________________
૧૬૮
શ્રી પૂજા સંગ્રહ સાથે બારે વ્રતનાં નિયમનો રે, સંક્ષેપ એહમાં થાય; મંત્રબળે જેમ વીંછીનું રે, ઝેર તે ડંખે જાય હો જિનજી ! ભક્તિ) ૩. ગંઠસી ઘરસી દીપસી રે, એહમાં સર્વ સમાય; દીપક જ્યોતે દેખતા રે, ચંદવસગ રાય હો જિનજી ! ભક્તિ) ૪. પણ અતિચાર નિવારીને રે, ધનદ ગયો શિવગેહ; શ્રી શુભવીર માહરે, સાચો ધર્મસ્નેહ હો જિનાજી ! ભક્તિ, પ.
કાવ્ય તથા મંત્ર શ્રદ્ધાસંયુકદ્વાદશતવ્રતધરાઃ શ્રાદ્ધાઃ શ્રુતે વર્ણિતા, આનંદાદિકદિગ્મિતાઃ સુરભવં ત્યતા ગમિષ્યતિ વૈ, મોક્ષ તદ્ઘતમાચરસ્વ સુમતે ! ચેત્યાભિષેક કુરુ, યેન – વ્રતકલ્પપાદપફલાસ્વાદ કરોષિ સ્વયમ્. ૧.
* ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય નૈવેદ્ય યજામહે સ્વાહા.
જેમ મંત્રના બળથી વીંછીનું ઝેર આખા શરીરમાંથી નીકળીને માત્ર ડેખની જગ્યામાં જાય છે તેમ બારે વ્રતમાં કરેલા નિયમોનો આ વ્રતમાં સંક્ષેપ થાય છે. ૩
ગંઠસી, ઘરસી, દીપસી વગેરે આઠ પ્રકારના અભિગ્રહના પચ્ચકખાણનો આ વ્રતમાં સમાવેશ થાય છે. દીપકની જયોત જ્યાં સુધી રહે ત્યાં સુધી કાયોત્સર્ગમાં રહેવાનો નિયમ કરનાર ચંદ્રાવતંસક રાજા આયુષ્યનો ક્ષય થયે છતે દેવ થયા છે. ૪
આ વ્રતના પાંચ અતિચારોનું નિવારણ કરીને ધનદ શેઠ મોક્ષ ગયા છે. તે શુભવીર પ્રભુ ! મારે પણ તમારી સાથે તેના જેવો જ સાચો ધર્મસ્નેહ છે. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org