________________
૮૬
શ્રી પૂજા સંગ્રહ સાથે ત્રણ દિન ફણી છત્ર ધરાવે, અહિછત્રા નગરી વસાવે; ચલતા તાપસ ઘર પુંઠે, નિશિ આવી વસ્યા વડ હેઠે રે. મન૦ ૪ થયો કમઠ મરી મેઘમાળી, આવ્યો વિર્ભાગે નિહાળી; ઉપસર્ગ કર્યા બહુજાતિ, નિશ્ચળ દીઠી જિન છાતી રે. મન ૫ ગગને જળ ભરી વાદળીયો, વરસે ગાજે વિજળીયો; પ્રભુ નાસા ઉપર જળ જાવે, ધરણંદ્ર પ્રિયા સહ આવે રે. મન૦ ૬ ઉપસર્ગ હરી પ્રભુ પૂજી, મેઘમાળી પાપથી ધ્રુજી; જિનભક્ત સમકિત પાવે, બહુ જણ સ્વર્ગે સિધાવે રે. મન૦ ૭.
પછી ત્રણ દિવસ પ્રભુના મસ્તક ઉપર ફણાનું છત્ર કરીને રહ્યા અને ત્યાં અહિચ્છત્રા નામે નગરી વસાવી. પછી તાપસીના ઘરની-આશ્રમની પાછળ ચાલતાં એક વડના નીચે પ્રભુ રાત્રિયાસો રહ્યા. ૪.
હવે જે કમઠ તાપસ હતો તે મરીને મેઘમાળી નામે દેવ થયો તેણે વિર્ભાગજ્ઞાન દ્વારા પ્રભુને જોઇને ઘણી જાતના ઉપસર્ગો કર્યા પણ પ્રભુની છાતી તેણે નિશ્ચળ જોઈ. ૫.
આકાશમાં પાણીથી ભરેલી વાદળીઓ વિકુર્તી, વરસાદ ગાજવા લાગ્યો, વીજળીઓ ચમકવા લાગી, અનુક્રમે પ્રભુની નાસિકા સુધી પાણી આવ્યું. તે વખતે ધરણંદ્ર પોતાની પ્રિયા સાથે ત્યાં આવ્યા. ૬.
પ્રભુને થયેલા ઉપસર્ગનું નિવારણ કરી પ્રભુની પૂજા કરી. મેઘમાળી પણ પાપથી ધ્રુજી પ્રભુ પાસે આવ્યો, પ્રભુની ક્ષમા માગી પ્રભુની ભક્તિ કરવાથી સમકિત પામ્યો અને બન્ને જણા-ધરણંદ્ર અને મેઘમાળી પોત-પોતાને સ્થાનકે ગયા. ૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org