________________
પીસ્તાલીશ આગમની પૂજા
૨૬૫
ઢાળ
ચંદનપૂજા ચતુર રચાવો, નાગકેતુ પરે ભાવો રે;
ધન ધન જિનવાણી. રાય ઉદાયી પ્રભુ ગુણ ગાવે, પદ્માવતીને નચાવે રે. ધ૦ ૧. કાળ સદા જે અરિહા થાવે, કેવળના ઉપાવે રે; ધ0 આચારાંગ પ્રથમ ઉપદેશે, નામની ભજના શેષે રે. ધ૦ ૨ આચારરથ વહેતા મુનિ ધોરી, બહુશ્રુત હાથમાં દોરી રે; પ૦ પંચ પ્રકારે આચાર વખાણે, ગળિયા બળદ કેમ તાણે રે. ધ૦ ૩ દો શ્રતખંધ આચારાંગ કેરા, સંખિત અણુયોગદ્વારા રે; ધ૦ સંખ્યાતી નિર્યુક્તિ કહીશ, અજઝયણા પણવીશ રે. ૧૦ ૪
ઢાળનો અર્થ- હે ચતુર આત્મા ! ચંદનની પૂજા રચાવો અને નાગકેતુની જેમ ભાવના ભાવો. શ્રી જિનેશ્વરની વાણી અત્યંત ધન્ય છે. જિનેશ્વરની પૂજા કરતાં ઉદાયીરાજા પ્રભુના ગુણ ગાય છે. અને પદ્માવતી રાણી નૃત્ય કરે છે. ૧.
સર્વ કાળમાં જે અરિહંતો થાય છે, તેઓ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પ્રથમ આચારાંગનો ઉપદેશ આપે છે. તે પ્રથમ અંગનું નામ સર્વકાળમાં આચારાંગ એ પ્રમાણે હોય છે, જ્યારે બીજા સૂત્રોનાં નામમાં ફેરફાર પણ હોય છે. ૨.
વૃષભ સમાન મુનિઓ આચારરૂપી રથને વહન કરે છે. એ રથની દોરી બહુશ્રુતોના હાથમાં હોય છે. આ ચાર પાંચ પ્રકારે કહ્યો છે. જે ગળિયા બળદ જેવા હોય તે આચારરૂપી રથને કેમ તાણી શકે ? ૩
આચારાંગસૂત્રના બે શ્રુતસ્કંધ (૧. બ્રહ્મચર્ય, ૨ આચારાંગ) છે, સંક્ષિપ્ત અનુયોગદ્વાર અને સંખ્યાતી નિર્યુક્તિ કહીશ. આચારાંગસૂત્રનાં ૨૫ અધ્યયન છે. ૪.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org