________________
૧૬
શ્રી પૂજા સંગ્રહ સાથે ઈચ્છામિ ખમાસમણો, વંદિઉં જાવણિજાએ નિસાહિઆએ, મત્યએણ વંદામિ.
- ( એમ ત્રણ વાર ખમાસમણ દેવાં. )
શ્રી જગચિંતામણિનું ચૈત્યવંદન ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ચૈત્યવંદન કરું ? ઈચ્છે. જગચિંતામણિ જગનાહ, જગગુરૂ જગરહ્મણ; જગબંધવ જગસત્યવાહ, જગભાવવિઅકુખણ, અટ્ટાવયસંઠવિઅરૂવ કમ્મટ્ટવિણાસણ, ચઉવસંપિ જિણવર જયંતુ, અપ્પડિહયસાસણ. ૧. કમ્પભૂમિહિં કમ્પભૂમિહિં, પઢમસંઘયણિ, ઉક્કોસય સત્તરિસય; જિણવરાણ વિહરત લક્નઈ,
અર્થ-હેક્ષમાશ્રમણ !મારાશરીરની શક્તિસહિતતથા પાપવ્યાપારનો ત્યાગ કરીને આપને વાંદવાને ઈચ્છું છું. અને મસ્તકે કરીને વાંદું છું.
ચૈત્યવંદનનો અર્થ- આપની ઈચ્છાપૂર્વક હે જ્ઞાનવંત ! આદેશ આપો હું ચૈત્યવંદન કરવાને ઇચ્છું છું. આપની આજ્ઞા મારે પ્રમાણભૂત છે.
ભવ્ય જીવોને ચિંતામણિરત્નસમાન, ભવ્યજીવોના નાથ, સમસ્ત લોકના હિતોપદેશક, છજીવનિકાયના રક્ષક, સકલ જગતના બાંધવ, મોક્ષાભિલાષીના સાર્થવાહ, પદ્રવ્ય અને નવતત્ત્વનું સ્વરૂપ કહેવામાં વિચક્ષણ, અષ્ટાપદ પર્વત ઉપર સ્થાપન કર્યા છે બિંબ જેમનો એવા. અષ્ટકર્મનો નાશ કરનારા ચોવીશે તીર્થકરો જયવંતા વર્તો. જેમનું શાસન કોઇથી હણાય નહીં એવું છે. ૧.
અસિ, અષી અને કૃષિકર્મ જ્યાં વર્તે છે એવા કર્મભૂમિના ક્ષેત્રોને વિષે, પ્રથમ સંઘયણવાળા ઉત્કૃષ્ટપણે એકસો સીત્તેર તીર્થકરો વિચરતા પામીએ. કેવળજ્ઞાની નવ ક્રોડ અને નવ હજાર ક્રોડ સાધુઓ હોય એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org