________________
૧૬૯
બારવ્રતની પૂજા
અગિયારમા વ્રતે બારમી ધ્વજ-પૂજા
પડહ વજાવી અમારિનો, ધ્વજ બાંધે શુભ ધ્યાન; પોસહવ્રત અગ્યારમે, ધ્વજાપૂજા સુવિધાન. ૧.
ઢાળ પ્રભુપડિમા પૂજીને પોસહ કરીએ રે,
વાતને વિસારી રે વિકથા ચારની; પ્રાયે સુરગતિ સાધે પર્વને દિવસે રે,
ધર્મની છાયા રે તરુ સહકારની.૧. શીતળ નહીં છાયા રે આ સંસારની,
કૂડી છે માયા રે આ સંસારની; કાચની કાયા રે છેવટ છારની,
સાચી એક માયા રે જિન અણગારની. ૨. દુહાનો અર્થ - અમારિનો (જીવો ન મારવા અંગેનો) પડહ વગડાવીને શુભધ્યાનપૂર્વક ધ્વજ બાંધો. આ અગિયારમા પૌષધવ્રતમાં ધ્વજપૂજાનું વિધાન છે. ૧.
ઢાળનો અર્થ - પ્રભુપ્રતિમાની પૂજા કરીને પૌષધ કરીએ. ચાર પ્રકારની વિકથાનો ત્યાગ કરીએ. આ જીવ પ્રાયદેવગતિ પર્વના દિવસે સાધે છે. ધર્મની છાયા તે આમ્રવૃક્ષની છાયા જેવી છે. આ સંસારની છાયા શીતળ નથી પરંતુ આ સંસારની માયા ખોટી છે. આ કાયા કાચના જેવી ફૂટી જાય તેવી છે. અંતે ધૂળમાં મળી જનાર છે. સાચી માયા એક જિનેશ્વરના અણગારની છે. ૧-૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org