________________
૨૬૮
શ્રી પૂજા સંગ્રહ સાથે પ્રશ્નવ્યાકરણસૂત્રમાં રે, દશ અધ્યયન વખાણ; પ્ર0 સૂત્ર વિપાકે સાંભળો રે, વીશ અધ્યયન પ્રમાણ. પ્ર૦ ૪ બે શ્રુતખંધે ભાખિયા રે, દુઃખસુખ કેરા ભોગ; પ્ર0 એમ એકાદશ અંગની રે, ભક્તિ કરો ગુરુ યોગ. પ્ર. ૫ આગમને અવલંબતાં રે, ઓળખીયે અરિહંત; પ્રવ શ્રી શુભવીરને પૂજતાં રે, પામો સુખ અનંત. પ્ર૬
કાવ્ય અને મંત્ર જિનપતેર્વરગંધસુપૂજન, જનિજરામરણોભવભીતિહ;
સકલરોગવિયોગવિપદ્ધરં, કુરુ કરેણ સદા નિજપાવનમ્. ૧. મહામુનિઓનાં ચરિત્રો છે અને નવમા અનુત્તરીપપાતિક દશાંગસૂત્રમાં રાણ વર્ગ છે અને તેમાં પાંચ અનુત્તર વિમાનોમાં જનારા મહામુનિઓનાં ચરિત્રો છે. તથા એકસૂત્રમાં મુક્તિગામીનું અને બીજા સૂત્રમાં સ્વર્ગગામીનું વર્ણન છે. ૩
દશમાં પ્રશ્નવ્યાકરણાંગ સૂત્રમાં દશ અધ્યયનો છે. અગ્યારમા વિપાકશ્રુતાંગસૂત્રમાં વિશ અધ્યયનો છે. બે શ્રુતસ્કંધ છે. પહેલા શ્રુતસ્કંધના દશ અધ્યયનોમાં અશુભકર્મના કટુરિપાક-દુઃખને દર્શાવનાર દશ અધ્યયનો દશ દૃષ્ટાંતો સાથે આપ્યાં છે. બીજા શ્રુતસ્કંધના દશ અધ્યયનોમાં શુભકર્મના વિપાક-સુખને દર્શાવનાર દશ અધ્યયનો દશ ચરિત્ર સાથે આપેલ છે. આ રીતે ૧૧ અંગની ભક્તિ સદ્ગુરુના યોગે કરો. ૪-૫
આગમનું અવલંબન લેવાથી અરિહંત પરમાત્માને ઓળખી શકાય છે. શ્રી શુભવીર પરમાત્માનું પૂજન કરવાથી અનંતસુખ પ્રાપ્ત કરો.
કાવ્યનો અર્થ- શ્રી જિનપતિનું કેસર-બરાસ આદિ સુગંધી દ્રવ્યોથી પૂજન કરવું તે જન્મ-જરા અને મૃત્યુથી ઉત્પન્ન થતા ભયને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org