________________
અંતરાય કર્મ નિવારણ પૂજા
ત્રીજી પુષ્પપૂજા
દુહો
હવે ત્રીજી સુમનસતણી, સુમનસ કરણ સ્વભાવ; •ભાવ સુગંધી કરણ ભણી, દ્રવ્યકુસુમ પ્રસ્તાવ. ૧. માલતી ફૂલે પૂજતી, લાવિઘન કરી હાણ, વણિકસુતા લીલાવતી, પામી પદ નિરવાણ. ૨.
ઢાળ
મનમંદર આવો રે, કહું એક વાતલડી; અજ્ઞાનીની સંગે રે, રમિયો રાતલડી. મન૦ ૧.
દુહાનો અર્થ હવે પરમાત્માની ત્રીજી પુષ્પપૂજા કરો કે જેનો પૂજકને સુંદર મનવાળા કરવાનો સ્વભાવ છે. આત્માને ભાવથી સુગંધિત કરવા માટે આ દ્રવ્યથી પુષ્પપૂજાનો પ્રસ્તાવ
છે. ૧.
૨૩૧
ણિકપુત્રી લીલાવતી માલતીના પુષ્પોવડે પ્રભુને પૂજી લાભાંતરાયનો ક્ષય કરી નિર્વાણપદ પામી. ૨
ઢાળનો અર્થ હે પરમાત્મા ! તમે મારા મનરૂપ મંદિરમાં પધારો. હું એક વાત આપને કહું. હે સ્વામી ! હું અજ્ઞાનીની સોબતમાં આખી રાત રમ્યો છું. (ઘણો કાળ મેં પસાર કર્યો.) ૧.
Jain Education International
=
For Private & Personal Use Only
..
www.jainelibrary.org