________________
શ્રી પૂજા સંગ્રહ સાથે
કાવ્ય તથા મંત્ર ભોગી યદા લોકનતોડપિ યોગી, બભૂવ પાતાલપદે નિયોગી; કલ્યાણકારી દુરિતાપહારી, દશાવતારી વરદઃ સ પાર્શ્વઃ ૧.
ૐ હ શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે નિંદ્રાય પુષ્પાણિ યજામહે સ્વાહા.
ચ્યવનકલ્યાણકે બીજી ફળપૂજા
દુહા
કૃષ્ણ ચતુર્થી ચૈત્રની, પૂર્ણાયુ સુર તેહ; વામા માત ઉદર નિશિ, અવતરિયા ગુણગેહ. ૧.
કાવ્યનો અર્થ-જેમના દર્શનથી યોગની એકાગ્રતાવાળો સર્પ પાતાળસ્થાનમાં સ્વામી (ધરણેન્દ્ર) થયો, એવા કલ્યાણના કરનારા, દુરિતને હરનારા અને દશ અવતારવાળા (સમકિત પામ્યા પછી જેમના દશ ભવ થયા છે એવા) તે પાર્શ્વનાથ ભગવંત વાંછિત આપનારા થાઓ. ૧.
મંત્રનો અર્થ- પરમ પુરુષ, પરમેશ્વર, જન્મ-જરા મૃત્યુનું નિવારણ કરનાર કેવળજ્ઞાનરૂપી લક્ષ્મીવાળા જિનેન્દ્રની અમે પુષ્પો વડે પૂજા કરીએ છીએ.
દુહાનો અર્થ ગુણના ભંડાર એવા પ્રભુ ચૈત્ર વદિ-૪ (ગુજરાતી ફાગણ વદિ-૪) ની રાત્રિએ દેવાયુ પૂર્ણ કરી વામામાતાના ઉદરમાં આવીને અવતર્યા. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org