________________
૨૦૪
શ્રી પૂજા સંગ્રહ સાથે
ઉલાલો જે અનુપ શ્રદ્ધા ધર્મ પ્રગટે, સયલ પર ઈહા ટળે, નિજ શુદ્ધ સત્તા પ્રગટ અનુભવ-કરણ રુચિતા ઉથ્થળે; બહુમાન પરિણતિ વસ્તુતત્ત્વ, અહવ તસુ કારણપણે, નિજ સાધ્ય દૃષ્ટ સર્વ કરણી, તત્ત્વતા સંપત્તિ ગણે. ૨
પૂજા ઢાળ ઃ (શ્રીપાળના રાસની દેશી.) શુદ્ધ દેવગુરુ ધર્મ પરીક્ષા, સદહણા પરિણામ; જે હ પામીજે તેહ નમજે, સમ્યગ્દર્શન નામ રે.
ભવિકા ! સિ0 ૧. મલ ઉપશમ ક્ષય ઉપશમ ક્ષયથી, જે હોય ત્રિવિધ અભંગ; સમ્યગુદર્શન તેહ નમજે, જિન ધર્મે દૃઢ રંગ રે.
ભવિકા ! સિવ ૨. (જેની પ્રાપ્તિથી) ઉપમા ન આપી શકાય તેવો શ્રદ્ધાધર્મ પ્રકટે છે, સઘળી પરપદાર્થની ઈચ્છાઓ દૂર થાય છે, પોતાને શુદ્ધ સત્તાનો અનુભવ પ્રકટ કરવાની રુચિ ઉછળે છે, પદાર્થના તત્ત્વમાં બહુમાન પ્રકટે છે અથવા તે બહુમાન પરિણતિ વસ્તુતત્ત્વની પ્રાપ્તિના કારણરૂપ બને છે અને પોતાની સાધ્યદૃષ્ટિથી કરાતી સર્વ કરણીને જ પોતાની ખરેખરી લક્ષ્મી ગણે છે. ૨ * પૂજાની ઢાળનો અર્થ - શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મની પરીક્ષાપૂર્વક તે સત્ય છે તેવા શ્રદ્ધાના પરિણામ જેથી પમાય છે તે સમ્યગ્રદર્શનને નમસ્કાર કરો. ૧.
(સાત પ્રકૃતિરૂપ)મેલ (કર્મ)ના ઉપશમ, ક્ષય અને ક્ષયોપશમથી જે અખંડપણે ત્રણ પ્રકારનું પ્રાપ્ત થાય છે, તેમ જ જેથી જિનધર્મમાં ચોળમજીઠનો રંગ લાગે છે તે સમ્યગ્દર્શનને નમન કરો.૨.
-
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org