________________
૨૩૪
શ્રી પૂજા સંગ્રહ સાથે સમયસારસુપુષ્પાસુમાલયા, સહજકર્મ કરેણ વિશોધયા; પરમયોગબલેન વશીકૃત, સહજસિદ્ધમાં પરિપૂજયે. ૨.
ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુ નિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય લાભાંતરાયોચ્છેદનાય પુષ્પાણિ યજામહે સ્વાહા.
ગુણના સંગી એવા પુરુષોના સંગ વડે તમે તમારું મન સારું કરો. અને પુષ્પો વડે પૂજન કરવામાં મનને સ્થાપન કરો. ૧.
સ્વાભાવિકપણે ક્રિયા કરનારા જે પરમાત્મા વડે જણાવાયેલી શાસ્ત્રોના સાર રૂ૫ પુષ્પોની માલા દ્વારા અને વિશુદ્ધિ દ્વારા શ્રેષ્ઠ યોગબળ વડે સ્વાભાવિક એવું સિદ્ધિસુખ વશ કરાયું છે તેવા ભગવંતના તેજને હું નમસ્કાર કરું છું. ૨
પરમપુરુષ, પરમેશ્વર, જન્મ-જરા અને મૃત્યુનું નિવારણ કરનારા એવા શ્રી વીર પરમાત્માની લાભાંતરાય કર્મોના ઉચ્છેદ માટે અમે પુષ્પો વડે પૂજા કરીએ છીએ. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org