________________
અંતરાય કર્મ નિવારણ પૂજા
૨૩૩ મિથ્યાત્વે વાધો રે, આરતધ્યાન કરે; તુજ આગમવાણી રે, સમકિતી ચિત્ત ધરે. મન, ૭. જેમ પુણીઓ શ્રાવક રે, સંતોષભાવ ધરે; નિત્ય જિનવર પૂજે રે, ફૂલપગર ભરે. મન૦ ૮. સંસારે ભમતાં રે, હું પણ આવી ભળ્યો; અંતરાય નિવારક રે, શ્રી શુભવીર મળ્યો. મન૦ ૯.
કાવ્ય તથા મંત્ર સુમનસા ગતિદાયિવિધાયિના, સુમનસા નિકરૈઃ પ્રભુપૂજનમ; સુમનસા સુમનોગુણસંગિના, જન વિધેહિ નિધેહિ મનોડર્સને. ૧.
મિથ્યાત્વથી વાસિત જીવ લાભાંતરાયનો ઉદય હોય ત્યારે આર્તધ્યાન કરે છે જ્યારે સમકિતીજીવ તે વખતે તમારા આગમની વાણીને ચિત્તમાં ધારણ કરે છે. ૭
જેમ પુણીયો શ્રાવક (અંતરાયનો ઉદય હોવાથી ફક્ત ૧રા દોકડા જ (રૂપિયાનો આઠમો ભાગ કમાતો હતો છતાં) સંતોષભાવ ધારણ કરતો હતો અને હંમેશા ફૂલપગર ભરી જિનેશ્વરની પૂજા કરતો હતો. ૮
હે પ્રભુ હું પણ સંસારમાં ભ્રમણ કરતાં કરતાં આપની પાસે આવી ગયો છું. અને અંતરાયકર્મને નિવારનારા શ્રી શુભવીરપ્રભુ મને મળ્યા છે. ૯
કાવ્ય તથા મંત્રનો અર્થ- ઉત્તમ પુષ્પોના સમૂહ વડે પ્રભુપૂજન કરનારાઓને ઉત્તમ ગતિની પ્રાપ્તિ થાય છે. તેથી હે ભવ્યજન !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org