________________
૧ ૨૨
શ્રી પૂજા સંગ્રહ સાથે તરીયા તેણે ભવતારણ રે, આo ગજચંદ્ર મહોદય કારણ રે; આ0 સુરકાંત અચળ અભિનંદો રે, આ૦ સુમતિ શ્રેષ્ઠાભયકંદો રે. આ૦ ૬ ઈહાં મોક્ષે ગયા કેઈ કોટિ રે, આO અમને પણ આશા મોટી રે; આવે શ્રદ્ધા-સંવેગે ભરીઓ રે, આ૦ મેં મોટો દરિયો તરિયો રે. આ૦ ૭ શ્રદ્ધા વિણ કોણ હાં આવે રે, આ૦ જળમાં કિમ તે નાવે રે; આ૦ તેણે હાથ હવે પ્રભુ ઝાલો રે, આવે શુભવીરને હઈડે વ્હાલો રે. આ૦ ૮
આ પ્રમાણે અનેક મુનિ સંસાર તર્યા તેથી આ તીર્થનું ૭૩મું નામ ભવતારણ છે, હવે બીજા આઠ નામ કહે છે, ૭૪. ગજચંદ્ર, ૭૫. મહોદય, ૭૬. સુરકાંત, ૭૭. અચળ, ૭૮. અભિનંદ, ૭૯. સુમતિ, ૮૦. શ્રેષ્ઠ અને ૮૧. અભયકંદ એમ કુલ નવ નામ જાણવા.૬.
આ તીર્થ ઉપર ક્રોડ મુનિઓ મોક્ષે ગયા છે, તે જાણીને અમને પણ મોટી આશા (મોક્ષની આશા) થઈ છે. શ્રદ્ધા અને સંવેગથી ભરેલા મેં મોટો દરીઓ (ભવસમુદ્ર) તર્યો છે-સંસારનો મોટો ભાગ તરી ગયો છું. ૭.
હે પ્રભુ! શ્રદ્ધા વિના અહીં આપની પાસે કોણ આવે ? હું શ્રદ્ધારૂપ વહાણથી કિનારે લગભગ પહોંચી ગયો છું, પણ થોડા પાણીમાં વહાણ ચાલી શકતું નથી તેથી હે પ્રભુ ! હવે મને હાથ પકડી ખેંચી લો, શ્રી શુભવિજયજીના શિષ્ય શ્રી વીરવિજયજી કહે છે કે- હે પ્રભુ ! મને તમે હૃદયમાં ખૂબ વ્હાલા છો. ૮.
:
-
-
-
.
.
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org