્રભુ આગળ ઉભા રહી કહો. ૧. હવે અંતરાયકર્મના બંધહેતુઓ કહે છે:- જિનેશ્વરની પૂજામાં અંતરાય કર્યો, આગમશાસ્ત્ર લોપ્યા, પારકી નિંદા કરી, વિપરીત પ્રરૂપણાઓ કરી, દીન ઉપરની દયા તજી, તપસ્વી મુનિને નમ્યા નહિ, જીવોની હિંસા કરી. હે પરમાત્મા ! તમારા જેવો નાથ આ સંસારમાં મને મળ્યો નહિ તેનું આ પરિણામ છે. ૨-૩ તેમજ ગરીબ ઉપર કોપ કર્યો, કોઇના માઠાં કર્મો પ્રકાશિત કર્યા, ધર્મમાર્ગનો લોપ કર્યો, પરમાર્થની વાતો કરનારની હાંસી કરી. ૪. ૧૫. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ શ્રી પૂજા સંગ્રહ સાથે ભણતાને કર્યો અંતરાય, દાન દયતા વારિયાં રે, ગીતારથને ફેલાય, જૂઠ બોલી ધન ચોરીયાં રે. ૫. નર પશુઆ બાળક દીન, ભૂખ્યાં રાખી આપે જમ્યો રે; ધર્મવેળાએ બળહીન, પરદારાશું રંગે રમ્યો રે. જ0 ૬. કૂડે કાગળિયે વ્યાપાર, થાપણ રાખીને ઓળવી રે; વેચ્યાં પરદેશ મોઝાર, બાળકુમારિકા ભોળવી રે. જ0 ૭. પંજરિયે પોપટ દીધ, કેતી વાત કહું ઘણી રે; અંતરાયકરમ એમ કીધ, તે સવિ જાણો છો જગધણી રે. જ0 ૮. જળે પૂજતી દ્વિજનારી, સોમસિરિ મુગતિ વરી રે; શુભવીર જગત આધાર, આણા મેં પણ શિર ધરી રે. ૪૦ ૯. ભણનારાઓને ભણવા-ભણાવવામાં અંતરાય કર્યો, દાન આપનારાઓને અટકાવ્યા, ગીતાર્થ પુરુષોની હીલના કરી-નિંદા કરી, જુઠું બોલી પારકાનું દ્રવ્ય રાખ્યું. ૫ - માણસ (ચાકર), પશુ, બાળક અને દીનજનોને ભૂખ્યા રાખી પોતે જમ્યો. ધર્મ કરતી વખતે બળહીન થયો. પરસ્ત્રી સાથે આનંદથી રમ્યો. ૬ ખોટા કાગળો (હુંડીઓ) લખી વ્યાપાર કર્યો, પારકી થાપણ રાખીને ઓળવી, બાળકો અને કુમારિકાઓને ભોળવી પરદેશમાં વેચ્યા. ૭ પોપટને પાંજરામાં પૂર્યા, હે સ્વામી ! હું કેટલી વાત કહું? મેં આવી રીતે અનેક પ્રકારે અંતરાયકર્મ બાંધ્યું છે. હે જગતના ધણી! આપ તે સર્વ જાણો છો. ૮ પ્રભુની જળપૂજા કરવાથી સોમશ્રી બ્રાહ્મણી મુક્તિપદ પામી Page #228 -------------------------------------------------------------------------- ________________ અંતરાય કર્મ નિવારણ પૂજા ૨ ૨૭ કાવ્ય તથા મંત્ર તીર્થોદકૅર્મિશ્રિતચંદનદૈ , સંસારતાપાહતયે સુશીલૈઃ; જરાજનીપ્રાંતરજોડભિશાંત્યે, તત્કર્મદાતાર્થમજ યજેલહમ્. ૧. સુરનદીજલપૂર્ણઘટે ઈનૈઃ, ઘુસૂણમિશ્રિતવારિભૂતઃ પરે; સ્નપય તીર્થકૃત ગુણવારિધિ, વિમલતાં ક્રિયતાં ચ નિજાત્મન. ૨. જનમનોમણિભાજનભારયા, સમરસૈકસુધારસધારયા; સકલબોધકલારમણીયકં, સહજસિદ્ધમતું પરિપૂજયે. ૩. ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય વિનસ્થાનકોચ્છેદનાય જલે યજામહે સ્વાહા. છે. શ્રી શુભવીર પરમાત્મા જગતના આધારભૂત છે. મેં પણ તેમની આજ્ઞા મસ્તકે ધારણ કરી છે. ૯ કાવ્યનો અર્થ - સંસારના તાપને હણવા માટે ચંદનના સમૂહ વડે મિશ્રિત અત્યંત શીતળ એવા તીર્થજળ વડે જન્મ, જરા અને મરણરૂપી રજની (ધૂળની) શાંતિ માટે તેમજ તે કર્મના દાહ માટે અજ (જેને જન્મવું નથી એવા સિદ્ધ)ને હું નમું છું. ૧. ગંગાનદીના પાણીથી ભરેલા કલશો દ્વારા ગુણના સમુદ્ર એવા તીર્થકરનો સ્નાનાભિષેક કરો. અને પોતાના આત્માની નિર્મળતા કરો. ૨. લોકોના મનરૂપી મણિના પાત્રમાં ભરેલા એવા સમતા રસરૂપી અમૃતની ધારાવડે (અભિષેક કરીને) સકળ જ્ઞાનકળાથી મનોહર એવા સહજ સિદ્ધોના તેજને હું પૂછું છું. ૩. મંત્રનો અર્થ -પરમપુરુષ, પરમેશ્વર, જન્મ-જરા અને મરણને નિવારનાર એવા શ્રી વીર પરમાત્માની અંતરાયકર્મના બાંધવાનાં કારણોનો ઉચ્છેદ કરવા માટે અમે આ જળપૂજા કરીએ છીએ. , Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ શ્રી પૂજા સંગ્રહ સાથે બીજી ચંદનપૂજા • શીતળગુણ જેમાં રહ્યો, શીતળ પ્રભુમુખ રંગ; આત્મશીતળ કરવા ભણી, પૂજો અરિહા અંગ. ૧. અંગવિલેપન પૂજના, પૂજો ધરી ઘનસાર; ઉતરાયડી પાંચમાં, દાનવિઘન પરિહાર. ૨. કરપી ભંડો સંસારમાં રે, જેમ કપિલા નાર; દાન ન દીધું મુનિરાજને રે, શ્રેણિકને દરબાર. કરપી૦ ૧. કરપી શાસ્ત્ર ન સાંભળે રે, તિણે નવિ પામે ધર્મ, ધર્મ વિના પશુ પ્રાણીયા રે, છંડે નહીં કુકર્મ. કરપી. ૨. દુહાનો અર્થ - જેમનામાં શીતળગુણ રહ્યો છે અને જેમનો મુખનો રંગ પણ શીતળ-શાંત છે, તે અરિહંત પરમાત્માના અંગની આત્માને શીતળ કરવા માટે પૂજા કરો. ૧. પ્રભુના અંગે ઘનસારવડે વિલેપન કરો કે જેથી અંતરાયકર્મની પાંચ ઉત્તરપ્રકૃતિમાંથી દાનાંતરાય દૂર થાય. ૨ ઢાળનો અર્થ - આ સંસારમાં કૃપણ મનુષ્ય ભંડો કહેવાય છે, જેમ કપિલા દાસી કે જેણે રાજાના દરબારમાં રાજાના કહેવા છતાં મુનિરાજને પોતાના ભાવથી દાન આપ્યું નહીં. ૧. કૃપણ મનુષ્ય શાસ્ત્રો સાંભળતો નથી, તેથી ધર્મ પામતો નથી, ધર્મ પામ્યા વિના તે પશુ-પ્રાણી જેવો રહે છે. કુકર્મનો ત્યાગ કરતો નથી. ૨. Page #230 -------------------------------------------------------------------------- ________________ અંતરાય કર્મ નિવા૨ણ પૂજા દાનતણા અંતરાયથી રે, દાનતણો પરિણામ; વિ પામે ઉપદેશથી રે, લોક ન લે તસ નામ. કરપી૦ ૩. કૃપણતા અતિ સાંભળી રે, નાવે ઘર અણગાર; વિશ્વાસી ઘર આવતાં રે, કલ્પે મુનિ આચાર. કરપી૦ ૪. કરપી લક્ષ્મીવંતને રે, મિત્ર સજ્જન રહે દૂર; અલ્પધની ગુણ દાનથી રે, વંછે લોક પંડુર. કરપી૦ ૫. કલ્પતરૂ કનકાચળે રે, નવિ કરતા ઉપગાર; તેથી મરૂધર રૂડો કેરડો રે, પંથગ છાંય લગાર. કરપી૦ ૬. ચંદનપૂજા ધન વાવરે રે, ક્ષય ઉપશમ અંતરાય; જિમ જયસૂર ને શુભમતિ રે, ક્ષાયક ગુણ પ્રગટાય. કરપી૦ ૭. પૂર્વે દાન દેતાં અંતરાય ક૨વાથી આ ભવમાં ગુરુના ઉપદેશથી પણ દાનનો પરિણામ આવતો નથી અને તેવા કૃપણનું લોકો પ્રભાતે નામ પણ લેતા નથી. ૩ ૨૨૯ અત્યંત કૃપણતા સાંભળી ઘરે મુનિરાજ પણ આવતા નથી, કારણ કે વિશ્વાસુને ઘરે જ આવવું કલ્પે એવો મુનિરાજનો આચાર છે.૪ કૃપણ લક્ષ્મીવંત હોય તો પણ તેનાં મિત્રો અને સ્વજનો તેનાથી દૂર રહે છે. ઉદાર મનુષ્ય અલ્પ ધનવાળો હોય તો પણ તેના દાનગુણથી લોક તેની ઉજ્વળતાને ચાહે છે. પ મેરુપર્વત ઉપર રહેલું એવું પણ કલ્પવૃક્ષ ઉપકાર કરી શકતું નથી. તે કરતાં મારવાડમાં રહેલ કેરડો સારો છે કે જે મુસાફર લોકોને કાંઇક છાયા આપે છે. ૬ અંતરાયકર્મનો ક્ષયોપશમ થવાથી જીવ પ્રભુની ચંદન-પૂજામાં Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ શ્રી પૂજા સંગ્રહ સાથે શ્રાવક દાનપુણે કરી રે, તુંગીયા અભંગ દુવાર; શ્રી શુભવીરે વખાણીયા રે, પંચમ અંગ મઝાર. કરપી) ૮. કાવ્ય અને મંત્ર જિનપતેર્વરગંધ સુપૂજન, જનિજરામરણોદ્ભવભીતિહ; સકલરોગવિયોગવિપદ્ધર, કુરુ કરેણ સદા નિજપાવનમ્. ૧. સહકર્મકલકવિનાશનૈ-રમલભાવસુવાસનચંદનૈ , અનુપમાનગુણાવલીદાયક, સહજસિદ્ધમાં પરિપૂજયે. ૨. - ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય દાનાંતરાયનિવારણાય ચંદન યજામહે સ્વાહા. ધન વાપરી શકે છે. જેવી રીતે જયસૂર અને શુભમતિએ પ્રભુભક્તિ કરી લાયક ગુણ પ્રગટાવ્યો. ૭ દાનગુણે કરી તુંગીયા નગરીના શ્રાવકના દ્વારા યાચકો માટે હંમેશાં ખુલ્લાં રહેતાં હતાં. શ્રી શુભવીર પરમાત્માએ પાંચમા અંગ ભગવતીસૂત્રમાં તેનાં વખાણ કર્યા છે. ૮. કાવ્યનો અર્થ - શ્રી જિનપતિનું કેસર-બરાસ આદિ સુગંધી દ્રવ્યોથી પૂજન કરવું, તે જન્મ-જરા અને મૃત્યુથી ઉત્પન્ન થતા ભયને હરણ કરનાર છે. સર્વરોગ, વિયોગ અને વિપત્તિને હરણ કરનાર છે. આત્માને પવિત્ર કરનાર છે. તેનું પૂજન હંમેશાં પોતાના હાથ વડે કરો. અનાદિકાળના સહજ એવા કર્મોરૂપી કલંકનો નાશ કરનાર એવા અને નિર્મળ ભાવરૂપી સુગંધ વડે સુવાસિત એવા ચંદન વડે અનુપમ ગુણશ્રેણિને આપનાર સહજસિદ્ધના તેજને હું પૂજાં છું. ૨. મંત્રનો અર્થ : - પરમપુરુષ, પરમેશ્વર, જન્મ-જરા અને મૃત્યુનું નિવારણ કરનારા એવા શ્રી વીરજિનેન્દ્રની દાનાન્તરાયના નિવારણ માટે અમે ચંદનથી પૂજા કરીએ છીએ. ૩. Page #232 -------------------------------------------------------------------------- ________________ અંતરાય કર્મ નિવારણ પૂજા ત્રીજી પુષ્પપૂજા દુહો હવે ત્રીજી સુમનસતણી, સુમનસ કરણ સ્વભાવ; •ભાવ સુગંધી કરણ ભણી, દ્રવ્યકુસુમ પ્રસ્તાવ. ૧. માલતી ફૂલે પૂજતી, લાવિઘન કરી હાણ, વણિકસુતા લીલાવતી, પામી પદ નિરવાણ. ૨. ઢાળ મનમંદર આવો રે, કહું એક વાતલડી; અજ્ઞાનીની સંગે રે, રમિયો રાતલડી. મન૦ ૧. દુહાનો અર્થ હવે પરમાત્માની ત્રીજી પુષ્પપૂજા કરો કે જેનો પૂજકને સુંદર મનવાળા કરવાનો સ્વભાવ છે. આત્માને ભાવથી સુગંધિત કરવા માટે આ દ્રવ્યથી પુષ્પપૂજાનો પ્રસ્તાવ છે. ૧. ૨૩૧ ણિકપુત્રી લીલાવતી માલતીના પુષ્પોવડે પ્રભુને પૂજી લાભાંતરાયનો ક્ષય કરી નિર્વાણપદ પામી. ૨ ઢાળનો અર્થ હે પરમાત્મા ! તમે મારા મનરૂપ મંદિરમાં પધારો. હું એક વાત આપને કહું. હે સ્વામી ! હું અજ્ઞાનીની સોબતમાં આખી રાત રમ્યો છું. (ઘણો કાળ મેં પસાર કર્યો.) ૧. = .. Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ શ્રી પૂજા સંગ્રહ સાથે વ્યાપાર કરવા રે, દેશ વિદેશ ચલે; પરસેવા દેવા રે, કોડી ન એક મળે. મન૦ ૨. રાજગૃહી નગરે રે, દ્રમક એક ફરે; ભિક્ષાચરવૃત્તિયે રે, દુઃખે પેટ ભરે. મન૦ ૩. લાભાંતરાયે રે, લોક ન તાસ દીએ; શિલા પાડતો રે, પહોતો સાતમીએ. મન૦ ૪. ઢંઢણ અણગારો રે, ગોચરી નિત્ય કરે; પશુઆં અંતરાયે રે, આહાર વિના વિચરે. મનO ૫. આદીશ્વર સાહિબ રે, સંયમભાવ ધરે; વરસીતપ પારણું રે, શ્રેયાંસરાય ઘરે. મન૦ ૬. વ્યાપાર કરવા માટે પ્રાણી દેશ-પરદેશ જાય છે, પારકાની સેવા કરે છે, પણ લાભાંતરાયના ઉદયથી એક કોડી પણ મળતી નથી.૨ રાજગૃહી નગરીમાં એક દ્રમક (ભિક્ષુક) ફરતો હતો. ભિક્ષાચરવૃત્તિ કરી દુઃખે પેટ ભરતો હતો. પણ તેને લાભાંતરાયનો ઉદય હોવાથી લોકો આપતા ન હતા. તે કારણે લોકો ઉપરના દ્વેષથી વૈભારગિરિ ઉપરથી એક મોટી શિલા પાડતાં તે પોતે જ પડી જવાથી મરીને સાતમી નરકે ગયો. ૩-૪ ઢંઢણમુનિ હંમેશા ગોચરી માટે ભમતા હતા, પણ પૂર્વભવમાં પશુઓને અંતરાય કરેલ હોવાથી લોકો તેને આપતા ન હતા. તેથી આહાર વગર વિચરતા હતા. ૫ આદીશ્વરપ્રભુ સંયમભાવ ધારણ કર્યા પછી, પૂર્વના અંતરાયના ઉદયે એક વર્ષ સુધી આહાર પામ્યા ન હતા, છેવટે શ્રેયાંસરાજાના ઘરે શેરડીના રસથી પારણું કર્યું. ૬ Page #234 -------------------------------------------------------------------------- ________________ અંતરાય કર્મ નિવારણ પૂજા ૨૩૩ મિથ્યાત્વે વાધો રે, આરતધ્યાન કરે; તુજ આગમવાણી રે, સમકિતી ચિત્ત ધરે. મન, ૭. જેમ પુણીઓ શ્રાવક રે, સંતોષભાવ ધરે; નિત્ય જિનવર પૂજે રે, ફૂલપગર ભરે. મન૦ ૮. સંસારે ભમતાં રે, હું પણ આવી ભળ્યો; અંતરાય નિવારક રે, શ્રી શુભવીર મળ્યો. મન૦ ૯. કાવ્ય તથા મંત્ર સુમનસા ગતિદાયિવિધાયિના, સુમનસા નિકરૈઃ પ્રભુપૂજનમ; સુમનસા સુમનોગુણસંગિના, જન વિધેહિ નિધેહિ મનોડર્સને. ૧. મિથ્યાત્વથી વાસિત જીવ લાભાંતરાયનો ઉદય હોય ત્યારે આર્તધ્યાન કરે છે જ્યારે સમકિતીજીવ તે વખતે તમારા આગમની વાણીને ચિત્તમાં ધારણ કરે છે. ૭ જેમ પુણીયો શ્રાવક (અંતરાયનો ઉદય હોવાથી ફક્ત ૧રા દોકડા જ (રૂપિયાનો આઠમો ભાગ કમાતો હતો છતાં) સંતોષભાવ ધારણ કરતો હતો અને હંમેશા ફૂલપગર ભરી જિનેશ્વરની પૂજા કરતો હતો. ૮ હે પ્રભુ હું પણ સંસારમાં ભ્રમણ કરતાં કરતાં આપની પાસે આવી ગયો છું. અને અંતરાયકર્મને નિવારનારા શ્રી શુભવીરપ્રભુ મને મળ્યા છે. ૯ કાવ્ય તથા મંત્રનો અર્થ- ઉત્તમ પુષ્પોના સમૂહ વડે પ્રભુપૂજન કરનારાઓને ઉત્તમ ગતિની પ્રાપ્તિ થાય છે. તેથી હે ભવ્યજન ! Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ શ્રી પૂજા સંગ્રહ સાથે સમયસારસુપુષ્પાસુમાલયા, સહજકર્મ કરેણ વિશોધયા; પરમયોગબલેન વશીકૃત, સહજસિદ્ધમાં પરિપૂજયે. ૨. ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુ નિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય લાભાંતરાયોચ્છેદનાય પુષ્પાણિ યજામહે સ્વાહા. ગુણના સંગી એવા પુરુષોના સંગ વડે તમે તમારું મન સારું કરો. અને પુષ્પો વડે પૂજન કરવામાં મનને સ્થાપન કરો. ૧. સ્વાભાવિકપણે ક્રિયા કરનારા જે પરમાત્મા વડે જણાવાયેલી શાસ્ત્રોના સાર રૂ૫ પુષ્પોની માલા દ્વારા અને વિશુદ્ધિ દ્વારા શ્રેષ્ઠ યોગબળ વડે સ્વાભાવિક એવું સિદ્ધિસુખ વશ કરાયું છે તેવા ભગવંતના તેજને હું નમસ્કાર કરું છું. ૨ પરમપુરુષ, પરમેશ્વર, જન્મ-જરા અને મૃત્યુનું નિવારણ કરનારા એવા શ્રી વીર પરમાત્માની લાભાંતરાય કર્મોના ઉચ્છેદ માટે અમે પુષ્પો વડે પૂજા કરીએ છીએ. ૩ Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ અંતરાય કર્મ નિવારણ પૂજા * ૨૩૫ ચોથી ધૂપ-પૂજા દુહા કર્મકઠિન કઇ દાહવા, ધ્યાન હુતાશન યોગ; ધૂપે જિન પૂજી દહો, અંતરાય જે ભોગ. ૧. એકવાર જે ભોગમાં, આવે વસ્તુ અનેક; અશન પાન વિલેપને, ભોગ કહે જિન છેક. ૨. ઢાળ : બાજી બાજી બાજુ ભૂલ્યો બાજી, ભોગ વિઘનઘન ગાજી, ભૂળ આગમજ્યોત ન તાજી ભૂ૦ કર્મકુટિલ વશ કાજી, ભૂલ્યો... સાહિબ સુણ થઈ રાજી, ભૂલ્યો બાજી. (એ આંકણી) કાળ અનાદિ ચેતન રઝળે, એકે વાત ન સાજી; મયણાભાઈણી ન રહે છાની, મળિયા માતપિતાજી. ભૂલ્યો, ૧. દુહાનો અર્થ આકરા કર્મરૂપ કાષ્ઠને બાળવા માટે ધ્યાનરૂપી અગ્નિ જગાવીને ધૂપવડે શ્રી જિનેશ્વરની પૂજા કરીને જે ભોગાંતરાય કર્મ છે, તેને બાળો. ૧. જે વસ્તુ એક જ વખત ભોગમાં આવી શકે તે-ભોજન, પાણી અને વિલેપન વગેરેને જ્ઞાની એવા તીર્થંકર પરમાત્મા ભોગ કહે છે.૨ હે પરમાત્મા ! ભોગાંતરાયરૂપ વરસાદના ગરવમાં હું મારી બધી બાજી ભૂલી ગયો. કુટિલ કર્મને વશ બનવાથી આત્માની આગમરૂપી જ્યોત તાજી ન રહી. હે સાહેબ!મારી બધી હકીકત મારા પર રાજી થઈને સાંભળો, અનાદિકાળથી આ ચેતન સંસારમાં રઝળે છે. તેની એકે ય વાત Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ શ્રી પૂજા સંગ્રહ સાથે અંતરાયથાનક સેવનથી, નિર્ધન ગતિ ઉપરાજી; કૂપની છાયા કૂપ સમાવે, ઇચ્છા તેમ સવિ ભાંજી. ભૂલ્યો, ૨. નિગમ એક નારી ધૂતી પણ, ઘેબર ભૂખ ન ભાંગી; જમી જમાઈ પાછો વળિયો, જ્ઞાનદશા તવ જાગી. ભૂલ્યો૩. કબડી કષ્ટ ધનપતિ થાવ, અંતરાય ફળ આવે; રોગી પરવશ અન્ન અરૂચિ, ઉત્તમ ધાન્ય ન ભાવે. ભૂલ્યો૦ ૪. ક્ષાયકભાવે ભોગની લબ્ધિ, પૂજા ધૂપ વિશાળા; વીર કહે ભવ સાતમે સિદ્ધા, વિનયંધર ભૂપાળા. ભૂલ્યો૦ ૫. સાજી બરાબર નથી. મયણાસુંદરીની બેન-સુરસુંદરી જ્યારે તેને પોતાના માત-પિતા મળે છે ત્યારે રોવા લાગી, કોઈ રીતે છાની રહેતી નથી. પોતાની બધી પાછલી વાત યાદ આવી. ૧. હે પ્રભુ ! મેં અંતરાયકર્મ બાંધવાનાં સ્થાનકો સેવવાથી નિર્ધનપણું પ્રાપ્ત કર્યું. તેથી જેમ કૂવાની છાયા કૂવામાં સમાઈ જાય છે, તેમ મારી બધી ઇચ્છા મારા મનમાં જ સમાઈ ગઈ. ૨ - એક વણિકે એક સ્ત્રીને છેતરી તે પૈસાથી પોતાના માટે ઘેબર કરાવ્યા, સાસુએ હેતથી ઘેબર જમાઈને ખવરાવી દીધા, જમાઈ જમીને પાછો ગયો. વણિકની ઘેબર ખાવાની ભૂખ ન ભાંગી, હકીકત જાણી ત્યારે તેની જ્ઞાનદશા જાગી. ૩ ક્યારેક કષ્ટો કરવાથી ધનપતિ થાય પણ ભોગાંતરાયકર્મનો ઉદય હોય તો રોગી થાય, પરાધીન થાય, અન્ન ઉપર અરૂચિ થાય, ઉત્તમધાન્ય ભાવે નહિ, એવી સ્થિતિ થાય. ૪. હે પ્રભુ ! હું વિશાળ ધૂપપૂજા કરીને ક્ષાયિકભાવની ભોગલબ્ધિ માગું છું. આ પૂજા કરવાથી વિનયંધરરાજા સાતમા ભવે સિદ્ધિપદ પામ્યા છે એમ શ્રી વીરપ્રભુએ કહ્યું છે. ૫ Page #238 -------------------------------------------------------------------------- ________________ અંતરાય કર્મ નિવારણ પૂજા ૨૩૭ કાવ્ય અને મંત્ર અગુરુમુખ્યમનોહરવસ્તુના, સ્વનિરુપાધિગુણૌઘવિધાયિના; પ્રભુશરીરસુગંધસુહેતુના, રચય ધૂપનપૂજનમહંત. ૧. નિજગુણાક્ષયરૂપસુધૂપન, સ્વગુણઘાતમલપ્રવિકર્ષણમ; વિશદબોધનંતસુખાત્મક, સહજસિદ્ધમાં પરિપૂજયે. ૨. મંત્ર : ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરામૃત્યુ નિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય ભોગવંતરાયદહનાય ધૂપ યજામહે સ્વાહા. કાવ્યનો અર્થ - આત્માના નિરુપાધિ ગુણસમૂહને પ્રગટ કરનાર, અને પ્રભુના શરીરને સુગંધી કરવાના કારણભૂત અગર વગેરે મનોહર વસ્તુઓ વડે શ્રી અરિહંતપ્રભુની ધૂપપૂજા કરો.૧. આત્મગુણના અક્ષયરૂપને સુવાસિત કરનાર, આત્મગુણનો ઘાત કરનારા, કર્મમળને દૂર કરનાર, નિર્મળ જ્ઞાનરૂપ અને અનંત સુખરૂપ એવા સહજ સિધ્ધ પરમાત્માના તેજને-જ્ઞાનને હું પૂછું છું. ૨ પરમપુરુષ, પરમેશ્વર, જન્મ-જરા-મૃત્યુના નિવારનાર શ્રી વીરજિનેન્દ્રને ભોગવંતરાયકર્મના નાશ માટે અમે ધૂપપૂજાથી પૂજીએ છીએ. ૩ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ શ્રી પૂજા સંગ્રહ સાર્થ પાંચમી દીપક-પૂજા દુહા ઉપભોગવિઘન પતંગીઓ, પડત જગત જીઉ જ્યોત; ત્રિશલાનંદન આગળે, દીપકનો ઉદ્યોત. ૧. ભોગવી વસ્તુ ભોગવે, તે કહીએ ઉપભોગ; ભૂષણ ચીવર વલ્લભા, ગેહાદિક સંયોગ. ૨. ઢાળ વંદના વંદના વૃંદના રે, જિનરાજકું સદા મોરી વંદના. ઉપભોગ અંતરાય હઠાવી, ભોગીપદ મહાનંદના રે. જિ૦ અંતરાય ઉદયે સંસારી, નિરધન ને પરછંદના રે. જિ૦ ૧. દેશવિદેશે ઘર ઘર સેવા, ભીમસેન નરિંદના રે; જિ૦ સુણીય વિપાક સુખી ગિરનારે, હેલક તેહ મુણીંદના રે. જિ૦ ૨. દુહાનો અર્થ - ઉપભોગાંતરાયરૂપ પતંગીઓ જીવોની જ્ઞાનરૂપ જ્યોતિમાં પડી બળી જાય તેટલા માટે મહાવીરપ્રભુ પાસે દીપકનો ઉદ્યોત કરીએ. ૧. એક વખત ભોગવેલી વસ્તુ વારંવાર ભોગવાયતે આભૂષણ, વસ્ત્ર, સ્ત્રી અને ઘર વગેરે સંયોગમાં આવતી વસ્તુઓ ઉપભોગ કહેવાય છે. ૨ ઢાળનો અર્થ - શ્રી જિનેશ્વરને મારી વારંવાર વંદના હો. જે પ્રભુ ઉપભોગાંતરાયને દૂર કરી મહાનંદ-મોક્ષપદના ભોગી બન્યા છે. અંતરાયકર્મના ઉદયથી સંસારી જીવ નિર્ધન થાય છે. અને પારકાનો તાબેદાર થાય છે. ૧. પૂર્વભવમાં મુનિરાજની હીલના-અપભ્રાજના કરવાથી Page #240 -------------------------------------------------------------------------- ________________ અંતરાય કર્મ નિવારણ પૂજા ૨૩૯ બાવીસ વરસ વિયોગે રહેતી, પવનપ્રિયા સતી અંજના રે; જિ0 નળ-દમયંતી સતી સીતાજી, ષમાસી આક્રંદના રે. જિ૦ ૩. મુનિવરને મોદક પડિલાભી, પછી કરી ઘણી નિંદના રે; જિ0 શ્રેણિક દેખે પાઉસ નિશિએ, મમ્મણ શેઠ વિડંબના રે. જિ0 ૪. ઇમ સંસાર વિડંબન દેખી, ચાહું ચરણ જિનચંદના રે; જિ0 ચકવી ચાહે ચિત્ત તિમિરારિ, ભોગી ભ્રમર અરવિંદના રે. જિ0 ૫. જિનમતિ ધનસિરિ દોયસાહેલી, દીપક પૂજા અખંડના રે; જિ0 શિવ પામી તિમ ભવિપદ પૂજો, શ્રીગુભવીર નિણંદના રે. જિ0 ભીમસેન રાજાને દેશ-પરદેશમાં ભ્રમણ કરી ઘરે ઘરે સેવા કરવી પડી હતી, તેના વિપાક સાંભળી છેવટે ગિરનાર ઉપર સુખી થયા-મોક્ષપદવી પ્રાપ્ત કરી. ૨ ઉપભોગાંતરાયના ઉદયથી પવનંજયની સ્ત્રી અંજનાસુંદરીને બાવીશવર્ષ સુધી પતિનો વિયોગ રહ્યો. નળ-દમયંતીને બાર વર્ષનો વિયોગ રહ્યો. તેમજ સીતાસતીને છ માસ સુધી આજંદ કરવું પડ્યું. ૩ મુનિરાજને મોદક વહોરાવી પછી લોભના વશે તેની નિંદા કરવાથી ઉપભોગાંતરાય બાંધનાર મમ્મણ શેઠની વિડંબના વર્ષાઋતુમાં રાત્રિએ પોતાના મહેલમાં બેઠેલા શ્રેણિકરાજાએ જોઈ. ૪ આ પ્રમાણે સંસારમાં વિડબના જોઈ, જેમ ચક્રવાકી સૂર્યને ઇચ્છે છે અને ભોગી એવો ભ્રમર કમળને ઇચ્છે છે તેમ હું જિનેશ્વરના ચરણને ઇચ્છું . ૫ જિનમતિ અને ધનશ્રી નામની બંને સખીઓ અખંડ દીપકપૂજા કરવાથી મોક્ષપદ પામી, તેમ હે ભવ્ય જીવો ! તમે પણ શ્રી શુભવીર જિનેશ્વરના ચરણને પૂજો. ૬ Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ શ્રી પૂજા સંગ્રહ સાથે ૬. કાવ્ય તથા મંત્ર ભવતિ દીપશિખાપરિમોચન, ત્રિભુવનેશ્વરસાનિ શોભનમ; સ્વતનુકાંતિકર તિમિર હરે, જગતિ મંગલકારણ માતરમ્. ૧. ' શુચિમનાત્મચિદુજ્જવલદીપકૈ-જર્વલિત પાપપતંગસમૂહ સ્વકપદે વિમલ પરિલભિરે, સહજસિદ્ધમાં પરિપૂજયે. ૨. ૩ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય ઉપભોગાંતરાયોચ્છેદનાય દીપ યજામહે સ્વાહા. કાવ્ય અને મંત્રનો અર્થ - ત્રણ ભુવનના સ્વામી શ્રી જિનેશ્વરદેવના ચૈત્યમાં દીપકની શિખા મૂક્વી. તે સુંદર છે. પોતાના શરીરની કાન્તિને વધારનાર છે. અંધકારને હરણ કરનાર છે. જગતને વિષે સર્વ મંગલોના કારણ માટે માતારૂપ છે. ૧. પવિત્ર મનને વિષે રહેલા આત્મજ્ઞાનરૂપી ઉજ્વલ દીપકો * વડે પાપરૂપી પતંગીઆનો સમૂહ બળી જવાથી નિર્મળ આત્મપદ જેઓ પામ્યા છે તે સહજસિધ્ધના તેજને હું પૂછું છું. ૨ પરમપુરુષ, પરમેશ્વર, જન્મ-જરા-મૃત્યુનું નિવારણ કરનાર, શ્રી વીરજિનેન્દ્રને અમે ઉપભોગાન્તરાય કર્મના વિચ્છેદ માટે દીપક વડે પૂજીએ છીએ. ૩ Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ અંતરાય કર્મ નિવારણ પૂજા છઠ્ઠી અક્ષત પૂજા વીર્યવિઘન ઘન પડળમેં, અવરાણું રવિતેજ; કાળ ગ્રીષ્મ સમ જ્ઞાનથી, દીપે આત્મ સતેજ. ૧. અક્ષત શુદ્ધ અખંડશું, નંદાવર્ત વિશાળ; પૂરી પ્રભુ સન્મુખ વહી, યુણિયે જગતદયાળ. ૨ ઢાળ જિગંદા પ્યારા મુણદા પ્યારા, દેખોરે જિર્ણોદા ભગવાન, દેખોરે જિગંદા પ્યારા, (એ આંકણી) ચરમપયડીકો મૂલ વિખરિયાં, ચરમતીરથ સુલતાન; દે૦ દરશન દેખત મગન ભયે હૈ, માગત ક્ષાયિક દાન. દે૦ ૧. દુહાનો અર્થ ઃ વીર્યંતરાયરૂપ વાદળાના પડળમાં આત્મારૂપ સૂર્યનું તેજ ઢંકાઈ ગયું છે. તે ગ્રીષ્મકાળ સરખા વિશેષ તેજવાળા જ્ઞાનનો ઉદય થવાથી આત્મા તેજવાળો થાય છે અને દીપી નીકળે છે. ૧. શુદ્ધ અને અખંડ અક્ષતવડે વિશાળ નંદાવર્ત સ્વસ્તિક પૂરી, પ્રભુની સ્તુતિ કરીએ. ૨ ઢાળનો અર્થ - સામાન્ય કેવળી (જિન)માં ઇંદ્ર સમાન અને મુનિઓમાં ઇંદ્ર સમાન પ્યારા શ્રી જિનેંદ્રભગવાનને જુઓ. હે પ્રભુ! આપ અંતરાયકર્મની છેલ્લી પ્રકૃતિ વયતરાયને મૂલમાંથી ઉખેડી તમે છેલ્લા તીર્થના રાજા થયા છો. આપનાં દર્શન કરી અમે હર્ષમાં મગ્ન થયા છીએ. અને આપની પાસે ક્ષાયિકભાવના વીર્યગુણનું દાન માગીએ છીએ. ૧. ૧૬ Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ શ્રી પૂજા સંગ્રહ સાર્થ પંચમવિઘનકો ખય ઉપશમસે, હોવત હમ નહીં લીન દેવ - પાંગળ બળહીના દુનિયામેં, વીરો સાળવી દીન. દેo ૨. હરિબળ ચક્રી શક ર્યું બળિયે, નિર્બળકુળ અવતાર; દેવે બાહુબળી બળ અક્ષય કીનો, ધન ધન વાલીકુમાર. દેo ૩. સફળ ભયો નરજન્મ હમેરો, દેખત જિનદેદાર; દે૦ લોહચમક જ્યે ભગતિસે હળિયે, પારસ સાંઈ વિચાર. દેo ૪. કિરયુગલ વ્રીહિ ચંચમું ધરતે, જિનપૂજત ભયે દેવ, દેવ અક્ષતસે અક્ષયપદ દવે, શ્રી શુભવીરકી સેવ. દેવ ૫ આ પાંચમી અંતરાયકર્મની પ્રકૃતિના ક્ષયોપશમથી અમે ખુશી થઈએ એમ નથી. પણ ક્ષાયિક ભાવ ઇચ્છીએ છીએ. એ કર્મના ઉદયથી જગતમાં પાંગળા-લુલા અને બળહીન પ્રાણી થાય છે. વીરો સાળવી પણ એના ઉદયથી જ દીન થયો. વાસુદેવ, બળદેવ, ચક્રવર્તી અને ઈદ્ર જેવા બળવાન આત્મા પણ આ પ્રકૃતિના ઉદયથી નિર્બળ કુળમાં જન્મે છે. આ પ્રકૃતિના દઢ ક્ષયોપશમથી બાહુબળી અક્ષયબળવાળા થયા છે. અને અતિ બળવાળા વાલીકુમારને પણ ધન્ય છે. ૩. હે પ્રભુ ! આપના દર્શન થવાથી અમારો મનુષ્યજન્મ સફળ થયો. હવે સાંઇ-પરમાત્મા એવા આપની સાથે ભક્તિથી પારસમણિ અને લોહચમકની જેમ હળી-મળી જવા ઇચ્છીએ છીએ. ૪. પોપટનું યુગલ ચાંચમાં વ્રીહિ (ચોખા) લાવીને પ્રભુની પાસે ધરવાથી-જિનપૂજન કરવાથી દેવ થયા. શ્રી શુભવીર પ્રભુની અક્ષતવડે પૂજા કરવાથી, તે પરમાત્મા અક્ષયપદ-મોક્ષપદને આપે છે. ૫.. Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ અંતરાય કર્મ નિવારણ પૂજા કાવ્ય તથા મંત્ર ક્ષિતિતલેક્ષતશર્મનિદાનક, ગણિવરસ્ય પુરોક્ષતમંડલમ્ ક્ષતવિનિર્મિતદેહનિવારણ, ભવપયોધિસમુદ્ધરણોદ્યતન્. ૧. સહજભાવસુનિર્મલiડુલૈ-ર્વિપુલદોષવિશોધકમંગલે ; અનુપરોધસુબોધવિધાયકં, સહજસિદ્ધમાં પરિપૂજયે. ૨. ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુ નિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય ઉપભોગવંતરાયોચ્છેદનાય અક્ષત યજામહે સ્વાહા. કાવ્ય તથા મંત્રનો અર્થ - ગણિવર એટલે અરિહંતની પાસે કરેલું અક્ષતોનું મંડલ પૃથ્વીતલ ઉપર અક્ષતસુખનું કારણ છે. ક્ષત એટલે નાશવંત એવાં કર્મો વડે બનાવેલા દેહનું નાશ કરનારું અને સંસાર સમુદ્રથી ઉધ્ધાર કરવામાં ઉદ્યમશીલ છે. ૧. અટકાયત વિના ઉત્તમ બોધન કરનાર સહજ સિધ્ધના તેજનેજ્ઞાનને હું મોટા દોષને શુધ્ધ કરનાર મંગલરૂપ સ્વાભાવિક અધ્યવસાય રૂપ નિર્મળ અક્ષતવડે પૂછું છું. ૨ પરમપુરુષ, પરમેશ્વર, જન્મ-જરા અને મૃત્યુનું નિવારણ કરનારા શ્રી વીરજિનેન્દ્રને વર્યાન્તરાય કર્મના વિચ્છેદ માટે અમે અક્ષત વડે પૂજીએ છીએ. Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ શ્રી પૂજા સંગ્રહ સાથે સાતમી નૈવેદ્ય-પૂજા દુહા નિર્વેદી આગળ ઠવો, શુચિરૈવેદ્યનો થાળ; વિવિધ જાતિ પકવાનશું, શાળિ અમૂલક દાળ. ૧. અણાહારી પદ મેં કર્યા, વિગ્રહગઇએ અનંત; દૂર કરો ઇમ કીજીએ, દીઓ અણાહારી ભદંત. ૨. ઢાળ અખિયનમેં અવિકારા નિણંદા ! તેરી અખિયનમેં અવિકારા. રાગદ્વેષ પરમાણુ નિપાયા, સંસારી સવિકારા; જિ0 શાંત રૂચિ પરમાણુ નિપાયા, તુજ મુદ્રા મનોહારા. જિ૦ ૧. દુહાઓનો અર્થ - નિર્વેદી એવા પરમાત્માની આગળ પવિત્ર એવા નૈવેદ્યનો થાળ-વિવિધ પ્રકારના પકવાનો, ચોખા અને અમૂલ્ય એવી દાળ વગેરે રસવતીથી ભરેલો ધરીએ. ૧. પછી એમ કહીએ કે હે પ્રભુ ! મેં વિગ્રહગતિમાં તો અણાહારીપદ અનંતીવાર પ્રાપ્ત કર્યા છે, પણ તેવા અણાહારીપદને દૂર કરીને હે ભગવંત ! કાયમનું અણાહારીપદ જે મોક્ષમાં છે, તે મને આપો. ૨ ઢાળનો અર્થ - હે જિસેંદ્ર ! તમારી આંખમાં અવિકારીપણું છે. સંસારી જીવો રાગ-દ્વેષના પરમાણુઓથી વ્યાપ્ત છે તેથી સવિકારી છે. તમારી મુદ્રા શાંત રૂચિવાળા પરમાણુઓથી બનેલી છે, તેથી અત્યંત મનોહર છે. ૧. Page #246 -------------------------------------------------------------------------- ________________ અંતરાય કર્મ નિવારણ પૂજા દ્રવ્ય ગુણ પરજાય ને મુદ્રા, ચઉં ગુણ ચૈત્ય ઉદારા; જિ૦ પંચ વિઘન ઘનપડલ પલાયા, દીપત કિરણ હજારા. જિ૦ ૨. કર્મ વિનાશી સિદ્ધસ્વરૂપી, ઇંગતીસ ગુણ ઉપચારા; જિ૦ વરણાદિક વીશ દૂર પલાયા, આગિઈ પંચ નિવારા. જિ૦ ૩. તીન વેદકા છેદ કરાયા, સંગ રહિત સંસારા; જિ અશરીરી ભવબીજ દહાયા, અંગ કહે આચારા. જિ૦ ૪. અરૂપી પણ રૂપારોપણસે, ઠવણા અનુયોગ દ્વારા; જિ વિષમકાળ જિનબિંબ જિનાગમ, ભવિયણકું આધારા. જિ૦ ૫. આપની ચૈત્ય એટલે પ્રતિમા દ્રવ્યથી, ગુણથી, પર્યાયથી અને મુદ્રાથી ચારે પ્રકારે ઉત્તમ ગુણવાળી છે. આપે પાંચે અંતરાય રૂપી ગાઢ પડળને દૂર કરેલ છે, તેથી આપ હજાર કિરણવાળા સૂર્યની જેમ દીપો છો. ૨ ૨૪૫ આપ કર્મનો વિનાશ કરી સિદ્ધસ્વરૂપી થયા છો, તેથી આપનામાં ઉપચારથી આ પ્રમાણે એકત્રીસ ગુણો ઉત્પન્ન થયા કહેવાય ‹ છે. (તે ગુણો કયા ? તે કહે છે :-) આપનામાંથી વર્ણ-ગંધ-રસ-સ્પર્શના વીસ ભેદો દૂર થયા છે, આપે પાંચ આકૃતિ (વૃત, ત્રિકોણ, ચતુષ્કોણ, આયત-લાંબુ, પરિમંડળચારે તરફથી ગોળ એ પાંચ આકાર) નિવારી છે-દૂર કરી છે, ત્રણ વેદનો છેદ કર્યો છે, આપ સંસારના સંગ રહિત છો, આપ અશરીરી છો, આપે ભવરૂપી બીજ બાળી નાખ્યું છે. આ પ્રમાણે શ્રી આચારાંગસૂત્રમાં કહ્યું છે. ૩-૪ વળી આપ અરૂપી છો પરંતુ તેમાં રૂપનું આરોપણ કરીને Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ શ્રી પૂજા સંગ્રહ સાથે મેવા મીઠાઈ થાળ ભરીને, ષસ ભોજન સારા; જિ0 મંગળ તૂર બજાવત આવો, નરનારી કર ધારા. જિ૦ ૬. નૈવેદ્ય ઠવી જિન આગે માગો, હરિકૃપસુર અવતારા; જિ0 ટાળી અનાદિ આહારવિકારા, સાતમે ભવ અણહારા. જિ૦ ૭. સગવિહ શુદ્ધિ સાતમી પૂજા, સગ ગઈ સગ ભય હાર; જિ0 શ્રી શુભવીરવિજય પ્રભુ પ્યારા, જિન આગમ જયકારા. જિ. ૮. આપની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે તે પૂજનીય છે એમ શ્રી અનુયોગદ્વારસૂત્રમાં કહ્યું છે. આ વિષમકાળમાં પાંચમા આરામાં શ્રી જિનબિંબ અને જિનાગમ એજ ભવ્ય જીવોને આધારભૂત છે. ૫ મેવા-મીઠાઈ તેમજ ષટ્રસ ભોજનના થાળ ભરી તે થાળ પુરુષો અને સ્ત્રીઓ હાથમાં ધારણ કરી મંગળવાજિંત્રો વગાડતાં પ્રભુ પાસે આવો. ૬ પ્રભુની પાસે નૈવેદ્યના થાળો સ્થાપના કરી જેમ હળીખેડૂત, રાજા થઈ, દેવભવ પામી અનાદિ આહારનો વિકાર ટાળી દઈ સાતમે ભવે અણાહારીપદ પામ્યા તેમ અમે પણ પામીએ, એમ પ્રભુ પાસે માગો. ૭ * સાત પ્રકારની શુદ્ધિ સહિત કરેલી સાતમી પૂજા સાત ગતિ અને સાત ભયને હરણ કરનારી છે. મારા એવા શ્રી શુભ વીર પરમાત્મા અને જિન આગમ જયવંતુ વર્તે છે. ૮ * અંગ વસન મન ભૂમિકા, પૂજાપગરણ સાર; ન્યાયદ્રવ્ય વિધિશુદ્ધતા, શુધ્ધિ સાત પ્રકાર. ૧. Page #248 -------------------------------------------------------------------------- ________________ અંતરાય કર્મ નિવારણ પૂજા ૨૪૭ કાવ્ય તથા મંત્ર અનશન તુ મમાસ્વિતિ બુદ્ધિના, રુચિરભોજનસંચિતભોજનમ; પ્રતિદિન વિધિના જિનમંદિરે, શુભમતે બત ઢીક્ય ચેતસા. ૧. કુમતબોધવિરોધનિવેદ વિહિતજાતિજરામરણાંત; નિરશનૈઃ પ્રચુરાત્મગુણાલય, સહજસિદ્ધમાં પરિપૂજયે. ૨ ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય સિદ્ધપદ પ્રાપણાય નૈવેદ્ય યજામહે સ્વાહા. I કાવ્ય અને મંત્રનો અર્થ - મારે અણશન હો. અર્થાત્ મને - અણાહારી પદ પ્રાપ્ત થાઓ એવી બુધ્ધિથી સુંદર પદાર્થો વડે તૈયાર કરેલું ભોજન હંમેશાં જિનમંદિરે વિધિપૂર્વક હે સુંદર બુધ્ધિવાળા જીવ! તું શુદ્ધ ચિત્તથી મૂક. ૧. કુમતના બોધનો વિરોધ જણાવનારા, જન્મ-જરા-મરણનો નાશ કરનારા અનશન વડે પ્રાપ્ત થયેલા ઘણા આત્મગુણના સ્થાનરૂપ સિધ્ધોના સ્વાભાવિક તેજને હું પૂજાં છું. ૨ પરમપુરુષ, પરમેશ્વર, જન્મ-જરા-મૃત્યુનું નિવારણ કરનાર શ્રી વીરજિનેન્દ્રને સિદ્ધિપદની પ્રાપ્તિ માટે અમે નૈવેદ્યથી પૂજા કરીએ છીએ. ૩. Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ શ્રી પૂજા સંગ્રહ સાથે આઠમી ફળપૂજા દુહા અષ્ટકર્મ દળ ચૂરવા, આઠમી પૂજા સાર; પ્રભુ આગળ ફળ પૂજતાં, ફળથી ફળ નિરધાર. ૧. ઇંદ્રાદિક પૂજા ભણી, ફળ લાવે ધરી રાગ; પુરુષોત્તમ પૂજી કરી, માગે શિવફળ ત્યાગ. ૨. ઢાળ પ્રભુ તુજ શાસન અતિભલું, માને સુરનર રાણો રે; મિચ્છ અભવ્ય ન ઓળખે, એક અંધો એક કાણો રે. પ્ર૦ ૧. દુહાઓનો અર્થ - આઠ કર્મના દળીયાનો વિનાશ કરવા માટે આ આઠમી ફળપૂજા સારભૂત છે. પ્રભુની આગળ ફળવડે પૂજા કરવાથી નિશે મોક્ષરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. ૧. ઇંદ્ર વગેરે પણ પ્રભુની પૂજા કરવા માટે પ્રેમપૂર્વક કલ્પવૃક્ષ વગેરેનાં ફળ લાવે છે. તે પુરુષોમાં ઉત્તમ એવા પરમાત્માની પૂજા કરી મોક્ષફળરૂપી દાન માગે છે. ૨. ઢાળનો અર્થ - હે પ્રભુ ! તમારું શાસન અત્યંત સારું છે. તેને ઇદ્રો અને રાજાઓ પણ માન્ય કરે છે. માત્ર જે જીવો મિથ્યાત્વી કે અભવ્ય હોય છે તે તેને ઓળખતા નથી. કારણ કે તેમાં એક (મિથ્યાત્વીને જ્ઞાન-ક્રિયારૂપ બન્ને નેત્ર ન હોવાથી) અંધ છે અને બીજો (અભવ્ય જ્ઞાન રહિત ક્રિયા કરનાર હોવાથી) કારણો છે. ૧. Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ અંતરાય કર્મ નિવારણ પૂજા આગમવયણે જાણીએ, કર્મ તણી ગતિ ખોટી રે; તીસ કોડાકોડી સાગરુ, અંતરાયથિતિ મોટી રે. પ્ર૦ ૨. ધ્રુવબંધી ઉદયી તથા, એ પાંચે ધૃવસત્તા રે; દેશઘાતિની એ સહી, પાંચે અપરિયત્તા રે. પ્ર૦ ૩. સંપરાય બંધે કહી, સત્તા ઉદયે થાકી રે; ગુણઠાણું લહી બારમું, નાઠી જીવવિપાકી રે. પ્ર૦ ૪. જ્ઞાન મહોદય તે વર્યો, ઋદ્ધિ અનંત વિલાસી રે; ફળપૂજા ફળ આપીએ, અમે પણ તેહના આશી રે. ૫. કીરયુગલશું દુર્ગા, નારી જેમ શિવ પામી રે; અમે પણ કરશું તેહવી, ભક્તિ ન રાખું ખામી રે.૦ ૬. આગમના વચનોથી જાણીએ કે કર્મોની ગતિ ઘણી ખોટી છે. અંતરાયકર્મની ઉત્કૃષ્ટસ્થિતિ ત્રીસ કોડાકોડી સાગરોપમ છે. ૨ અંતરાયકર્મની પાંચેય પ્રકૃતિ ધ્રુવબંધી છે, ધ્રુવોદયી છે, તેમજ ધ્રુવસત્તાક છે દેશઘાતી છે અને અપરાવર્તમાન છે. ૩ એનો બંધ દશમાં સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક સુધી છે. સત્તા અને ઉદયમાં બારમાં ગુણસ્થાનક સુધી છે. બારમા ગુણઠાણાના અંતે તે જાય છે. અને તે જીવવિપાકી છે. ૪ હે પ્રભુ ! તે કર્મનો ક્ષય કરી, તમે જ્ઞાનમહોદય-કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું છે. અને આત્માની અનંત ઋદ્ધિના ભોક્તા થયા છો. અમે . પણ તે ફળની આશા રાખીએ છીએ. ફળપૂજાના ફળરૂપે અમને પણ તે ફળ આપો. ૫ કીરયુલગ-પોપટનું જોડલું અને દુર્ગતા સ્ત્રી ફળપૂજા કરવાથી જેમ મોક્ષને પામ્યા. તેવી રીતે અમે પણ એવી ભક્તિ કરશું. તેમાં ખામી રાખીશું નહિ. ૬ Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ શ્રી પૂજા સંગ્રહ સાથે સાચી ભક્ત રીઝવી, સાહિબ દિલમાં ધરશું રે; ઉત્સવ રંગ વધામણાં, મનવાંછિત સવિ કરશું રે. .૦ ૭. કર્મસૂદન તપ તરૂ ફળે, જ્ઞાન અમૃતરસ ધારા રે; શ્રી શુભવીરને આશરે, જગમાં જય જયકારા રે. .૮. કાવ્ય તથા મંત્ર શિવતરોઃ ફલદાનપરેવિ-ર્વરફલેઃ કિલ પૂજય તીર્થપ ત્રિદશનાથનતમપંકજં, નિહામોહમહીધરમંડલમ્1. શમરસૈકસુધારસમાધુરૈ-રનુભવાખ્યફલૈરભયપ્રદૈઃ; અહિતદુઃખહર વિભવપ્રદ, સકલસિદ્ધમાં પરિપૂજયે. ૨. સાચી ભક્તિથી સાહેબ એવા આપને રીઝવીને આપને હૃદયમાં ધારણ કરશું. ઉત્સવરંગ વધામણાં કરી અમે અમારા મનોવાંછિત પૂર્ણ કરશું. ૭ આ કર્મસૂદનતપરૂપ વૃક્ષ ફળે અને તેમાંથી જ્ઞાનરૂપી અમૃતરસની ધારા પ્રગટે એટલે હે શુભવીર પ્રભુ ! તમારા આશ્રયથી અમારો પણ જગતમાં જય જયકાર થાય. ૮ કાવ્ય અને મંત્રનો અર્થ - દેવેન્દ્રોએ જેમના ચરણકમળમાં નમસ્કાર કર્યો છે. જેમણે મોહરૂપી પર્વતોનો સમૂહ ભેદ્યો છે. એવા તીર્થપતિની મોક્ષરૂપી વૃક્ષનાં ફળ આપવામાં તત્પર એવાં તાજાં શ્રેષ્ઠ ફળો વડે તું પૂજા કર. ૧. * અહિતકારી દુઃખોને હરનારા, અને વૈભવને આપનારા, એવા સમગ્ર સિધ્ધના તેજને-જ્ઞાનને હું સમતારસરૂપી અદ્વિતીય અમૃતરસ વડે મધુર એવાં અને અભય આપનારાં એવાં, ૨ નુભવ રૂપી ફળો વડે પૂછું . ૨. Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૫૧ અંતરાય કર્મ નિવારણ પૂજા ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય અષ્ટકર્મોચ્છેદનાય ફલાનિ યજામહે સ્વાહા. કળશ ગાયો ગાયો રે, મહાવીર જિનેશ્વર ગાયો. (એ આંકણી) ત્રિશલામાતા પુત્ર નગીનો, જગનો તાત કહાયો; તપ તપતાં કેવળ પ્રગટાયો, સમવસરણ વિરચાયો રે. મ0 ૧. રયણસિંહાસન બેસી ચઉમુખ, કર્મસૂદન તપ ગાયો; આચારદિનકરે વર્ધમાનસૂરિ, ભવિ ઉપગાર રચાયો રે. મ૦ ૨. પ્રવચનસારોદ્ધાર કહાવે, સિદ્ધસેનસૂરિરાયો; દિન ચઉસટ્ટી પ્રમાણે એ તપ, ઉજમણે નિરમાયો રે. મ૦ ૩. પરમપુરુષ, પરમેશ્વર, જન્મ-જરા અને મૃત્યુનું નિવારણ કરનાર, શ્રી વીરજિનેન્દ્રને આઠમા અંતરાય કર્મનો ઉચ્છેદ કરવા માટે અમે ફળથી પૂજા કરીએ છીએ. ૩ કળશનો અર્થ - મેં મહાવીર જિનેશ્વરના ગુણ ગાયા. ત્રિશલામાતાના શ્રેષ્ઠ પુત્ર જગતના પિતા કહેવાયા. તપ કરતાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. દેવોએ સમવસરણની રચના કરી. ૧. રત્નમય સિંહાસન પર બેસી ચતુર્મુખે કર્મસૂદન તપ કહ્યો, આચારદિનકર નામે ગ્રંથમાં ભવ્ય જીવોના ઉપકાર માટે શ્રી વર્ધમાનસૂરિએ એ તપ વર્ણવ્યો છે. ૨ - પ્રવચનસારદ્વાર નામના ગ્રંથમાં શ્રી સિદ્ધસેનસૂરિએ એ તપ બતાવ્યો છે. એ તપ ૬૪ દિવસ પ્રમાણ છે. તપને છેડે ઉજમણું કરવાનું છે. Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨ પર શ્રી પૂજા સંગ્રહ સાથે ઉજમણાથી તપ ફળ વાધે, એમ ભાખે જિનરાયો; જ્ઞાનગુરુ ઉપકરણ કરાવો, ગુરુગમવિધિ વિરચાયો રે. મ૦ ૪. આઠ દિવસ મળી ચોસઠ પૂજા, નવ નવ ભાવ બનાયો; નરભવ પામી લાહો લીજે, પુણ્ય શાસન પાયો રે: મ0 ૫. વિજય જિનેન્દ્રસૂરીશ્વરરાજ, તપગચ્છ કેરો રાયો; ખુશાલવિજય માનવિજયવિબુધના આગ્રહથી વિરચાયો રે. મ૦ ૬. વડઓશવાળ ગુમાનચંદ સુત, શાસનરાગ સવાયો; ગુરુભક્તિ શાભવાનચંદ નિત્ય, અનુમોદનફળ પાયો રે. ૧૦ ૭. ઉજમણું કરવાથી તપનું ફળ વધે છે, એમ શ્રી જિનેશ્વર પ્રભુએ કહ્યું છે તે ઉજમણા માટે જ્ઞાન-દર્શન અને ગુરુના ચારિત્રના) ઉપકરણો કરાવો. ગુરુગમથી વિધિ જાણી ઉજમણું કરો. ૪ એ ઉદ્યાપનમાં આઠ દિવસ મળીને ૬૪ પૂજા ભણાવવી, તેમાં નવા નવા ભાવ ઉત્પન્ન કરવા. મનુષ્યભવ પામીને તેનો સાચો લાભ મેળવો. કારણ કે મહાપુણે પ્રભુના શાસનની પ્રાપ્તિ થઈ છે. ૫. તપગચ્છના નાયક વિજય જિનેન્દ્રસૂરીશ્વરજીના રાજ્યમાં પંડિત ખુશાલવિજયજી તથા પંડિત માનવિજયજી ઉપાધ્યાયના આગ્રહથી આ પૂજાની મેં રચના કરી છે. ૬ વડ ઓશવાળ જ્ઞાતિના ગુમાનચંદના પુત્ર ભવાનચંદ કે જેને શાસનનો સવાયો રાગ છે અને ગુરુભક્તિ ઘણી છે, તેમણે આ રચનાની અનુમોદનાનું ફળ મેળવ્યું છે. ૭ Page #254 -------------------------------------------------------------------------- ________________ અંતરાય કર્મ નિવારણ પૂજા ૨૫૩ મૃગ બળદેવમુનિ રથકારક, ત્રણ હુવા એક ઠાયો; કરણ કરાવણ ને અનુમોદન, સરિખાં ફળ નિપજાયો રે. મ0 ૮. શ્રી વિજયસિંહસૂરીશ્વરજેરા, સત્યવિજયબુધ ગાયો; કપૂરવિજય તસખીમાવિજય જસવિજય પરંપર ધ્યાયો રે. મ૦ ૯. પંડિત શ્રી શુભવિજય સુગુરુ મુજ, પામી તાસ પસાયો; તાસ શિષ્ય ધીરવિજય સલુણા, આગમરાય સવાયો રે. મ0 ૧૦. તસ લઘુબાંધવ રાજનગરમેં, મિથ્યાત્વપુંજ જલાયો; પંડિત વીરવિજયકવિરચના, સંઘ સકળ સુખદાયો રે. મ0 ૧૧. હરણ, બળભદ્રમુનિ અને રથકારક એ ત્રણેએ જેમ કરણ, કરાવણ અને અનુમોદનથી (કરવું, કરાવવું અને અનુમોદવું તેથી) સરખા ફળની પ્રાપ્તિ કરી છે-ત્રણે પાંચમે દેવલોકે દેવ થયા છે. તેમ આ રચનામાં પણ કર્તા (પં. શ્રી વીરવિજયજી મ.) પ્રેરક (શ્રી ખુશાલવિજયજી અને ઉપાધ્યાય માનવિજયજી) અને અનુમોદક (ઓશવાળ ભવાનચંદ) સરખા ફળને મેળવો. શ્રી વિજયસિંહસૂરીશ્વરના ક્રિયા ઉદ્ધાર કરાવનાર પં. સત્યવિજયજી નામે શિષ્ય હતા, તેમના કપૂરવિજય અને તેમના ક્ષમાવિજયજી શિષ્ય થયા એ પ્રમાણે વિજય પરંપરા ચાલી. તે સમાવિજયના શિષ્ય શુભવિજયજી થયા કે જે મારા ગુરુ થયા છે, તેમના પ્રસાદને પામી મેં આ રચના કરી છે. તેમના મુખ્ય શિષ્ય શ્રી ધીરવિજયજી હતા, જે ઉત્તમ અને આગમના સવાયા રાગવાળા હતા. ૧૦. તેમના લઘુ ગુરુભાઈ કે જેમણે રાજનગર (અમદાવાદ)માં મિથ્યાત્વના પૂંજને બાળી નાખ્યો એવા પંડિત વીરવિજયજી કવિની આ રચના સકળ સંઘને સુખ આપનાર છે. ૧૧. Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ શ્રી પૂજા સંગ્રહ સાથે પહેલો ઉત્સવ રાજનગરમેં, સંઘ મળી સમુદાયો; કરતા જિમ નંદીશ્વર દેવા, પૂરણ હર્ષ સવાયો રે. મ૦ ૧૨. કવિત શ્રુતજ્ઞાન અનુભવતાન મંદિર, બજાવત ઘંટા કરી, તવ મોહપુંજ સમૂલ જલતે, ભાંગતે સગ ઠીકરી; હમ રાજતે જગ ગાજતે દિન, અખયતૃતીયા આજ મેં, શુભવીર વિક્રમ વેદ વસુ, ચંદ્ર(૧.૮૭૪) વર્ષ વિરાજતે. ૧. ત્યારબાદ લુણ ઉતારણ - આરતી – મંગલદીવો – શાન્તિકળશ અને ચૈત્યવંદન કરવું. શ્રી અંતરાયકર્મ નિવારણ પૂજા સમાપ્ત. આ રચના થયા પછી રાજનગરમાં સર્વ સંઘ સમુદાયે મળીને જેમ નંદીશ્વરદ્વીપમાં દેવતાઓ ઉત્સવ કરે છે તેમ પહેલો ઉત્સવ સવાયા હર્ષથી કર્યો. ૧.૨ શ્રુતજ્ઞાનના અનુભવરૂપ શ્રેષ્ઠ મંદિરમાં ઉદ્ઘોષણારૂપ ઘંટ બજાવવાથી-વગાડવાથી મોહનો પૂંજ મૂળમાંથી બળી ગયો. મોહ નાશ પામવાથી બાકીના સાતકર્મરૂપ સાત ઠીંકરી ભાંગી ગઈ. આજે વિક્રમ સંવત ૧૮૭૪ વૈશાખ સુદ અક્ષયતૃતીયાના દિવસે શુભવીરવીરપરમાત્માના સેવકો અમે અત્યંત રાજી થયા અને જગતમાં ગાજી રહ્યા. શ્રી અંતરાયકર્મ નિવારણ પૂજા સમાપ્ત. Page #256 -------------------------------------------------------------------------- ________________ પીસ્તાલીશ આગમની પૂજાની વિધિ આ પૂજામાં આઠ પૂજા આવે છે. પહેલી પૂજા જળપૂજા, બીજી ચંદનપૂજા, ત્રીજી પુષ્પપૂજા, ચોથી ધૂપપૂજા, પાંચમી દીપકપૂજા, છઠ્ઠી અક્ષતપૂજા, સાતમી નૈવેદ્યપૂજા અને આઠમી ફળપૂજા- દરેક પૂજા વખતે તે તે દ્રવ્ય લઇને પ્રભુ પાસે સ્નાત્રીયાએ ઉભા રહેવું. ઉત્તમ ફળ-નૈવેદ્ય વગેરે આઠ આઠ લાવવાં. શક્ય ન હોય તો એક એક પણ લાવીને પૂજા થઈ શકે. કળશ-દીપક-નાડાછડી-ધૂપઘસેલું કેસર આદિ પૂર્વની પૂજાની જેમ જ અહીં પણ સમજી લેવું. સ્નાત્રીયાએ પ્રથમ સ્નાત્ર ભણાવવું. પછી આ પૂજા ભણાવવી. અંતે લુણ ઉતારણ, આરતી, મંગળદીવો, શાન્તિકળશ કરી ચૈત્યવંદન કરવું. આ પૂજામાં ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૧૦ પન્ના, ૬ છેદસૂત્ર, ૪ મૂળસૂત્રો અને ૨ સૂત્રો, એમ કુલ ૪૫, આગમોનું વર્ણન છે. કયા કયા આગમમાં કયા કયા વિષયો છે. તેના કેટલા ભેદ-પ્રતિભેદ છે. તે સમજાવ્યું છે. પીસ્તાલીશ આગમ સ્વરૂપ શ્રુતજ્ઞાનની અષ્ટપ્રકારી પૂજા ભણાવાય છે. Page #257 -------------------------------------------------------------------------- ________________ પં. શ્રી વીરવિજયજી મહારાજ કૃત શ્રી પીસ્તાલીશ આગમની પૂજા પ્રથમ જલપૂજા દુહા શ્રી શંખેશ્વર પાસજી, સાહિબ સુગુણ ગરીટ્ટ; શુભ ગુરુ ચરણ પસાયથી, કૃતનિધિ નજરે દીઢ. ૧ શાસનનાયક વંદિયે, ત્રિશલામાત મલ્હાર; જસ મુખથી ત્રિપદી લહી, સૂત્ર રચે ગણધાર. ૨ સુધર્મા ગણધરતણી, રચના વરતે સોય; દ્વાદશ અંગથકી અધિક, સૂત્ર નહીં જગ કોય. ૩ દુહાનો અર્થ- શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવંત કે જે પરમાત્મા ઉત્તમ ગુણો વડે મહાન છે તેઓના અને મારા ગુરુ શ્રી શુભવિજયજી મહારાજના ચરણના પ્રસાદથી (પિસ્તાલીશ આગમરૂપ) આ શ્રુતનો ભંડાર મેં નજરે જોયો. ૧. - વર્તમાનશાસનના નાયક શ્રી ત્રિશલામાતાના પુત્ર શ્રી મહાવીર પરમાત્માને વંદન કરીએ કે જેઓશ્રીના શ્રીમુખેથી પફવા, વિરેફવા, ધુ વા એ ત્રિપદી લહીને શ્રી ગણધર ભગવંતો સૂત્રની રચના કરે છે.૨ - વર્તમાનશાસનમાં દ્વાદશાંગીની રચના શ્રી સુધર્મા ગણધરની વર્તે છે. આ દ્વાદશાંગીથી વધારે જગતમાં કોઈ સૂત્ર નથી. મતલબ કે બધાંય સૂત્રોનો સમાવેશ દ્વાદશાંગીમાં થઈ જાય છે. ૩ Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ પીસ્તાલીશ આગમની પૂજા આગે આગમ બહુ હતાં, અર્થવિદિત જગદીશ; કાલવશે સંપ્રતિ રહ્યાં, આગમ પિસ્તાલીશ ૪ આથમતે કેવલ-રવિ, મંદિર દીપક જ્યોત; પંચમ આરે પ્રાણીને, આગમનો ઉદ્યોત. ૫ પ્રથમ જ્ઞાન પછી દયા, દશવૈકાલિક વાણ; . વસ્તુતત્વ સવિ જાણીએ, જ્ઞાનથી પદ નિર્વાણ. ૬ જ્ઞાનભક્તિ કરતાં થકા, પૂજ્યા જિન અણગાર; તે કારણ આગમતણી, પૂજા-ભક્તિ વિશાળ. ૭ જ્ઞાનોપગરણ મેલીયે, પુસ્તક આગળ સાર; પીઠ રચી જિનબિંબને, થાપીજે મનોહાર. ૮ પરમાત્માએ અર્થરૂપે કહેલાં આગળ ઘણાં આગમો હતાં. દુઃષમકાળના યોગે વર્તમાનકાળે પીસ્તાલીશ આગમો છે. ૪ કેવળજ્ઞાનરૂપી સૂર્ય અસ્ત થવા છતાં આજે પંચમકાળના જીવોને આ આગમોનો ઉદ્યોત-પ્રકાશ મંદિરમાં દીપકની જ્યોત જેવો (કલ્યાણકારી) છે. ૫ શ્રી દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે પઢમં ના તો ત્યાં -પ્રથમ જ્ઞાન અને પછી દયા છે. જ્ઞાનથી સર્વ વસ્તુના તત્ત્વને જાણી શકાય છે. નિર્વાણપદ-મોક્ષ પણ જ્ઞાનથી પ્રાપ્ત કરાય છે. ૬ જ્ઞાનભક્તિ કરવાથી શ્રી જિનેશ્વર ભગવંત અને મુનિ ભગવંતોની પૂજા કરી ગણાય છે. તે માટે આગમની વિશાળ પૂજાભક્તિ કરીએ. ૭ આગમના પુસ્તકોની આગળ શ્રેષ્ઠ જ્ઞાનના ઉપકરણો મૂકીએ. પીઠિકાની રચના કરી તે ઉપર મનોહર એવી જિનપ્રતિમાને સ્થાપીએ.૮ ૧૭. Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ શ્રી પૂજા સંગ્રહ સાથે જ્ઞાન ઉદય અરિહાતણી, સાંભળી દેશના સાર; દેવ-દેવી નંદીશ્વરે, પૂજા વિવિધ પ્રકાર. ૯ તેમ આગમહેડે ધરી, પૂજો શ્રી જિનચંદ; ધ્યેય ધ્યાનપદ એકથી, પામો પદ મહાનંદ. ૧૦ હવણ વિલેપન કુસુમની, ધૂપ દીપ ઝલકાર; અક્ષત નૈવેદ્ય ફળતણી, પૂજા અષ્ટ પ્રકાર. ૧૧ ઢાળ અને હાં રે ગંગા ક્ષીરસમુદ્રના રે, જળ કળશા ભરી નરનાર, જ્ઞાને વડા શ્રુતકેવળીરે; અને હાંરે હવણ કરો પ્રભુ વીરને રે, દૃષ્ટિવાદના ભાષણહાર. જ્ઞાને૦ ૧ કેવળજ્ઞાની એવા અરિહંત પરમાત્માની સારભૂત એવી દેશના સાંભળી દેવ-દેવીઓ મળીને નંદીશ્વરદ્વીપમાં વિવિધ પ્રકારે પૂજાભક્તિ કરે છે. ૯ તેવી રીતે હૃદયમાં આગમને ધારણ કરી શ્રી જિનેશ્વર ભગવંતની પૂજા કરો. ધ્યાતા, ધ્યેય અને ધ્યાનમાં એકરૂપ-એકતાન થઈ મહાનંદપર-મોક્ષપદને પ્રાપ્ત કરશે. ૧.૦ ૧. ન્યવણ, ૨ વિલેપન, ૩ કુસુમ, ૪ ધૂપ, પ દીપ, ૬ અક્ષત, ૭ નૈવેદ્ય, ૮ ફળ. એ રીતે અષ્ટપ્રકારે પૂજા કરવી. ૧.૧. ઢાળનો અર્થ- ગંગાનદી અને ક્ષીરસમુદ્ર વગેરે જળાશયોના નિર્મળ જળથી કળશો ભરી દૃષ્ટિવાદ સૂત્રને કહેનાર પ્રભુ શ્રી વીર પરમાત્માને તે જળકળશોથી હવણ કરો. પ્રભુકથિત આ દૃષ્ટિવાદને જાણનાર શ્રુતકેવલી ભગવંતો જ્ઞાનમાં મોટા કહેવાય છે. ૧. - - - Page #260 -------------------------------------------------------------------------- ________________ પીસ્તાલીશ આગમની પૂજા ૨૫૯ અને હારે પાંચ ભેદ છે તેહના રે, સાંભળતાં વિકસે નાણ; જ્ઞાને અને હર પરિકરમે સાત શ્રેણિયો રે, અઠ્યાસી સૂત્ર વખાણ. જ્ઞાનેo ૨ અને હાંરે પૂર્વગતે ચૌદ પૂર્વ છે રે, મહામંત્ર ને વિદ્યા ભરેલ; જ્ઞાનેo અને હાં રે જંબૂલંધર દેવતા રે, ધરે પૂર્વ સમુદ્રની વેલ. જ્ઞાનેo ૩ આદષ્ટિવાદ સૂરના પાંચ ભેદ (૧. પરિકર્મ, ૨ સૂત્ર, ૩પૂર્વગત, ૪ અનુયોગ, ૫ ચૂલિકા) છે. તેના પ્રથમ ભેદ પરિકર્મમાં સાત શ્રેણીઓ (૧. સિદ્ધશ્રેણિકા, ૨ મનુષ્યશ્રેણિકા, ૩ પૃષ્ટશ્રેણિકા, ૪ અવગાહન શ્રેણિકા, પ ઉપસંપઘશ્રેણિકા, ૬ વિપ્રજહશ્રેણિકા, ૭ શ્રુતાપ્યુત શ્રેણિકા) છે. બીજા ભેદ સૂત્રનાં ૮૮ ભેદો (૧. ઋજુકસૂત્ર, 2 પરિણતા પરિણત સૂત્ર, ૩ બહુભાંગિક સૂત્ર, ૪ વિપ્રત્યયિકસૂત્ર, ૫ અનંતરસૂત્ર, ૬ પરંપરસૂત્ર, ૭ સમાનસૂત્ર, ૮ સંયુથસૂત્ર, ૯ સંભિસૂત્ર, ૧.૦ યથાત્યાગસૂત્ર, ૧૧. સૌવસ્તિવર્તસૂત્ર, ૧૨ નંદ્યાવર્તસૂત્ર, ૧૩ બહુલસૂત્ર, ૧૪પુષ્ટાપુસૂત્ર, ૧૫ બાવર્તસૂત્ર, ૧૬ એવંભૂતસૂત્ર, ૧૭ કિકાવર્તસૂત્ર, ૧૮ વર્તમાનોત્પાદસૂત્ર, ૧૯ સમભિરૂઢસૂત્ર, ૨૦ સર્વતોભદ્રસૂત્ર, ૨૧. પ્રણામસૂત્ર અને ૨૨ દ્ધિપ્રતિગ્રહસૂત્ર, આ ૨૨ ને (૧.) છિન્નચ્છેદનય, (૨) અચ્છિત્રછેદ નય, (૩) ત્રિકનય અને (૪) ચતુર્નય એમ ચાર રીતે વિચારતાં ૮૮ ભેદો) થાય છે. ૨. દષ્ટિવાદ સૂત્રનો ત્રીજો ભેદ પૂર્વગત નામે છે તેમાં ચૌદ પૂર્વો (૧. ઉત્પાદ, ૨ અગ્રાયણી, ૩ વીર્ય, ૪ અસ્તિનાસ્તિપ્રવાદ, ૫ Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ શ્રી પૂજા સંગ્રહ સાથે અને હાંરે દશ વસ્તુ વિનયી ભણ્યા રે, પહેલે પૂરવ ઉત્પાદ; જ્ઞાને અને હાંરે વસ્તુ ચૌદ અગ્રાયણી રે, અડ વસ્તુ વિર્યપ્રવાદ. જ્ઞાનેo ૪ અને હરે અસ્તિપ્રવાદે અઢાર છે રે, બાર વસ્તુ જ્ઞાનપ્રવાદ, જ્ઞાને અને હાંરે સત્યપ્રવાદે દોય વસ્તુ છે રે, સોળ વસ્તુ આત્મપ્રવાદ. જ્ઞાને) ૫ જ્ઞાનવાદ, ૬ સત્યપ્રવાદ, ૭ આત્મપ્રવાદ, ૮ કર્મપ્રવાદ, ૯ પ્રત્યાખ્યાનપ્રવાદ, ૧૦ વિદ્યાનુપ્રવાદ, ૧૧ કલ્યાણ (અવંધ્ય) પ્રવાદ, ૧૨ પ્રાણાયુ, ૧૩ ક્રિયાવિશાલ અને ૧૪ લોકબિંદુસાર) છે. આ પૂર્વો મહામંત્ર અને વિદ્યાઓથી ભરેલ છે. જંબૂદ્વીપની ફરતા આવેલા લવણસમુદ્રની વેલ જે સોળ હજાર યોજન ઊંચી છે તેને વેલંધર અને અનુવલંધર દેવો જેમ ધારી રાખે છે તેમ આ ચૌદપૂર્વો ધર્મની મર્યાદાના જાળવનારા છે. ૩ * (હવે આ ચૌદ પૂર્વમાં જેટલા વિભાગો છે. કે જે વસ્તુ તરીકે કહેવાય છે તે જણાવે છે.) પહેલા ઉત્પાદપૂર્વમાં ૧૦ વસ્તુ વિનયી આત્માઓ કહેલા છે. બીજા અગ્રાયણી પૂર્વમાં ૧૪ વસ્તુ છે, ત્રીજા વીર્યપ્રવાદપૂર્વમાં ૮ વસ્તુ છે. ૪ ચોથા અસ્તિપ્રવાદમાં ૧૮ વસ્તુ છે, પાંચમાં જ્ઞાનપ્રવાદપૂર્વમાં ૧૨ વસ્તુ છે. છઠ્ઠા સત્યપ્રવાદપૂર્વમાં ૨ વસ્તુઓ છે. સાતમા આત્મપ્રવાદ પૂર્વમાં ૧૬ વસ્તુ છે. પ Page #262 -------------------------------------------------------------------------- ________________ પીસ્તાલીશ આગમની પૂજા ૨૬૧ અને હરે કર્મપ્રવાદે ત્રીશ ધારિયે રે, વીશ વસ્તુ પૂરવ પચ્ચખાણ; જ્ઞાને૦ અને હાંરે પન્નર વિદ્યાપ્રવાદમાં રે, બાર વસ્તુ કહી કલ્યાણ. જ્ઞાને૦ ૬ અને હાંરે પ્રાણાવાયમાં તેર છે રે, ત્રીશ વસ્તુ ક્રિયાવિશાળ; જ્ઞાને અને હાંરે પણવીશે કરી સોહતું રે, ચૌદમું લોકબિંદુસાર. જ્ઞાને૦ ૭. અને હાંરે પૂંજ મસી લખ ત્રણ્યશે રે, ત્યાશી ગજ સોલ હજાર; જ્ઞાને અને હાંરે શ્રી શુભવીરના ગણધરુ રે, રચતા ત્રિીજો અધિકાર. જ્ઞાને૦ ૮ આઠમા કર્મપ્રવાદપૂર્વમાં ૩૦ વસ્તુ છે, નવમા પ્રત્યાખ્યાનપ્રવાદપૂર્વમાં ૨૦ વસ્તુ છે, દશમા વિદ્યાપ્રવાદપૂર્વમાં ૧૫ વસ્તુ છે. અગિયારમા કલ્યાણપ્રવાદપૂર્વમાં ૧૨ વસ્તુ કહી છે. ૬ બારમાં પ્રાણાવાય પૂર્વમાં ૧૩ વસ્તુ છે, તે રમા ક્રિયાવિશાલપૂર્વમાં ૩૦ વસ્તુ છે. અને ચૌદમું લોકબિંદુસાર ૨૫ વસ્તુ વડે શોભતું છે. (આમ ચૌદે પૂર્વમાં કુલ ૨૨૫ વસ્તુ છે). ૭ આ ચૌદ પૂર્વો ૧૬૩૮૩ હાથી પ્રમાણ મશીપૂજથી (પહેલું પૂર્વ ૧. હાથી પ્રમાણ મણીપુંજથી, બીજું પૂર્વ બે હાથી પ્રમાણ મષપુંજથી, એમ ઉત્તરોત્તર દરેક પૂર્વ દ્વિગુણ-દ્વિગુણ મષીપંજથી લેખ ગણવાથી) લેખ્ય હતા. શ્રી શુભવીર પરમાત્માના ગણધરે આ દષ્ટિવાદનો ત્રીજો પૂર્વ નામનો અધિકાર રચ્યો હતો. ૮ Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ૨ શ્રી પૂજા સંગ્રહ સાથે દશ પૂરવ પૂરણ ભમે, લબ્ધિ ક્ષીરાશ્રવ હોય; તેણે જિનકલ્પનિવારીયો, જ્ઞાન સમો નહીં કોય. ૧ ગીત ભેદ ચોથો હવે સાંભળો, મનમોહન મેરે, દૃષ્ટિવાદ અનુયોગ; મન, દોય ભેદે કરી શિખીયો મ0 જંબૂ ગુરુ સંયોગ. મ૦ ૧ પંચ ભેદે કરી ચૂલિકા મ0, પહેલે પૂર્વે ચાર; મ0 બાર ને આઠ દશ ચૂલિકા મ0, ચોથા પૂરવ લગે સાર. મ૦ ૨ દુહાનો અર્થ- દશ પૂર્વોને પૂર્ણ રીતે ભણનાર મુનિને ક્ષીરાશ્રવ લબ્ધિ ઉત્પન્ન થાય છે, તેવી લબ્ધિવાળા મુનિઓ ઉપદેશ દ્વારા વિશેષ પરોપકાર કરી શકે છે તેથી તેમને જિનકલ્પ ગ્રહણ કરવાનો ખાસ નિષેધ કરવામાં આવ્યો છે. કારણ કે જગતમાં જ્ઞાન સમાન બીજી કોઈ વસ્તુ નથી. તાત્પર્ય એ છે કે સૌથી શ્રેષ્ઠ ઉપકાર ધર્મદેશનાથી થઈ શકે છે. અને જિનકલ્પિમુનિ દેશના આપી શકે નહિ, તેથી દશ પૂર્વધર મુનિને જિનકલ્પનો નિષેધ કરવામાં આવ્યો છે. ૧. આ ગીતનો અર્થ- મનને આનંદ પમાડે એવો દૃષ્ટિવાદ સૂત્રનો ચોથો ભેદ અનુયોગ છે, તે હવે સાંભળો. તેના બે ભેદ (૧. મૂલ પ્રથમાનુયોગ અને ૨ ચંડિકાનુયોગ) છે. ગુરુના સંયોગથી શ્રી જંબૂસ્વામી તે શિખ્યા હતા. ૧. - દૃષ્ટિવાદસૂત્રનો પાંચમો ભેદ ચૂલિકા (દષ્ટિવાદમૃતરૂપી Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૬૩ પીસ્તાલીશ આગમની પૂજા દશ પૂરવે નથી ચૂલિકા મ0, નંદીસૂત્ર વિચાર; મ0 દષ્ટિવાદ એ બારમું મ0, અંગ હતું સુખકાર. મ. ૩ બાર વરસ દુકાળિયે મ0, બારમું અંગે તે લીધ; મ0 સંપ્રતિ કાળે નવિ પડે મ0, એહવો કાળ પ્રસિદ્ધ. મ0 ૪ મંદમતિ પરમાદથી મ0, પૂર્વ ગયાં અવિલંબ; મ0 શ્રી શુભવીરને શાસને મ0, પૂજો આગમ જિનબિંબ. મ૦ ૫ કાવ્ય તથા મંત્ર તીર્થોદકૅર્મિશ્રિતચંદનૌશૈઃ, સંસારતાપાહતયે સુશીલૈ , જરાજનીપ્રાંતરજાભિશાંત્યે, તત્કર્મદાતાર્થમજ યજેહમ્. ૧. પર્વતના શિખરરૂપ) છે. પહેલા પૂર્વને ૪, બીજા પૂર્વને ૧૨, ત્રીજા પૂર્વને ૮ અને ચોથા પૂર્વને ૧૦ એમ કુલ ૩૪ ચૂલિકા છે. બાકીના દશ પૂર્વોને ચૂલિકા નથી. આ દૃષ્ટિવાદસૂત્ર સંબંધી વિચાર નંદીસૂત્રમાં આપેલ છે. આ બારમું દૃષ્ટિવાદઅંગ સુખકાર હતું. ૨-૩ બાર વર્ષનો દુકાળ પડ્યો તે સમયે બારમું અંગ દૃષ્ટિવાદ વિચ્છેદ પામ્યું તેવો બારવર્ષ દુકાળ હવે સાંપ્રતકાળે નહિ પડે એમ પ્રસિદ્ધિમાં આવ્યું છે. અર્થાત્ સાંભળવામાં આવ્યું છે. ૪ મંદબુદ્ધિ અને પ્રસાદના કારણે એ પૂર્વે વિચ્છેદ પામ્યાં. વર્તમાનકાળે તો શ્રી શુભવીર પરમાત્માના શાસનમાં આધારરૂપ શ્રી જિનાગમ અને જિનબિંબ છે, તેની પૂજા કરો. ૫ કાવ્યનો અર્થ- સંસારના તાપને હણવા માટે ચંદનના સમૂહોવડે મિશ્રિત અત્યંત શીતળ એવા તીર્થજળ વડે જન્મ, જરા અને મરણરૂપ રજની શાંતિ માટે તેમજ તે કર્મના દાહ મટે અજસિદ્ધને હું નમું છું. ૧. Page #265 -------------------------------------------------------------------------- ________________ શ્રી પૂજા સંગ્રહ સાર્થ સુરનદીજલપૂર્ણ ઘટેર્ઘનૈઃ, ઘુસૃણમિશ્રિતવારિભૃતૈઃ પરૈઃ; સ્નપય તીર્થકૃતં ગુણવારિધિં, વિમલતાં ક્રિયતાં ચ નિજાત્મનઃ. ૨. જનમનોમણિભાજનભારયા, શમરસૈકસુધારસધારયા; સકલબોધકલારમણીયક, સહજસિદ્ધમ ં પરિપૂજયે. ૩. ૨૬૪ ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા. બીજી ચંદનપૂજા દુહો હવે પિસ્તાલીશ વરણવું, કલિયુગમાં આધાર; આગમ અગમ અરથ ભર્યા, તેહમાં અંગ અગ્યાર. ૧. ગંગાનદીના પાણીથી ભરેલા તેમ જ કેસર-બરાસ મિશ્રિત પાણી વડે ભરેલા ઘણા કળશો વડે ગુણના સમુદ્ર એવા તીર્થંકરને સ્નાનાભિષેક કરો અને પોતાના આત્માની નિર્મળતા કરો. ૨ લોકોના મનરૂપ મણિના પાત્રમાં ભરેલા એવા સમતારસ રૂપ અમૃતની ધારાવડે સકળ જ્ઞાનકળાથી મનોહર એવા સહજ સિદ્ધોના તેજને હું પૂ છું. ૩ મંત્રનો અર્થ- પરમપુરુષ, પરમેશ્વર, જન્મ-જરા-મૃત્યુ નિવારનાર શ્રી વીરજિનેન્દ્રને અમે જળ વડે પૂજીએ છીએ. દુહાનો અર્થ- આ કલિયુગમાં અગમ્ય અર્થોથી ભરેલા પીસ્તાલીશ આગમો એ આધારરૂપ છે. એ ૪૫ આગમમાં જે અગિયાર અંગ કહેવાય છે તેનું હવે અહીં વર્ણન કરું છું. ૧. Page #266 -------------------------------------------------------------------------- ________________ પીસ્તાલીશ આગમની પૂજા ૨૬૫ ઢાળ ચંદનપૂજા ચતુર રચાવો, નાગકેતુ પરે ભાવો રે; ધન ધન જિનવાણી. રાય ઉદાયી પ્રભુ ગુણ ગાવે, પદ્માવતીને નચાવે રે. ધ૦ ૧. કાળ સદા જે અરિહા થાવે, કેવળના ઉપાવે રે; ધ0 આચારાંગ પ્રથમ ઉપદેશે, નામની ભજના શેષે રે. ધ૦ ૨ આચારરથ વહેતા મુનિ ધોરી, બહુશ્રુત હાથમાં દોરી રે; પ૦ પંચ પ્રકારે આચાર વખાણે, ગળિયા બળદ કેમ તાણે રે. ધ૦ ૩ દો શ્રતખંધ આચારાંગ કેરા, સંખિત અણુયોગદ્વારા રે; ધ૦ સંખ્યાતી નિર્યુક્તિ કહીશ, અજઝયણા પણવીશ રે. ૧૦ ૪ ઢાળનો અર્થ- હે ચતુર આત્મા ! ચંદનની પૂજા રચાવો અને નાગકેતુની જેમ ભાવના ભાવો. શ્રી જિનેશ્વરની વાણી અત્યંત ધન્ય છે. જિનેશ્વરની પૂજા કરતાં ઉદાયીરાજા પ્રભુના ગુણ ગાય છે. અને પદ્માવતી રાણી નૃત્ય કરે છે. ૧. સર્વ કાળમાં જે અરિહંતો થાય છે, તેઓ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પ્રથમ આચારાંગનો ઉપદેશ આપે છે. તે પ્રથમ અંગનું નામ સર્વકાળમાં આચારાંગ એ પ્રમાણે હોય છે, જ્યારે બીજા સૂત્રોનાં નામમાં ફેરફાર પણ હોય છે. ૨. વૃષભ સમાન મુનિઓ આચારરૂપી રથને વહન કરે છે. એ રથની દોરી બહુશ્રુતોના હાથમાં હોય છે. આ ચાર પાંચ પ્રકારે કહ્યો છે. જે ગળિયા બળદ જેવા હોય તે આચારરૂપી રથને કેમ તાણી શકે ? ૩ આચારાંગસૂત્રના બે શ્રુતસ્કંધ (૧. બ્રહ્મચર્ય, ૨ આચારાંગ) છે, સંક્ષિપ્ત અનુયોગદ્વાર અને સંખ્યાતી નિર્યુક્તિ કહીશ. આચારાંગસૂત્રનાં ૨૫ અધ્યયન છે. ૪. WWW.jainelibrary.org Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ શ્રી પૂજા સંગ્રહ સાથે પદની સંખ્યા સહસ અઢાર, નિત્ય ગણતા અણગાર રે; ધo સૂત્રકૃતાંગે ભાવજીવાદિ, ત્રણસે ત્રેસઠ વાદી રે. ધ૦ ૫ અધ્યયન ત્રેવશ છે બીજે, અવર પૂરવ પર લીજે રે; ૧૦ દુગુણાં પદ હવે સઘળે અંગે, દસ ઠાણા ઠાણાંગે રે. ધ૦ ૬ દશ અધ્યયને શ્રુતબંધ એકો, હવે સમવાયાંગ છેકો રે, ધo શત સમવાય શ્રુતખંધ એકે, ધારિયે અર્થ વિવેકે રે. ધo ૭ ભગવતી પાંચમું અંગ વિશેષા, દશ હજાર ઉદેશા રે; ધ0 એકતાલીશ શતકે શુભવીરે, ગૌતમ પ્રશ્ન હારે રે. ધ૦ ૮ આચારાંગસૂત્રની પદસંખ્યા અઢાર હજાર છે. તેને મુનિમહાત્માઓ હંમેશા ગણતા હતા. બીજા સૂત્રકૃતાંગમાં ભાવજીવ વગેરે તથા ત્રણસો ત્રેસઠ વાદીઓનું વર્ણન કરવામાં આવ્યું છે. ૫ બીજા સૂયગડાંગ સૂત્રમાં ત્રેવીશ અધ્યયન છે. બીજાં પ્રથમ પ્રમાણે જાણવું જેમકે હવે પછી દરેક અંગમાં પદ બમણાં છે. (આચારાંગના પદ ૧૮૦૦૦ છે. સૂયગડાંગના પદ તેનાથી બમણાં હોવાથી ૩૬000 થાય એમ આગળ-આગળના અંગમાં બમણાં પદ લેવાં) ત્રીજા ઠાણાંગ સૂત્રમાં દશ ઠાણ છે. દશ અધ્યયન છે. એક શ્રુતસ્કંધ છે. હવે ચોથા સમવાયાંગસૂત્રનું વર્ણન કરે છે. આ અંગમાં એકથી સો સુધીની સંખ્યાવાળા તેમજ આગળ-આગળની સંખ્યાવાળા પદાર્થોનું વર્ણન આવે છે. તેનો અર્થ વિવેકપૂર્વક ધારીયે. ૬-૭ પાંચમું અંગ ભગવતીસૂત્ર છે. તેમાં દશ હજાર ઉદેશાઓ છે, ૪૧ શતક છે, તેમાં શ્રી શુભવીરપરમાત્માને ગૌતમસ્વામી વગેરેએ પૂછેલા પ્રશ્નોનો સંગ્રહ છે. ૮ Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૬૭ પીસ્તાલીશ આગમની પૂજા દુહા નિર્યુક્તિ પ્રતિપત્તિયો, સઘળે તે સમભાવ; બીજી અર્થ પ્રરૂપણા, તે સવિ જુજુઆ ભાવ. ૧. ગીત જ્ઞાતાધર્મ વખાણીયે રે, દશ બોલ્યા તિહાં વર્ગ; પ્રભુ ઉપદેશીયા. ઉઠ તે કોડી કથા કહી રે, સાંભળતા અપવર્ગ. પ્ર. ૧ ઓગણીશ અધ્યયન કરી રે, બે શ્રુતખંધ સુભાવ; પ્ર0 ઉપાસકદશાંગમાં રે, દશ શ્રાવકના ભાવ પ્ર૦ ૨ અંતગડે અડ વર્ગ છે રે, અનુત્તરોવવાઈ ત્રણ વર્ગ; પ્ર0 એક સૂત્રે મુક્તિ વર્યા રે, બીજે ગયા જે સર્ગ. પ્ર. ૩ દુહાનો અર્થ- નિર્યુક્તિઓને પ્રતિપત્તિઓ બધા સૂત્રમાં સમાન ભાવવાળી સમજવી અને અર્થપ્રરૂપણા તો બધા સૂત્રોમાં જાદા જાદા ભાવવાળી સમજવી. ૧. ગીતનો અર્થ- ૬ઠ્ઠા અંગ જ્ઞાતાધર્મકથામાં દશ વર્ગ કહ્યા છે. જે પ્રભુએ ઉપદેશ્યાછે. આ અંગે સાડાત્રણ કોડિ કથાઓથી ભરપૂર હતું. જે સાંભળવાથી અનુક્રમે મોક્ષની પ્રાપ્તિ થાય. ૧. જ્ઞાતાધર્મકથાંગમાં બે શ્રુતસ્કંધ છે. પ્રથમ શ્રુતસ્કંધમાં ૧૦ અધ્યયનો છે. સાતમા ઉપાસકદશાંગસૂત્રમાં મહાવીર સ્વામી ભગવંતના શાસનમાં થયેલા (આનંદ-કામદેવ આદિ) દશ મહાશાવકોનાં જીવનચરિત્રો છે. ૨ આઠમા અંતકૃદશાંગ સૂત્રમાં આઠ વર્ગ છે અને આ સૂત્રમાં અંતગડકેવલી (કેવળજ્ઞાન થતાંની સાથે જ અંતર્મુહૂર્તમાં મોક્ષે જનારા) Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ શ્રી પૂજા સંગ્રહ સાથે પ્રશ્નવ્યાકરણસૂત્રમાં રે, દશ અધ્યયન વખાણ; પ્ર0 સૂત્ર વિપાકે સાંભળો રે, વીશ અધ્યયન પ્રમાણ. પ્ર૦ ૪ બે શ્રુતખંધે ભાખિયા રે, દુઃખસુખ કેરા ભોગ; પ્ર0 એમ એકાદશ અંગની રે, ભક્તિ કરો ગુરુ યોગ. પ્ર. ૫ આગમને અવલંબતાં રે, ઓળખીયે અરિહંત; પ્રવ શ્રી શુભવીરને પૂજતાં રે, પામો સુખ અનંત. પ્ર૬ કાવ્ય અને મંત્ર જિનપતેર્વરગંધસુપૂજન, જનિજરામરણોભવભીતિહ; સકલરોગવિયોગવિપદ્ધરં, કુરુ કરેણ સદા નિજપાવનમ્. ૧. મહામુનિઓનાં ચરિત્રો છે અને નવમા અનુત્તરીપપાતિક દશાંગસૂત્રમાં રાણ વર્ગ છે અને તેમાં પાંચ અનુત્તર વિમાનોમાં જનારા મહામુનિઓનાં ચરિત્રો છે. તથા એકસૂત્રમાં મુક્તિગામીનું અને બીજા સૂત્રમાં સ્વર્ગગામીનું વર્ણન છે. ૩ દશમાં પ્રશ્નવ્યાકરણાંગ સૂત્રમાં દશ અધ્યયનો છે. અગ્યારમા વિપાકશ્રુતાંગસૂત્રમાં વિશ અધ્યયનો છે. બે શ્રુતસ્કંધ છે. પહેલા શ્રુતસ્કંધના દશ અધ્યયનોમાં અશુભકર્મના કટુરિપાક-દુઃખને દર્શાવનાર દશ અધ્યયનો દશ દૃષ્ટાંતો સાથે આપ્યાં છે. બીજા શ્રુતસ્કંધના દશ અધ્યયનોમાં શુભકર્મના વિપાક-સુખને દર્શાવનાર દશ અધ્યયનો દશ ચરિત્ર સાથે આપેલ છે. આ રીતે ૧૧ અંગની ભક્તિ સદ્ગુરુના યોગે કરો. ૪-૫ આગમનું અવલંબન લેવાથી અરિહંત પરમાત્માને ઓળખી શકાય છે. શ્રી શુભવીર પરમાત્માનું પૂજન કરવાથી અનંતસુખ પ્રાપ્ત કરો. કાવ્યનો અર્થ- શ્રી જિનપતિનું કેસર-બરાસ આદિ સુગંધી દ્રવ્યોથી પૂજન કરવું તે જન્મ-જરા અને મૃત્યુથી ઉત્પન્ન થતા ભયને Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૬૯ પીસ્તાલીશ આગમની પૂજા સહકર્મકલંકવિનાશનૈ-રમલભાવસુવાસનચંદને ; અનુપમાનગુણાવલીદાયકં, સહજસિદ્ધમાં પરિપૂજયે. ૨. ૐ હ્રીં શ્ર પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે વિરજિનેન્દ્રાય ચંદન યજામહે સ્વાહા. ત્રીજી પુષ્પપૂજા અંગતણા ઉપાંગ જે, બાર કહ્યા ભગવંત; ગણધર પૂરવધરતણી, રચના સુણિયે સંત. ૧. હરણ કરનાર છે. સર્વરોગ, વિયોગ અને વિપત્તિને દૂર કરનાર છે. આત્માને પવિત્ર કરનાર છે. તેનું પૂજન હંમેશાં પોતાના હાથે કરો. સઘળા કર્મરૂપ કલંકને નાશ કરનાર નિર્મળભાવ અને સુવાસનારૂપ ચંદનવડે અનુપમ ગુણશ્રેણીને આપનાર સહજ સિદ્ધના તેજને હું પૂજાં છું. ૨ મંત્રનો અર્થ-પ્રથમ પૂજા પ્રમાણે જાણવો. ફક્ત એટલું ફેરવવું કે અમે ચંદન વડે પૂજા કરીએ છીએ. દુહાનો અર્થ- ભગવંતે અંગના બાર ઉપાંગો કહ્યા છે. ગણધર અને પૂર્વધર સંતપુરુષોની એ રચના સાંભળીયે. ૧. Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ શ્રી પૂજા સંગ્રહ સાથે ઢાળ જ્ઞાનાવરણ દૂર કરે રે મિત્તા, પાણી અંગ ઉપાંગ; ફૂલપગર પૂજા રચો રે મિત્તા, વીર જિનેશ્વર અંગ રે. રંગીલા મિત્તા ! એ પ્રભુ સેવોને. એ પ્રભુ સેવો સાનમાં રે મિત્તા, જ્ઞાન લાહો ભરપૂર રે; - રંગીલા મિત્તા ! એ પ્રભુ સેવોને. ૧. સામૈયું વિવાદમાં રે મિત્તા, કરતા કોણિક ભૂપ; અંબા શિષ્યને વરણવ્યારે મિત્તા,પ્રશ્ન તે સિદ્ધ સ્વરૂપરે, રંગીલા મિત્તા ! એ પ્રભુ સેવોને. ૨. રાયપાસેણી સૂત્રમાં રે મિત્તા, સૂર્યાભનો અધિકાર; જીવાભિગમ ત્રીજું સુણોરે મિત્તા,દશ અધ્યયનવિચાર, રંગીલા મિત્તા ! એ પ્રભુ સેવોને. ૩. ઢાળનો અર્થ- હે મિત્ર ! અંગ-ઉપાંગને જાણી જ્ઞાનાવરણકર્મને દૂર કરો. હે આનંદી મિત્ર! વીર પરમાત્માના અંગે ફૂલપગર ભરી પૂજા કરો. મનમાં એ પ્રભુનું ધ્યાન કરી સેવા કરી ભરપૂર-અત્યંત જ્ઞાન મેળવો. ૧. (અગિયાર અંગની હકીકત જણાવી, હવે બાર ઉપાંગ સૂત્રોની હકીકત જણાવે છે.) ૧ લા ઉપાંગ શ્રી ઔપપાતિકસૂત્રમાં શ્રી શ્રેણિક મહારાજાના પુત્ર શ્રી કોણિક મહારાજાએ પ્રભુશ્રી મહાવીર સ્વામીને વાંદવા માટે કરેલા સામૈયાનું વર્ણન આવે છે. અંબડ પરિવ્રાજકનું વર્ણન આવે છે. ગૌતમસ્વામીએ પૂછેલા પ્રશ્નો અને સિદ્ધોનું સ્વરૂપ આવે છે. (આ આચારાંગસૂત્રનું ઉપાંગ છે.) ર બીજા ઉપાંગ શ્રી રાજકીયસૂત્રમાં સૂર્યાભદેવનો અધિકાર Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૭૧ પીસ્તાલીશ આગમની પૂજા શ્યામસૂરિ રચના કરી રે મિત્તા, પન્નવણા મહાસૂત્ર; છત્રી પદ ગુરુપસાયથી રે મિત્તા, ધારો અર્થ વિચિત્ર રે, રંગીલા મિત્તા ! એ પ્રભુ સેવોને.૪. જંબૂઢીપપત્તિ રે મિત્તા, જંબૂદ્વીપ વિચાર; છઠ્ઠા સૂરપન્નત્તિમાં રે મિત્તા, રવિમંડલ ગ્રહ ચાર રે, રંગીલા મિત્તા ! એ પ્રભુ સેવોને. ૫. કહે ચંદપન્નત્તિ પાહુડે રે મિત્તા, જ્યોતિષચક્ર વિશેષ; આગમ પૂજો પ્રાણિયા રે મિત્તા, કહે શુભવીર જિનેશ રે, રંગીલા મિત્તા ! એ પ્રભુ સેવોને. ૬. વગેરે વર્ણનો આવે છે, (આ શ્રી સૂત્રકૃતાંગસૂત્રનું ઉપાંગ છે) ત્રીજા ઉપાંગ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર છે. તેમાં દશ અધ્યયનોનો વિચાર છે. (આ સૂત્ર શ્રી સ્થાનાંગસૂત્રનું ઉપાંગ છે) ૩ ચોથા ઉપાંગ શ્રી પ્રજ્ઞાપના સૂત્રની રચના શ્રી શ્યામાચાર્યે કરી છે. તેમાં જીવ અને પુદ્ગલ સંબંધી ૩૬ પદોનું સુંદર વર્ણન જાદા જાદા અર્થો દ્વારા કરેલ છે તેને ગુરુ પાસે ધારો. (આ સૂત્ર શ્રી સમવાયાંગસૂત્રના ઉપાંગ તરીકે જણાય છે.) ૪ પાંચમા ઉપાંગ શ્રી જંબૂદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રની અંદર જંબુદ્વીપ આદિનો વિચાર આવે છે. (આ ઉપાંગ કેટલાકના મતે જ્ઞાતાસૂત્રનું અને કેટલાકના મતે ઉપાસકદશાસૂત્રનું ઉપાંગ મનાય છે) છઠ્ઠા સૂર્યપ્રજ્ઞપ્તિ ઉપાંગમાં સૂર્યમંડળ ગ્રહચાર વગેરેનું વર્ણન આવે છે-ખગોળ સંબંધી માહિતી આવે છે. (આ ઉપાંગ શ્રી ભગવતીજીના ઉપાંગ તરીકે હોય તેમ જણાય છે. ) ૫ સાતમા ઉપાંગ શ્રી ચંદ્રપ્રજ્ઞપ્તિસૂત્રમાં શ્રી જ્યોતિષચક્ર સંબંધી Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ શ્રી પૂજા સંગ્રહ સાર્થ દુહો ભવમંડલમે ન દેખિયો, પ્રભુજીનો દેદાર; આગમપંથ લહ્યા વિના, રઝળ્યો હું સંસાર. ૧. ગીત કેતકી જાઇનાં ફૂલ મંગાવી, પૂજો અંગ ઉપાંગજી, બંભીલીપી શ્રી ગણધરદેવે, પ્રણમી ભગવઇ અંગજી. આઠમા નિરયાવલી ઉપાંગે, દેવાદિક અધિકારજી, કલ્પવડંગ નવમ ઉપાંગે, દશ અધ્યયન ઉદારજી. કેતકી૦ ૧ હકીકત આવે છે. (આ સૂત્ર શ્રી ઉપાસકદશાસૂત્રનું ઉપાંગ છે.) હે પ્રાણીઓ! આગમજ્ઞાનની પૂજા કરો એમ શ્રી શુભવીર જિનેશ્વર કહે છે. ૬. કેતકી૦ ૨ દુહાનો અર્થ- આ ભવચક્રમાં પ્રભુજીનાં દર્શન થયાં નથી, આગમમાર્ગ નહિ મળવાથી હું આ સંસારમાં રઝળ્યો છું. ૧. ગીતનો અર્થ- કેતકી અને જાઇના ફૂલ મંગાવી અંગ અને ઉપાંગ સૂત્રોની પૂજા કરો. શ્રી ગણધરદેવે ભગવતી સૂત્રમાં મો બંશીપ તીવીર્ કહીને બ્રાહ્મી લીપીને પ્રણામ કર્યો છે. ૧. આઠમું નિરયાવલિકા ઉપાંગ છે આ સૂત્રનાં દશ અધ્યયન છે. (આમાં ચેડામહારાજા અને કોણિકમહારાજાના યુદ્ધ પ્રસંગે કાલમહાકાલ વગેરે શ્રેણિકમહારાજાના દશ પુત્રો મરીને નરકે કેવી રીતે Page #274 -------------------------------------------------------------------------- ________________ પીસ્તાલીશ આગમની પૂજા ૨૭૩ પુફિયા નામે ઉપાંગ છે દશમું, વળી પુફચૂલિયા જાણજી; બારમું વહિદશા એ સઘળે, દશ અધ્યયન પ્રમાણજી. કેતકી) ૩ ગીતારથ મુખ અમી ઝરતું, આગમ લાગ્યું મીઠ જી; દૂર થઇ લોકસન્ના છારી, તવ પ્રભુ દર્શન દીઠ જી. - કેતકી૪ દર્શનથી જો દર્શન પ્રગટે, વિઘટે ભવજળ પૂર જી, ભાવકુટુંબમેં મંદિર મહાલું, શ્રી શુભવીર હજાર જી. કેતકી) ૫ ગયા તેનું વર્ણન આવે છે.) નવમા ઉપાંગ કલ્પાવતસિકાસૂત્રમાં દશ અધ્યયનો છે તેમાં દેવ વગેરેનો અધિકાર છે. (કોણિકરાજાના કોલ મહાકાલ વગેરે ભાઈઓના પદ્મ-મહાપદ્મ વગેરે દશ પુત્રો સંયમની આરાધના કરી દશમે દેવલોકે ગયા તેનું વર્ણન છે.) ૨ દશમું ઉપાંગ પુષ્પિકા, ૧૧મું ઉપાંગ પુષ્પચૂલિકા અને બારમું ઉપાંગ શ્રી વહિંદશાસૂત્ર છે. આ દરેકમાં દશ-દશ અધ્યયનો છે. ૩ ગીતાર્થ મહાપુરુષોના મુખમાંથી અમૃત ઝરતું આગમ મને મીઠું લાગ્યું છે. તેથી લોકસંજ્ઞારૂપછારી-પડળ દૂર થયા છે અને તેથી પ્રભુ દર્શન દીઠું છે. ૪ પ્રભુદર્શન થવાથી જો દર્શન-સમ્યકત્વ પ્રગટ થાય તો સંસારરૂપ પાણીનાં પૂર ઓસરી જાય અને આત્મમંદિરમાં શ્રી શુભવીર પરમાત્માની હારમાં = મોક્ષમાં ભાવકુટુંબરૂપે અર્થાત્ ક્ષમાદિ આત્મિકગુણો સાથે આનંદ કરું. ૫ ૧૮ Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ કાવ્ય અને મંત્ર સુમનસા ગતિદાયિવિધાયિના, સુમનસાં નિકરેઃ પ્રભુપૂજનમ્ સુમનસા સુમનોગુણસંગિના, જન વિધેહિ નિધેહિ મનોર્ચને. ૧. સમયસારસુપુષ્પસુમાલયા, સહજકર્મકરેણ વિશોધયા; પરમયોગબલેન વશીકૃત, વશીકૃત, સહજસિદ્ધમહં પરિપૂજયે. ૨. ૐૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય પુષ્પર્યજામહે સ્વાહા. શ્રી પૂજા સંગ્રહ સાર્થ ચોથી ધૂપપૂજા દુહો આજ પયજ્ઞા છે ઘણા, પણ લહી એક અધિકાર; દશ પયજ્ઞા તિણે ગણ્યા, પીસ્તાલીશ મઝાર. ૧. કાવ્યનો અર્થ- ઉત્તમ પુષ્પોના સમૂહવડે પ્રભુપૂજન કરનારાઓને ઉત્તમગતિની પ્રાપ્તિ થાય છે. તેથી હે ભવ્યજન ! ગુણના સંગી એવા સત્પુરુષોના સંગ વડે તમે તમારું મન સારું કરો અને પુષ્પો વડે પૂજન કરવામાં મનને સ્થાપન કરો. ૧. સ્વાભાવિકપણે ક્રિયા કરનારા જે પરમાત્મા વડે જણાવાયેલી શાસ્ત્રોના સારરૂપી પુષ્પમાળા વડે પરમયોગના બળવડે વશ કરાયેલા સહજ સિદ્ધ ભગવંતના તેજને હું પૂજા છું. ૨ મંત્રનો અર્થ- પ્રથમ પૂજાને અંતે આપેલ છે તે પ્રમાણે જાણવો. ફક્ત પુષ્પો વડે પૂજા કરું છું એટલું ફેરવવું. દુહાનો અર્થ- આજે પયજ્ઞા તો ઘણા છે, પણ એક અધિકાર લઇને પીસ્તાલીશ આગમમાં પૂર્વ પુરુષોએ દશ પયજ્ઞા ગણ્યા છે. ૧. Page #276 -------------------------------------------------------------------------- ________________ પીસ્તાલીશ આગમની પૂજા ૨૭૫ ઢાળ એક જન શ્રુતરસિયો બોલે રે, હો મનમાન્યા મોહનજી, પ્રભુ તાહરે નહીં કોઈ તોલે રે, હો મનમાન્યા મોહનજી; અમે ધૂપની પૂજા કરીએ રે, હોઇ દુર્ગધ અનાદિની હરિયે રે. હો મનમાન્યા૧. તુમ દર્શન લાગે પ્યારું રે, હો અંતે છે શરણ તમારું રે; હોવ ચઉસરણ પયનુ પહેલું રે, હો અમે શરણ કર્યું છે વહેલું રે. હો૦ ૨ લહી અર્થ અનોપમ રીઝું રે, હો આઉરપચ્ચકખાણ તે બીજું રે; હો૦ ઢાળનો અર્થ- એક શ્રુતરસિક જન કહે છે કે – મનથી માનેલા એવા હે મનમોહન પ્રભુ ! આ જગતમાં તમારી તુલનામાં આવે તેવું બીજું કોઈ નથી. હે પ્રભુ ! અમે આપની ધૂપ દ્વારા પૂજા કરીને અનાદિકાળથી આત્માને વળગેલી કર્મમળરૂપ દુર્ગધને હરીએ છીએ-દૂર કરીએ છીએ. ૧. હે પ્રભુ અમને તમારું દર્શન પ્યારું લાગે છે, અને અંતે એટલે અંતકાળે પણ એક તમારું ખરું શરણ છે. તેથી જેમાં પ્રથમ આપનું –અરિહંતનું શરણ સ્વીકારવામાં આવેલ છે. તે ચઉસરણ પત્રો પહેલો કહ્યો છે. અમે તો આપનું શરણ વહેલું-અત્યારથી જ કર્યું છે. ૨ તે પયત્રાના અનુપમ એવા અર્થ જાણી હું આનંદ પામું છું. ત્યારપછી બીજો આઉરપચ્ચકખાણ પયગ્નો છે (આમાં અંતિમ સમયે Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ શ્રી પૂજા સંગ્રહ સાથે સાંભળતાં ભક્તપરિજ્ઞા રે, હો પરિહરશું ચારે સંજ્ઞા રે. હો૦ ૩ સંથારાપયaો સીધો રે, હો સુકોશલમુનિએ કીધો રે, હો૦ ભાખી તંદુલવિયાલી રે, હો તમે ગર્ભની વેદના ટાળી રે. હોવ ૪ અમને પણ દુઃખ એ મોટું રે; હોવ સન્મુખ ન જુઓ તે ખોટું રે; હોવ સમાધિમરણની પૂર્વ તૈયારીરૂપે કરવા લાયક સુંદર આરાધના અને તેના સાધનોનું વર્ણન છે.) ત્રીજો ભક્તપરિજ્ઞા નામે પડ્યો છે. તેમાં ચારે આહારના પચ્ચકખાણ કરવાની મર્યાદા બતાવી છે. તે સાંભળી આહાર-ભય-મૈથુન અને પરિગ્રહરૂપ ચારે સંજ્ઞાઓ તજી દેશું. ૩ ચોથો સંથારાપયો છે. તેમાં કહ્યા મુજબ સંથારો શ્રી સુકોશળમુનિએ કર્યો હતો. (આ પન્નામાં અંતસમય નજીક જાણી વિધિપૂર્વક ચાર આહારનો ત્યાગ કરી સંથારો કેવી રીતે કરવો તે સમજાવેલ છે.) પાંચમો તંદુલવિયાલિ (તંદુલવૈચારિક) પય છે. આમાં જીવની ગર્ભાવસ્થા વગેરેનું વર્ણન આવે છે. હે પ્રભુ ! આપે તો ગર્ભની વેદના ટાળી છે. કારણ કે હવે આપને ગર્ભમાં આવવાનું નથી. પણ અમને તો એ ગર્ભાવસ્થાનું મોટું દુ:ખ છે. તમે અમારી જેવા દુઃખીયાની સામે જોતા નથી એ ઠીક થતું નથી. તમે અમારી સામે કૃપાદૃષ્ટિથી જાવો. તમારા ઉપર પ્રેમ રાખનાર આ સેવકની ઉપેક્ષા કેમ કરો છો ? અર્થાત્ હવે ઉપેક્ષા ન કરો. ૪-૫ હે પ્રભુ ! મને આપની ભક્તિનો રંગ ચોળમજીઠ જેવો Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૭૭ પીસ્તાલીશ આગમની પૂજા કાંઇ મહેર નજરથી દેખો રે, હો, રાગીને ઉવેખો રે, હો ૫ રંગ લાગ્યો ચોળ મજીઠ રે, હો૦ નવિ જાયે ડાકણ દીઠ રે; હોવ અમે રાગી થઈને કહેશું રે, હો૦ શુભવીરને ચરણે રહેશું રે. હો૦ ૬ પ્રભુ ચરણે રહેતાં ભજે, જ્ઞાન સુધારસ કંદ; જિનવાણી રસિયા મુનિ, પામે પરમાનંદ. ૧. ગીત ત્રિશલાનંદન વંદન કીજે, જ્ઞાન અમૃતરસ પીજે રે; છઠ્ઠો ચંદાવિજયપયન્નો, વિનયે વડો મુનિ ધન્નો રે. ત્રિ૦ ૧. લાગ્યો છે. તે રંગ કુમતિરૂપી ડાકણના જોવાથી પણ જાય એવો નથી. અમે તો આપના રાગી થઇને જે જે મનમાં આવે તે કહીશું અને તે શુભવીર પરમાત્મા ! તમારા ચરણમાં અમે રહીશું. ૬ દુહાનો અર્થ પ્રભુના ચરણે રહેવાથી આત્મા જ્ઞાન સુધારસના મૂળને સેવે છે અને જિનવાણીના રસિયા એવા મુનિ મહાત્માઓ પરમાનંદ-મોક્ષપદને પામે છે. ૧. ' ગીતનો અર્થ- હે ભવ્યાત્મા ! ત્રિશલાનંદન શ્રી વીરપરમાત્માને વંદન કરીએ અને તેમના જ્ઞાનરૂપી અમૃતરસનું પાન કરીએ. છઠ્ઠો ચંદાવિજય (ચંદ્રાવેધક) પડ્યો છે. તેમાં વિનયમાં શ્રેષ્ઠ એવા ધન્નામુનિનો અધિકાર છે. ગુરુનો વિનય Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ શ્રી પૂજા સંગ્રહ સાથે ગુરુવિનયે સુકળાએ વાધે, રાધાવેધ તે સાધે રે; દેવિંદથુઈ પયગ્ન રસિયા, સંથારે મુનિ વસિયા રે. ત્રિ૦ ૨. મરણસમાધિપયન્ને ભાવે, પ્રભુ સાથે લય લાવે રે; મહાપચ્ચકખાણ પયગ્નો ગાવે, પાપ સકળ વોસિરાવે રે. ત્રિ) ૩. ગણિવિજાએ ભાવ ઘણેરા, જાણે મુનિ ગંભીરા રે; સાધે કાર્ય લગનની હોરા શ્રી શુભવીર ચકોરા રે. ત્રિ૦ ૪. કરવાથી જીવ ઉત્તમ કળાઓ વડે વૃદ્ધિ પામે છે, અને મોક્ષપ્રાપ્તિ રૂપ રાધાવેધને સાધે છે. સંથારામાં રહેલા મુનિ દેવેન્દ્રસ્તુતિ નામના સાતમા પન્નામાં રસિયા હોય છે. (આ પન્નામાં) પરમાત્માની ભક્તિ કરી પોતાનું જીવન સફળ બનાવનાર ઇદ્રો સંબંધી વર્ણન હોય છે. ૧.-૨ આઠમો મરણસમાધિનામે પડ્યો છે. તેની ભાવના કરનારો આત્મા પ્રભુ સાથે લય પામે છે- પ્રભુ સાથે એકરૂપ થઈ જાય છે. નવમો મહાપચ્ચકખાણ નામનો પાયો છે. તે બોલનાર મુનિ સકળ પાપને વોસિરાવે છે. ૩ દશમા ગણિવિજ્જા પન્નામાં ઘણા ભાવો ભર્યા છે. (આમાં જ્યોતિષ મુહૂર્ત આદિની ઉપયોગી માહિતી આપી છે.) તેને ગંભીર સ્વભાવવાળા મુનિઓ જાણે છે-સમજે છે. કાર્યસાધક લગ્નની ઘડી જોઇને કાર્ય કરે છે તેથી કાર્યસિદ્ધિ થાય છે. તેઓ શુભવીર સુંદર પરાક્રમવાળા અને ચકોર-ચાલાક હોય છે. (અહીં કર્તા શ્રી વીરવિજયજી મ0 શ્રીએ શુભવીર શબ્દથી પોતાનું નામ પણ સૂચિત કર્યું છે) ૩-૪ Page #280 -------------------------------------------------------------------------- ________________ પીસ્તાલીશ આગમની પૂજા ૨૭૯ કાવ્ય અને મંત્ર અગરુમુખ્યમનોહરવસ્તુના સ્વનિરુપાધિગુણૌઘવિધાયિના; પ્રભુશરીરસુગંધસુહેતુના, રચય ધૂપનપૂજનમહંતઃ. ૧. નિજગુણાક્ષયરૂપસુધૂપન, સ્વગુણઘાતમલપ્રવિકર્ષણમ્; વિશદબોધનંતસુખાત્મક, સહજસિદ્ધમાં પરિપૂજયે. ૨. ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાર્ય શ્રીમતે વિરજિનેન્દ્રાય ધૂપં યજામહે સ્વાહા. પાંચમી દીપક પૂજા દુહા જ્ઞાનાવરણી તિમિરને, હરવા દીપકમાળ; જ્યોતિ સે જ્યોતિ મિલાઇએ, જ્ઞાન વિશેષ વિશાળ. ૧. કાવ્યનો અર્થ આત્માના નિરુપાધિ ગુણસમૂહને પ્રગટ કરનાર અને પ્રભુના શરીરને સુગંધી કરવાના કારણરૂપ અગરુ વગેરે મનોહર વસ્તુવડે અરિહંતની પરમાત્માની પૂજા કરો. ૧. આત્મગુણના અક્ષયરૂપને સુવાસિત કરનાર, આત્મગુણનો ઘાત કરનાર એવા મળ (કર્મ) ને દૂર કરનાર, નિર્મળ બોધવાળા અને અનંતસુખસ્વરૂપ એવા સહજ સિદ્ધના તેજને હું પૂછું છું. ' મંત્રનો અર્થ- પ્રથમ પૂજા પ્રમાણે કરવો. ફકત એટલું ફેરવવું કે અમે ધૂપથી પૂજા કરીએ છીએ. દુહાનો અર્થ જ્ઞાનાવરણકર્મરૂપ અધંકારને દૂર કરવા માટે પ્રભુજીની પાસે દીપકમાળ કરવી તે જ્યોતિને બીજી જ્યોતિ સાથે મેળવી દેવી કે જેથી વિશેષ વિશાળ જ્ઞાન પ્રાપ્ત થાય. Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ શ્રી પૂજા સંગ્રહ સાથે ઢાળ જગદીપકની આગળ રે, દીપકનો ઉદ્યોત; કરતાં પૂજા પાંચમી રે, ભાવદીપકની જ્યોત, હો જિનજી! તેજે તરણિથી વડો રે, દોય શિખાનો દીવડો રે, ઝળકે કેવળ જ્યોત. ૧. છેદસૂત્ર જિન ભાખિયા રે, નિશીથ ધુર સિદ્ધાંત; આલોયણ મુનિરાજની રે, ધારે ગંભીરવંત. હો જિ૦ ૨ જિતકલ્પમાં સેવતાં રે, ચરણ કરણ અણગાર; પંચકલ્પ છેદે ભણ્યા રે, પંચ ભલા વ્યવહાર, હો જિ૦ ૩ ઢાળનો અર્થ- જગદીપક એવા પરમાત્માની આગળ દીપકનો ઉદ્યોત કરવો. એ પ્રમાણે પાંચમી પૂજા કરતાં ભાવદીપક-જ્ઞાનની જ્યોત પ્રગટે છે. તે જ્ઞાનદીપક તેજવડે કરીને સૂર્ય કરતાં પણ મોટો છે. તેને જ્ઞાન-દર્શનરૂપ બે શિખાઓ છે. કેવળજ્ઞાન અને કેવળદર્શનરૂપ બે જ્યોતિથી તે ઝળકી રહ્યો છે. ૧. જિનેશ્વર ભગવંતે છ છેદસૂત્રો કહ્યાં છે. તેમાં નિશીથ નામે પ્રથમ સિદ્ધાંત-સૂત્ર છે. આ સૂત્રમાં સાધુ જીવનને લગતી બારીક માહિતી સાથે પાંચ આચારોમાં લાગેલ કે લાગી જતા દોષોની આલોચના-પ્રાયશ્ચિત્તવિધિનું વર્ણન આપેલ છે. તેને ગાંભીર્ય ગુણયુક્ત મુનિમહાત્માએ ધારણ કરી રાખવા યોગ્ય છે. ૨ - જિતકલ્પ નામે બીજા છેદસૂત્રમાં જેનું અણગાર-મુનિરાજ નિરંતર આરાધન કરે છે તે ચરણસિત્તરી અને કરણસિત્તરીનું વર્ણન આપેલ છે. ત્રીજા પંચકલ્પ નામના છેદસૂત્રમાં પાંચ પ્રકારના વ્યવહાર (૧. આગમવ્યવહાર, ૨ શ્રુતવ્યવહાર, ૩ આશાવ્યવહાર, ૪ ધારણાવ્યવહાર અને ૫ જિતવ્યવહાર) બતાવ્યા છે. ૩ Page #282 -------------------------------------------------------------------------- ________________ પીસ્તાલીશ આગમની પૂજા ૨૮૧ વ્યવહાર છેદે દાખિયા રે, ઉત્સર્ગ ને અપવાદ; દશાકલ્પમાં દશ દશા રે, ઉપદેશ્યો અપ્રમાદ. હો જિ૦ ૪ છેદ મહાનિશીથમાં રે, ભાખે જગતનો નાથ; ઉપધાનાદિ આચારની રે, વાત ગીતારથ હાથ. હો જિ૦ ૫ ધર્મ તીર્થ મુનિ વંદના રે, વરતે શ્રુત આધાર; શાસન શ્રી શુભવીરનું રે, એકવીસ વરસ હજાર. હો જિ૦ ૬ શ્રુત જ્ઞાનાવરણીતણો, તું પ્રભુ ટાળણહાર; ક્ષણમેં શ્રુતકેવળી કર્યા, દેઈ ત્રિપદી ગણધાર. ૧. ચોથા વ્યવહાર નામે છેદસૂત્રમાં સાધુ જીવનને લગતા ઉત્સર્ગ અને અપવાદ માર્ગો બતાવવા પૂર્વક સંયમજીવનમાં લાગતા દોષોનું પ્રાયશ્ચિત્ત કઈ રીતે આપવું તે જણાવેલ છે. પાંચમા દશાશ્રુતસ્કંધ નામના છેદસૂત્રમાં મુનિઓની દશ દશા બતાવી છે અને અપ્રમાદી રહેવાનો ઉપદેશ આપ્યો છે. (પર્યુષણ પર્વમાં વંચાતું કલ્પસૂત્ર એ દશાશ્રુત સ્કંધ સૂત્રનું આઠમું અધ્યયન છે.) ૪ શ્રી મહાનિશીથ નામના છેદસૂત્રમાં જગતના નાથ પરમાત્માએ ઉપધાન વગેરે આચારની વિધિઓ બતાવી છે. તેનું રહસ્ય ગીતાર્થ પુરુષોના હાથમાં છે-ગીતાર્થ જ તે જાણી શકે છે. ૫ ધર્મ, તીર્થ ને મુનિરાજને વંદના વગેરે શ્રુતના આધારે જ વર્તે છે. એ શ્રુતના આલંબનથી શ્રી શુભવીર પરમાત્માનું શાસન એકવીશ હજાર વર્ષ સુધી રહેવાનું છે. ૬ દુહાનો અર્થ- હે પ્રભુ ! તમે શ્રુતજ્ઞાનાવરણીયકર્મને ટાળનાર છો, તમે ત્રણ પદ આપીને ગણધરોને ક્ષણમાત્રમાં શ્રુતકેવળી કર્યા છે. Page #283 -------------------------------------------------------------------------- ________________ શ્રી પૂજા સંગ્રહ સાર્થ ગીત ધન ધન શ્રી અરિહંત ને રે, જેણે ઓળખાવ્યો લોક સલુણા; તે પ્રભુની પૂજા વિના રે, જનમ ગુમાવ્યો ફોક સલુણા. ૧ જેમ જેમ અરિહા સેવીએ રે, તેમ તેમ પ્રગટે જ્ઞાન સલુણા; જ્ઞાનીના બહુમાનથી રે, જ્ઞાનતણા બહુમાન સલુણા. ૨ જ્ઞાન વિના આડંબરી રે, પામે જગ અપમાન સલુણા; કપટક્રિયા જનરંજની રે, મૌનવૃત્તિ બગધ્યાન સલુણા. ૩ મત્સરી ખરમુખ ઉજળે રે, કરતા ઉગ્નવિહાર સલુણા; પાપશ્રમણ કરી દાખિયા રે, ઉત્તરાધ્યયન મોઝાર સલુણા. ૪ જ્ઞાન વિના મુક્તિ નહીં રે, કિરિયા જ્ઞાનીને પાસ સલુણા; શ્રી શુભવીરની વાણીએ રે, શિવકમળા ઘરવાસ સલુણા૦ ૫ ૨૮૨ ગીતનો અર્થ- જેમણે આ લોકનું સ્વરૂપ ઓળખાવ્યું છે તે શ્રી અરિહંત પરમાત્માને ધન્ય છે-ધન્ય છે. તે પરમાત્માની પૂજા-સેવા વિના મારો જન્મ મેં ફોગટ ગુમાવ્યો-પસાર કર્યો. ૧. અરિહંત પરમાત્માની જેમ જેમ સેવા પૂજા કરીએ છીએ તેમ તેમ જ્ઞાન પ્રગટ થાય છે. જ્ઞાની આત્માઓનું બહુમાન કરવાથી જ્ઞાનનું બહુમાન થાય છે. ૨ જ્ઞાન વિના જેઓ ફોગટ આડંબર કરે છે તે જગતમાં અપમાન પામે છે. જ્ઞાન વિનાના તેઓ લોકોને ખુશ કરવા જે ક્રિયા કરે છે તે પણ કપટક્રિયા છે અને તેવા જીવોની મૌનવૃત્તિ પણ બગલાના ધ્યાન જેવી છે. જે મુનિઓ અન્ય પ્રત્યે મત્સરી-ઇર્ષ્યાવાળા છે તે ખર-ગધેડા જેવા છે. છતાં ઉજળું મુખ રાખીને ઉગ્ર વિહાર પણ કરે છે, પરંતુ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં તેમને પાપશ્રમણ તરીકે ઓળખાવ્યા છે. ૪ જ્ઞાન વિના મુક્તિ થતી નથી અને ક્રિય તો જ્ઞાનીની પાસે Page #284 -------------------------------------------------------------------------- ________________ પીસ્તાલીશ આગમની પૂજા ૨૮૩ કાવ્ય અને મંત્ર ભવતિદીપશિખાપરિમોચન,ત્રિભુવનેશ્વરસક્વનિ શોભન; સ્વતનુકાંતિકર તિમિર હરે, જગતિ મંગલકારણમાતરમ્. ૧. શુચિમનાત્મચિદુજ્વલદીપકે જ્વલિત પાપપતંગસમૂહ ; સ્વકપદે વિમલ પરિલભિરે, સહજસિદ્ધમાં પરિપૂજયે. ૨. ૐ હ શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારાય શ્રીમતે વીરજિનેન્દ્રાય દીપ યજામહે સ્વાહા. રહેલી હોય છે. જેઓ શ્રી શુભવીર પરમાત્માની વાણી પ્રમાણે વર્તન કરે છે, તેમનો વાસ શિવલક્ષ્મીના ઘરમાં થાય છે. અર્થાત્ તેઓ મોક્ષસુખ મેળવે છે. ૫. કાવ્યનો અર્થ- ત્રણ ભુવનના સ્વામી શ્રી પરમાત્માના ચૈત્યમાં દીપકની શિખા મૂકવી તે મનોહર છે, પોતાના શરીરની કાંતિને વધારનાર છે, અજ્ઞાનરૂપી અંધકારને હરણ કરનાર છે અને જગતના જીવોને આંતરિક મંગળના કારણ રૂપ છે. ૧. - પવિત્ર મનને વિષે રહેલા આત્મજ્ઞાનરૂપી દીપક વડે પાપરૂપી પતંગના સમૂહો બળી જવાથી નિર્મળ આત્મપદ-મોક્ષ જેમણે પ્રાપ્ત કર્યું છે તે સહજ સિદ્ધના તેજને હું પૂજાં છું. ૨ મંત્રનો અર્થ- પ્રથમ પૂજાને અંતે આપેલ છે, તે મુજબ જાણવો. તેમાં ફક્ત એટલું ફેરવવું કે અમે દીપક વડે પૂજા કરીએ છીએ. Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ શ્રી પૂજા સંગ્રહ સાથે છઠ્ઠી અક્ષત પૂજા દુહો ચરમ સમય દુષ્પસહ લગે, વરતે શ્રુત અવિચ્છેદ; મૂળ સૂત્ર તેણે ભાખિયાં, તે કહેશું ચઉ ભેદ. ૧. ઢાળ જિનરાજની પૂજા કીજીએ. (એ આંકણી) જિનપડિમા આગે પ્રભુ રાગે, અક્ષત પૂજા કીજીએ; અક્ષતપદ અભિલાષ ધરીને, આગમનો રસ પીજીએ. જિન૦ ૧. પ્રભુ પડિમા દેખી પ્રતિબદ્ધા, પૂરવથી ઉદ્ધરીજીએ; દશવૈકાલિક દશ અધ્યયને, મનકમુનિ હિત કીજીએ. જિન) ૨. દુહાનો અર્થ- આ પાંચમા આરાના છેડે શ્રી દુપ્પસહ નામના છેલ્લા આચાર્ય થશે ત્યાં સુધી શ્રી શ્રુત અવિચ્છિન્નપણે વર્તશે તેથી તેને મૂળસૂત્ર કહ્યાં છે. તેના ચાર ભેદ હવે કહીશું.૧ ઢાળનો અર્થ- હે ભવ્યાત્માઓ ! શ્રી જિનરાજની પૂજા કરીએ. જિનરાજની પ્રતિમાની આગળ ભક્તિ રાગપૂર્વક અક્ષતપૂજા કરીએ. અને તે પૂજા વડે અક્ષતપદ-મોક્ષપદનો અભિલાષ કરીને આગમના રસનું શ્રવણ કરવા દ્વારા પાન કરીએ. જેઓ યજ્ઞસ્તંભની નીચે રાખેલી પ્રભુની પ્રતિમા દેખીને પ્રતિબોધ પામ્યા હતા તે શ્રી શય્યભવસૂરિએ પોતાના પુત્ર બાળમુનિ મનકમુનિનું અલ્પાયુષ જાણી તેના હિત માટે પૂર્વમાંથી ઉદ્ધરીને જે બનાવ્યું તે દશવૈકાલિક નામનું મૂળસૂત્ર દશ અધ્યયનવાળું છે. ૨ બીજાં ઉત્તરાધ્યયન નામનું આગમ મૂળસૂત્રમાં ગણાય છે. આ સૂત્ર શ્રી વીર પરમાત્માએ ભવને અંતે અપાપાનગરીમાં Page #286 -------------------------------------------------------------------------- ________________ પીસ્તાલીશ આગમની પૂજા ૨૮૫ ઉત્તરાધ્યયન તે બીજું આગમ, મૂળ સૂત્રમાં ગણીજીએ; અધ્યયનના છત્રીસ રસાળા, સદ્ગુરુ સંગે સુણીજીએ. જિન) ૩. સોળ પ્રહરની દેશના દેતાં, ચતુર ચકોરા રીઝીએ; શ્રી શુભવીર જિનેશ્વર આગમ, અમૃતનો રસ પીજીએ. જિન૦ ૪. જ્ઞાન ઉદય કરવા ભણી, તપ કરતા જિન દેવ; જ્ઞાનનિધિ પ્રગટે તદા, સમવસરણ સુર સેવ. ૧ ગીત આગમ છે અવિકારા, જિનંદા ! તેરા આગમ છે અવિકારા. જ્ઞાનજ્યોતિ પ્રગટે ઘટમાંહી, જિમ રવિકિરણ હજારા; જિ0 હસ્તિપાળરાજાની સભામાં સોળ પહોર પર્યત અખંડ દેશના આપતાં કહ્યું છે. તેના સુંદર રસવાળા છત્રીશ અધ્યયનો છે. તેને સદ્ગુરુ પાસે સાંભળવાથી ચતુર મનુષ્યરૂપ ચકોર પક્ષીઓ આનંદ પામે છે. આ રીતે શ્રી શુભવીર જિનેશ્વરના આગમરૂપ અમૃતના રસનું પાન કરીએ. દુહાનો અર્થ- કેવળજ્ઞાનનો ઉદય કરવા માટે શ્રી તીર્થકર દેવ તપ કરે છે અને જ્યારે કેવળજ્ઞાનરૂપ નિધાન પ્રગટ થાય છે ત્યારે દેવો સમવસરણ રચીને પ્રભુની સેવા કરે છે. ૧. ગીતનો અર્થ- હે જિસેંદ્ર ! આપનું આગમ અવિકારી છે-દોષ રહિત છે. એ આગમના અભ્યાસથી હજાર કિરણવાળા સૂર્યની જેમ ઘટમાં-આત્મામાં જ્ઞાનજ્યોતિ પ્રગટે છે. જ્ઞાનરૂપ સૂર્યનો ઉદય થવાથી મિથ્યાત્વીઓના દુર્નયથી ભરેલા એકાંતનની પ્રરૂપણા કરનારાં વિકારવાળાં-દોષવાળાં શાસ્ત્રો તગતગતા તારાની જેમ અદશ્ય થઈ જાય Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ શ્રી પૂજા સંગ્રહ સાથે મિથ્યાત્વી દુર્નય સવિકારા, તગતગતા નહીં તારા. જિ૦ ૧. ત્રીજું ઓઘનિર્યુક્તિ વખાણ્યું, મુનિવરના આચારા; જિ. ચોથું આવશ્યક અનુસરતાં, કેવળી ચંદનબાળા. જિ૦ ૨. અલ્પાગમ તપ કલેશ તે જાણો, બોલે ઉપદેશમાળા; જિ. જ્ઞાનભક્તિ જિનપદ નિપજાવે, નામે જયંત ભૂપાળા. જિ૦ ૩. સાયરમાં મીઠી મહેરાવલ, શૃંગીમસ્ય આહારા; જિ0 શરણવિહીણા દીના મીના, ઓર તે સાયર ખારા. જિ૦ ૪. છે–દેખાતાં નથી. ૧. ત્રીજાં ઘનિર્યુક્તિ નામનું મૂળ સૂત્ર છે. જેમાં સંયમને ઉપયોગી નાના-મોટા અનેક પ્રકારના મુનિવરના આચારો બતાવ્યા છે. (આ સૂત્ર ચરમ શ્રુતકેવળી શ્રી ભદ્રબાહુસ્વામીજીએ મુમુક્ષુ આત્માઓના કલ્યાણ માટે ચૌદપૂર્વમાંથી સંકલિત કરેલ છે.) ચોથું આવશ્યક નામનું મૂળસૂત્ર છે. આમાં છ આવશ્યકો (સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદનક, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન)નું સ્વરૂપ આપવામાં આવે છે. તે આવશ્યકને (ચોથા પ્રતિક્રમણ આવશ્યકને) અનુસરવાથી ચંદનબાળા સાધ્વીજી કેવળજ્ઞાન પામ્યા છે. ૨ શ્રી ઉપદેશમાળામાં કહ્યું છે કે-અલ્પજ્ઞ મનુષ્ય જે તપ કરે તે કલેશરૂપ જાણો. જ્ઞાનની ભક્તિ કરવાથી શ્રી જયંત રાજાએ જિનપદતીર્થંકરપદને પ્રાપ્ત કર્યું છે. ૩ સમુદ્રમાં રહ્યાં છતાં પણ શૃંગીમસ્ય મીઠી મહેરાવળનું મીઠું પાણી પીએ છે. અને શરણ વગરના દીન એવા બીજા મલ્યો ખારું પાણી પીએ છે. (તેમ જ્ઞાની આત્માઓ સંસારમાં રહેવા છતાં જ્ઞાનના યોગે જ્ઞાનરસરૂપ મીઠા પાણીનો આસ્વાદ કરે છે અને અજ્ઞાની જીવો અજ્ઞાનના યોગે મિથ્યાત્વાદિથી દૂષિત ખારા પાણીનું પાન કરે છે.) ૪ Page #288 -------------------------------------------------------------------------- ________________ પીસ્તાલીશ આગમની પૂજા ૨૮૭ પંચમકાળ ફણિ વિષજ્વાળા, મંત્રમણિ વિષહારા; જિ0 શ્રી શુભવીર જિનેશ્વર આગમ, જિનપડિમા જયકારા. જિ૦ ૫. કાવ્ય તથા મંત્ર ક્ષિતિતલેક્ષતશર્મનિદાન, ગણિવરસ્ય પુરોક્ષતામંડલમ; ક્ષત વિનિર્મિતદેહનિવારણ, ભવપયોધિસમુદ્ધરણોદ્યતન્. ૧. સહજભાવસુનિર્મલતંડુલૈ-વિપુલદોષવિશોધકમંગલે; અનુપરાધબોધવિધાયક, સહજસિદ્ધમહં પરિપૂજયે. ૨. ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય અક્ષત યજામહે સ્વાહા. - આ પાંચમો આરો સર્પના મુખમાં રહેલી વિષની જ્વાળા સરખો છો. પરંતુ તેના વિષને દૂર કરનાર મણિ ને મંત્રોની જેમ જિનેશ્વર ભગવંતના આગમો છે. શ્રી શુભવીર પરમાત્માએ કહેલા આગમો અને જિનેશ્વરની પ્રતિમા જયવંતા વર્તે છે. અર્થાત્ આ પંચમકાળમાં શ્રી જિનમૂર્તિ અને જિનાગમ એ બે વસ્તુ આધારરૂપ છે. ૫ કાવ્યનો અર્થ - ગણિવર એટલે ગણધરોના ગુરુ શ્રી અરિહંત પરમાત્માની આગળ કરેલું અક્ષતોનું મંડલ પૃથ્વીતલને વિષે અક્ષયસુખનું કારણ છે. ક્ષત એટલે નાશવંત એવાં કર્મો વડે બનાવેલા દેહનો નાશ કરનારું છે અને સંસારસમુદ્રથી ઉદ્ધાર કરવામાં ઉદ્યમવંત છે. ૧. અનુપરાધ એટલે અટકાયત વિનાના સર્બોધન કરનાર સહજ સિદ્ધના તેજને-જ્ઞાનતેજોમય એવા સિદ્ધ પરમાત્માને હું મોટા દોષને શુદ્ધ કરનાર, મંગળરૂપ અને સહજભાવરૂપ નિર્મળ અક્ષતો વડે પૂજું છું. ૨ મંત્રનો અર્થ - પ્રથમ પૂજાને અંતે આપેલ છે, તે મુજબ જાણવો ફક્ત એટલું ફેરવવું કે-અમે અક્ષત વડે પૂજા કરીએ છીએ. Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ શ્રી પૂજા સંગ્રહ સાથે સાતમી નૈવેદ્યપૂજા નૈવેદ્ય પૂજા સાતમી, સાત ગતિ અપાર; સાત રાજ ઉરધ જઇ, વરીએ પદ અણાહાર. ૧. નિત્ય જિનવર મંદિર જઇએ, એવા મિઠાઇ થાળમાં લઇએ, નૈવેદ્યની પૂજા કરીએ, તેમ જ્ઞાનની આગળ ધરીએ રે; શ્રુત આગમ સુંદર સેવો, મનમંદિર આગળ દીવો રે. કૃ૦ ૧. પહેલું અનુયોગદુવારે, સાતે નય ભંગ પ્રકારે; નિપાની રચના સારી, ગીતારથ વચને ધારી રે. શ્રુo ૨. દુહાનો અર્થ - સાતમી નૈવેદ્યપૂજા એ "સાત ગતિને દૂર કરનાર છે. તે પૂજા કરવાથી સાત રાજ ઊંચા જઈ અણાહારીપદમોક્ષપદને વરીએ-પ્રાપ્ત કરીએ. ૧. ઢાળનો અર્થ - હે ભવ્યાત્મા ! હંમેશાં શ્રી જિનેશ્વર પ્રભુના મંદિરે જઇ. એવામીઠાઈ થાળમાં ભરીને લઈ જઈએ. તે નૈવેદ્યપ્રભુની પાસે ધરીને નૈવેદ્યપૂજા કરીએ. એ જ પ્રમાણે જ્ઞાનની આગળ પણ નૈવેદ્ય ધરીએ. એવી રીતે શ્રુતજ્ઞાન અપાવનાર આગમની સુંદર પ્રકારે સેવા કરો જેથી મનરૂપ મંદિરમાં શ્રુતજ્ઞાનરૂપ દીપક પ્રગટ થાય. ૧. હવે છેલ્લાં બે સૂત્રનાં નામ કહે છે. તેમાં પહેલું શ્રી અનુયોગદ્વારસૂત્ર છે તેમાં સપ્તનય અને સપ્તભંગી વગેરે પ્રકારો બતાવ્યા ૧. દેવ-દેવી, મનુષ્ય-મનુષ્યની સ્ત્રી, તિર્યંચ-તિર્યંચની સ્ત્રી અને નારકી એમ સંસારની સાત ગતિ જાણવી. Page #290 -------------------------------------------------------------------------- ________________ પીસ્તાલીશ આગમની પૂજા બીજાં શ્રુત નંદી વંદી, સુણતાં દિલ હોય આનંદી; સવિ સૂત્ર તણો સરવાયો, જલ્પે ત્રિશલાનો જાયો રે. શ્રુ૦ ૩. મતિ આદિ પંચ પ્રકાર, ભાખ્યા છે જ્ઞાન અધિકાર; બહુલાં દૃષ્ટાંત દેખાવી, શુભવીરે રીત ઓળખાવી રે. શ્રુ૦ ૪. દુહો એ પીસ્તાલીશ વરણવ્યા, આગમ જિનમતમાંહી; મનુષ્યજન્મ પામી કરી, ભક્તિ કરો ઉચ્છાંહી. ૧. ૨૮૯ છે. તેમાં નિક્ષેપોની રચના પણ બહુ સારી રીતે કરી છે. તે ગીતાર્થ ગુરુઓના વચને તેમની પાસે સાંભળીને સમજીને ધારવા લાયક છે. ૨ બીજું સુત્ર નંદીસૂત્ર છે. તેને વંદના કરીએ. તે સૂત્ર સાંભળવાથી દિલમાં આનંદ થાય છે. આ સૂત્ર સર્વ સૂત્રનો સરવાળો છે- સ૨વૈયું છે. એમ ત્રિશલામાતાના પુત્ર શ્રી વીર પરમાત્મા કહે છે. આ નંદીસૂત્રમાં મતિજ્ઞાન આદિ પાંચેય જ્ઞાનનો અધિકાર વિસ્તારથી આપેલો છે. ઔત્પાતિકી આદિ બુદ્ધિ ઉપર અનેક દૃષ્ટાંતો આપી શુભવીર પરમાત્માએ જ્ઞાનની રીત ઓળખાવી છે. ૩-૪ શ્રી જિનેશ્વરના દર્શનમાં આ રીતે પીસ્તાળીશ આગમો વર્ણવ્યા છે. હે ભવ્યાત્માઓ ! મનુષ્યજન્મ પામીને તે આગમોની ભક્તિ ઉત્સાહપૂર્વક કરો. ૧. ૧. પીસ્તાલીશ આગમોનાં નામ નીચે પ્રમાણે છે ૧૧-અંગ : ૧. આચારાંગ, ૨ સૂત્રકૃતાંગ, ૩ ઠાણાંગ, ૪ સમવાયાંગ, પ વિવાહપ્રજ્ઞપ્તિ, ૬ જ્ઞાતાધર્મકથા, ૭ ઉપાસકદશાંગ, ૮ અંતકૃશાંગ, ૯ અનુત્તરૌપપાતિકદશાંગ, ૧૦ પ્રશ્નવ્યાકરણ, ૧૧ વિપાકસૂત્ર. ૧૯ Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૯) શ્રી પૂજા સંગ્રહ સાથે ગીત આગમની આશાતના નવિ કરીએ, નવિ કરીએ રે નવિ કરીએ; શ્રુતભક્તિ સદા અનુસરીએ, શક્તિ અનુસાર આગમની ૧. જ્ઞાનવિરાધકપ્રાણીઆમતિહીનાતે તો પરભવ દુઃખીઆદીના; ભરે પેટ તે પર આધીના, નીચ કુળ અવતાર. આ૦ ૨ ગીતનો અર્થ હે ભવ્ય જીવો!આગમની આશાતના ન કરીએ. ક્યારે પણ ન કરીએ. શ્રુતજ્ઞાનની ભક્તિ હંમેશાં પોતાની શક્તિ પ્રમાણે કરીએ. ૧ જ્ઞાનની વિરાધના કરનારા પ્રાણીઓ મતિહીન-બુદ્ધિ વગરના થાયછે, પરભવમાં તે દુ:ખીઆ અને દીન-ગરીબથાય છે. તેઓ પરાધીનપણે પેટ ભરે છે અને નીચકુળમાં અવતાર પામે છે, વળી તેઓ આંધળા, લુલા, પાંગળા, રોગી શરીરવાળા, જન્મતાંની સાથે જ માતાના વિયોગવાળા, ઘણા સંતાપવાળા, શોકને ધારણ કરનારા અને જોગટા જેવા થાય છે, તેમજ ૧૨. ઉપાંગ : ૧. ઔપપાતિક, ૨ રાજપ્રશ્રેણિક, ૩ જીવાભિગમ, ૪ પ્રજ્ઞાપના, ૫ જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ, ૬ સૂર્યપ્રજ્ઞપ્તિ, ૭ ચંદ્રપ્રજ્ઞપ્તિ, ૮ થી ૧૨ નિરયાવલિકા (૧. કપ્પિયા, ૨ કપ્પવર્ડસિયા, ૩ પુફિયા, ૪ પુફવડસિયા, ૫ વદ્વિદશા) ૧૦-૫યના : ૧. ચઉસરણ, ર આઉરપચ્ચક્ખાણ, ૩ ભક્તપરિજ્ઞા, ૪ સંસ્મારક, ૫ તંદુલયાલય, ૬ ચંદાવિજ્જ, ૭ દેવિંદથુઇ, ૮ માણસમાધિ, ૯ મહાપચ્ચકખાણ, ૧૦ ગણિવિજ્જા. ૬-છેદસૂત્રો ઃ ૧. જિતકલ્પ, ૨ મહાકલ્પ, ૩ વ્યવહાર, ૪ દશાકલ્પ, ૫ નિશીથ, ૬ મહાનિશીય. ૪-મૂળસૂત્રો ઃ ૧. દશવૈકાલિક, ૨ ઉત્તરાધ્યયન, ૩ આવશ્યક, ૪ ઓઘનિર્યુક્તિ. ર-સૂત્રો ઃ ૧. નંદીસૂત્ર, ૨ અનુયોગદ્વારસૂત્ર. . Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૯૧ પીસ્તાલીશ આગમની પૂજા અંધા લુલા પાંગુલા પિંડ રોગી, જગ્યાને માતવિયોગી; સંતાપ ઘણો ને શોગી, યોગી અવતાર. આ૦ ૩ મુંગા ને વળી બોબડા ધનહીના, પ્રિયા પુત્ર વિયોગે લીના; મૂરખ અવિવે કે ભીના, જાણે રણનું રોઝ. આ૦ ૪ જ્ઞાનતણી આશાતના કરી દૂરે, જિનભક્તિ કરો ભરપૂરે; રહો શ્રી શુભવીર હજીરે, સુખમાંહે મગન. આ૦ ૫ કાવ્ય તથા મંત્ર અનશને તુ મમાસ્વિતિ બુદ્ધિના, રુચિરભોજનસંચિતભોજન પ્રતિદિન વિધિના જિનમંદિરે, શુભમતે બત ઢૌકય ચેતસા. ૧. જ્ઞાનના વિરાધક જીવો મુંગા, બોબડા અને નિર્ધન થાય છે. સ્ત્રી અને પુત્રના વિયોગવાળા થાય છે. મૂર્ણપણું પામે છે, અવિવેકી થાય છે; જાણે રણમાં ફરતું રોઝ હોય તેમ ભાન વગરના થાય છે. ૨-૩-૪ જ્ઞાનની આશાતના દૂર કરી ભરપૂર રીતે શ્રી જિનેશ્વરની ભક્તિ કરો, શ્રી શુભવીર પરમાત્માની હજારમાં-મોક્ષમાં અનંતસુખમાં મગ્ન થઈને રહો. ૫ કાવ્યનો અર્થ - મને અણાહારી પદ પ્રાપ્ત થાઓ એ પ્રમાણે બુદ્ધિ વડેન્યાયદ્રવ્ય વડે બનાવેલ ભોજનને હંમેશાં વિધિપૂર્વક જિનમંદિરને વિષે હે શુભમતિ ! તું શુદ્ધ ચિત્તથી મૂક. ૧. કુમતના બોધનો વિરોધ જણાવનાર, જન્મ-જરા-મરણનો નાશ કરનાર એવા સમસ્ત અશનીવડે-નૈવેદ્યોવડે ઘણા આત્મ ગુણ સ્થાનરૂપ સિદ્ધના સ્વાભાવિક તેજને-જ્ઞાનમય સિદ્ધ ભગવંતોને હું પૂજાં છું. ૨ મંત્રનો અર્થ - પ્રથમ પૂજા પ્રમાણે જાણવો તેમાં એટલું ફેરવવું કે-અમે નૈવેદ્યવડે પૂજા કરીએ છીએ. Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ શ્રી પૂજા સંગ્રહ સાથે કુમતબોધવિરોધ નિવેદકૈ- ર્વિહિત જાતિજરામરણાંતકે ; નિરશનૈઃ પ્રચુરાત્મગુણાલય, સહજસિદ્ધમતું પરિપૂજયે. ૨. ૐ હ શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય નૈવેદ્ય યજામહે સ્વાહા. આઠમી ફળપૂજા દુહો જ્ઞાનાચારે વરતતાં, જ્ઞાન લહે નરનાર; જિન આગમને પૂજતાં, ફળથી ફળ નિરધાર. ૧. ઢાળ હો સાહિબજી!પરમાતમ પૂજાનું ફળ મુને આપો, હો સાહિબજી ! લાખેણી પૂજા રે શું ફળ નાપો. : દુહાનો અર્થ – જ્ઞાનાચારમાં વર્તતા સ્ત્રી-પુરુષો જ્ઞાન મેળવે છે. શ્રી જિનને અને આગમને ફળવડે પૂજા કરવાથી અવશ્ય સ્વર્ગમોક્ષરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. ૧. ઢાળનો અર્થ - હે સાહેબ ! મને પરમાત્માની પૂજાનું ફળ આપો, હે સાહેબ! મેં લાખેણી પૂજા કરી છે, તો તેનું ફળ કેમ આપતા નથી ? હે પ્રભુ ! હું ઉત્તમોત્તમ ફળ લાવું, અરિહંત એવા આપની પાસે મૂકું, આગમમાં કહેલી વિધિ પ્રમાણે આપની પૂજા રચાવું અને આપની આગળ ઉભો રહી ભાવના ભાવું. ૧. શ્રી જિનેશ્વર, તેમની પ્રતિમા અને આગમ એ ત્રણેની એકરૂપે સેવા કરવાથી સંસારરૂપ કૂવામાં પડવું પડતું નથી. તેની આરાધનાનાં Page #294 -------------------------------------------------------------------------- ________________ પીસ્તાલીશ આગમની પૂજા ૨૯૩ “ ઉત્તમ ઉત્તમ હું ફળ લાવું, અરિહાની આગળ મૂકાવું; આગમવિધિ પૂજા વિરચાવું, ઉભો રહીને ભાવના ભાવું. હો સાહિબજી૦ ૧. જિનવર જિનઆગમ એકરૂપે, સેવંતા ન પડો ભવ; આરાધન ફળ એહનાં કહીએ, આ ભવમાંહે સુખીયા થઇએ. ન હો સાહિબજી ! ૨. પરભવ સુરલોકે તે જાવે, ઇંદ્રાદિક અપછર સુખ પાવે; તિહાં પણ જિનપૂજા વિરચાવે, ઉત્તમકુળમાં જઇ ઉપજાવે. હો સાહિબજી !૦ ૩. તિહાં રાજઋદ્ધિ પરિકર રંગે, આગમ સુણતાં સદ્ગુરુ સંગે; આગમશું રાગ વળી ધરતા, જિનઆગમની પૂજા કરતા. હો સાહિબજી ! ૪. જય સરલોકે તે જા, ઉત્તમકુળમાં જ 10 ૩. ફળ હવે કહે છે. આગમની આરાધના કરવાથી આ ભવમાં સુખી થઈએ. પરભવમાં-આગામી ભવમાં જીવ દેવલોક જાય અને ત્યાં ઇંદ્રાદિકપણે પામીને અપ્સરાઓ સાથે સુખ પામે. ત્યાં પણ શ્રી જિનેશ્વરની પૂજાઓ કરી-કરાવીને મનુષ્યલોકમાં ઉત્તમકુળમાં ઉપજે છે. ૨-૩ ત્યાં રાજઋદ્ધિને સારો પરિવાર પામે. સદ્ગુરુ પાસે આગમ સાંભળે, તેમજ આગમ ઉપર પ્રેમ ધારણ કરી શ્રી જિન અને જિનાગમની પૂજા કરે. સિદ્ધાંત-શાસ્ત્રો લખાવી તેની પૂજા કરે, જેથી તેના જ્ઞાનાવરણીય વિગેરે કર્મો ધ્રુજે. અનુક્રમે ચારિત્રધર્મનો સ્વીકાર કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરે, આ બધું જો વિસામાના સ્થાનરૂપ શ્રી શુભવીર પરમાત્મા મળે તો પ્રાપ્ત થાય ૪-૫ Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ શ્રી પૂજા સંગ્રહ સાથે સિદ્ધાંત લખાવીને પૂજે, તેથી કર્મ સકળ દૂરે ધ્રુજે; લહે કેવળ ચરણધર્મ પામી, શુભવીર મળે જો વિશરામી. હો સાહિબજી ! ૫. દુહો કેવળનાણ લહી કરી, પામી અંતર ઝાણ; શૈલેશીકરણે કરી, પામે અવિચળ ઠાણ. ૧. ગીત નિત નિત સિદ્ધ ભજો ભવિ ભાવે, રૂપાતીત જે સહજસ્વભાવે. નિત નિત) જ્ઞાન ને દર્શન દોય વિલાસી, સાકાર ઉપયોગે શિવ જાવે. નિત નિત) ૧. કર્મ વિયોગી અયોગી કરે, ચરમ સમય એક સમય સિધાવે; નિતo દુહાનો અર્થ - જીવ કેવળજ્ઞાન પામી, સ્થાનાંતરદશાને મેળવી શૈલેશીકરણ કરીને અવિચળ સ્થાન-મોક્ષસ્થાન પામે. ૧. ગીતનો અર્થ - હે ભવ્યજીવો ! તમે ભાવપૂર્વક હંમેશાં સિદ્ધ ભગવંતોને ભજો કે જેઓ રૂપાતીતપણાને પામ્યા છે અને સહજસ્વભાવી થયા છે. તેઓ કેવળજ્ઞાન અને કેવળદર્શન એ બે ઉપયોગમાં વિલાસ કરનાર છે અને સાકાર ઉપયોગ (જ્ઞાનોપયોગ) વર્તતા મોક્ષને પામેલા છે. ૧. અયોગી ગુણસ્થાનના છેલ્લા સમયે સર્વ કર્મનો વિયોગ કરી તે જ સમયે સિદ્ધિસ્થાને આત્મા પહોંચી જાય છે, એમ Page #296 -------------------------------------------------------------------------- ________________ પીસ્તાલીશ આગમની પૂજા નિશ્ચયનયવાદી એમ બોલે; વ્યવહારે સમયાંતર લાવે. નિત૦ ૨ અગુરુલઘુ અવગાહનારૂપે, એક અવગાહે અનંત વસાવે; નિત૦ ફરસિત દેશ પ્રદેશ અસંખા, સુંદર જ્યોતસે જ્યોત મિલાવે, નિત૦ ૩. આધિ વ્યાધિ વિઘટી ભવ કેરી, ગર્ભાવાસતણાં દુઃખ નાવે; નિત૦ એક પ્રદેશમાં સુખ અનંતું, તે પણ લોકાકાશે ન માવે. નિત૦ ૪. નિશ્ચયનયવાદી કહે છે. વ્યવહાર નયવાળા સમયાંતર એટલે આ ભવના ચરમ સમયની પછીના સમયે આત્મા સિદ્ધિસ્થાનમાં પહોંચે છે તેમ કહે છે. ર ૨૯૫ સિદ્ધ પરમાત્માની અગુરુલઘુ અવગાહના હોય છે. એક સરખી અવગાહનામાં અનંત સિદ્ધાત્માઓ ત્યાં વસેલા છે. ત્યાં દેશ-પ્રદેશને અવગાહીને રહેલા બીજા તે કરતાં પણ અસંખ્યગુણા અનંત જીવો રહેલા છે. તેઓની અવગાહના જેમ એક દીપકની જ્યોતમાં બીજા દીપકની જ્યોત મળી જાય છે-તેમ મળો જાય છે. સિદ્ધજીવોને સંસારની આધિ-વ્યાધિ સર્વ નાશ પામી છે. તેઓને ગર્ભાવાસના દુ:ખ આવતા નથી. તેઓના એક એક આત્મપ્રદેશે અનંતું સુખ હોય છે જે સમગ્ર લોકાકાશમાં પણ સમાઇ શકતું નથી. ૪ Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ શ્રી પૂજા સંગ્રહ સાથે પરમાતમ રમણીનો ભોગી, યોગીશ્વર પણ જેહને ધ્યાવે; નિત) ફળપૂજાથી એ ફળ પાવે, શ્રી શુભવીર વચન રસ ગાવે. નિત) ૫. - કાવ્ય તથા મંત્ર શિવતરોઃ ફલદાનપરેર્ન-વૈરફિલ કિલ પૂજય તીર્થપ; રિદશનાથનતક્રમપંકજં, નિહતમોહમહીધરમંડલમૂ. ૧. શમરસૈકસ ધારસમાધુરૈરનું ભવાખ્ય ફલે ભયપ્રદે; અહિત દુઃખહર વિભવપ્રદે, સકલસિદ્ધમતું પરિપૂજયે. ૨. - ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય ફલં યજામહે સ્વાહા. તે જીવો પરમાત્મરૂપરમણીને ભોગવનારા હોય છે. યોગીશ્વરો પણ જેઓનું ધ્યાન કરે છે. ફળપૂજા કરવાથી એ મોક્ષરૂપ ફળ પ્રાપ્ત થાય છે. શ્રી શુભવીરવિજયજી મહારાજ વચનરૂપ રસવડે તેમની સ્તુતિ કરે છે. કાવ્યનો અર્થ - દેવેંદ્રોએ જેમના ચરણકમળને નમસ્કાર કર્યા છે, જેમણે મોહરૂપી પર્વતોનો સમૂહ ભેદી નાખ્યો છે, એવા તીર્થપતિને મોક્ષરૂપી ફળ આપવામાં તત્પર એવાં નવાં શ્રેષ્ઠ ફળો વડે તું પૂજ. ૧. અહિતકારી દુ:ખોને હરણ કરનાર, વૈભવને આપનાર એવા સમગ્ર સિદ્ધોના તેજને હું સમતારૂપી અદ્વિતીય અમૃતરસ વડે મધુર એવાં અને અભયને આપનારાં એવાં અનુભવરૂપ ફલો વડે પૂજું છું. મંત્રનો અર્થ - પ્રથમ પૂજાને અંતે આપેલ છે તે મુજબ જાણવો. ફક્ત એટલું ફેરવવું કે અમે ફલોવડે પૂજા કરીએ છીએ. Page #298 -------------------------------------------------------------------------- ________________ પીસતાવીશ આરામની પૂજા ૨૯૭ ગાયો વાયો રે.મહાવીરજિનેશ્વર ગાયો. (એ આંકણી) આગમવાણી અમીર સરોવર, ઝીલત રોગ ઘટાયો; મિથ્યાત મેલ ઉતારા શિર પર, આણામુગટ ધરાયો રે. મહાવીર૦ ૧. તપાગચ્છ શ્રી સિંહસૂરિના, સત્યવિજય બુધ ગાયો; કપૂરવિજયશિષ્યક્ષમ વિજય તસ, જસવિજયો મુનિરાય રે. મહાવીર) ૨. તાસ શિષ્ય સંવેગી ગીતારથ, શ્રી શુભવિજય સવાયો; તાસ શિષ્ય શ્રી વીરવિજય કવિ, એ અધિકાર બનાયો રે. મહાવીર૦ ૩. કળશનો અર્થ - આ પૂજાના કર્તા પં. શ્રી વીરવિજયજી મહારાજ કહે છે કે-મેં શ્રી મહાવીર પરમાત્માના ગુણ ગાયા. અમૃતના સરોવર સમાન આગમની વાણી ઝીલીને તેમાં સ્નાન કરીને મેં મારા આત્માનો સર્વ રોગ ઘટાડી દીધો. આત્મા ઉપરથી મિથ્યાત્વરૂપી મેલને દૂર કરી, પ્રભુની આજ્ઞારૂપી મુકુટને મસ્તક ઉપર ધારણ કર્યો. ૧. તપાગચ્છમાં શ્રી વિજયસિંહસૂરિની માટે પં. શ્રી સત્યવિજયજી પંન્યાસ થયા. તેમના શિષ્ય શ્રી કપૂરવિજયજી તેમના શ્રી ક્ષમાવિજયજી અને તેમના શિષ્ય શ્રી જયવિજયજી થયા. તેમના શિષ્ય સંવેગી અને ગીતાર્થ એવા શ્રી શુભવિજયજી થયા. તેમના શિષ્ય પં. શ્રી વીરવિજયજી કવિએ આ અધિકાર બનાવ્યો. ર-૩ Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ શ્રી પૂજા સંગ્રહ સાથે રાજનગરમાં રહીય ચોમાસું, અજ્ઞાન હિમ હઠાયો; સૂત્ર અર્થ પીસ્તાલીસ આગમ, સંઘ સુણી હરખાયો રે. મહાવીર૦ ૪. અઢારસેં એકાશી માગશર, મૌન એકાદશી ધ્યાયો; શ્રી શુભવીર જિનેશ્વર આગમ, સંઘને તિલક કરાયો રે. મહાવીર૫. (આઠે પૂજા પૂરી થયા પછી લુણ ઉતારણ-આરતી-મંગળદીવો કરી શાન્તિકળશ કરવો. ત્યારબાદ ચૈત્યવંદન કરવું.) રાજનગર-અમદાવાદમાં ચોમાસું રહીને અજ્ઞાનરૂપ હિમને દૂર કર્યો અને શ્રી સંઘને પીસ્તાલીશ આગમ સૂત્ર અને અર્થ સાથે સંભળાવીને હર્ષ પમાડ્યો. ૪. સં ૧૮૮૧ના માગશર સુદ અગિયારસે મૌન એકાદશીના દિવસે આ પૂજા રચી, શ્રી શુભવીર પરમાત્માના આગમરૂપ તિલક શ્રી સંઘને કરાવ્યું. અર્થાત્ શ્રી સંઘમાં આગમભક્તિની વૃદ્ધિ થઈ. ૫ પં. વીરવિજયકૃત પીસ્તાલીશ આગમની સાથે પૂજા સમાપ્ત. Page #300 -------------------------------------------------------------------------- ________________ પીસ્તાલીશ આગમની પૂજા પૂજા ભણાવતી વખતે તથા ભાવના આદિમાં બોલવા યોગ્ય દુહાઓ તથા પદ્યો (૧) આજ મારા દહેરાસરમાં, મોતીડે મેહ વરસ્યા રે; મુખડું દેખી પ્રભુ તમારૂં, હૈયાં સૌના હરખ્યાં રે. આજ૦ ઝગમગ ઝગમગ જ્યોતિ ઝળકે, વરસે અમીરસ ધારા રે; રૂપ અનુપમ નિરખી વિકસે, અંતરભાવ અમારા રે. આજ૦ વીર પ્રભુની માયામાંથી, ભક્તિ કેરા રંગ ઝમાયા; ચરણકમળની સેવા પામી, ભક્તે પ્રભુ ગુણ ગાયા રે. આજ૦ ભવ અનંતનો બંધ જ તૂટ્યો, ભ્રમણા ભાંગી ગઈ; વિજય વર્ષો શિવપુરને પંથે, મતલબ પૂરી થઈ રે. આજ૦ (૨) ડંકો વાગ્યો શાસનના પ્રેમી જાગજો રે, પ્રેમી જાગજો રે ધરમી જાગજો રે; દૂર કરો સંસારી કામો આજથી રે, આજથી રે વૈરાગ્યથી રે. ડંકો વીરે સ્થાપ્યું શાસનને શોભાવજો રે, શોભાવજો રે આણા પાળજો રે. ડંકો શાસનસેવા કરવાને બંધુ આવજો રે; બન્ધુ આવજો રે વહેલા આવજો રે. ડંકો૦ ૨૯૯ Page #301 -------------------------------------------------------------------------- ________________ ૩OO શ્રી પૂજા સંગ્રહ સાથે (૩). વાગે છે વાગે છે, દેરાસર વાજાં વાગે છે; જેનો શબ્દ ગગનમાં ગાજે છે. દેરાસર) ઝીણી ઝીણી ઘુઘરીઓ ઘમકે છે, છેદ્રાણીના પાઉલ ઠમકે છે. દેરાસર) પ્રભુ સમવસરણમાં બિરાજે છે, જસ ચોત્રીશ અતિશય છાજે છે; ગુણ પાંત્રીસ વાણીએ ગાજે છે. દેરાસર પ્રભુ જન્મ અતિશય ચાર છે, ઘાતકર્મક્ષયે અગિયાર છે; વળી દેવે કર્યા ઓગણીસ રે. દેરાસર) (૪). આનંદ મંગળ ગાવો, જૈનધર્મનો લેવો લહાવો, મારા ભાઇઓ, અવસર આવો નહિ આવશે. ફરીથી મળશે નાણું, પણ નહિ મળે આ ટાણું; લ્હાવો લેવો એ આપણું તો કામ છે. હાં હાં રે, જૈનબધુ આજે, સૌ ભવજળ તરવા કાજે; ભક્તિ કરવી એ આપણું તો કામ છે. હાં હાં રે, આજનો લ્હાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે અવસર આ વહી જાય છે રે, કાલ કોણે દીઠી છે. આઉખું ઓછું થાય છે રે, કાલ કોણે દીઠી છે. ચેતવું હોય તો ચેતજો રે, કાલ કોણે દીઠી છે. દેવ ગુરુ ધર્મ પીછાણજો રે, કાલ કોણે દીઠી છે. Page #302 -------------------------------------------------------------------------- ________________ ૩૦૧ પીસ્તાલીશ આગમની પૂજા દાન સુપાત્રે દીજીએ રે, કાલ કોણે દીઠી છે. લક્ષ્મીનો લ્હાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે. માનવભવ સફળ કીજીએ રે, કાલ કોણે દીઠી છે. નવી નવી આંગીઓ રચાવજો રે, કાલ કોણે દીઠી છે. ભાવના રૂડી રૂડી ભાવજો રે, કાલ કોણે દીઠી છે. તમે સંઘપતિ થઇને આવજો રે, કાલ કોણે દીઠી છે. અમને વહેલું કહાવજો રે, કાલ કોણે દીઠી છે. હાથે તે સાથે આવશે રે, કાલ કોણે દીઠી છે. વિજય'સદાશિવ લાવજો રે, કાલ કોણે દીઠી છે. લાવે લાવે મોતીશા શેઠ, હવણજળ લાવે છે, હવરાવે મરૂદેવાનંદ, પ્રભુ પધરાવે છે સહુ સંઘને હરખ ન માય, હવણજળ લાવે છે, મારી વ્હેનોને હરખ ન માય, પ્રભુ પધરાવે છે. રંગે રમે આનંદે રમે, આજ દેવદેવીઓ રંગે રમે, પ્રભુજીને દેખી મોટા ભૂપ નમે, આજ દેવ, પ્રભુજીને પાયે સોનીડો રે આવે; મુગટ ચડાવી પ્રભુ પાય નમે. આજ દેવ) પ્રભુજીને પાયે માળીડો રે આવે; હાર ચઢાવી પ્રભુ પાય નમે. આજ દેવ, Page #303 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ શ્રી પૂજા સંગ્રહ સાથે (૮) વાજાં વાગે તાલી વાગે, ડાંડીઆ વાગે , આ પૂજા સાંભળવી હોય તો, ગરબડ કરશો નહિ બેન્ડ વાગે વાજાં વાગે, કાંસા વાગે સઈ, આ પૂજા સાંભળવી હોય તો, ગરબડ કરશો નહિ. ૧. દર્શન કરજો પૂજા કરજો, નવકારશી કરજો સઈ શુદ્ધ આચાર જાળવવા હોય તો, વ્યાખ્યાન ભૂલશો નહિ. ૨. દાન દેજો શિયળ પાળજો, તપસ્યા કરજો સઇ; શ્રાવકપણે જાળવવું હોય તો, રાત્રે જમશો નહિ. ૩. (૯) અવસર આવા નહીં મળે (૨) તમે લાભ સવાયા લેજો. ઘડી ઘડીઅવસર નહીંમળે(૨)મનની મનમાં રહી જશે(૨) તમે લાભ સવાયા લેજો. ફરીથી મળશે નાણું, પણ નહીં મળે આ ટાણું; અવસર આવા નહીં મળે. પાલીતાણા નગરે શ્રી આદિનાથ બિરાજે, અવસર આવા) ફરીથી મળશે માયા, પણ નહિ મળે આ કાયા; અવસર આવા નહિ મળે. જૈન ભાઇઓ આજે, સહુ ભવજલ તરવા કાજે; અવસર આવા નહીં મળે. અવત Page #304 -------------------------------------------------------------------------- ________________ મીસ્તાલીશ આગમની પૂજા (૧૦) વાજાં વાગી રે વાજાં વાગીઆં; વાજાં વાગ્યાં દેરાસર દરબાર, મોહન વાજાં વાગીઆં. ૧. સૌ સંઘને હરખ ન માય, મોહન વાજાં વાગીઆં. ૨ મારે હૈયે ને હરખ ન માય, મોહન વાજાં વાગીઆં. ૩ (૧૧) આતો લાખેણી આંગી કહેવાય, શોભે જિનવરજી, શુદ્ધ કેસર કસ્તુરી મહેંકાય, શોભે જિનવરજી, પુષ્પપાંખો પ્રસરેલી તે સુંદર સોહાય, શોભે જિનવરજી. આ તો૦ ૧ નિર્મલ નિર્મલ રહે, ભક્તિ વહે; ભાવ અંતરના દર્શનથી દેખીને અંતરપટ મૂર્તિ જાણે જ્યોતિમાં જ્યોતિ મિલાય, શોભે જિનવરજી. આ તો૦ ૨ જ્ઞાન ઉપજે છે ભક્તિની ઓથે રહી, જ્યોતિ પ્રગટે છે. આત્માની શક્તિ ગ્રહી; ચંદુ વિનંતિ ધ્યાને લેવાય, શોભે જિનવરજી. આ તો૦ ૩ (૧૨) આજ મારે ઘેર, થાય લીલા લહેર; મહાવીર પધારે મારે આંગણેજી. આજ ૦ ૩૦૩ મેં તો કુમકુમના સાથીયા કાઢિયા, મેં તો ઘર ગોખે દીવડા માંડીયા, મહાવીર પ્રભુને ઓવારણેજી. આજ ૦ Page #305 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ શ્રી પૂજા સંગ્રહ સાથે (૧૩) ભલું થયું ને અમે જિનગુણ ગાયા, રસનાનો રસ પીધો રે. ભલું છે રાવણરાયે નાટક કીધું. અષ્ટાપદગિરિ ઉપર રે. ભલું છે થઇ થઇ નાચ કરે મારા વહાલા, તીર્થકરપદ બાંધ્યું રે. ભલુંo થાળ ભરી ભરી મોતીડે વધાવો, પ્રભુજીને કુલડે વધાવો રે. ભલુ) દેવચંદ્ર કહે મારા મનના, સકળ મનોરથ સિધ્યા રે. ભલું એ પૂજા જે ભણે ભણાવે, તસ ઘર મંગળ હોજો રે ભલુંo (૪૪) જિન-વધાઈ દીનાનાથની બધાઈ બાજે છે, મારા પ્રભુની બધાઈ બાજે છે; શરણાઈ સુર નોબત બાજે, ઓર ઘનનનન ગાજે છે. મારા૦ ૧. ઇંદ્રાણી મિલ મંગલ ગાવે, મોતીયોના ચોક પૂરાવે છે. મારા૦ ૨. સેવક પ્રભુજીસે અરજ કરત હૈ, ચરણોની સેવા પ્યારી લાગે છે. મારા૦ ૩. પૂજા સંગ્રહ સાથે સમાપ્ત Page #306 -------------------------------------------------------------------------- ________________ මෙම at opeopala@gma@@@@@@@@@ ભરત ગ્રાફિકસ. ન્યુમાર્કેટ, પાંજરાપોળ, કે રિલીફ રોડ, અમદાવાદ-૧. ફોન : ૩૩૪૧૦૬, ૨૧૨૪૦૨૩ loose moooooooooooooooo anese seen,seaછવારા