________________
૨૩૫
અંતરાય કર્મ નિવારણ પૂજા
* ૨૩૫ ચોથી ધૂપ-પૂજા
દુહા કર્મકઠિન કઇ દાહવા, ધ્યાન હુતાશન યોગ; ધૂપે જિન પૂજી દહો, અંતરાય જે ભોગ. ૧. એકવાર જે ભોગમાં, આવે વસ્તુ અનેક; અશન પાન વિલેપને, ભોગ કહે જિન છેક. ૨.
ઢાળ : બાજી બાજી બાજુ ભૂલ્યો બાજી, ભોગ વિઘનઘન ગાજી, ભૂળ આગમજ્યોત ન તાજી ભૂ૦ કર્મકુટિલ વશ કાજી, ભૂલ્યો... સાહિબ સુણ થઈ રાજી, ભૂલ્યો બાજી. (એ આંકણી) કાળ અનાદિ ચેતન રઝળે, એકે વાત ન સાજી; મયણાભાઈણી ન રહે છાની, મળિયા માતપિતાજી. ભૂલ્યો, ૧.
દુહાનો અર્થ આકરા કર્મરૂપ કાષ્ઠને બાળવા માટે ધ્યાનરૂપી અગ્નિ જગાવીને ધૂપવડે શ્રી જિનેશ્વરની પૂજા કરીને જે ભોગાંતરાય કર્મ છે, તેને બાળો. ૧.
જે વસ્તુ એક જ વખત ભોગમાં આવી શકે તે-ભોજન, પાણી અને વિલેપન વગેરેને જ્ઞાની એવા તીર્થંકર પરમાત્મા ભોગ કહે છે.૨
હે પરમાત્મા ! ભોગાંતરાયરૂપ વરસાદના ગરવમાં હું મારી બધી બાજી ભૂલી ગયો. કુટિલ કર્મને વશ બનવાથી આત્માની આગમરૂપી
જ્યોત તાજી ન રહી. હે સાહેબ!મારી બધી હકીકત મારા પર રાજી થઈને સાંભળો, અનાદિકાળથી આ ચેતન સંસારમાં રઝળે છે. તેની એકે ય વાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org