________________
૮૪
કાવ્ય તથા મંત્ર.
ભોગી યદાલોકનતોપિ યોગી, બભૂવ પાતાલપદે નિયોગી; કલ્યાણકારી દુરિતાપહારી, દશાવતારી વરદઃ સ પાર્શ્વઃ, ૧.
શ્રી પૂજા સંગ્રહ સાર્થ
ૐૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય ધૂપં યજામહે સ્વાહા.
કેવલજ્ઞાન કલ્યાણકે સાતમી દીપકપૂજા. દુહા
સારથ ધન ઘરે પારણું, પ્રથમ પ્રભુએ કીધઃ પંચ દિવ્ય પ્રગટાવીને, તાસ મુક્તિસુખ દીધ. ૧. જગદીપક પ્રગટાવવા, તપ તપતા રહી રાણ; તેણે દીપકની પૂજના, કરતાં કેવળનાણ. ૨.
દુહાનો અર્થ-સંયમ લીધા પછી બીજે જ દિવસે પાર્શ્વનાથ પ્રભુએ ધન સાર્થવાહને ઘરે પ્રથમ પારણું કર્યું. ત્યાં પંચ દિવ્ય (૧. સાડાબાર ક્રોડ સોનૈયાની વૃષ્ટિ, ૨. સુગંધી જળની વૃષ્ટિ, ૩. સુગંધી પુષ્પોની વૃષ્ટિ, ૪. દેવદુંદુભિનું વાગવું અને ૫. અહોદાન એવી ઉદ્ઘોષણા) પ્રગટાવી તેને મુક્તિસુખ આપ્યું. ૧.
શ્રી પાર્શ્વનાથ પ્રભુ જગદીપક-કેવળજ્ઞાન પ્રગટ ક૨વા માટે વનમાં રહીને તપ કરતા હતા, તેથી આપણે પણ પ્રભુને દીપક ધરી પૂજા કરીએ, જેથી આપણને પણ અનુક્રમે કેવળજ્ઞાનની પ્રાપ્તિ
થાય. ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org