________________
૨૩૬
શ્રી પૂજા સંગ્રહ સાથે અંતરાયથાનક સેવનથી, નિર્ધન ગતિ ઉપરાજી; કૂપની છાયા કૂપ સમાવે, ઇચ્છા તેમ સવિ ભાંજી. ભૂલ્યો, ૨. નિગમ એક નારી ધૂતી પણ, ઘેબર ભૂખ ન ભાંગી; જમી જમાઈ પાછો વળિયો, જ્ઞાનદશા તવ જાગી. ભૂલ્યો૩. કબડી કષ્ટ ધનપતિ થાવ, અંતરાય ફળ આવે; રોગી પરવશ અન્ન અરૂચિ, ઉત્તમ ધાન્ય ન ભાવે. ભૂલ્યો૦ ૪. ક્ષાયકભાવે ભોગની લબ્ધિ, પૂજા ધૂપ વિશાળા; વીર કહે ભવ સાતમે સિદ્ધા, વિનયંધર ભૂપાળા. ભૂલ્યો૦ ૫. સાજી બરાબર નથી. મયણાસુંદરીની બેન-સુરસુંદરી જ્યારે તેને પોતાના માત-પિતા મળે છે ત્યારે રોવા લાગી, કોઈ રીતે છાની રહેતી નથી. પોતાની બધી પાછલી વાત યાદ આવી. ૧.
હે પ્રભુ ! મેં અંતરાયકર્મ બાંધવાનાં સ્થાનકો સેવવાથી નિર્ધનપણું પ્રાપ્ત કર્યું. તેથી જેમ કૂવાની છાયા કૂવામાં સમાઈ જાય છે, તેમ મારી બધી ઇચ્છા મારા મનમાં જ સમાઈ ગઈ. ૨
- એક વણિકે એક સ્ત્રીને છેતરી તે પૈસાથી પોતાના માટે ઘેબર કરાવ્યા, સાસુએ હેતથી ઘેબર જમાઈને ખવરાવી દીધા, જમાઈ જમીને પાછો ગયો. વણિકની ઘેબર ખાવાની ભૂખ ન ભાંગી, હકીકત જાણી ત્યારે તેની જ્ઞાનદશા જાગી. ૩
ક્યારેક કષ્ટો કરવાથી ધનપતિ થાય પણ ભોગાંતરાયકર્મનો ઉદય હોય તો રોગી થાય, પરાધીન થાય, અન્ન ઉપર અરૂચિ થાય, ઉત્તમધાન્ય ભાવે નહિ, એવી સ્થિતિ થાય. ૪.
હે પ્રભુ ! હું વિશાળ ધૂપપૂજા કરીને ક્ષાયિકભાવની ભોગલબ્ધિ માગું છું. આ પૂજા કરવાથી વિનયંધરરાજા સાતમા ભવે સિદ્ધિપદ પામ્યા છે એમ શ્રી વીરપ્રભુએ કહ્યું છે. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org