________________
૧પ
સ્નાત્ર પૂજા સાથે
કુસુમાંજલિ-ઢાળ અપથ્થરમંડલી ગીત ઉચ્ચારા, શ્રી શુભવીરવિજય જયકારા; કુસુમાંજલિ મેલો સર્વ જિર્ણોદા. ૧૫ (સર્વ જ્ઞાત્રિયાઓએ પ્રભુના જમણા અંગુઠે કુસુમાંજલિ મૂકવી.). (પછી શ્રી શત્રુંજયના નીચેના દુહા બોલતાં બોલતાં સિંહાસનની ત્રણ પ્રદક્ષિણા ફરતાં ફરતાં, પ્રભુ સન્મુખ ત્રણ ખમાસમણ દઈ જગચિંતામણિનું ચૈત્યવંદન શરૂ કરવું.) એકેકું ડગલું ભરે, શત્રુંજય સમો જેહ; રીખવ કહે ભવ ક્રોડનાં, કર્મ ખપાવે તેહ. ૧. શત્રુંજય સમો તીરથ નહિ, રીખવ સમો નહિ દેવ; ગૌતમ સરખા ગુરુ નહિ, વળી વળી વંદું તેહ. ૨ સિદ્ધાચળ સમરું સદા, સોરઠ દેશ મોઝાર; મનુષ્યજન્મ પામી કરી, વંદુ વાર હજાર. ૩
અપ્સરાઓના સમૂહે વિજયવંત શ્રી શુભ વીર પરમાત્માના ગીત ગાયા. તે રીતે સર્વ જિનેશ્વરને કુસુમાંજલિ મૂકો. ૧૬.
દુહાઓનો અર્થ- કવિશ્રી ઋષભદાસજી કહે છે કે-શ્રી શત્રુંજય ગિરિરાજની સન્મુખ ભાવપૂર્વક એકેક ડગલું ભરતાં ક્રોડો ભવનાં એકઠાં થયેલાં કર્મો ક્ષય થાય છે. ૧.
શત્રુંજય સમાન બીજું કોઈ તીર્થ નથી. શ્રી ઋષભદેવ સમાન કોઈ દેવ નથી અને ગૌતમસ્વામી સમાન કોઈ ગુરુ નથી. તેઓને હું વારંવાર વંદન કરું છું. ૨.
સૌરાષ્ટ્ર દેશમાં આવેલ શ્રી સિદ્ધાચલ ગિરિરાજનું હું હંમેશા સ્મરણ કરું છું. મનુષ્યજન્મ પામીને હજારોવાર વંદન કરું છું. ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org