________________
૨૩૮
શ્રી પૂજા સંગ્રહ સાર્થ
પાંચમી દીપક-પૂજા
દુહા
ઉપભોગવિઘન પતંગીઓ, પડત જગત જીઉ જ્યોત; ત્રિશલાનંદન આગળે, દીપકનો ઉદ્યોત. ૧. ભોગવી વસ્તુ ભોગવે, તે કહીએ ઉપભોગ; ભૂષણ ચીવર વલ્લભા, ગેહાદિક સંયોગ. ૨.
ઢાળ
વંદના વંદના વૃંદના રે, જિનરાજકું સદા મોરી વંદના. ઉપભોગ અંતરાય હઠાવી, ભોગીપદ મહાનંદના રે. જિ૦ અંતરાય ઉદયે સંસારી, નિરધન ને પરછંદના રે. જિ૦ ૧. દેશવિદેશે ઘર ઘર સેવા, ભીમસેન નરિંદના રે; જિ૦ સુણીય વિપાક સુખી ગિરનારે, હેલક તેહ મુણીંદના રે. જિ૦ ૨.
દુહાનો અર્થ - ઉપભોગાંતરાયરૂપ પતંગીઓ જીવોની જ્ઞાનરૂપ જ્યોતિમાં પડી બળી જાય તેટલા માટે મહાવીરપ્રભુ પાસે દીપકનો ઉદ્યોત કરીએ. ૧.
એક વખત ભોગવેલી વસ્તુ વારંવાર ભોગવાયતે આભૂષણ, વસ્ત્ર, સ્ત્રી અને ઘર વગેરે સંયોગમાં આવતી વસ્તુઓ ઉપભોગ કહેવાય છે. ૨ ઢાળનો અર્થ - શ્રી જિનેશ્વરને મારી વારંવાર વંદના હો. જે પ્રભુ ઉપભોગાંતરાયને દૂર કરી મહાનંદ-મોક્ષપદના ભોગી બન્યા છે. અંતરાયકર્મના ઉદયથી સંસારી જીવ નિર્ધન થાય છે. અને પારકાનો તાબેદાર થાય છે. ૧.
પૂર્વભવમાં મુનિરાજની હીલના-અપભ્રાજના કરવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org