________________
૮૩
શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા વરઘોડેથી ઉતર્યા રે, કાશી નગરની બહાર; આશ્રમપદ ઉદ્યાનમાં રે, વૃક્ષ અશોક રસાળ. નમો૦ ૧૦. અઠ્ઠમ તપ ભૂષણ તજી રે, ઉચ્ચરે મહાવ્રત ચાર; પોસ બહુલ એકાદશી રે, ત્રણ સયાં પરિવાર. નમો૦ ૧૧. મન:પર્યવ તવ ઉપનું રે, ખંધ ધરે જગદીશ; દેવદૂષ્ય ઈદ્ર દિયું રે, રહેશે વરસ ચત ત્રીશ. નમો૧૨. કાઉસ્સગ્ગ મુદ્રાએ રહ્યા રે, સુર નંદીશ્વર જાત; માતપિતા વાંદી વળ્યા રે, શ્રી શુભવીર પ્રભાત. નમો૦ ૧૩.
આ પ્રમાણે વરઘોડો કાશી નગરની મધ્યમાં થઈ કાશી નગરની બહાર નીકળ્યો અને આશ્રમપદ નામના ઉદ્યાનમાં આવ્યો. ત્યાં પ્રભુ અશોકવૃક્ષની નીચે ઉતર્યા. ૧૦.
તે સમયે પ્રભુએ અઠ્ઠમ તપ કર્યો હતો. એ વખતે ત્રણસોના પરિવાર સાથે પોષ વદ-૧૧. (ગુજરાતી માગશર વદિ-૧૧)ના દિવસે પ્રભુએ સર્વ જન સમક્ષ *ચાર મહાવ્રત ઉચ્ચર્યા. ૧૧.
પ્રભુએ સંયમ લીધું કે તરત જ મન:પર્યવ જ્ઞાન તેમને ઉત્પન્ન થયું. ઇદ્ર દેવદૂષ્ય વસ્ત્રા પ્રભુના સ્કંધ ઉપર મૂક્યું. એ વસ્ત્રા ૪૦+૩૦=(સિત્તેર) વર્ષ સુધી રહેશે. ૧૨.
ચારિત્ર અંગીકાર કરી પ્રભુ કાયોત્સર્ગ મુદ્રામાં સ્થિત થયા. દેવો અષ્ટાહ્નિકા મહોત્સવ કરવા નંદીશ્વરદ્વીપે ગયા. પ્રભુના માતપિતા વગેરે વંદન કરી નગર તરફ વળ્યા. શ્રી શુભવીર એવા પાર્શ્વપ્રભુને આ સમય પ્રભાત તુલ્ય થયો. ૧૩.
* બાવીશ તીર્થકરના સમયમાં ચાર મહાવ્રત ઉચ્ચારવામાં આવે છે. ચોથા-પાંચમા મહાવ્રતનો સમાવેશ ભેળો કરવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org