________________
શ્રી પૂજા સંગ્રહ સાર્થ
સુરનદીજલપૂર્ણ ઘટેર્ઘનૈઃ, ઘુસૃણમિશ્રિતવારિભૃતૈઃ પરૈઃ; સ્નપય તીર્થકૃતં ગુણવારિધિં, વિમલતાં ક્રિયતાં ચ નિજાત્મનઃ. ૨. જનમનોમણિભાજનભારયા, શમરસૈકસુધારસધારયા; સકલબોધકલારમણીયક, સહજસિદ્ધમ ં પરિપૂજયે. ૩.
૨૬૪
ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા.
બીજી ચંદનપૂજા દુહો
હવે પિસ્તાલીશ વરણવું, કલિયુગમાં આધાર; આગમ અગમ અરથ ભર્યા, તેહમાં અંગ અગ્યાર. ૧.
ગંગાનદીના પાણીથી ભરેલા તેમ જ કેસર-બરાસ મિશ્રિત પાણી વડે ભરેલા ઘણા કળશો વડે ગુણના સમુદ્ર એવા તીર્થંકરને સ્નાનાભિષેક કરો અને પોતાના આત્માની નિર્મળતા કરો. ૨
લોકોના મનરૂપ મણિના પાત્રમાં ભરેલા એવા સમતારસ રૂપ અમૃતની ધારાવડે સકળ જ્ઞાનકળાથી મનોહર એવા સહજ સિદ્ધોના તેજને હું પૂ છું. ૩
મંત્રનો અર્થ- પરમપુરુષ, પરમેશ્વર, જન્મ-જરા-મૃત્યુ નિવારનાર શ્રી વીરજિનેન્દ્રને અમે જળ વડે પૂજીએ છીએ.
દુહાનો અર્થ- આ કલિયુગમાં અગમ્ય અર્થોથી ભરેલા પીસ્તાલીશ આગમો એ આધારરૂપ છે. એ ૪૫ આગમમાં જે અગિયાર અંગ કહેવાય છે તેનું હવે અહીં વર્ણન કરું છું. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org