________________
૬૩
શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા
સુપન ચતુર્દશ મોટકા, દેખે માતા તામ; રયણી સમે નિજ મંદિરે, સુખશય્યા વિશરામ. ૨.
ઢાળ બીજી રૂડો માસ વસંત ફળી વનરાજી રે, રાયણને સહકાર વાલા; કેતકી જાઇ ને માલતી રે, ભ્રમર કરે ઝંકાર વાલા, કોયલ મદભર ટહુંકતી રે, બેઠી આંબાડાળ વાલા. ૧. હંસયુગલ જળ ઝીલતા રે, વિમળ સરોવર પાળ વાલા; મંદ પવનની લ્હેરમાં રે, માતા સુપન નિહાળ વાલા. ૨. દીઠો પ્રથમ ગજ ઉજળો રે, બીજે વૃષભ ગુણવંત વાલા; ત્રીજે સિંહ જ કેસરી રે, ચોથે શ્રીદેવી મહંત વાલા. ૩.
તે વખતે પોતાના મહેલમાં મધ્યરાત્રિએ સુખશયામાં વિશ્રામ લેતાં-નિદ્રાધીન થયેલ માતા મોટા ચૌદ સ્વમ જાએ છે. ૨.
ઢાળનો અર્થ- (પાર્શ્વનાથ પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે વસંતઋતુ ચાલતી હતી તેથી કર્તા વસંતઋતુનું વર્ણન કરે છે.) શ્રેષ્ઠ એવી વસંતઋતુના મહિનામાં વનરાજી ફાલી-ફૂલી છે. રાયણ અને આંબાના ઝાડને પણ ફળ આવ્યાં છે. કેતકી, જોઇને માલતીના પુષ્પો ઉપર ભમરાઓ શબ્દ કરી રહ્યા છે. આંબાની ડાળ ઉપર બેસી કોયલ મદભર ટહૂકા કરે છે. નિર્મળ સરોવરની પાળ પાસે હંસયુગલો જળમાં સ્નાન કરી રહ્યાં છે. મંદ મંદ પવન વાઈ રહ્યો છે તે પવનની લ્હેરમાં માતાએ . (હવે પછી કહેવાતાં) સ્વપ્રો જોયાં. ૧-૨.
પ્રથમ સ્વપ્રમાં ઉજ્જવળ એવો હાથી જોયો બીજા સ્વપ્રમાં ગુણવાન એવા વૃષભ જોયો, ત્રીજે સ્વપે કેસરીસિંહ, ચોથે સ્વપ્રે શ્રેષ્ઠ એવા લક્ષ્મીદેવી, પાંચમા સ્વપે પુષ્પમાળાનું યુગલ, છકે સ્વપ્ન ચંદ્ર, સાતમા સ્વપ્ન ઉગતો સૂર્ય, આઠમા સ્વપે પવનવડે ફરફરતો ધ્વજ, નવમે સ્વમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org