________________
૨૩૨
શ્રી પૂજા સંગ્રહ સાથે વ્યાપાર કરવા રે, દેશ વિદેશ ચલે; પરસેવા દેવા રે, કોડી ન એક મળે. મન૦ ૨. રાજગૃહી નગરે રે, દ્રમક એક ફરે; ભિક્ષાચરવૃત્તિયે રે, દુઃખે પેટ ભરે. મન૦ ૩. લાભાંતરાયે રે, લોક ન તાસ દીએ; શિલા પાડતો રે, પહોતો સાતમીએ. મન૦ ૪. ઢંઢણ અણગારો રે, ગોચરી નિત્ય કરે; પશુઆં અંતરાયે રે, આહાર વિના વિચરે. મનO ૫. આદીશ્વર સાહિબ રે, સંયમભાવ ધરે; વરસીતપ પારણું રે, શ્રેયાંસરાય ઘરે. મન૦ ૬.
વ્યાપાર કરવા માટે પ્રાણી દેશ-પરદેશ જાય છે, પારકાની સેવા કરે છે, પણ લાભાંતરાયના ઉદયથી એક કોડી પણ મળતી નથી.૨
રાજગૃહી નગરીમાં એક દ્રમક (ભિક્ષુક) ફરતો હતો. ભિક્ષાચરવૃત્તિ કરી દુઃખે પેટ ભરતો હતો. પણ તેને લાભાંતરાયનો ઉદય હોવાથી લોકો આપતા ન હતા. તે કારણે લોકો ઉપરના દ્વેષથી વૈભારગિરિ ઉપરથી એક મોટી શિલા પાડતાં તે પોતે જ પડી જવાથી મરીને સાતમી નરકે ગયો. ૩-૪
ઢંઢણમુનિ હંમેશા ગોચરી માટે ભમતા હતા, પણ પૂર્વભવમાં પશુઓને અંતરાય કરેલ હોવાથી લોકો તેને આપતા ન હતા. તેથી આહાર વગર વિચરતા હતા. ૫
આદીશ્વરપ્રભુ સંયમભાવ ધારણ કર્યા પછી, પૂર્વના અંતરાયના ઉદયે એક વર્ષ સુધી આહાર પામ્યા ન હતા, છેવટે શ્રેયાંસરાજાના ઘરે શેરડીના રસથી પારણું કર્યું. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org