________________
૨૬૬
શ્રી પૂજા સંગ્રહ સાથે પદની સંખ્યા સહસ અઢાર, નિત્ય ગણતા અણગાર રે; ધo સૂત્રકૃતાંગે ભાવજીવાદિ, ત્રણસે ત્રેસઠ વાદી રે. ધ૦ ૫ અધ્યયન ત્રેવશ છે બીજે, અવર પૂરવ પર લીજે રે; ૧૦ દુગુણાં પદ હવે સઘળે અંગે, દસ ઠાણા ઠાણાંગે રે. ધ૦ ૬ દશ અધ્યયને શ્રુતબંધ એકો, હવે સમવાયાંગ છેકો રે, ધo શત સમવાય શ્રુતખંધ એકે, ધારિયે અર્થ વિવેકે રે. ધo ૭ ભગવતી પાંચમું અંગ વિશેષા, દશ હજાર ઉદેશા રે; ધ0 એકતાલીશ શતકે શુભવીરે, ગૌતમ પ્રશ્ન હારે રે. ધ૦ ૮
આચારાંગસૂત્રની પદસંખ્યા અઢાર હજાર છે. તેને મુનિમહાત્માઓ હંમેશા ગણતા હતા. બીજા સૂત્રકૃતાંગમાં ભાવજીવ વગેરે તથા ત્રણસો ત્રેસઠ વાદીઓનું વર્ણન કરવામાં આવ્યું છે. ૫
બીજા સૂયગડાંગ સૂત્રમાં ત્રેવીશ અધ્યયન છે. બીજાં પ્રથમ પ્રમાણે જાણવું જેમકે હવે પછી દરેક અંગમાં પદ બમણાં છે. (આચારાંગના પદ ૧૮૦૦૦ છે. સૂયગડાંગના પદ તેનાથી બમણાં હોવાથી ૩૬000 થાય એમ આગળ-આગળના અંગમાં બમણાં પદ લેવાં) ત્રીજા ઠાણાંગ સૂત્રમાં દશ ઠાણ છે. દશ અધ્યયન છે. એક શ્રુતસ્કંધ છે. હવે ચોથા સમવાયાંગસૂત્રનું વર્ણન કરે છે. આ અંગમાં એકથી સો સુધીની સંખ્યાવાળા તેમજ આગળ-આગળની સંખ્યાવાળા પદાર્થોનું વર્ણન આવે છે. તેનો અર્થ વિવેકપૂર્વક ધારીયે. ૬-૭
પાંચમું અંગ ભગવતીસૂત્ર છે. તેમાં દશ હજાર ઉદેશાઓ છે, ૪૧ શતક છે, તેમાં શ્રી શુભવીરપરમાત્માને ગૌતમસ્વામી વગેરેએ પૂછેલા પ્રશ્નોનો સંગ્રહ છે. ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org