________________
અંતરાય કર્મ નિવારણ પૂજા
૨૩૯ બાવીસ વરસ વિયોગે રહેતી, પવનપ્રિયા સતી અંજના રે; જિ0 નળ-દમયંતી સતી સીતાજી, ષમાસી આક્રંદના રે. જિ૦ ૩. મુનિવરને મોદક પડિલાભી, પછી કરી ઘણી નિંદના રે; જિ0 શ્રેણિક દેખે પાઉસ નિશિએ, મમ્મણ શેઠ વિડંબના રે. જિ0 ૪. ઇમ સંસાર વિડંબન દેખી, ચાહું ચરણ જિનચંદના રે; જિ0 ચકવી ચાહે ચિત્ત તિમિરારિ, ભોગી ભ્રમર અરવિંદના રે. જિ0 ૫. જિનમતિ ધનસિરિ દોયસાહેલી, દીપક પૂજા અખંડના રે; જિ0 શિવ પામી તિમ ભવિપદ પૂજો, શ્રીગુભવીર નિણંદના રે. જિ0 ભીમસેન રાજાને દેશ-પરદેશમાં ભ્રમણ કરી ઘરે ઘરે સેવા કરવી પડી હતી, તેના વિપાક સાંભળી છેવટે ગિરનાર ઉપર સુખી થયા-મોક્ષપદવી પ્રાપ્ત કરી. ૨
ઉપભોગાંતરાયના ઉદયથી પવનંજયની સ્ત્રી અંજનાસુંદરીને બાવીશવર્ષ સુધી પતિનો વિયોગ રહ્યો. નળ-દમયંતીને બાર વર્ષનો વિયોગ રહ્યો. તેમજ સીતાસતીને છ માસ સુધી આજંદ કરવું પડ્યું. ૩
મુનિરાજને મોદક વહોરાવી પછી લોભના વશે તેની નિંદા કરવાથી ઉપભોગાંતરાય બાંધનાર મમ્મણ શેઠની વિડંબના વર્ષાઋતુમાં રાત્રિએ પોતાના મહેલમાં બેઠેલા શ્રેણિકરાજાએ જોઈ. ૪
આ પ્રમાણે સંસારમાં વિડબના જોઈ, જેમ ચક્રવાકી સૂર્યને ઇચ્છે છે અને ભોગી એવો ભ્રમર કમળને ઇચ્છે છે તેમ હું જિનેશ્વરના ચરણને ઇચ્છું . ૫
જિનમતિ અને ધનશ્રી નામની બંને સખીઓ અખંડ દીપકપૂજા કરવાથી મોક્ષપદ પામી, તેમ હે ભવ્ય જીવો ! તમે પણ શ્રી શુભવીર જિનેશ્વરના ચરણને પૂજો. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org