SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૭ પીસ્તાલીશ આગમની પૂજા દુહા નિર્યુક્તિ પ્રતિપત્તિયો, સઘળે તે સમભાવ; બીજી અર્થ પ્રરૂપણા, તે સવિ જુજુઆ ભાવ. ૧. ગીત જ્ઞાતાધર્મ વખાણીયે રે, દશ બોલ્યા તિહાં વર્ગ; પ્રભુ ઉપદેશીયા. ઉઠ તે કોડી કથા કહી રે, સાંભળતા અપવર્ગ. પ્ર. ૧ ઓગણીશ અધ્યયન કરી રે, બે શ્રુતખંધ સુભાવ; પ્ર0 ઉપાસકદશાંગમાં રે, દશ શ્રાવકના ભાવ પ્ર૦ ૨ અંતગડે અડ વર્ગ છે રે, અનુત્તરોવવાઈ ત્રણ વર્ગ; પ્ર0 એક સૂત્રે મુક્તિ વર્યા રે, બીજે ગયા જે સર્ગ. પ્ર. ૩ દુહાનો અર્થ- નિર્યુક્તિઓને પ્રતિપત્તિઓ બધા સૂત્રમાં સમાન ભાવવાળી સમજવી અને અર્થપ્રરૂપણા તો બધા સૂત્રોમાં જાદા જાદા ભાવવાળી સમજવી. ૧. ગીતનો અર્થ- ૬ઠ્ઠા અંગ જ્ઞાતાધર્મકથામાં દશ વર્ગ કહ્યા છે. જે પ્રભુએ ઉપદેશ્યાછે. આ અંગે સાડાત્રણ કોડિ કથાઓથી ભરપૂર હતું. જે સાંભળવાથી અનુક્રમે મોક્ષની પ્રાપ્તિ થાય. ૧. જ્ઞાતાધર્મકથાંગમાં બે શ્રુતસ્કંધ છે. પ્રથમ શ્રુતસ્કંધમાં ૧૦ અધ્યયનો છે. સાતમા ઉપાસકદશાંગસૂત્રમાં મહાવીર સ્વામી ભગવંતના શાસનમાં થયેલા (આનંદ-કામદેવ આદિ) દશ મહાશાવકોનાં જીવનચરિત્રો છે. ૨ આઠમા અંતકૃદશાંગ સૂત્રમાં આઠ વર્ગ છે અને આ સૂત્રમાં અંતગડકેવલી (કેવળજ્ઞાન થતાંની સાથે જ અંતર્મુહૂર્તમાં મોક્ષે જનારા) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001156
Book TitlePooja Sangraha with Meaning Tika
Original Sutra AuthorVirvijay , Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy