________________
અંતરાય કર્મ નિવારણ પૂજા
૨૩૭ કાવ્ય અને મંત્ર અગુરુમુખ્યમનોહરવસ્તુના, સ્વનિરુપાધિગુણૌઘવિધાયિના; પ્રભુશરીરસુગંધસુહેતુના, રચય ધૂપનપૂજનમહંત. ૧. નિજગુણાક્ષયરૂપસુધૂપન, સ્વગુણઘાતમલપ્રવિકર્ષણમ; વિશદબોધનંતસુખાત્મક, સહજસિદ્ધમાં પરિપૂજયે. ૨.
મંત્ર : ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરામૃત્યુ નિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય ભોગવંતરાયદહનાય ધૂપ યજામહે સ્વાહા.
કાવ્યનો અર્થ - આત્માના નિરુપાધિ ગુણસમૂહને પ્રગટ કરનાર, અને પ્રભુના શરીરને સુગંધી કરવાના કારણભૂત અગર વગેરે મનોહર વસ્તુઓ વડે શ્રી અરિહંતપ્રભુની ધૂપપૂજા કરો.૧.
આત્મગુણના અક્ષયરૂપને સુવાસિત કરનાર, આત્મગુણનો ઘાત કરનારા, કર્મમળને દૂર કરનાર, નિર્મળ જ્ઞાનરૂપ અને અનંત સુખરૂપ એવા સહજ સિધ્ધ પરમાત્માના તેજને-જ્ઞાનને હું પૂછું છું. ૨
પરમપુરુષ, પરમેશ્વર, જન્મ-જરા-મૃત્યુના નિવારનાર શ્રી વીરજિનેન્દ્રને ભોગવંતરાયકર્મના નાશ માટે અમે ધૂપપૂજાથી પૂજીએ છીએ. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org