________________
૨૦૫
નવપદજીની પૂજા પંચ વાર ઉપસમિય લીજે, ક્ષયઉપશમિય અસંખ; એક વાર ક્ષાયિક તે સમકિત, દર્શન નમીએ અસંખ રે.
ભવિકા ! સિ. ૩ જે વિણ નાણ પ્રમાણ ન હોવે, ચારિત્રતરુ નવિ ફળીઓ; સુખ નિર્વાણ ન જે વિણ લહીએ, સમકિતદર્શન બળિયો રે.
ભવિકા ! સિ0 ૪. સડસઠ બોલે જે અલંકરીઓ, જ્ઞાન ચારિત્રનું મૂળ; સમકિતદર્શન તે નિત્ય પ્રણમ્, શિવપંથનું અનુકૂળ રે,
ભવિકા ! સિવ ૫
દુહો શમ સંવેગાદિક ગુણા, ક્ષય ઉપશમ જે આવે રે; દર્શન તેહિ જ આતમા, શું હોય નામ ધરાવે રે. વિર૦ ૧.
(સર્વ ભવ પર્યતમાં) ઉપશમ સમકિત પાંચ વાર પમાય છે, ક્ષયોપશમ અસંખ્યાત વાર પમાય છે અને ક્ષાયિક સમકિત એકવાર જ પમાય છે, તેવા અસંખ્ય સમ્યગદર્શનને નમસ્કાર કરો.૩.
જેના વગર જ્ઞાન પ્રમાણભૂત ગણાતું નથી, ચારિત્રરૂપ વૃક્ષ યોગ્ય ફળ આપતું નથી અને મોક્ષનું સુખ જેના વગર પ્રાપ્ત થતું નથી તે સમ્યગદર્શન મહાબળવાન છે. ૪
જે સડસઠ ભેદોથી સુશોભિત છે, જ્ઞાન અને ચારિત્રનું મૂળ છે . અને મોક્ષમાર્ગને પ્રાપ્ત કરવાની અનુકૂળતા કરી આપનારું છે, તે સમ્યગદર્શનને હંમેશાં પ્રણામ કરું છું. ૫
દુહાનો અર્થ - (પ્રકૃતિઓના) ક્ષય અથવા ઉપશમથી (અને ક્ષયોપશમથી પણ) ઉપશમ અને સંવેગાદિ ગુણો જે પ્રકટે છે તે સમ્યગદર્શન જ આત્મા છે. માત્ર “સમકિતી” નામ ધારણ કરવાથી શું
-
- -
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org