________________
૬૪
શ્રી પૂજા સંગ્રહ સાથે માળયુગલ ફૂલ પાંચમે રે, છટ્ટે રોહિણીકંત વાલા; ઉગતો સૂરજ સાતમે રે, આઠમે ધ્વજ લહકત વાલા. ૪. નવમે કળશ રૂપાતણો રે, દશમે પધસર જાણ વાલા; અગ્યારમે રયણાય રે, બારમે દેવવિમાન વાલા. ૫. ગંજ રત્નનો તેરમે રે, ચૌદમે વહ્નિ વખાણ વાલા; ઉતરતાં આકાશથી રે, પેસતાં વદન પ્રમાણ વાલા. ૬. માતા સુપન લહી જાગિયાં રે, અવધિ જાએ સુરરાજ વાલા; શકસ્તવ કરી વંદિયા રે, જનની ઉદર જિનરાજ વાલા. ૭. એણે સમે ઈંદ્ર તે આવિયા રે, મા આગળ ધરી લાજ વાલા; પુણ્યવંતી તુમે પામિયા રે, ત્રણ ભુવનનું રાજ વાલા. ૮. ચૌદ સુપનના અર્થ કહી રે, ઇદ્ર ગયા નિજ ઠામ વાલા: ચૌસઠ ઇદ્ર મળી ગયા રે. નંદીશ્વર જિનધામ વાલા. ૯. રૂપાનો કળશ, દશમા સ્વપ્રે પદ્મસરોવર, અગિયારમા સ્વમે રત્નાકરસમુદ્ર, બારમા સ્વપ્રે દેવયુક્ત વિમાન, તેરમા સ્વપ્ન રત્નનો ઢગલો અને ચૌદમા સ્વપ્નમાં ધૂમાડા રહિત અગ્નિ જોયો. એ સ્વપ્નો આકાશમાંથી ઉતરતાં અને પોતાના મુખમાં પ્રવેશ કરતાં જોયાં. ૩-૪-૫-૬.
આ પ્રમાણે સ્વપ્નો જોઈ માતા જાગૃત થયાં, તે વખતે અવધિજ્ઞાનવડે છે જોયું. વામામાતાના ઉદરમાં પ્રભુને જોયા તરત જ આસન ઉપરથી ઉઠી સાત-આઠ ડગલાં સામા આવી શકસ્તવ કહેવાવડે વંદન કર્યું. ૭.
એ પછી માતાની પાસે મર્યાદાપૂર્વક ઇંદ્ર આવી કહ્યું કે હે પુણ્યવતી માતા ! તમે ત્રણ ભુવનનું રાજ પામ્યાં છો.' એમ કહી ચૌદ સ્વપ્નોના અર્થ કહી ઇદ્ર પોતાના સ્થાનમાં ગયા. પછી ચોસઠ ઇદ્ર ભેગા મળી જિનેશ્વરના ધામવાળા-શાશ્વત સિદ્ધાયતનવાળા નંદીશ્વરદીપે ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org