________________
૮૨
શ્રી પૂજા સંગ્રહ સાથે વામ દિશે અંબ ધાતરી રે, પાછળ ધરી શણગાર; છત્ર ધરે એક યૌવના રે, ઇશાન ફળ કર નાર. નમો.. અગ્નિકોણે એક યૌવના રે, રયણમય પંખો હાથ; ચલત શિબિકા ગાવતી રે, સર્વ સાહેલી સાથ. નમો૦ ૬. શક્ર ઇશાન ચામર ધરે રે, વાજિંત્રનો નહીં પાર; આઠ મંગળ આગળ ચલે રે, ઇંદ્ર ધ્વજા ઝલકાર. નમો૦ ૭. દેવ દેવી નર નારીઓ રે, જોઈ કરે રે પ્રણામ; કુળનાં વડેરાં સજના રે, બોલે પ્રભુને તામ. નમો) ૮. જીત નિશાન ચડાવજો રે, મોહને કરી ચકચૂર; જેમ સંવચ્છરી દાનથી રે, દારિદ્ય કાર્યો દૂર. નમો) ૯. ચિત્રવાળા વસ્ત્રને લઇને બેઠી. પ્રભુની ડાબી બાજુએ ધાવમાતા બેઠી, પ્રભુની પાછળ શણગાર સજી એક નવયૌવના સ્ત્રી પ્રભુને છત્ર ધરવા લાગી. ઇશાન કોણમાં એક સ્ત્રી હાથમાં ફળ લઈને બેઠી. અગ્નિકોણમાં એક સ્ત્રી હાથમાં રત્નમય પંખો લઈને બેઠી, જ્યારે શિબિકા ઉપાડવામાં આવી ત્યારે સર્વ સાહેલીઓ-સ્ત્રીઓ એકઠી મળીને શિબિકાની પાછળ ચાલતી ગાવા લાગી. ૪-પ-૬.
શકેંદ્ર અને ઇશાનેંદ્ર પ્રભુની બંને બાજાએ ચામર ઢાળે છે, અનેક પ્રકારના વાજીંત્રો વાગી રહ્યા છે. વરઘોડામાં સૌથી આગળ અષ્ટમંગળ ચાલે છે, તેની પાછળ દેદીપ્યમાન ઇદ્રધ્વજા ચાલે છે. ૭.
દેવો, દેવીઓ, મનુષ્યો અને સ્ત્રીઓ માર્ગમાં પ્રભુને જોઈ પ્રણામ કરે છે. કુળના વડીલ સજ્જનો તે વખતે પ્રભુને કહે છે કે-જેમ તમે સંવચ્છરી દાન દેવા વડે જગતનું દારિદ્ય દૂર કર્યું તેમ ચારિત્ર લઈ મોહનીય કર્મને ચકચૂર કરી-વિનાશ કરી જીતનિશાન ચડાવજો-જયનો ડંકો વગાડજો. ૮-૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org