________________
- - -
-
-
-
-
શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા આવ્યા કાશી ઉદ્યાને, રહ્યા સ્વામી કાઉસ્સગ્ગ ધ્યાને; અપૂરવ વીર્ય ઉલ્લાસે, ઘનઘાતી ચાર વિનાસે રે. મન, ૮ ચોરાશી ગયા દિન આખા, વદિ ચૈતર ચોથ વિશાખા; અટ્ટમ તરુ ધાતકી વાસી, થયા લોકાલોક પ્રકાશી રે. મન, ૯ મળે ચોસઠ ઈંદ્ર તે વાર, રચે સમવસરણ મનોહાર; સિંહાસન સ્વામી સોહાવે, શિર ચામર છત્ર ધરાવે રે. મન, ૧૦ ચોત્રીશ અતિશય થાવે, વનપાળ વધામણી લાવે; અશ્વસેન ને વામાવાણી, પ્રભાવતી હર્ષ ભરાણી રે. મન૦ ૧૧
ત્યાંથી પ્રભુ કાશીનગરના ઉદ્યાનમાં આવ્યા અને કાયોત્સર્ગથ્થાને રહ્યા તે અપૂર્વ વિર્ષોલ્લાસ થવાથી ક્ષપકશ્રેણીએ ચઢી ચાર ઘનઘાતી (જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય) કર્મોનો નાશ કર્યો. ૮.
ચારિત્ર લીધા પછી પૂરા ચોરાશી દિવસ વ્યતીત થયા ત્યારે ચૈત્ર વદિ-૪ (ગુજરાતી ફાગણ વદિ-૪)ના દિવસે વિશાખા નક્ષત્રમાં ધાતકીવૃક્ષની નીચે પ્રભુ લોકાલોક પ્રકાશી થયા-કેવળજ્ઞાન પામ્યા. ૯.
તે વખતે ૬૪ ઇંદ્રો એકઠા થયા, અને મનોહર સમવસરણની રચના કરી તેના મધ્યભાગમાં સિંહાસન પર સ્વામી બેઠા અને દેવો - મસ્તક પર છત્ર અને બે બાજુ ચામર ધારણ કરતા હતા. ૧૦.
પ્રભુને ચોત્રીશ અતિશયો સંપૂર્ણ પ્રગટ થયા. વનપાળે અશ્વસેન રાજાને પ્રભુને કેવળજ્ઞાન થયાની વધામણી આપી, આથી અશ્વસેનરાજા, વાધારાણી અને પ્રભાવતી રાણી હર્ષથી ભરપૂર થયા. ૧૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org