________________
શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા
ઢાળ સાતમી પ્રભુ પારસનાથ સિધાવ્યા, કાદંબરી અટવી આવ્યા, કુંડનામે સરોવર તીરે, ભર્યું પંકજ નિર્મળ નીર રે; મનમોહન સુંદર મેળા, ધન્યલોક નગર ધન્ય વેળા રે. મન, ૧ કાઉસ્સગ્ગ મુદ્રા પ્રભુ ઠાવે, વન હાથી તિહાં એક આવે; જળ સૂંઢ ભરી ત્વવરાવે, જિન અંગે કમળ ચઢાવે રે. મન, ૨ કલિકુંડ તીરથ તિહાં થાવે, હાથી ગતિ દેવની પાવે; વળી કૌસંભવન આણંદ, ધરણંદ્ર વિનય ધરી વંદે રે. મન૦ ૩
ઢાળનો અર્થ-શ્રી પાર્શ્વનાથ પ્રભુએ કાશીનગરીથી વિહાર કર્યો. અનુક્રમે કાદંબરી નામની અટવામાં આવ્યા. ત્યાં કુંડ નામે સરોવરને કાંઠે પ્રભુ કાઉસ્સગ્ગ ધ્યાને રહ્યા. જે સરોવર કમળો અને નિર્મળ પાણીથી ભરેલું હતું. આવા મનમોહન પ્રભુનો સુંદર મેળાપ જેને થાય છે, તે લોકોને, નગરને અને તે સમયને પણ ધન્ય છે. ૧.
જ્યાં પ્રભુ કાઉસ્સગ્ગ ધ્યાને રહ્યા હતા ત્યાં એક હાથી વનમાંથી આવ્યો. પ્રભુને જોઈ નિર્મળ પાણીવડે સૂઢ ભરી પ્રભુને હવરાવ્યા અને પછી પ્રભુના શરીરે કમળો ચડાવ્યાં. ૨.
ત્યાં કળિકુંડ (કળિ-કરી એટલે હાથી અને કુંડના સંયોગ રૂ૫) નામનું તીર્થ થયું. હાથી મરણ પામી દેવની ગતિ પામ્યો. ત્યાંથી પ્રભુ વિહાર કરી કૌટુંભ નામના વનમાં પધાર્યા. ત્યાં ધરણંદ્ર પ્રભુ પાસે આવ્યા અને વિનયપૂર્વક વંદના કરી. ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org